લખાણ પર જાઓ

હિડિંબા

વિકિપીડિયામાંથી
હિડિંબા અને ભીમ

હિડિંબ મહાભારતમાં જણાવ્યા અનુસાર તે સમયમાં એક રાક્ષસ હતો, જેણે પોતાની બહેન હિડિંબા સાથે વનમાં રહેતો હતો. હિડિંબા કાલી માતાની ભક્ત હતી, અને તે પ્રતિદિન ચઢાવાના રૂપમાં એક મનુષ્યની બલિ માતાને આપતી હતી. એક દિવસ હિડિંબ બહેન માટે માનવ બલિ હેતુ વનવાસરત પાંડવ ભાઈઓમાંથી એક ભીમને પકડી લાવ્યો. હિડિંબા ભીમને જોઇ તેના પર મોહિત થઇ ગઈ, અને ભીમને કહેવા લાગી કે તેણી પોતાના ભાઈ હિડિંબથી ભીમને બચાવીને કોઇ દૂર સ્થાન પર મોકલી દેશે. જ્યારે ઘણો સમય થવા છતાં પણ હિડિંબા માનવ બલિ માટે ભીમને લઇને નહીં આવી, ત્યારે હિડિંબ પોતાની બહેન પાસે પહોંચ્યો અને ભીમ સાથે વિહાર કરતી હિડિંબાને મારવા માટે દોડ્યો. ત્યાં ભીમે તેને લલકાર્યો અને એનો વધ કર્યો. આ પછી ભીમ અને હિડિંબાએ ગાંધર્વ વિવાહ કર્યા. ત્યારબાદ હિડિંબાએ ઘટોત્કચ નામક પુત્રને જન્મ આપ્યો.

મહાભારતના યુદ્ધમાં ઘટોત્કચ પાંડવોની સેના ત‍રફથી વીરતાપૂર્વક ભાગ લઇ લડ્યો હતો.