વાગડ
Appearance
વાગડ ગુજરાતના કચ્છ જિલ્લાનો એક વિસ્તાર છે.
વ્યૂત્પત્તિ
[ફેરફાર કરો]વાગડ શબ્દનો શાબ્દિક અર્થ હવા અને પથ્થર એવો થાય છે. એટલે કે આ વિસ્તાર હવા અને પથ્થરોનો છે.[૧]
ઇતિહાસ
[ફેરફાર કરો]૧૧મી અને ૧૨ શતાબ્દીમાં વાગડ પર કાઠીઓનું શાસન હતું. ત્યાર બાદ અહીં સમા રજપૂતો અને જાડેજાઓનું રાજ શાસન ચાલ્યું. વાગડએ મોરબી રાજ્યનો ભાગ હતો આથી અહીંના લોકોની ભાષા કચ્છી ન હોતા ગુજરાતી ભાષાથી વધુ નજીક છે. વાગડ ૧૮૧૯માં કચ્છનો ભાગ બન્યો. તે પહેલાં અહીંના ઠાકોરો કચ્છના રાઓના પ્રખર વિરોધી હતા. [૧]
ભૂગોળ
[ફેરફાર કરો]વાગડ વિસ્તાર કચ્છનો પશ્ચિમોત્તર અને ગુજરાત વચ્ચેનો વિસ્તાર છે.[૨] તે મોટાભાગે રેતાળ છે.[૨] તેમાં રાપર, ભચાઉ, સામખીયાળી, અધોઈ, ખારોઈ વગેરે તેમજ આસપાસના વિસ્તારનો સમાવેશ થાય છે.
લોકસાહિત્યમાં
[ફેરફાર કરો]વાગડ વિસ્તારનો ઉલ્લેખ ગુજરાતી લોકસાહિત્યના પ્રખ્યાત દુહામાં થયો છે.[૩]
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત.
વરખામાં વાગડ ભલો, કચ્છડો બારેમાસ.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ અહીં સુધી ઉપર જાઓ: ૧.૦ ૧.૧ Lyla Mehta. The Politics and Poetics of Water: The Naturalisation of Scarcity in Western. પૃષ્ઠ ૧૦૨.
- ↑ અહીં સુધી ઉપર જાઓ: ૨.૦ ૨.૧ "વાગડ - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon" (અંગ્રેજીમાં). મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૮.
- ↑ બળવંત જાની. "દુહાની દુનિયા". મુંબઈ સમાચાર. મૂળ માંથી ૧૯ જુલાઇ ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૮.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |