જૂન ૨૫
દેખાવ
૨૫ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૮૮ – વર્જિનિયા યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપનારું દસમું રાજ્ય બન્યું.
- ૧૯૪૭ – ધ ડાયરી ઓફ અ યંગ ગર્લ (ધ ડાયરી ઓફ એના ફ્રેન્ક તરીકે વધુ જાણીતી) પ્રકાશિત થઈ.
- ૧૯૬૭ – પ્રથમ વૈશ્વિક જીવંત, ઉપગ્રહ પ્રસારીત ટેલિવિઝન કાર્યક્રમ – "અવર વર્લ્ડ" (Our World)
- ૧૯૭૫ – પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ ભારતમાં આંતરિક કટોકટી જાહેર કરી.
- ૧૯૭૫ – મોઝામ્બિકે પોર્ટુગલથી સ્વતંત્રતા હાંસલ કરી.
- ૧૯૭૮ – ‘સાન ફ્રાન્સિસ્કો ગે ફ્રીડમ ડે પરેડ’ દરમિયાન પહેલી વાર સમલૈંગિક ગૌરવનું પ્રતિનિધિત્વ કરતો મેઘધનુષી ધ્વજ ફરકાવાયો.
- ૧૯૮૩ – લંડન ખાતેના લોર્ડસ ક્રિકેટ મેદાન પર રમાયેલી ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત વિશ્વકપ વિજેતા બન્યું.
- ૧૯૯૧ – સ્લોવેનિયા અને ક્રોએશિયાએ યુગોસ્લાવિયાથી સ્વતંત્રત થયાં.
- ૧૯૯૩ – કિમ કેમ્પબેલે કેનેડાના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૬૪ – વોલ્થર નર્સ્ટ, જર્મન રસાયણશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા (૧૯૨૦) (અ. ૧૯૪૧)
- ૧૯૦૦ – માઉન્ટબેટન (Louis Mountbatten), ભારતનાં છેલ્લા વાઇસરોય (અ. ૧૯૭૯)
- ૧૯૦૭ – મૂળશંકર ભટ્ટ, ગુજરાતી, ગુજરાતના જૂલે વર્ન તરીકે પ્રખ્યાત ગુજરાતી ભાષાના અનુવાદક અને સાહિત્યકાર(અ.૧૯૮૪)
- ૧૯૦૮ – સુચેતા કૃપલાની, ભારતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૭૪)
- ૧૯૨૪ – મદન મોહન, ઇરાકી-ભારતીય સંગીતકાર અને દિગ્દર્શક (અ. ૧૯૭૫)
- ૧૯૩૧ – વી. પી. સિંઘ, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૭મા વડા પ્રધાન (અ. ૨૦૦૮)
- ૧૯૭૪ – કરિશ્મા કપૂર (Karisma Kapoor), ભારતીય અભિનેત્રી
- ૧૯૭૪ – નિશા ગણાત્રા, ભારતીય મૂળના કેનેડિયન ચલચિત્ર દિગ્દર્શક, નિર્માતા, લેખક અને અભિનેત્રી
- ૧૯૭૫ – મનોજ કુમાર પાંડે, ભારતીય ભૂમિસેનાના પરમવીર ચક્ર વડે સન્માનિત અધિકારી (અ. ૧૯૯૯)
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૨૨ – સત્યેન્દ્રનાથ દત્ત, ભારતીય કવિ અને લેખક (જ. ૧૮૮૨)
- ૧૯૮૫ – પ્રિયકાંત મણિયાર, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૨૭)
- ૧૯૯૭ – રામસિંહજી રાઠોડ, ભારતીય વનસેવામાં વન-અધિકારી, કચ્છનાં ઇતિહાસ, ભૂગોળ, પુરાતત્વ, લોકસાહિત્ય, કલા અને ભૂસ્તરના અભ્યાસી
- ૨૦૦૯ – માઇકલ જેકસન, વિશ્વવિખ્યાત પોપગાયક અને નૃત્યકાર (જ. ૧૯૫૮)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- વર્લ્ડ વિટિલિગો ડે
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર June 25 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.