ખાપરા કોડિયા ગુફાઓ
ખાપરા કોડિયા ગુફાઓ | |
---|---|
ખાપરા કોડિયા ગુફાઓ | |
અક્ષાંશ-રેખાંશ | 21°31′48″N 70°28′05″E / 21.529933°N 70.468088°E |
ખાપરા કોડિયા ગુફાઓ જૂનાગઢ બૌદ્ધ ગુફા સમૂહની સૌથી પ્રાચીન ગુફાઓ છે. તેની દિવાલો પર કોતરાયેલા અસ્પષ્ટ અને મરોડવાળા અક્ષરોના લખાણોને આધારે તે ઇ. પૂ. ૩જી થી ૪થી સદીમાં સમ્રાટ અશોકના શાસનમાં બનેલી સૌથી સાદી ગુફાઓ છે.[૧] આ ગુફાઓને ખેંગાર મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે.[૨] આ ગુફાઓ સમ્રાટ અશોકના શાસનકાળ દરમિયાન ખડકમાંથી કોતરવામાં આવી હતી અને આ વિસ્તારની પ્રારંભિક મઠવાસી વસાહત માનવામાં આવે છે. આ ગુફાઓ પ્રાચીન સુદર્શન તળાવ (જે હવે અસ્તિત્વમાં નથી)ના કિનારે અને ઉપરકોટના કિલ્લાથી થોડા બહારના ભાગમાં ઉત્તર દિશા તરફ આવેલી છે.
આ ગુફાઓ પૂર્વ-પશ્ચિમ રેખાંશીય પટ્ટામાં કોતરવામાં આવી છે. તેઓ ક્ષેત્રફળમાં નાની છે પરંતુ તેમની પાણીની ટાંકીઓનું સ્થાપત્ય અનન્ય છે જે ગુફાઓને અંગ્રેજી 'એલ' આકારનું નિવાસસ્થાન બનાવે છે. આ ગુફાઓનો ઉપયોગ બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા વસ્સા (વર્ષાઋતુ)ના સમયમાં કરવામાં આવતો હતો. ઘણા વર્ષોના ઉપયોગ પછી ગુફાઓની તિરાડોમાંથી પાણીના સ્ત્રાવના કારણે તેમણે આ જગ્યા છોડી દીધી હોવાનું મનાય છે. ઘણા સ્ત્રોતો કહે છે કે બૌદ્ધ ભિક્ષુઓ આ જગ્યા છોડી મહારાષ્ટ્ર તરફ ગયા હતા, જ્યાં તેઓએ કોતરકામ કરીને ઘણા સમાન અને વધુ વિસ્તૃત માળખાંઓ બનાવ્યાં હતાં. પાછળથી ખોદકામને કારણે આ ગુફાઓને નુકસાન થયું હતું અને વર્તમાનમાં માત્ર તેનું સૌથી ઉપરનું માળખું અસ્તિત્વમાં રહ્યું છે.[૩]
-
ગુફાઓની આગળની બાજુ
-
પ્રવેશમાર્ગ
-
બાહ્ય દિવાલ
-
ભૂમિગત ખંડ
-
અન્ય ખંડમાં પ્રવેશદ્વાર સાથેનો ભૂમિગત ખંડ
-
આધાર સ્તંભ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Ticketed Monuments - Gujarat Buddhist Cave Groups, Uperkot, Junagadh". Archaeological Survey of India, Government of India. મૂળ માંથી 26 September 2013 પર સંગ્રહિત. મેળવેલ 25 November 2013.
- ↑ Sagar, Krishna Chandra (1992). Foreign influence on ancient India. New Delhi: Northern Book Centre. પૃષ્ઠ 150. ISBN 978-8172110284. મેળવેલ 25 November 2013.
- ↑ "Buddhist Caves". Gujarat Tourism - Tourism Corporation of Gujarat Limited. મૂળ માંથી 12 December 2010 પર સંગ્રહિત. મેળવેલ 25 November 2013.