જાન્યુઆરી ૨
દેખાવ
૨ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો બીજો (લિપ વર્ષ દરમ્યાન પણ બીજો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૬૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૮૮ – જ્યોર્જિયા યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપનારું ચોથું રાજ્ય બન્યું.
- ૧૯૫૪ – ભારતે તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો, ભારત રત્ન અને પદ્મવિભૂષણની સ્થાપના કરી.
- ૧૯૭૫ – નવી રેલવે લાઇનના ઉદઘાટન પ્રસંગે બિહારના સમસ્તીપુર ખાતે બોમ્બ વિસ્ફોટમાં રેલવે મંત્રી લલિત નારાયણ મિશ્રા જીવલેણ રીતે ઘાયલ થયા.
- ૧૯૭૮ – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મુહમ્મદ ઝિયા-ઉલ-હકના આદેશ પર અર્ધલશ્કરી દળોએ પાકિસ્તાનના મુલ્તાનમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા કામદારો પર ગોળીબાર કર્યો; તેને મુલ્તાન કોલોની ટેક્સટાઇલ મિલ્સ હત્યાકાંડ – ૧૯૭૮ તરીકે ઓળખવામાં આવે છે.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૭૮ – મન્નત પદ્મનાભન પિલ્લાઈ, ભારતીય કાર્યકર્તા, નાયર સર્વિસ સોસાયટીની સ્થાપક (અ. ૧૯૭૦)
- ૧૮૯૭ – રામદાસ ગાંધી, મહાત્મા ગાંધીના ત્રીજા પુત્ર (અ. ૧૯૬૯)
- ૧૯૮૫ – એષા દાદાવાળા, ગુજરાતી કવિયત્રી અને પત્રકાર
અવસાન
[ફેરફાર કરો]- ૧૬૮૧ – સ્વામી રામદાસ, છત્રપતિ શિવાજીનાં સમર્થગુરૂ. (જ. ૧૬૦૮)
- ૧૯૫૨ – બ.ક.ઠાકોર, ગુજરાતી કવિ અને વિવેચક (જ. ૧૮૬૯)
- ૧૯૬૨ – પ્રહલાદ જેઠાલાલ પારેખ, ગુજરાતી સાહિત્યકાર. (જ. ૧૯૧૧)
- ૧૯૮૭ – હરેકૃષ્ણ મહતાબ, ભારતીય પત્રકાર અને રાજકારણી, ઓડિશાના પ્રથમ મુખ્યમંત્રી (જ. ૧૮૯૯)
- ૧૯૮૮ – દાદા ભગવાન, ગુજરાતના એક આધ્યાત્મિક ગુરુ (જ. ૧૯૦૮)
- ૧૯૮૯ – સફદર હાશ્મી, ભારતીય અભિનેતા, દિગ્દર્શક અને નાટ્યકાર (જ. ૧૯૫૪)
- ૧૯૯૪ – બરકત વિરાણી (બેફામ), ગુજરાતી ગઝલકાર અને સાહિત્યકાર (જ. ૧૯૨૩)
- ૨૦૧૦ – રાજેન્દ્ર શાહ, ગુજરાતી કવિ (જ. ૧૯૧૩)
- ૨૦૧૧ – બલીરામ ભગત, ભારતીય રાજકારણી; રાજસ્થાનના ૧૬મા રાજ્યપાલ (જ. ૧૯૨૨)
- ૨૦૧૧ – દિલિપ ધોળકિયા, ભારતીય સંગીતકાર અને ગાયક (જ. ૧૯૨૧)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર January 2 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |