મે ૩૦
દેખાવ
૩૦ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૫ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૬૩૧ – પ્રથમ ફ્રેન્ચ અખબાર ‘ગેઝેટ ડી ફ્રાન્સ’નું પ્રકાશન.
- ૧૮૨૬ – ભારતનું સૌ પ્રથમ હિન્દી ભાષાનું અખબાર ઉદન્ત માર્તણ્ડ (उदन्त मार्तण्ड) કલકત્તાથી પ્રકાશિત થયું.
- ૧૮૬૧ - "અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની"એ અમદાવાદ ખાતે સૌપ્રથમ કાપડની મીલ ચાલુ કરી.
- ૧૯૮૯ – તિઆનાનમેન સ્ક્વેર વિરોધ પ્રદર્શન ૧૯૮૯: વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ દ્વારા તિઆનાનમેન સ્ક્વેરમાં ૧૦ મીટર ઊંચી "લોકશાહીની દેવી" પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
- ૧૯૯૮ – પરમાણુ પરીક્ષણ: પાકિસ્તાને ખારન રણમાં ભૂગર્ભ પરીક્ષણ કર્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૨૧ – સુરેશ જોષી, ગુજરાતી સાહિત્યકાર. (અ. ૧૯૮૬)
- ૧૯૪૦ – જગમોહન દાલમિયા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના પૂર્વ પ્રમુખ. (અ. ૨૦૧૫)
- ૧૯૫૦ – પરેશ રાવલ (Paresh Rawal), અભિનેતા અને નાટ્યકલાકાર.
- ૧૯૭૦ – નેશ વાડિયા (Ness Wadia), ભારતીય ઉદ્યોગપતિ.
અવસાન
[ફેરફાર કરો]- ૧૬૦૬ – ગુરુ અર્જુન દેવ, પાંચમા શીખ ધર્મગુરુ. (જ. ૧૫૬૩)
- ૧૯૮૧ – ઝીયા ઉર રહેમાન (Ziaur Rahman), બાંગ્લાદેશના પ્રમુખ. (જ. ૧૯૩૬)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- ભારતીય આગમન દિવસ (ટ્રિનિદાદ અને ટોબેગો)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર May 30 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.