માર્ચ ૧૦
દેખાવ
૧૦ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૬૯મો (લિપ વર્ષ દરમ્યાન ૭૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૯૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૭૬ – એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ દ્વારા ટેલિફોનનું પ્રથમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.
- ૧૯૨૨ – મહાત્મા ગાંધીની ધરપકડ કરવામાં આવી, તેમના પર રાજદ્રોહનો કેસ ચાલ્યો અને છ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. બે વર્ષ પછી તેમને એપેન્ડિસાઈટિસના ઓપરેશન માટે મુક્ત કરવામાં આવ્યા.
- ૧૯૪૮ – છોટાઉદેપુર રજવાડાએ ભારતીય સંઘમાં ભળી જવા માટે વિલયપત્ર પર હસ્તાક્ષર કર્યા.
- ૧૯૫૯ – તિબેટીયન બળવો: ચીન દ્વારા અપહરણના પ્રયાસના ડરથી, હજારો તિબેટીયનોએ દલાઈ લામાના મહેલને ઘેરી લીધો.
- ૧૯૭૭ – ખગોળશાસ્ત્રીઓ યુરેનસના વલયોની શોધ કરી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૨૦ – નગીનદાસ સંઘવી, અધ્યાપક, લેખક અને કટારલેખક (અ. ૨૦૨૦)
- ૧૯૩૪ – ભૂપેન ખખ્ખર, ભારતીય ચિત્રકાર (અ. ૨૦૦૩)
- ૧૯૪૫ – માધવરાવ સિંધિયા, ભારતીય રાજકારણી (અ. ૨૦૦૧)
- ૧૯૯૬ – પ્રિયંકા ગોસ્વામી, ભારતીય એથ્લેટ
- ૧૯૯૯ – નિનાદ રાઠવા, ભારતીય ક્રિકેટર
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૯૭ – સાવિત્રીબાઈ ફુલે, ભારતીય સમાજ સુધારક, શિક્ષણવિદ્ અને કવયિત્રી (જ. ૧૮૩૧)
- ૨૦૧૯ – દક્ષા પટ્ટણી, ગુજરાતી શિક્ષણવિદ્ અને લેખિકા (જ. ૧૯૩૮)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- તિબેટીયન વિદ્રોહ દિવસ
- કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સી. આઈ. એસ. એફ.) સ્થાપના દિન
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૩-૦૧ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર March 10 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |