ઓક્ટોબર ૫
દેખાવ
૫ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૬૪ – કલકત્તા શહેરમાં ચક્રાવાતથી ૬૦૦૦૦થી વધુ લોકોના મોત થયા.
- ૧૯૬૨ – ઇયાન ફ્લેમિંગની નવલકથાઓ પર આધારિત જેમ્સ બોન્ડ ફિલ્મ શ્રેણીની પ્રથમ ફિલ્મ બ્રિટનમાં રજૂ થઈ.
- ૧૯૮૪ – માર્ક ગાર્નેઉ અવકાશયાત્રા કરનાર પ્રથમ કેનેડિયન બન્યા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૫૨૪ – રાણી દુર્ગાવતી, ગોંડવાના ક્ષેત્રના મહારાણી (અ. ૧૫૬૪)
- ૧૮૯૦ – કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા, ભારતીય ચરિત્રકાર, નિબંધકાર અને અનુવાદક (અ. ૧૯૫૨)
- ૧૯૧૩ – પૂર્ણિમાબેન પકવાસા, ડાંગના દીદી તરીકે ઓળખાતા ભારતીય સામાજિક કાર્યકર (અ. ૨૦૧૬)
- ૧૯૨૩ – કૈલાશપતિ મિશ્ર, ભારતીય વકીલ અને રાજકારણી, ગુજરાતના ૧૮મા રાજ્યપાલ (અ. ૨૦૧૨)
- ૧૯૫૨ – ઇમરાન ખાન, પાકિસ્તાની ક્રિકેટર અને વડા પ્રધાન
- ૧૯૬૩ – આદિલ હુસૈન, ભારતીય ફિલ્મ અને નાટ્ય કલાકાર
- ૧૯૭૪ – અરવિંદ વેગડા, ગુજરાતી લોકગાયક
- ૧૯૮૩ – જેસ્સી ઐસેનબર્ગ, અમેરિકી અભિનેતા
અવસાન
[ફેરફાર કરો]- ૨૦૨૧ – અરવિંદ ત્રિવેદી, લંકેશનાં પાત્રથી જાણીતા ગુજરાતી અભિનેતા (જ. ૧૯૩૮)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૫-૦૮ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર October 5 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.