એપ્રિલ ૧૬
દેખાવ
૧૬ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૫૩ – ભારતમાં પ્રથમ યાત્રી રેલવે સેવાની શરૂઆત, જે બોરીબંદર,મુંબઇથી થાણે સુધી શરૂ કરાઇ.
- ૧૯૧૨ – 'હેરિએટ ક્વિમ્બી'(Harriet Quimby),હવાઇ જહાજ દ્વારા ઉડીને 'ઇંગ્લિશ ખાડી' પસાર કરનાર પ્રથમ મહિલા બની.
- ૧૯૧૯ – જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં ગાંધીજીએ "પ્રાર્થના અને અનશન" દિવસ મનાવ્યો.
- ૧૯૭૨ – 'એપોલો ૧૬' અવકાશયાનનું,'કેપ કાનવેરલ',ફ્લોરિડા, મથકેથી પ્રક્ષેપણ કરાયું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૪૮ – કંદુકૂરી વીરેશલિંગમ્, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટિશ ઇન્ડિયાના સામાજિક સુધારક અને લેખક તથા તેલુગુ નવસર્જન ચળવળના પિતા (અ. ૧૯૧૯)
- ૧૮૮૪ – પ્રતુલચંદ્ર ગાંગુલી, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૫૭)
- ૧૮૮૫ – ઉલ્લાસકર દત્ત, અનુશીલન સમિતિ અને બંગાળના યુગાંતર સાથે સંકળાયેલા ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૬૫)
- ૧૮૮૯ – ચાર્લી ચૅપ્લિન, અંગ્રેજી હાસ્ય કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક (અ. ૧૯૭૭)
- ૧૯૦૩ – સ્નેહરશ્મિ (ઝીણાભાઈ રતનજી દેસાઈ), ગુજરાતી કવિ (અ.૧૯૯૧)
- ૧૯૨૪ – મદનજીત સિંઘ, ભારતીય રાજદ્વારી, ચિત્રકાર, ફોટોગ્રાફર અને લેખક (અ. ૨૦૧૩)
- ૧૯૬૩ – સલીમ મલિક, પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી
- ૧૯૭૮ – લારા દત્તા, ચલચિત્ર અભિનેત્રી
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૫૦ – મેરી તુસાદ(Marie Tussaud), 'મેડમ તુસાદનું મીણનાં પુતળાઓનું સંગ્રહાલય'નાં સ્થાપક.(જ. ૧૭૬૧)
- ૧૯૬૬ – નંદલાલ બોઝ, આધુનિક ભારતીય કલાના પ્રણેતા. (જ. ૧૮૮૨)