લખાણ પર જાઓ

કુબેર

વિકિપીડિયામાંથી
શસ્ત્રગદા Edit this on Wikidata
ગ્રંથોરામાયણ Edit this on Wikidata
વ્યક્તિગત માહિતી
જીવનસાથીBhadra Edit this on Wikidata
બાળકોNalakuvara, Manibhadra Edit this on Wikidata
માતા-પિતા
  • Vishrava Edit this on Wikidata (પિતા)
  • Ilavida Edit this on Wikidata (માતા)

હિંદુ ધર્મ અનુસાર કુબેર યક્ષોના રાજા અને ધન-સંપતિનાં દેવ ગણાય છે. તેમને 'ધનપતી' તરીકે પણ ઓળખાય છે[]. તે દશ દિક્પાલોમાંનાં એક છે, જે ઉત્તરદિશાનાં દિક્પાલ મનાય છે.

કુબેર વિશ્રવા ઋષીનાં પુત્ર છે અને આ નાતે તે રાવણનાં મોટાભાઈ પણ થાય છે[]. નર્મદા નદીને કિનારે કુબેરનો જન્મ થયાનું મનાય છે. જ્યાં તેમના પિતા ઋષી વિશ્રવા રહેતા હતા. આ પ્રદેશ ગંધર્વ રાજ્ય તરીકે પણ ઓળખાય છે.[]

કહેવાય છે કે તેમણે એક હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી[], જેનાં વરદાન રૂપે બ્રહ્માએ તેમને અમરત્વ પ્રદાન કર્યું અને સંસારનાં તમામ ઐશ્વર્યનાં ખજાનચી બનાવ્યા અને જેમનાં ભાગ્યમાં હોય તેમને આ નિધિ આપવાની સત્તા સોંપી.

બ્રહ્માએ તેમને ધન-સંપતીનાં દેવ નિયુક્ત કર્યા બાદ લંકાને તેમની રાજધાની તરીકે સોંપી, ઉપરાંત તેમણે તેમને પુષ્પક વિમાન પણ આપ્યું કે જે ધારકની ઇચ્છામુજબ અને અદભુત વેગથી ગતી કરનારૂ હતું. જ્યારે રાવણે લંકા પડાવી લીધી ત્યારે કુબેર હિમાલયમાં પોતાના નગર અલ્કાપુરીમાં ચાલ્યા ગયા અને ત્યાં તેમણે યક્ષ સામ્રાજ્ય સ્થાપ્યું.

એમ પણ મનાય છે કે તેમની ભક્તિથી પ્રસન્ન થઇ અને ધનની દેવી આદિલક્ષ્મી તેમને ત્યાં નિવાસ કરતાં, તેમને વિશાળ સંપતિ પ્રદાન કરી તથા સંસારનાં તમામ ઐશ્વર્યના રક્ષક તરીકે તેમની નિમણુક કરી.

એક ધાર્મિક કથા મુજબ કુબેરે ભગવાન વિષ્ણુ કે વેંકટેશ્વરને તેમનાં દેવી પદ્માવતી સાથેનાં વિવાહ વખતે ધન ઉછીનું આપ્યું હતું []. આની યાદગીરી રૂપે, શ્રધ્ધાળુઓ આજે પણ તિરૂમાલા વેંકટેશ્વર મંદિર-તિરુપતિ જઇ અને ભગવાન વેંકટેશ્વરની હુંડીમાં સંપતિનું દાન કરે છે, જેથી તેઓ કુબેરને તેમનું ધન પરત કરી શકે. વિષ્ણુ પુરાણ અનુસાર આ પરંપરા કળિયુગનાં અંત સમય સુધી ચાલુ રહેશે.

અન્ય ધાર્મિક કથા

[ફેરફાર કરો]

કુબેર રાવણનો સૌથી મોટો ભાઈ હતો અને તેની સાવકી મા નો પુત્ર હતો. જયારે કુબેર ગાદી પર હતો ત્યારે તેની પાસે પુષ્પક વિમાન હતુ, રાવણ આ ગાદી તેમજ પુષ્પક વિમાન મેળવવા માટે કુબેર ને હેરાન કરવા લાગ્યો. આખરે રાવણે શિવજીની આરાધના શરુ કરી અને તેણે શિવજીને પ્રસન્ન કરી લીધા, ત્યાર બાદ વર પામી તે કુબેર ને હેરાન કરવા લાગ્યો, આથી છેવટે કુબેર અકળાઇ ને ચણોદ, ગુજરાત પાસે કરનાળી મુકામે ભાગી આવ્યા અને ત્યાં આવી ને શિવજીની આરાધના કરવા લાગ્યા , ત્યારે શિવજીએ તેમને અંબા માતાની આરાધના કરવા કહ્યું કારણ કે રાવણ પણ તેમનો ભક્ત હતો. ત્યાર બાદ કુબેરે અંબામાતાની આરાધના કરીને તેમને પ્રસન્ન કરી લીધા, આથી શિવજીએ ખુશ થઇને કુબેરને દેવોનો ખજાનચી બનાવી દીધો અને આજે તે કુબેરેશ્વર ના નામે કરનાળી ગામે પુજાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "કુબેર". મૂળ માંથી 2010-02-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-07.
  2. ભારતીય પૌરાણીક કથાઓ
  3. (મહાભારત: ૩,૮૯)
  4. ઐશ્વર્યનાં દેવ કુબેર
  5. "લક્ષ્મી કુબેર મંદિર". મૂળ માંથી 2008-09-13 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-07.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]