કિંચક
કિંચક (સંકૃત: कीचक) મત્સ્યરાજ વિરાટની રાણી સુદેશણાનો ભાઈ હતો. પાંડવોના ગુપ્તવાસ દરમ્યાન કિંચકનો વધ ભીમે કર્યો હતો. એક માન્યતા મુજબ તે રાજસ્થાનના સિકર જિલા સાથે સંકળાયેલો હોવાનું અનુમાન બાંધવામા આવે છે.
કિંચકનું રાજ્ય
[ફેરફાર કરો]કિંચકના રાજ્યને મત્સ્યરાજના એક ભાગ તારીકે ઓળખવામાં આવે છે.
કિંચકનું રાજ્ય વિરાટ રાજા સાથે સંલગ્ન હતું. કિંચક રાજા, જે કિંછક તરીકે ઓળખતા તે વિરાટની સેનાના સેનાપતિ હતાં. તે સૂત (ક્ષુદ્ર)જાતિના હતા. વિરાટ રાજના જૂના દુશ્મન ત્રિગત્ર રાજ્યના રાજા સુશ્રમણ સામે તે વિરાટ રાજાનું મુખ્ય બળ હતો. તે પાંડવોની પત્ની દ્રૌપદી તરફ આકર્ષિત થયો. છેવટે તેને ભીમ દ્વારા હણવામાં આવ્યો. અમુક લોકો માને છે કે પાંડવોની હત્યાના પ્રસંગમાથી ઉગર્યા બાદ પાંડવો જે એકચક્ર નામના ગામમાં રહ્યાં હતાં તે કિંચકના રાજ્યનો એક ભાગ હતો. એમ પણ કહેવાય છે કે વેત્રાવતી નદી (આજના જમાનાની બેટવા નદી)ના કિનારે આવેલું વેત્રાવેલ નગર તેની રાજધાની છે. આ વેત્રાવતી તે જ નદી છે જે સુક્તિમતી નામે ઓળખાય છે જેના કિનારે ચેદીનું રાજ્ય આવેલું હતુ જેની રાજધાની સુક્તિમતી હતી. આ યમુના નદીની ઉપનદી ચર્માવતીની પૂર્વે આવેલી છે. કિંચકનું રાજ્ય ચર્માવતી અને વેત્રવતી નદીની વચ્ચે આવેલો ભૂભાગ કહેવાય છે એટલેકે દક્ષિણી પંચાલ દેશની દક્ષિણે, ચેદીના રાજ્યની ઉત્તરે અને મત્સ્યના રાજ્યની પૂર્વે