કુપોષણ
કુપોષણ | |
---|---|
ખાસિયત | Endocrinology, intensive care medicine, nutrition |
કુપોષણ એ પોષક તત્ત્વોનું અપર્યાપ્ત, વધારે પડતું અથવા અસમતોલ ઉપભોગ છે.[૧][૨] આહારમાં કયાં પોષક તત્ત્વો વધારે કે ઓછા છે તેના પર આધારિત સંખ્યાબંધ પોષણ વિકૃત્તિઓ પેદા થઇ શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા કુપોષણને વિશ્વના જાહેર આરોગ્ય માટે એક સૌથી ગંભીર ચેતવણી કહે છે.[૩] વ્યાપક રીતે પોષણમાં સુધારો કરવાને સૌથી વધુ અસરકાર સહાય તરીકે ગણવામાં આવે છે.[૩][૪] તત્કાલિન પગલાંઓમાં સામેલ છે ફોર્ટિફાઇડ સેશે પાવડરો જેમ કે પીનટ બટર, અથવા પૂરકો દ્વારા સીધા અપૂરતા સૂક્ષ્મ પોષક તત્વો આપવા.[૫][૬] સહાય જૂથો દ્વારા વધારે ઉપયોગમાં લેવાતું દુકાળ રાહત ના નમૂના મુજબ ભૂખ્યાંને નાણાં અથવા કેશ વાઉચરો આપવા જેનાથી ઘણી વાર કાયદા દ્વારા જરૂરી દાતા દેશો પાસેથી ખોરાક ખરીદવાના સ્થાને તેઓ સ્થાનિક ખેડૂતોને ચૂકવણી કરી શકે, કારણ કે પરિવહન ખર્ચ પર તેનાથી નાણાં બગડે છે.[૭][૮]
લાંબા ગાળાના પગલાંઓમાં સામેલ છે અદ્યતન કૃષિમાં મૂડીરોકાણ એવા સ્થળો પર જેમાં તેની અછત હોય, જેમ કે ખાતરો અને સિંચાઇ, જેણે વિકસિત વિશ્વમાં ભૂખને મોટેભાગે દૂર કરી છે.[૯] જોકે, વિશ્વ બેંકના સંકોચો ખેડૂતો માટે સરકારી સબસીડી અવરોધે છે અને કેટલાંક પર્યાવરણીય જૂથો દ્વારા ખાતરોના ઉપયોગનો વિરોધ કરવામાં આવે છે.[૧૦][૧૧]
અસરો
[ફેરફાર કરો]મૃત્યુ દર
[ફેરફાર કરો]જાન ઝિગલરના પ્રમાણે (2000 થી માર્ચ 2008 સુધીના રાઇટ ટુ ફૂડના સંયુક્ત રાષ્ટ્રોના ખાસ સંવાદદાતા), 2006 માં કુલ મૃત્યુના 58% કુપોષણના કારણે મૃત્યુ પામ્યા હતા: "વિશ્વમાં, બધા કારણો સંયોજિત કરતા, દર વર્ષે લગભગ 62 મિલિયન લોકો મૃત્યુ પામે છે. વિશ્વમાં દર બાર વ્યક્તિએ એક કુપોષણનો શિકાર છે.[૧૨] 2006માં 36 મિલિયન કરતા વધારે લોકો ભૂખ અથવા સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપના કારણે થતા રોગોથી મૃત્યુ પામ્યા હતા"[૧૩].
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, કુપોષણ તે બાળ મૃત્યુનું સૌથી મોટું કારણ છે, જે અડધા કરતા વધારે કિસ્સાઓમાં હાજર હોય છે.[૩] ઓછા વજનવાળા બાળકો અને ગર્ભની-અંદર વિકાસ મર્યાદાઓના કારણે વર્ષે 2.2 મિલિયન બાળકો મૃત્યુ પામે છે. નબળાં અથવા સ્તનપાનની ગેરહાજરીથી બીજા 1.4 મિલિયનનું મૃત્યુ થાય છે. અન્ય ખામીઓ, જેમ કે વિટામિન એ અથવા ઝિંકની ઉણપથી 1 મિલિયન મૃત્યુ પામે છે. ધ લાન્સેટ અનુસાર, પ્રથમ બે વર્ષમાં કુપોષણને ઉલટાવી નથી શકાતું. કુપોષણવાળા બાળકો ખરાબ આરોગ્ય અને ઓછી શૈક્ષણિક સિદ્ધિઓ સાથે મોટા થાય છે. તેઓના પોતાના બાળકો પણ નાના હોવાનું વલણ ધરાવે છે. કુપોષણને પહેલાં અછબડા, ન્યૂમોનિયા અને ઝાડા જેવા રોગોની મુશ્કેલીઓ વધારતું હોય તે રીતે જોવામાં આવતું હતું. પણ કુપોષણ ખરેખર રોગ પેદા કરી શકે છે, અને તે પોતાની રીતે જીવલેણ છે.[૩]
માંદગી
[ફેરફાર કરો]કુપોષણથી ચેપ અને ચેપી રોગોનું જોખમ વધી જાય છે; ઉદાહરણ તરીકે, તે સક્રિય ક્ષયની શરૂઆત પર એક મુખ્ય જોખમી પરિબળ છે.[૧૪] એવા સમુદાયો અથવા વિસ્તારો જ્યાં સુરક્ષિત પીવાનું પાણી ના હોય, આ વધારાના આરોગ્ય જોખમો ગંભીર મુશ્કેલી પ્રસ્તુત કરે છે. ઓછી તાકાત અને મગજનું ઓછું કાર્ય પણ કુપોષણની નીચલી હરોળમાં આવે છે કારણે કે તેના શિકાર લોકો ખોરાક મેળવવા, આવક કમાવા અથવા શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ઓછા કાર્યો કરી શકે છે.
પોષક તત્વો | ઉણપ | વધારો |
---|---|---|
ખોરાકની તાકાત | ભૂખ, બાળક્ષય | જાડાપણું, ડાયાબિટીસ મેલિટસ, કાર્ડિયોવાસ્ક્યુલર રોગો |
સરળ કાર્બોહાઈડ્રેટ્સ | કોઇ નહીં | ડાયાબિટીસ મેલિટસ, જાડાપણું |
જટીલ કાર્બોહાઇડ્રેટ્સ | કોઇ નહીં | જાડાપણું |
સંતૃપ્ત ચરબી | નીચા જાતિય હોર્મોન સ્તરો[૧૫] | કાર્ડિયોવાસ્ક્યુલર રોગો |
ટ્રાન્સ ફેટ (ચરબી) (અસંતૃપ્ત ચરબીનો એક પ્રકાર) | કોઇ નહીં | કાર્ડિયોવાસ્ક્યુલર રોગો |
અસંતૃપ્ત ચરબી | કોઇ નહીં | જાડાપણું |
ચરબી | ચરબીમાં-દ્રાવણ પામતા વિટામીનોનું અપૂરતું શોષણ, રેબિટ સ્ટાર્વેશન (જો પ્રોટિન વધારે લેવામાં આવતું હોય) | કાર્ડિયોવાસ્ક્યુલર રોગો (અમુક દ્વારા દાવો કરેલ) |
ઓમેગા 3 ચરબીઓ | કાર્ડિયોવાસ્ક્યુલર રોગો | રક્તસ્ત્રાવ, હેમરેજિસ |
ઓમેગા 6 ચરબીઓ | કોઇ નહીં | કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, કેન્સર |
કોલસ્ટરોલ | કોઇ નહીં | કાર્ડિયોવાસ્ક્યુલર રોગો |
પ્રોટીન | ક્વાશીઓરકર | રેબિટ સ્ટાર્વેશન |
સોડિયમ | હાઇપોનેટ્રેમિયા | હાઇપરનેટ્રેમિયા, હાઇપરટેન્શન |
આયર્ન | એનિમિયા | સિરહોસિસ, હ્રદયનો રોગ |
આયોડિન | ગોઇટર, હાઇપોથાઇરોડિસમ | આયોડિનનું ઝેર (ગોઇટર, હાઇપોથાઇરોડિસમ) |
વિટામિન એ | ઝિરોપ્થાલમિયા અને રાત્રિના અંધાપો, ઓછા ટેસ્ટોસ્ટેરોનના સ્તરો | હાઇપરવિટામિનોસિસ એ (સિરહોસિસ, વાળ ખરવા) |
વિટામિન બી1 | બેરી-બેરી | |
વિટામિન બી2 | ચામડી ફાટવી અને કોર્નિયલ ચાંદા | |
વિટામિન બી3 (નિયાસિન) | પેલાગ્રા | ડિસ્પેસિયા, કાર્ડિયાક એરિથમિયાસ, જન્મજાત ખામીઓ |
વિટામિન બી12 | પર્નિસિયસ એનિમિયા | |
વિટામિન સી | સ્કર્વી | ઝાડા જે ડિહાઇડ્રેશન કરે છે |
વિટામિન ડી | રિકેટ્સ | હાઇપરવિટામિનોસિસ ડી (ડિહાઈડ્રેશન, ઉલટી, કબજિયાત) |
વિટામિન ઇ | માનસિક વિકૃતિઓ | હાઇપરવિટામિનોસિસ ઇ (પ્રતિ ગંઠન: વધુ પડતો રક્તસ્ત્રાવ) |
વિટામિન કે | હેમરેજ | |
કેલ્શિયમ | ઓસ્ટિયોપોરોસિસ, ટેટાની, કાર્પોપેડલ સ્પામ, લેરિન્જોસ્પાસમ, કાર્ડિયાક એરિથામિયાસ | થાક, નિરાશા, મુંઝવણ, અરૂચિ, ઉબકાં, ઉલટી, કબજિયાત, પેનક્રિયાટાઇટિસ, વધેલો પેશાબ |
મેગ્નીશિયમ | હાઇપરટેન્શન | થાક, ઉબકાં, ઉલટી, શ્વાસમાં તકલીફ, અને હાઇપોટેન્શન |
પોટેશિયમ | હાઇપોકેલિમિયા, કાર્ડિયાક એરિથામિયાસ | હાઇપરકેલેમિયા, પાલ્પિટેશન્સ |
માનસિક સંબંધિત
[ફેરફાર કરો]ધ લાન્સેટ અનુસાર, કુપોષણ, આયોડિન ઉણપના સ્વરૂપમાં, "વિશ્વભરમાં માનસિક ક્ષતિનું સૌથી સામાન્ય નિવારી શકાય તેવું કારણ છે."[૧૬] મધ્યમ આયોડિન ઉણપ પણ, ખાસ કરીને સગર્ભા સ્ત્રીમાં અને શીશુઓમાં, 10 થી 15 આઇ.ક્યુ. (I.Q.) પોઇન્ટસ અક્કલ ઓછી કરે છે, જે રાષ્ટ્રના વિકાસના ગણી ના શકાય તેવા સામર્થ્યને ઘટાડે છે.[૧૬] સૌથી વધુ દેખાતી અને તીવ્ર અસરો - ગોઇટરમાં અક્ષમતાઓ, ક્રેટિનિસમ અને ડ્વાર્ફિસમ — એક નાના વર્ગને અસર કરે છે, સામાન્ય રીતે પહાડી ગામોમાં. પરંતુ વિશ્વના લોકોના 16 ટકાને ઓછામાં ઓછું હળવું ગોઇટર તો હોય જ છે, જે ગળામાં એક સુજેલ થાઇરોઇડ ગ્રંથી છે.[૧૬]
સંશોધન દર્શાવે છે કે પોષક તત્ત્વોવાળા આહારની પસંદગીઓની જાગૃત્તા વધારીને અને આરોગ્યપ્રદ ખોરાકની લાંબા ગાળાની ટેવ સ્થાપિત કરવાથી તેની જ્ઞાનાત્મક અને અવકાશી યાદશક્તિની ક્ષમતા પર સકારાત્મક અસર કરે છે, જે વિદ્યાર્થીની શૈક્ષણિક માહિતી પ્રક્રિયા કરવાની અને તેને ગ્રહણ કરવાની સંભાવ્ય શક્તિમાં સંભવિતપણે વધારો કરે છે.
કેટલીક સંસ્થાઓએ, વધારેલ સુધારેલ પોષક તત્ત્વોવાળી સામગ્રી આપવાનો આદેશ કરવા અને પ્રાથમિકથી યુનિવર્સિટી સ્તરની સંસ્થોના શાળા કેફેટેરિયાઓમાં પોષક તત્ત્વોઅના સ્ત્રોતો વધારવા માટે શિક્ષકો, નીતિ ઘડવૌયાઓ અને પ્રબંધિત ખોરાક સેવા કોન્ટ્રાકટરો સાથે કામ કરવાનું શરૂ કરી દીધું છે. આરોગ્ય અને પોષણને એકંદર શૈક્ષણિક સફળતા સાથે નજીકનો સંબંધ હોવાનું સાબિત થયું છે.[૧૭] હાલમાં 10% કરતા ઓછા એમેરિકન કોલેજના વિદ્યાર્થીઓ જણાવે છે કે તેઓ દરરોજના ભલામણ કરેલાં ફળ અને શાકભાજીઓના પાંચ ભાગ ખાય છે.[૧૮] સારા પોષણથી જ્ઞાનાત્મક અને અવકાશી યાદશક્તિ કાર્યક્ષમતા બંને પર અસર થાય છે તેવું જાણવામાં આવ્યું છે; એક અભ્યાસે જણાવ્યું છે કે જેઓની લોહીમાં શર્કરાનું પ્રમાણ ઊંચું હોય છે તેઓએ કેટલાંક યાદશક્તિના પરીક્ષણોમાં સારો દેખાવ કર્યો હતો.[૧૯] બીજા અભ્યાસમાં, જેઓએ દહીં ખાધુ હતું તેઓએ વિચારવાના પરીક્ષણોમાં જેઓ એ કેફિયેન મુક્ત ડાયેટ સોડા અથવા કન્ફેકશનો ખાધા હતા તેના કરતા વધારે સારું પ્રદર્શન કર્યું હતું.[૨૦] છેક 1951માં પણ ઉંદરમાં પોષક તત્ત્વોની ઉણપે શીખવાની વર્તણૂંક પર નિષેધાત્મક અસર દર્શાવી છે.[૨૧]
- "શીખવાની અને યાદશક્તિની ક્ષમતા પર આહારની થતી અસરો સાથે સારી શીખવાનું કાર્ય સંલગ્ન છે".[૨૨]
"ન્યુટ્રિશન-લર્નિંગ નેક્ષસ", આહાર અને શીખવાની વચ્ચેના સંબંધનું અને ઉચ્ચ શિક્ષણ સેટિંગમાં તેના ઉપયોગનું નિદર્શન કરે છે.
- "અમે જાણ્યું છે કે વધારે પોષણ મળેલ બાળકો શાળામાં ઘણું સારું કાર્ય કરે છે, આંશિક રીતે એટલે કે તેઓ શાળામાં વહેલાં દાખલ થાય છે અને તેથી તેઓને શીખવાનો વધુ સમય રહે છે પરંતુ મોટેભાગે તે વર્ષના શાળાકીય અભ્યાસ દરમિયાન વધુ શીખવાની ઉત્પાદકતાના કારણે હોય છે."[૨૩]
- 91% જેટલાં કોલેજના વિદ્યાર્થીઓ માને છે કે તેઓનું આરોગ્ય સારું છે જ્યારે માત્ર 7% જેટલાં જ તેઓના દૈનિક ભલામણ કરાયેલ ફળો અને શાકભાજીઓ ખાય છે.[૧૮]
- વધુ "વચનબદ્ધ" શીખવાના મોડેલો જે પોષણને આવરી લે છે તે એક એવો વિચાર છે જે શીખવાના તમામ ચક્રોમાં વેગ પકડી રહ્યો છે.[૨૬]
વિદ્યાર્થીના ગ્રેડ પોઇન્ટ એવરેજ (જી.પી.એ.(G.P.A.))ને તેઓના એકંદર પોષણ આરોગ્ય સાથે જોડતા સંશોધનની ઉપલબ્ધતા મર્યાદિત છે. વધારાનો મજબૂત પુરાવો જોઇએ જે સાબિત કરે કે, માત્ર એક બીજી કોરિલેશન ફેલેસીના સ્થાને એકંદર બુદ્ધિયુક્ત આરોગ્ય વ્યક્તિના આહાર સાથે નજીકનો સંબંધ ધરાવે છે.
ગંભીર નિરાશા, બાયપોલર વિકૃતિ, સિઝોફ્રેનીયા, અને ઓબસેસિવ કમ્પલસિવ વિકૃતિ, વિકસિત દેશોમાં ચાર સૌથી સામાન્ય માનસિક વિકૃતિઓમાં પોષક તત્ત્વોના પૂરકોની સારવાર યોગ્ય હોઇ શકે.[૨૭] મિજાજ સુધારવા અને સ્થાયી થવા જેનો સૌથી વધુ અભ્યાસ થયો છે તેવા પૂરકોમાં સામેલ છે ઇકોસેપેનટેઇનોઇક એસિડ અને ડોકોસાહેક્ષાએનોઇક એસિડ (જે પ્રત્યેક ઓમેગા-3 ફેટ્ટી એસિડ છે જે માછલીના તેલમાં હોય છે પરંતુ ફ્લેક્ષ સિડ તેલમાં નથી હોતા), વિટામિન બી12, ફોલિક એસિડ, અને ઇનોસિટોલ.
કેન્સર
[ફેરફાર કરો]કેન્સર હવે વિકસતા દેશોમાં સામાન્ય છે. કેન્સર સંશોધન પર આંતરરાષ્ટ્રીય સંસ્થાના એક અભ્યાસ પ્રમાણે, "વિકસતા વિશ્વમાં, યકૃત, પેટ અને અન્નનળીના કેન્સર ખૂબ સામાન્ય હતા, જે ઘણી વખત કાર્સિનોજેનિક પ્રિઝર્વ કરેલા ખોરાકો, જેમ કે વરાળથી તૈયાર કરેલાં કે મીઠાવાળાં ખોરાકો અથવા તો અંગો પર હુમલો કરે તેવા જીવાણુંયુક્ત ચેપવાળા ખોરાક સાથે સંબંધિત હોય છે." ગરીબ દેશોમાં તમાકુના વધેલાં ઉપયોગના કારણે ફેફસાંના કેન્સરના દરો વધી રહ્યાં છે. વિકસિત દેશો "એવું વલણ ઘરાવતા હતા કે કેન્સર સંપત્તિશીલ અથવા ’પશ્ચિમી જીવનશૈલી’ સાથે સંકળાયેલ છે — આંતરડા, ગુદામાર્ગ, સ્તન અને પ્રોસ્ટેટના કેન્સર — જે જાડાપણું, કસરતની ઉણપ, આહાર અને ઉંમરના કારણે થઇ શકે છે."[૨૮]
મેટાબોલિક સિન્ડ્રોમ
[ફેરફાર કરો]કેટલીયે સાબિતીઓ દર્શાવે છે કે જીવનશૈલીના કારણે થતું હાઇપરઇન્સ્યુલિનેમિયા અને ઘટેલું ઇન્સ્યુલિન કાર્ય (એટલે કે ઇન્સ્યુલિન પ્રત્યે પ્રતિકાર) ઘણા રોગની સ્થિતિઓમાં એક મુખ્ય પરિબળ હોય છે. ઉદાહરણ તરીકે, હાઇપરઇન્સ્યુલિનેમિયા અને ઇન્સ્યુલિન પ્રત્યે પ્રતિકાર, દીર્ઘકાલિન સોજા સાથે મજબૂતપણે જોડાયેલ છે, જે પોતે વિવિધ પ્રકારના પ્રતિકૂળ વિકાસો જેમ કે ધમનીને લગતી સુક્ષ્મ ઇજાઓ અને ગઠ્ઠા બનવા (એટલે કે હ્રદયનો રોગ) અને વિસ્તૃત કોષ વિભાજન (એટલે કે કેન્સર) સાથે મજબૂતપણે જોડાયેલ છે. હાઇપરઇન્સ્યુલિનેમિયા અને ઇન્સ્યુલિન પ્રત્યે પ્રતિકાર (કહેવાતો મેટાબોલિક સિન્ડ્રોમ) પેટના જાડાપણા, વધેલ લોહીની સાકર, વધેલ લોહીનું દબાણ, વધેલ લોહીના ટ્રાઇગ્લિસેરાઇડ્સ, અને ઘટેલાં એચડીએલ (HDL) કોલેસ્ટેરોલના સંયોજન સાથે લાક્ષણિકૃત છે. હાઇપરઇન્સ્યુલિનેમિયાની પ્રોસ્ટાગ્લાન્ડિન પીજીઇ1/પીજીઇ2 (PGE1/PGE2) સંતુલન પરની નિષેધાત્મક અસર મહત્ત્વની હોઇ શકે છે.
જાડાપણાંની સ્થિતિ સ્પષ્ટપણે ઇન્સ્યુલિન પ્રત્યેના પ્રતિકારમાં ફાળો આપે છે, જે પ્રકાર 2 ડાયાબિટીસ કરી શકે છે. લગભગ દરેક જાડા અને મોટાભાગના પ્રકાર 2 ડાયાબિટીવાળા વ્યક્તિઓમાં દેખાતો ઇન્સ્યુલિન પ્રત્યેનો પ્રતિકાર હોય છે. જો કે વજનમાં વધારો અને ઇન્સ્યુલિન પ્રત્યેના પ્રતિકાર વચ્ચેનું સંયોજન સ્પષ્ટ છે, ઇન્સ્યુલિન પ્રત્યેના પ્રતિકારનું ચોક્ક્સ કારણ (શક્યત: મલ્ટિફારિયસ) હજી પણ ઓછું સ્પષ્ટ છે. અગત્યની રીતે, એવું દર્શાવવામાં આવ્યું છે કે યોગ્ય કસરત, વધુ નિયમિત આહાર લેવો અને ગ્લાયકેમિક લોડ ઘટાડવો (નીચે જુઓ), એ તમામ વધુ વજનવાળા વ્યક્તિઓમાં ઇન્સ્યુલિન પ્રત્યેના પ્રતિકારને ઉલટાવી શકે છે (અને તેથી જેઓને પ્રસ્કાર ૨ ડાયાબિટીસ હોય તે લોકોના લોહીની સાકરના સ્તરોને નીચા કરે છે).
જાડાપણું, અંતસ્ત્રાવ લેપ્ટિન દ્વારા હોર્મોનલ અને મેટાબોલિક સ્થિતિને અયોગ્ય રીતે બદલી શકે છે, અને એક એવા ખરાબ ચક્રનું નિર્માણ થઇ શકે છે જેમાં ઇન્સ્યુલિન / લેપ્ટિન પ્રતિકાર અને જાડાપણું એકબીજાને વધારે છે. ઇન્સ્યુલિન/લેપ્ટિનને પ્રેરિત કરતા શક્તિશાળી આહાર અને ઉર્જા વધારે લેવાના કારણે આ ખરાબ ચક્રમાં સતત વધારે ઇન્સ્યુલિન/લેપ્ટિન પ્રેરિત કરીને દેખિતો વધારો થાય છે. ઇન્સ્યુલિન અને લેપ્ટિન સામાન્ય રીતે મગજમાં હાઈપોથાલમસ ને તૃપ્તિના ચિહ્નો આપે છે.; જો કે, ઇસ્યુલિન/લેપ્ટિન પ્રતિકાર આ ચિહ્નોને ઘટાડી શકે છે અને વિશાળ શારીરિક ચરબીના સંગ્રહ હોવા છતાં વધારે ખાવાનું મંજૂર થવા દે છે. વધારામાં, મગજમાં ઘટેલી લેપ્ટિનના ચિહ્નોથી, લેપ્ટિનની યોગ્ય ઉંચી મેટાબોલિક દર રાખવાની સામાન્ય અસરને પણ ઘટાડી શકે છે.
એવી ચર્ચા છે કે પ્રક્રિયા કરાયેલ કાર્બોહાઈડ્રેટ્સ લેવા, સંપૂર્ણ પ્રોટિન, અને કાર્બોહાઇડ્રેટ લેવા, સેન્દ્રિત અને ટ્રાન્સ ચરબીયુક્ત એસિડ્સ લેવા અને વિટામિનો/ખનિજો ઓછા લેવા જેવા આહારના પરિબળો કેવી રીતે અને કેટલાં હદે ઇન્સ્યુલિન અને લેપ્ટિનના પ્રતિકારના વિકાસમાં ફાળો આપે છે. કોઇ પણ કિસ્સામાં, નવા જમાનાનું માનવ-કૃત પ્રદુષણ જેમ હોમિયોસ્ટેસિસ જાળવવાની પર્યાવરણની ક્ષમતાને ઉપાવટ થાય છે તે જ રીતે અત્યંત પ્રબળ રીતે રજૂ થયેલ ઉંચા ગ્લાયકેમિક ઇન્ડેક્ષ અને પ્રક્રિયા કરેલ આહારનો માનવ આહારમાં સમાવેશથી એક શક્ય છે કે તે હોમિયોસ્ટેસિસ અને આરોગ્ય જાળવવાની શરીરની ક્ષમતાને પણ ઉપરવટ થઇ શકે છે (જે મેટાબોલિક સિન્ડ્રોમના ઉપદ્રવ દ્વારા દેખાય છે).
હાઈપોનેટ્રીમિયા
[ફેરફાર કરો]સોડિયમ અને પોટેશિયમ ક્ષાર વગરનું વધારે પડતું પાણી લેવાથી હાઇપોનેટ્રેમિયા થાય છે જે આગળ જતા વધુ ગંભીર સ્તરે પાણીના કેફમાં પરિણમી શકે છે. એક ખૂબ પ્રચલિત કિસ્સો 2007 માં બન્યો જ્યારે, જેનિફર સ્ટ્રેન્જ પાણી-પીવાની સ્પર્ધામાં ભાગ લેતી વખતે મૃત્યુ પામી.[૨૯] મોટા ભાગે, આવી સ્થિતિ લાંબા ગાળાની સહનશક્તિ ધરાવવી પડે તેવા પ્રસંગોમામ થાય છે (જેમ કે મેરેથોન અથવા ટ્રાઇએથલોન સ્પર્ધા અને તાલીમ) અને ક્રમશ: માનસિક નબળાઇ, માથાનો દુખાવો, નબળાઇ, અને મુંઝવણ કરે છે; આત્યાંતિક કિસ્સાઓ કોમા, આંચકી અને મૃત્યુમાં પરિણમી શકે છે. મુખ્ય નુકસાન મગજમાં સોજાને કારણે થાય છે જે લોહીમાં ક્ષાર ઘટવાના કારણે વધેલા અભિસરણથી થાય છે. અસરકારક પ્રવાહી પુનર્સ્થાપન પદ્ધતિઓમાં સામેલ છે દોડવાની/સાયકલની રેસ દરમિયાન વોટર એઇડ સ્ટેશનો, જૂથ રમતો જેમ કે સોકર વખતે તાલીમકર્તાઓ પાણી આપે છે અને કેમલ બેક્સ જેવા ઉપકરણો જે પાણી પીવાને વધુ મુશ્કેલ ના બનાવતા વ્યક્તિ માટે પાણી પૂરું પાડે છે.
કારણો
[ફેરફાર કરો]કુપોષણ અન્ય આરોગ્ય સમસ્યાઓ જેમ કે ઝાડાને લગતા રોગ અથવા દીર્ઘકાલિન રોગો [૩૦], ખાસ કરીને એચઆઇવી/એઇડ્સ (HIV/AIDS) રોગચાળા[૩૧]ના કારણે પણ હોઇ શકે છે.
ગરીબી અને ખોરાકની કિંમતો
[ફેરફાર કરો]ટેકનોલોજીની ઉણપ ધરાવતા દેશોમાં, જેટલું કુપોષણનું કારણ ખોરાકની અછત હોઇ શકે, એફએઓ (FAO) (ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન)એ અંદાજ માર્યો છે કે વિકસિત દેશોમાં રહેતા એંશી ટકા કુપોષણવાળા બાળકોના દેશો જરૂર કરતા વધારે ખોરાક બનાવે છે.[૩૨] અર્થશાસ્ત્રી અમરત્ય સેને અવલોકઅન કર્યું કે, તાજેતરના દાયકાઓમાં દુષ્કાળમાં હંમેશા ખોરાકનું વિતરણ અને/અથવા ગરીબી સમસ્યા રહી છે કારણે આખા વિશ્વને ખવડાવવા માટે પૂરતો ખોરાક ઉપલબ્ધ રહ્યો છે. તે કહે છે કે કુપોષણ અને દુષ્કાળ એ ખોરાક વિતરણ અને ખરિદ શક્તિની સમસ્યાઓ સાથે વધારે સંબંધિત હતા.[૩૩]
એવી ચર્ચા છે કે કોમોડિટીના સટ્ટાખોરો ખોરાકનો ભાવ વધારી રહ્યાં છે. જ્યાર યુનાઇટેડ સ્ટેટ્સમાં રીયલ એસ્ટેટ્નો ફુગ્ગો ફુટી રહ્યો હતો, ત્યારે કહેવામાં આવે છે કે લાખો કરોડો ડોલરો ખોરાક અને પ્રાથમિક કોમોડીટીમાં રોકાણ માટે ખસેડવામાં આવ્યા હતા જેના કારણે 2007-2008 નીખોરાકની કિંમતની કટોકટી ઉત્પન્ન થઇ હતી.[૩૪]
પરંપરાગત બળતણના બદલે બાયોફ્યુલ્સના કારણે પોષણ માટે ઓછો ખોરાક બચશે અને તેના કારણે ખોરાકની કિંમતોમાં પણ વધારો થશે.[૩૫] યુનાઇટેડ નેશન્સના ખોરાકના હક્કના ખાસ સંવાદદાતા, જીન ઝિગલર સૂચવે છે કે પાકના બદલે કૄષિ બગાડ જેમ કે મકાઈની ડાંડા અને કેળાના પાંદડાનો બળતણ તરીકે ઉપયોગ કરો.[૩૬]
આહાર વિષયક પ્રેક્ટસિસ
[ફેરફાર કરો]સ્તનપાનની ઉણપ શીશો અને બાળકોમાં કુપોષણમાં પરિણમી શકે છે. વિકસતા દેશોમાં ઉણપના શક્ય કારણોમાં એ હોઇ શકે કે સરેરાશ પરિવારો એવું વિચારે છે કે બોટલથી આહાર આપવો સારો છે.[૩૭] ડબલ્યુએચઓ (WHO) કહે છે કે માતાએ છોડી દે છે કારણે કે તેઓને આવડતું નથી કે બાળકને કેવી રીતે લેતું કરવું અથવા દુખાવો અને અગવડ ભોગવે છે.[૩૮]
આહારમાં માત્ર એક જ સ્ત્રોતમાંથી મો/તાભાગનો આહાર મેળવવો, જેમ કે લગભગ માત્ર મકાઈ કે ભાત જ ખાવો, તેનાથી કુપોષણ થઇ શકે છે. આ ક્યાં તો યોગ્ય પોષણ અંહેના શિક્ષણની ઉણપના કારણે અથવા તો એક જ ખોરાકના સ્ત્રોત સુધીની પહોંચ હોવાના કારણે હોઇ શકે છે.
ઘણાં કુપોષણને માત્ર ભૂખના સંદર્ભમાં જ વિચારે છે, જો કે, વધુ પડતું ખાવું તે પણ એક ફાળો આપતું પરિબળ છે. વિશ્વના ઘણા ભાગોને વધેલ બેઠાડું જીવનશૈલી ઉપરાંત બિન-પોષક ખોરાકની વધારે ઉપજની પહોંચ હોય છે. આ કારણે, આને વિશ્વવ્યાપી જાડાપણાના ઉપદ્રવને પેદા કર્યો છે. યેલના માનસશાસ્ત્રી કેલી બ્રોન્વેલ આને "ઝેરી ખોરાક પર્યાવરણ” કહે છે જ્યાં ચરબી અને સાકર યુક્ત ખોરાકોએ આરોગ્યપ્રદ પોષક ખોરાકો પર પ્રભુત્ત્વ મેળવ્યું છે. જાડાપણું માત્ર વિકસિત દેશોમાં જ નહીં, વિકસતા દેશોમાં જ્યાં આવક વધી રહીં છે ત્યાં પણ સમસ્યાઓ થઇ રહી છે.[૩૨]
કૃષિ ઉત્પાદકતા
[ફેરફાર કરો]ખોરાકની અછત કૃષિ કૌશલ્યોની ઉણપના કારણે થઇ શકે છે જેમ કે ક્રોપ રોટેશન, અથવા અદ્યતન કૄષિમાં જરૂરી ટેકનોલોજી અથવા સ્ત્રોતો જેમ કે નાઇટ્રોજન ખાતર, જંતુનાશક અને સિંચાઇની ઉણપના કારણે. વ્યાપક ગરીબીના કારણે, ખેડુતોને ટેકનોલોજી પોષાય તેવી નથી અથવા સરકારો આપી શકતી નથી. વિશ્વ બેન્ક અને કેટલાંક સમૃદ્ધ દાતા દેશો, જે રાષ્ટ્રો સહાય પર આધારિત હોય તેઓ પર મુક્ત બજાર નીતિઓના નામ પર દબાણ કરે છે કે આર્થિક સહાયયુક્ત કૃષિ ઇન્પૂટ્સ જેમ કે ખાતર પર કાપ મુકવી અથવા તેને દુર કરવા જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપએ પોતાના ખેડૂતો માટે વિસ્તૃત આર્થિક સહાયો આપી છે.[૧૦][૩૯] જો બધા નહીં તો ઘણાં ખેડૂતોને બજાર ભાવે ખાતર ના પોષાઇ શકે, જેના કારણે ઓછું કૃષિ ઉત્પાદન અને પગારમ અને ઉંચો, ના પોષાય તેવી ખોરાકની કિંમતોમાં પરિણમે છે.[૧૦]
ખાતરની ઉપલબ્ધતા ના હોવાના કારણોમાં સમાવેશ થાય છે પર્યાવરણના આધાર પર ખાતર આપવાનું બંધ કરવું જે ગ્રિન રિવોલ્યુ઼શનની પહેલ કરનાર નોરમેન બુરલેગ દ્વારા આફ્રિકાને ખોરાક પૂરો પાડવાના વિઘ્ન તરીકે દર્શાવવામાં આવ્યું છે.[૧૧]
ભવિષ્યના ભય
[ફેરફાર કરો]વૈશ્વિક ખોરાક પૂરવઠાના સંખ્યાબંધ શક્ય વિક્ષેપકો છે જે વ્યાપક પ્રમાણમાં કુપોષણને ફેલાવી શકે છે.
ખોરાકની સુરક્ષા માટે પર્યાવરણમાં બદલાવ એ ખૂબ અગત્યનો છે. તમામ કુપોષણવાળા લોકોના 95% લોકો સંબંધિત સ્થાયી હવામાનવાળા સબ-ટ્રોપિક્સ અને ટ્રોપિક્સ પ્રદેશોમાં રહે છે. તાજેતરના આઇપીસીસી (IPCC) અહેવાલો અનુસાર, આ વિસ્તારોમાં તાપમાનમાં વધારો "ખૂબ શક્ય" છે.[૪૦] તાપમાનમાં નાના ફેરફારો પણ અતિશયોક્ત હવામાન સ્થિતિની વારંવારતામાં વધારો લાવી શકે છે.[૪૦] આમાંના ઘણાંની કૃષિ ઉત્પાદન પર વ્યાપક અસર પડે છે અને તેની પોષણ પર. ઉદાહરણ તરીકે, 1998-2001 નો મધ્ય એશિયાઇ દુષ્કાળમાં, ઇરાનમાં 80% પશુધનનું નુકસાન થયું હતું અને ઘઉં અને જવના ઉત્પાદનમાં 50% ઘટાડો થયો હતો.[૪૧] અન્ય રાષ્ટ્રોમાં પણ સમાન આંકડાઓ જ હતા. સબ-સહારા જેવા વિસ્તારોમાં અતિશય હવામાન જેમ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં વધારાથી કુપોષણની સ્થિતિમાં વ્યાપક પરિણામો આવી શકે છે. અતિશય હવામાનમાં વધારા વગર, તાપમાનમાં માત્ર સામાન્ય વધારો કેટલાંય પાકની જાતોની ઉત્પાદકતામાં ઘટાડો લાવે છે અને આ વિસ્તારોની ખોરાક સુરક્ષા પણ ધટાડે છે.[૪૦]
કોલોની કોલાપ્સ ડિસઓર્ડર એક એવી ઘટના છે જેમાં મધમાખીઓ મોટી સંખ્યામાં મૃત્યુ પામતી હોય.[૪૨] કારણે કે મોટા ભાગના પાકો વિશ્વભરમાં મધમાખી દ્વારા ફલિત થતા હોય છે, આ ખોરાકના પૂરવઠા માટે એક ગંભીર ભય છે.[૪૩]
યુજી99 જાતિ દ્વારા ઘઉંમાં થતો સ્ટેમ રસ્ટ રોગચાળો હાલમાં આફ્રિકામાં અને એશિયામાં ફેલાઇ રહ્યો છે, અને એવો ભય સેવવામાં આવી રહ્યો છે કે તેનાથી વિશ્વભરના ઘઉંના પાકના 80% થી વધારે નાશ પામશે.[૪૪][૪૫]
પ્રબંધન
[ફેરફાર કરો]કુપોષણ સામે, મોટેભાગે, સુક્ષ્મ પોષકતત્વોથી (વિટામિનો અને ખનિજો) સઘન બનેલ આહારથી લડવાથી, વિશ્વ બેન્કના મતાનુસાર, સહાયના બીજા પ્રકારો કરતાં ઓછા ખર્ચે અને ટૂંકા સમયમાં જિંદગીમાં સુધારો થાય છે. કોપનહેગન કસ્ન્સેનસસ કે જે વિવિધ વિકાસ દરખાસ્તો પર નજર રાખે છે તેના અભિપ્રાય પ્રમાણે સુક્ષ્મ પોષકતત્ત્વ પૂરકોનો ક્રમ પ્રથમ નંબરે આવે છે.[૪][૪૬] આમછતાં અંદાજે $300m ની સહાય દર વર્ષે મૂળભૂત પોષણ માટે જાય છે, જે 20 સૌથી ખરાબ અસરવાળા દેશોમાં બે વર્ષની નીચેના બાળક દીઠ $2 કરતાં ઓછી રકમ થાય છે.[૩] આથી વિરુધ્ધ, એચઆઇવી/એઇડ્સ (HIV/AIDS), કે જેનાથી બાળ કુપોષણથી થતાં મૃત્યુ કરતાં ખૂબ ઓછા મૃત્યુ થાય છે તેમને માટે તમામ દેશોમાં એચઆઇવી (HIV) વાળી વ્યકિત દીઠ 67-એટલે કે $2.2 બિલિયન મળ્યા હતા.[૩]
સંકટકાલિન પગલાંઓ
[ફેરફાર કરો]આહારને પોષક તત્વોથી સઘન બનાવીને સુક્ષ્મ પોષકતત્વો મેળવી શકાય છે.[૪] મગફળી માખણના પડીકાં (જુઓ પ્લમ્પી'નટ) અને સ્પિરુલિના જેવા સઘન આહાર, માનવતાની તાકીદના સમયે ક્રાંતિકારી સંકટકાલિન આહાર બને છે, કારણ કે તે પેકેટમાંથી સીધો ખાઈ શકાય છે, તેમાં રેફ્રિજરેશન કે ઓછા ઉપલબ્ધ સ્વચ્છ પાણીને મિશ્રિત કરવાની જરૂર પડતી નથી, વર્ષો સુધી સંગ્રહ કરી શકાય છે, અને અત્યંત માદા બાળકો દ્વારા તે અનિવાર્યપણે લઈ શકાય છે.[૫] 1974 ની યુનાઈટેડ નેશન્સ ર્વલ્ડ ફૂડ કોન્ફરન્સે જાહેર કર્યું હતું કે સ્પિરુલિના ’ભવિષ્ય માટે ઉત્તમ આહાર છે’ અને દર 24 કલાકે તેના તૈયાર હાર્વેસ્ટથી તે કુપોષણ દૂર કરવાનું શકિતશાળી સાધન બને છે. વધુમાં, બાળકોમાં ઝાડા મટાડવા વિટામિન એ કેપસ્યુલ કે ઝિન્ક ટેબલેટો જેવા પૂરકો વપરાય છે.[૬]
સહાયક જૂથોમાં એવી સમજ વધતી જાય છે કે આહારને બદલે રોકડ કે રોકડ વાઉચરો આપવા, તે ખાસ કરીને જયાં આહાર ઉપલભ્ય હોય પણ પરવડી શકે નહીં તેવા વિસ્તારોમાં ભૂખ્યાને મદદ પહોંચાડવાનો એક સસ્તો, ઝડપી અને વધુ કાર્યક્ષમ માર્ગ છે.[૭] આહારના સૌથી મોટા બિનસરકારી વિતરક, યુએન(UN)ના વિશ્વ આહાર કાર્યક્રમએ જાહેર કર્યું હતું કે તે કેટલાંક વિસ્તારોમાં આહારને બદલે રોકડ અને વાઉચરો વહેંચવાનું શરૂ કરશે, જેને વિશ્વ આહાર કાર્યક્રમના વહીવટી નિયામક જોસેટી શિરને આહાર સહાયમાં ’ક્રાંતિ’ તરીકે વર્ણવી હતી.[૭][૮] સહાય એજન્સી કન્સર્ન વર્લ્ડવાઇડ વિશ્વભરમાં મોબાઈલ ફોન આપેરેટર સફારીકોમ મારફત એક નવીન પધ્ધતિનું સંચાલન કરી રહ્યાં છે, જે નાણાં તબદીલફી કાર્યક્રમ ચલાવે છે, જેનાથી દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં રોકડ મોકલી શકાય છે.[૭]
અલબત્ત અનાવૃષ્ટિ વિસ્તારના લોકો જે બજારથી લાંબા અંતરે રહે છે અને તેમાં તેઓને મર્યાદિત પહોંચ હોય છે, તેઓને આહાર પહોંચાડવા માટે મદદ કરવાની તે સૌથી યોગ્ય રીત છે.[૭] ફ્રેડ કનીએ કહયું હતું કે, "અનાજની અયાત કરો ત્યારે રાહત કામગીરી શરૂ કરતી વખતે જિંદગી બચાવવાની શકયતા મોટા પ્રમાણમાં ઘટી જાય છે. તે દેશમાં આવે અને લોકોને મળે ત્યાં સુધીમાં ઘણા મૃત્યુ પામી ચૂકયા હશે."[૪૭] યુએસ (US) કાયદામાં ભૂખી વ્યકિત રહેતી હોય ત્યાંથી અનાજ ખરીદવાને બદલે સ્થાનિક ખરીદી કરવાનું આવશ્યક ગણાવે છે, જે બિનકાર્યક્ષમ છે, કારણ કે જે ખર્ચ થાય છે તેનો અંદાજ અડધો ભાગ પરિવહનમાં ખર્ચાય છે.[૪૬] ફ્રેડ કનીએ વધુમાં જણાવ્યું હતું,તા "તાજેતરમાં દરેક દુષ્કાળના અભ્યાસે દર્શાવ્યું હતું કે દેશમાં અનાજ ઉપલભ્ય હતું - જો કે અનાજના તત્કાલ અભાવગ્રસ્ત વિસ્તારમાં હંમેશા ઉપલભ્ય ન હતું" અને "સ્થાનિક ધોરણો અનુસાર, ગરીબ માટે તેની ખરીદી કરવા માટેના ભાવ ખૂબ ઊંચો હોવા છતાં દાતા માટે વિદેશથી આયાત કરવાને બદલે વધેલા ભાવે સંગ્રહ કરાયેલ અનાજ ખરીદવું સામાન્યરીતે સસ્તુ પડશે."[૪૮] ઇથિયોપિયાએ જે કાર્યક્રમ તૈયાર કર્યો હતો તે હવે અનાજની કટોકટીને હલ કરવા માટે વિશ્વ બેન્કે ઠરાવેલ નુસખાનો એક ભાગ બન્યો છે અને સહાય સંસ્થાઓ તેને ભૂખપીડિત રાષ્ટ્રોને કેવી રીતે ઉત્તમ મદદ કરી શકાય તેના નમૂના તરીકે જૂવે છે. દેશના મુખ્ય સહાય કાર્યક્રમ પ્રોડકટિવ સેફટી નેટ-પોગ્રામ મારફત ઇથોયોપિયા જેમને લાંબા સમયથી અનાજની અછત છે તેવા ગ્રામીણ નિવાસીઓને અનાજ માટે કે રોકડ માટે કામ કરવાની તક આપે છે. વિદેશી સહાય સંસ્થાઓ, જેવી કે વિશ્વ અન્ન કાર્યક્રમ, અનાજની તંગી હોય તેવા વિસ્તારોમાં વહેંચણી કરવા પુરાંતવાળા વિસ્તારોમાંથી સ્થાનિક રીતે અનાજ ખરીદી શકતા હતા.[૪૯]. માત્ર ઇથોયોપિયાએ જ કાર્યક્રમ શરૂ કર્યો એવું નથી પરંતુ બ્રાઝિલે પણ ખેડૂતો, શહેરી ગરીબજનો અને સામાન્યપણે શહેરને લાભદાયક સેન્દ્રિય કચરા માટેનો પુનઉર્ત્પાદન (રિસાયકલીંગ) કાર્યક્રમ પણ સ્થાપિત કર્યો છે. શહેરના નિવાસીઓ તેમના કચરામાંથી સેન્દ્રિય કચરાને અલગ પાડી, તે કોથળીમાં ભરીને સ્થાનિક ખેડૂતો પાસેથી તાજાં ફળ અને શાકભાજીના બદલામાં તેનો વિનિમય કરે છે. પરિણામે, તેઓના દેશોમાં કચરો ઘટે છે અને શહેરી ગરીબને પોષક આહારનો એકધારો પુરવઠો મળે છે.[૫૦].
લાંબાગાળાના પગલાંઓ
[ફેરફાર કરો]નાઈટ્રોજન ખાતરો અને જંતુનાશકો જેવી પશ્ચિમમાં શોધાયેલી આધુનિક કૃષિ ટેકનિકો એશિયામાં લઈ આવવાના પ્રયાસથી-જેને હરિયાળી ક્રાંતિ કહે છે-પશ્ચિમી રાષ્ટ્રોમાં અગાઉ જોવા મળેલ તેવો જ કુપોષણમાં ઘટાડો થયો છે. માર્ગોની પધ્ધતિ કે બિયારણ ઉપલભ્ય કરતી જાહેર બિયારણ કંપનીઓ જેવા પુરવઠાની આફ્રિકામાં તંગી છે તેવી હાલની માળાખાકીય સગવડો અને સંસ્થાઓને કારણે આ શકય બન્યું હતું.[૫૧] સહાયિત દરના ખાતરો અને બિયારણ જેવાં કૃષિમાં રોકાણોને 3/}[૫૨]કારણે અનાજની પેદાશમાં વધારો થાય છે અને તેના ભાવમાં ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે, માલાવીના કેસમાં, 13 મિલિયન પૈકી લગભગ પાંચ મિલિયન લોકોને તત્કાલ સંકટકાલિન અનાજ સહાયની જરૂર પડતી હતી. અલબત્ત સરકારે તેની નીતિ બદલતાં અને વિશ્વ બેન્કની સખ્ત ટીકા સામે ખાતર અને બિયારણ માટેની સહાય દાખલ કરવાથી, ખેડૂતોએ અનાજમાં વિક્રમી ઉત્પાદન કર્યું હતું, કેમ કે ઉત્પાદન 2005માં 1.2 મિલિયન હતું, જે વધીને 2007માં 3.4 મિલિયન થયું હતું, આમ માલાવી એક મોટું અનાજ નિકાસકાર બન્યું હતું.[૧૦] આને અનાજના ભાવો ઓછા કર્યા હતા અને ખેતરના કામદારો માટેના વેતનમાં વધારો કર્યો હતો.[૧૦] કૃષિમાં રોકાણ કરવા માટેની દરખાસ્ત કરવામાં જેફટી સાકસનો સમાવેશ થાય છે, જેમને સમૃધ્ધ રાષ્ટ્રોએ, આફ્રિકાના ખેડૂતો માટે ખાતર અને બિયારણમાં રોકાણ કરવું એવા વિચારની આગેવાની લીધી હતી.[૯][૧૦]
સ્તનપાન શિક્ષણ મદદ કરે છે. પ્રથમ બે વર્ષમાં સ્તનપાન અને પ્રથમ છ મહિનામાં સંપૂર્ણ સ્તનપાનથી 1.3 મિલિયન બાળકોની જિદંગી બચાવી શકાય છે.[૫૩] લાંબાગાળે, સંસ્થાઓ દૈનિક આહારને સુક્ષ્મ પોષકતત્વોથી સઘન બનાવવાનો પ્રયત્ન કરે છે, જેઓ ઈજિપ્ત માટે બેલાડી બ્રેડ માટે ઘઉંનો લોટ કે વિયેટનામ માટે માછલીનો સોસ તથા મીઠાના આયોડિનકરણ જેવો આહાર ગ્રાહકોને વેચી શકે.[૫]
વસતિમાં ઘટાડો કરવો એ સૂચિત ઉપાય છે. થોમસ મોલ્થસએ દલીલ કરી હતી કે, કુદરતી આપત્તિ અને "નૈતિક સંયમ" મારફત સ્વૈચ્છિક મર્યાદા દ્વારા વસતિ વધારો નિયંત્રિત કરી શકાશે.[૫૪] રોબર્ટ ચેપમેને સૂચવ્યું છે કે વૈશ્વિક વસતિ વધારા પર કાપ મૂકવા સરકારી નીતિ મારફત દખલ કરવી જરૂરી ઘટક છે.[૫૫] ગેરેટ હાર્ડિન, "...તમામ સાર્વભોમ રાજયોને તેમના પોતાના પ્રદેશોમાં તેમની વસતિની સમસ્યાઓ હલ કરવાની જવાબદારી સ્વીકારવી જોઈએ" એવી દલીલો કરીને પ્રતિ-દેશાગમન, અલગતાવાદી અભિગમ અપનાવ્યો છે અને દેશાગમન, દબાણ દૂર કરતા વાલ્વ જેમ કામ કરે છે, જે દેશોને, તેમની વસતિની સમસ્યાઓ પ્રતિ દુર્લક્ષ રાખવાનું ચાલુ રહેવા દે છે.[૫૬] અમરત્ય સેન કહે છે, "દુષ્કાળ કેવી રીતે આવ્યો તેનું મહત્વ નથી, તે દૂર કરવાની પધ્ધતિઓ માટે જાહેર વિતરણ પધ્ધતિમાં અનાજનો વિશાળ પુરવઠો આવશ્યક છે. આ બાબત આયોજિત રેશન અને નિયંત્રણને જ લાગુ પડતી નથી. પરંતુ સામાન્ય ફુગાવાની સ્થિતિમાં વિનિમય અધિકારીતામાં ફેરબદલી દ્વારા જેઓને અસર થઈ હોય તેવા લોકો માટે ખરીદ શકિત વધારવાના કાર્ય કાર્યક્રમો અને અન્ય પધ્ધતિઓને હાથ ધરવાને પણ લાગુ પડે છે."[૫૭] પ્રવેશ પ્રશ્નોના ઉકેલ માટે એક નીતિનું માળખું સૂચવાયું હતું-જેને અન્ન સાર્વભોમત્વ કહે છે, જે આંતરરાષ્ટ્રીય બજારનાં પરિબળોને મહદંશે અધીન અનાજની સામે તેમનું પોતાનું અન્ન, કૃષિ, પશુધન અને મત્સ્ય પધ્ધતિઓ નક્કી કરવાનો લોકોનો હક છે. ફૂડ ફર્સ્ટ એક અન્ન સાર્વભોમત્વ માટેનો ટેકો ઊભો કરવા કામ કરતી પ્રાથમિક વિચાર-સૂચન કરતી સંસ્થા છે નવા ઉદારમતવાદીઓ મુકત બજારની ભૂમિકા વધારવાની હિમાયત કરે છે. વિશ્વ બેંક પોતે કુપોષણના નિરાકરણનો ભાગ હોવાનો હકદાવો કરતાં સમર્થન કરે છે કે, દેશો માટે ગરીબીનું અને કુપોષણનું ચક્ર ભેદવામાં સફળ થવાનો ઉત્તમ માર્ગ નિકાસલક્ષી અર્થ-વ્યવસ્થા ઊભી કરવી તે છે, જેનાથી વિશ્વ બજારમાંથી અન્નની વસ્તુઓ ખરીદવા તેઓને નાણાંકીય સાધનો પ્રાપ્ત થશે.
અતિશય ખાવું, જે પણ કુપોષણનો જ એક પ્રકાર છે, તેને નિયંત્રિત કરવાને બદલે ઉપચાર કરવાનું ધ્યેય રાખીએ ત્યારે, શાળાના પર્યાવરણમાં તેની શરૂઆત કરવી તે યોગ્ય સ્થળ બની રહેશે, કેમ કે આજે બાળકો જયાં શિક્ષણ મેળવે છે, તે તેઓને બાળપણ તેમજ પુખ્તાવસ્થા દરમિયાન વધુ તંદુરસ્ત આહાર પસંદ કરવામાં તેઓને મદદ કરશે. સિંગાપોરમાં જોયું તેમ, આપણે, શાળાના ભોજન કાર્યક્રમમાં પોષક તત્વો તથા બાળકો અને શિક્ષકો માટે શારીરિક પ્રવૃત્તિમાં વધારો કરીશું તો લગભગ 30-50% સુધીનું જાડાપણું ઘટાડી શકાશે.[૩૨]
કુપોષણ, ખાસ કરીને ભૂખમરો ઘટાડવા કેટલીક પહેલ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. મોટું ઉદાહરણ મહમ્મદ યુનુસે પૂરું પાડયું છે, જેણે ગ્રામીણ બેન્કને ભૂખમરા સામે લડત આપવાની હાકલ કરી છે. તે આવક ઉત્પન્ન કરવા ખૂબ ગરીબ સ્ત્રીઓને નાની લોન આપે છે અને તે લોનો સ્ત્રીઓને ગરીબીમાંથી બહાર ખેંચી શકે છે, અને છતાં પોષક લાભો આપી શકે છે. કેટલાંક અભ્યાસો દર્શાવે છે કે જ્યારે સ્ત્રીને આવક પૂરી પાડવામાં આવે ત્યારે, તે મોટાભાગની રકમ ઘરની જરૂરીયાતો, ખાસ કરીને આહાર પર ખર્ચશે.[૩૨] તેથી, સ્ત્રી અધિકારિતા પર ધ્યાન આપીને ગરીબી તેમ જ કુપોષણ ઘટાડી શકાશે, ખાસ કરીને ભૂખમરાનો સામનો કરી શકાશે.
લઘુ-ધિરાણ પહેલ કાર્યો મુખ્યત્વે સ્ત્રીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, કારણ કે ભૂખ અસમાનપણે પુરૂષો કરતાં સ્ત્રીઓને વધુ અસર કરે છે.[૩૨] સ્ત્રીઓને લક્ષ્ય કરીને લઘુ ધિરાણ પહેલ કાર્યો, રોજગાર અને શિક્ષણ બંને તકોને ઉત્તેજન આપીને કુપોષણને ઘટાડવા પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ નોકરી મેળવી શકે તો, તેઓ પોતાને અને પોતાના કુટુંબને ખવડાવવા પૂરતાં નાણાં કમાઈ શકે. વધુમાં આપણે છોકરીઓને શિક્ષિત થવાની તક આપીશું તો, તેઓ પુરૂષ સમોવડું સ્થાન આશાસ્પદ રીતે મેળવી શકશે, અને તેથી સ્ત્રીઓ કરતાં પુરૂષોને વધુ ખોરાક જરૂરી છે તેવો જાતિગત પૂર્વગ્રહ ઘટશે. આખરે, લઘુ ધિરાણ પહેલ પગલાંઓની હાજરીથી, આપણે વિશ્વભરમાં અપપોષિત સ્ત્રીઓની સંખ્યા ઘટાડવાની આશા રાખી શકીએ.[૩૨]
રોગશાસ્ત્ર
[ફેરફાર કરો]2007 માં વિશ્વમાં 923 મિલિયન કુપોષણયુકત લોકો હતા, એટલે કે 1990 થી 80 મિલિયનનો વધારો,[૫૯] એ હકિકત સાથે કે વિશ્વમાં દરેક વ્યકિતને, 6-બિલિયન લોકોને ખવડાવવા અને તેનાથી બમણા - 12 બિલિયન લોકોને ખવડાવી શકાય તેટલું પૂરતું અનાજ વિશ્વ પેદા કરતું હોવા છતાં પણ.[૬૦]
વર્ષ | 1990 | 1995 | 2005 | 2007 |
---|---|---|---|---|
વિશ્વમાં કુપોષણયુકત લોકો (મિલિયનમાં)[૬૧] | 842 | 832 | 848 | 923 |
વર્ષ | 1970 | 1980 | 1990 | 2005 | 2007 |
---|---|---|---|---|---|
વિકસતા વિશ્વમાં કુપોષણયુકત લોકોનો હિસ્સો[૬૨][૬૩] | 37 % | 28 % | 20 % | 16 % | 17 % |
- કુપોષણના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિણામ તરીકે સરેરાશ દર સેંકડે એક વ્યકિત-દર કલાકે 4,000 - દરરોજ 100000 - દર વર્ષે 36 મિલિયન લોકો મૃત્યુ પામે છે - તમામ મરણના 58%.(2001-2004 ના અંદાજો).[૬૪][૬૫][૬૬]
- કુપોષણના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિણામ તરીકે સરેરાશ દર 5 સેકન્ડે એક બાળક - દર કલાકે 700 - દરરોજ 16,000 - દર વર્ષે 6 મિલિયન બાળકો મૃત્યુ પામે છે - તમામ બાળ મૃત્યુના 60% (2002-2008 ના અંદાજો).[૬૭][૬૮][૬૯][૭૦][૭૧]
એફએઓ(FAO)-અનુસાર 2001-2003માં કુપોષણના લોકોની સંખ્યા (મિલિયનમાં) નીચેના દેશોમાં 5 મિલિયન કે વધુ હતી [૨]:
દેશ | કુપોષણયુકત લોકોની સંખ્યા (મિલિયનમાં) |
---|---|
ભારત | 217.05 |
ચીન | 154.0 |
બાંગ્લાદેશ | 43.45 |
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો | 37.0 |
પાકિસ્તાન | 35.2 |
ઈથોપિયા | 31.5 |
તાન્ઝાનિયા | 16.1 |
ફિલિપાઈન્સ | 15.2 |
બ્રાઝિલ | 14.4 |
ઇન્ડોનેશિયા | 13.8 |
વિયેટનામ | 13.8 |
થાઈલેન્ડ | 13.4 |
નાઇજીરિયા | 11.5 |
કેન્યા | 9.7 |
સુદાન | 8.8 |
મોઝામ્બિક | 8.3 |
ઉત્તર કોરિયા | 7.9 |
યેમન | 7.1 |
મડાગાસ્કર | 7.1 |
કોલંમ્બિઆ | 5.9 |
જિમ્બાબ્વે | 5.7 |
મેક્સિકો | 5.1 |
ઝામ્બિયા | 5.1 |
એન્ગોલા | 5.0 |
નોંધ: આ કોઠો એફએઓ(FAO)-દ્વારા નક્કી કરાયા પ્રમાણે "કુપોષણ"નું માપ દર્શાવે છે, અને હળવી શારીરિક પ્રવૃત્તિ કરતી વખતે સરેરાશ વ્યકિતનું આરોગ્ય સારું રહે તે માટે જરૂરી ન્યૂનતમ આહાર ઊજાર્ના પ્રમાણ કરતાં (દૈનિક માથા દીઠ કિલોકેલરીમાં માપેલ) કરતાં ઓછા ખોરાક વાપરતાં લોકોની (2001 થી 2003 ના વર્ષો માટે સરેરાશ) સંખ્યા દર્શાવે છે. તે રૂઢિચુસ્ત સૂચકાંક છે, જેમાં મહેનતવાળી શારીરિક પ્રવૃત્તિ કરતા લોકોની વધારાની જરૂરીયાતો ધ્યાનમાં ન લેતાં કે ઊર્જા જરૂરીયાતોમાં વ્યકિતગત આંતર-તફાવતો જેવા અન્ન વપરાશ કે વિવિધતાનાં બીજા સાધનોમાં રહેલ મોસમી તફાવતોને ધ્યાનમાં લેવાતા નથી.
કુપોષણ અને અલ્પપોષણ સામૂહિક કે સરેરાશ સ્થિતિ છે, અને તે એક જ દિવસના આહાર લેવાનું (કે તેના અભાવનું) કાર્ય નથી. આ કોઠામાં "આજે પથારીમાં ભૂખ્યા સૂઈ ગયેલાં" લોકોની સંખ્યા દર્શાવી નથી.
કુપોષણના સામાજિક-રાજકીય કારણો નક્કી કરવા પૃથ્થકરણનાં વિવિધ માપો પણ વિચારણામાં લેવાનાં રહે છે. ઉદાહરણ તરીકે, આરોગ્ય સંબંધિત સેવાઓનો અભાવ હોય તો સમૂહના લોકોને જોખમ રહી શકે, પરંતુ આવકની સપાટી, જમીનની પહોંચ કે શિક્ષણના સ્તરમાં તફાવતોને કારણે નાની માત્રામાં કેટલાંક કુટુંબો કે વ્યકિતઓ વધુ ઊંચા જોખમ પર હોઈ શકે.[૭૨] કુટુંબની અંદર પણ પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચે કુપોષણ માત્રામાં તફાવત હોઈ શકે, અને આ તફાવતો, સ્ત્રીઓની સાપેક્ષ વંચિતતા દર્શાવતા સમસ્યારૂપ વિસ્તારોવાળા એક પ્રદેશની બીજા પ્રદેશમાં નોંધપાત્ર ભિન્નતા દર્શાવવામાં આવેલી છે[૭૩]. બાળકો અને વયસ્કો ખાસ કરીને સંવેદનશીલ હોય છે. વિકસતાં વિશ્વમાં 5 વર્ષથી નીચેના અંદાજે 27 ટકા, અને આ વિકસતાં દેશોમાં 5 વર્ષથી નીચેના બાળકોમાં 10 મિલિયન મૃત્યુના અડધા કુપોષણથી મૃત્યુ પામે છે.
મધ્ય પૂર્વ
[ફેરફાર કરો]યુએસ (US) પ્રેરિત આક્રમણ પહેલાં ઈરાકમાં કુપોષણનો દર 19% હતો, જે વધીને પાછલા ચાર વર્ષમાં 28% ની રાષ્ટ્રીય સરેરાશે પહોંચ્યાં હતો.[૭૪]
દક્ષિણ એશિયા
[ફેરફાર કરો]વૈશ્વિક ભૂખ અનુક્રમણિકા અનુસાર, દક્ષિણ એશિયામાં વૈશ્વિક પ્રદેશો કરતાં બાળ કુપોષણનો દર સૌથી ઊંચો છે.[૭૫] ભારતમાં દર વર્ષે 5.6 મિલિયન બાળકો મૃત્યુને ભેટે છે, જે વિશ્વની કુલ સંખ્યાના અડધા કરતાં વધુ થાય છે.[૭૬] 2006 ના અહેવાલમાં દર્શાવાયું હતું કે, "દક્ષિણ એશિયાના દેશોમાં સ્ત્રીઓની ઊતરતી સ્થિતિ અને તેઓમાં પોષણવિષયક જાણકારીનો અભાવ, પ્રદેશમાં ઓછા વજનવાળાં બાળકોનું ઊંચું પ્રમાણ નક્કી કરવાના અગત્યના ઘટકો છે" અને "દક્ષિણ એશિયામાં નાનાં બાળકોને અપૂરતો આહાર અને સંભાળ અપાતી" હોવા અંગે ચિંતા વ્યકત કરી હતી.[૭૬]
ભારતમાં અડધા બાળકો ઓછું વજન ધરાવે છે,[૭૭] જે વિશ્વમાં સૌથી ઊંચો દર છે અને સબ-સહરા આફ્રિકા કરતાં લગભગ બમણો છે.[૭૮]
વિકાસ અભ્યાસ સંસ્થાએ પ્રકાશિત કરેલ સતત રહેતાં અલ્પપોષણને હલ કરવા અંગેના સંશોધનમાં દલીલ કરી છે કે, ભારત, ’આર્થિક શકિતગૃહ’ અને વિશ્વના અલ્પ પોષણયુકત બાળકોના એક તૃતીયાંશ બાળકના ઘર તરીકેનું સહઅસ્તિત્વ પોષણના વહીવટની નિષ્ફળતા દર્શાવે છે: "સાચા લોકોને યોગ્ય સમયે યોગ્ય સેવાઓ આપવાની નબળી ક્ષમતા, નાગરિકોની જરૂરીયાતોને ટેકો આપવાની અશ્કતતા અને નબળી જવાબદારી, આ બધા નબળા પોષણ વહીવટનાં લક્ષણો છે."[૭૯] સંશોધનમાં સૂચવ્યું છે કે ભારતમાં અલ્પપોષણનો ઇતિહાસ રચવો હોય તો, પોષણ અંગેનો વહીવટ સંગીન બનાવવો જોઈએ અને પોષણના રાજકારણ અને વહીવટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. પ્રગતિના ચાલુ દરે, પોષણના એમડીજીઆઇ(MDGI) લક્ષ્યાંક મનુષ્ય સુખાકારી અને આર્થિક વિકાસ માટેનાં તીવ્ર પરિણામો સાથે 2042માં જ પહોંચશે.[૭૯]
યુનાઈટેડ સ્ટેટ્સ
[ફેરફાર કરો]બાળપણમાં કુપોષણ, એ સામાન્યરીતે વિકસતાં દેશો પૂરતું મર્યાદિત હોવાનું વિચારાય છે, પરંતુ મોટાભાગનું કુપોષણ ત્યાં થતું હોવા છતાં, વિકસિત દેશોમાં પણ તેની હાજરી ચાલુ હોય છે. ઉદાહરણ તરીકે, યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકામાં, છ બાળકો દીઠ એક બાળકને ભૂખનું જોખમ રહે છે.[૮૦] યુએસ વસતિ ગણતરી કાર્યાલય અને કૃષિ વિભાગની 2005-2007 ની વિગતોને આધારે અભ્યાસમાં દર્શાવાયું છે કે, યુનાઈટેડ સ્ટેટસમાં પાંચ વર્ષ કરતાં ઓછી ઉંમરના અંદાજે, 3.5 મિલિયન બાળકો ભૂખના જોખમ હેઠળ છે.[૮૧] વિકસતાં દેશોમાં, આ સતત રહેતી ભૂખની સમસ્યા, અન્ન કે અન્ન કાર્યક્રમોના અભાવના કારણો નથી, પરંતુ મહદંશે ફૂડ સ્ટેમ્પસ, કે શાળાના ભોજન જેવા પ્રશ્નો હલ કરવા તૈયાર કરાયેલ હાલના કાર્યક્રમોના અલ્પ ઉપયોગને કારણે છે. યુનાઈટેડ સ્ટેટસ જેવા સમૃધ્ધ દેશોના ઘણા નાગરિકો અન્ન કાર્યક્રમોને કલંક ગણાવે છે અથવા તેના ઉપયોગ પ્રતિ હતોત્સાહ દર્શાવે છે. યુએસએ (USA)માં ફૂડ સ્ટેમ્પ કાર્યક્રમ મેળવવાપાત્ર પૈકી માત્ર 60% ખરેખર લાભ મેળવે છે.[૮૨] યુ.એસ. કૃષિ વિભાગના અહેવાલ પ્રામણે 2003માં બાળકો સાથેના 200 યુએસ કુટુંબો પૈકી માત્ર એક અન્નની બાબતમાં તીવ્રપણે અસુરક્ષિત હતું કે કોઈપણ બાળકો વર્ષ દરમિયાન એકવાર પણ ભૂખ્યા રહયા હોય. આ જ કુટુંબોમાં મોટા પ્રમાણમાં પુખ્ત સભ્યો (3.8 ટકા) હતા, જેઓ વર્ષ દરમિયાન ઓછામાં ઓછા એક દિવસ ભૂખ્યા રહેતા હતા, કારણ કે તેમના કુટુંબના સભ્યોને પૂરતો આહાર પરવડી શકે તેમ ન હતો.[૩] સંગ્રહિત ૨૦૧૪-૧૧-૧૨ ના રોજ વેબેક મશિન
અતિશય આહાર વિરુધ્ધ ભૂખમરો
[ફેરફાર કરો]અલ્પપોષણની આસપાસ કુપોષણ અંગે ઘણું ધ્યાન અપાતું હોવા છતાં, અતિશય આહાર એ પણ કુપોષણનું એક સ્વરૂપ છે. યુનાઈટેડ સ્ટેટસમાં અતિશય આહાર વધુ સામાન્ય છે[૮૩], જયાં મોટાભાગના લોકો માટે ખોરાક મેળવવો એ પ્રશ્ન નથી. આ વિકસેલા દેશોમાં પ્રશ્ન છે યોગ્ય પ્રકારનો આહાર પસંદ કરવો. બીજા કોઈપણ દેશ કરતાં યુનાઈટેડ સ્ટેટસમાં માથાદીઠ ફાસ્ટફૂડ અતિશય વપરાય છે. આ સામૂહિક આહાર વપરાશનું કારણ પરવડવાની ક્ષમતા અને સુલભતા છે. ઘણી વખત ફાસ્ટ ફૂડ, ઓછા ખર્ચનું અને નિમ્ન પોષણ સ્તરનું હોય છે, તેમાં કેલરીની માત્રા ઊંચી હોય છે તથા તેનો વધુ પ્રમાણમાં પ્રચાર કરાય છે. વધુ પ્રમાણમાં શહેરીકૃત, સ્વચાલિત અને બેઠાડુ જીવનશૈલી સાથે આ ખાવાની ટેવ જોડાતાં એ સ્પષ્ટ થાય છે કે વજન વધતું અટકાવવું કેમ મૂશ્કેલ છે.[૫૦]. અલબત્ત ભૂખમરો અને ગરીબી પ્રવર્તે છે, તેવા દેશોમાં પણ અતિશય આહાર એક સમસ્યા છે. ચીનમાં ઊંચી ચરબીવાળા આહારનો ઉપયોગ વધ્યો છે, જયારે ચોખા અને અન્ય ચીજવસ્તુનો વપરાશ ઘટયો છે.[૩૨]. તમે વિશ્વના કયા ભાગમાં રહો છો તેના પર આધાર રાખીને અતિશય આહાર અને ભૂખ બન્ને સરખા ગંભીર છે. અતિશય આહાર કરવાથી ઘણા રોગો થાય છે, જેમ કે હૃદયના રોગો અને ડાયાબિટીસ, જેના પરિણામે મૃત્યુ થાય છે. અતિશય આહારના આ પ્રશ્નો નિયંત્રિત કરવામાં સહાયકતા, આરોગ્ય સંભાળ જાડાપણને રોગ તરીકે ગણાવે છે. અને વજન ઘટાડો તથા અન્ય પોષણ વિષયક દખલગીરીને આવરી લે છે. આ દિશામાં પ્રોત્સાહક પ્રથમ પગલું છે, હૃદયરોગના દર્દીઓના સઘન આહાર વિષયક અને જીવનશૈલીના સુધારણા કાર્યક્રમને આવરી લેવાનો મ્યુચ્યુઅલ ઓફ ઓમાહાનો નિર્ણય, એક પહેલ પગલું જે તેઓના મતે ખર્ચાળ દવાની ચિઠ્ઠીઓ રદ કરશે અને આવતા વર્ષોમાં મહિનાઓ કે વર્ષો સુધીની શસ્ત્રક્રિયાઓ અટકાવશે. ઉદ્યોગ માટે બીજું તાર્કિક પગલું, મૂળભૂત વીમા કવચના ભાગ તરીકે, દાંતની તપાસણીને સમાન, આપવામા આવતું નિયમિત પોષણ તપાસને આવરી લેવાનું હોઈ શકે.[૩૨]
આ પણ જુઓ
[ફેરફાર કરો]- અલ્પપોષણથી પીડાતી વસ્તીના ટકા પ્રમાણે દેશોની યાદી
- એનોરેક્ષિયા નર્વોસા
- ડિહાઇડ્રેશન
- જરૂરી પોષકતત્વો
- દુષ્કાળ
- ખોરાક
- ગ્લોબલ હંગર ઇન્ડેક્ષ
- ભૂખ
- નબળા પોષણ સાથે સંબંધિત માંદગીઓ
- સુક્ષ્મ પોષક તત્ત્વો
- પોષણ
- જાડાપણું
- ભૂખમરો
- ઓછું વજન
સંસ્થાનો
[ફેરફાર કરો]- જીએઆઇએન (GAIN) ગ્લોબલ એલિયાન્સ ફોર ઇમ્પ્રુવ્ડ ન્યુટ્રિશન
- વિશ્વ આહાર કાર્યક્રમ
- શેર આવર સ્ટ્રેન્થ
- આહાર અને કૃષિ સંસ્થા
- ઇન્ટરગવર્નમેન્ટ્સ્લ ઇન્સ્ટિટ્યૂશન ફોર ધ યુઝ ઓફ માઇક્રો-એલ્ગાઇ સ્પિર્યુલિના અગેઇન્સ્ટ માલન્યુટ્રિશન (આઇઆઇએમએસએએમ) (IIMSAM) સંગ્રહિત ૨૦૧૯-૦૨-૦૪ ના રોજ વેબેક મશિન
- Hungrykids.org
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ઢાંચો:DorlandsDict
- ↑ Sullivan, arthur (2003). Economics: Principles in action. Upper Saddle River, New Jersey 07458: Prentice Hall. પૃષ્ઠ 481. ISBN 0-13-063085-3. મૂળ માંથી 2016-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2021-02-24. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ)CS1 maint: discouraged parameter (link) CS1 maint: location (link) - ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ કુપોષણ ધ સ્ટારવેલિંગ્સ
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ કંપનીઓ ગરીબો માટે પોષણને લક્ષ્ય બનાવે છે
- ↑ ૬.૦ ૬.૧ http://www.time.com/time/magazine/article/0,9171,1914655,00.html સંગ્રહિત ૨૦૧૩-૦૮-૨૬ ના રોજ વેબેક મશિન શું એક ગોળી એવી બિમારી રોકી શકશે જે અંગે કોઇ વાત કરવા નથી માગતું?
- ↑ ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ ૭.૪ યુએન (UN) સહાય ચર્ચા: રોકડ આપો અન્ન નહીં?
- ↑ ૮.૦ ૮.૧ "ભૂખમરાની મુખ્ય જગ્યાઓને મદદ કરવા રોક્ડ સહાય". મૂળ માંથી 2009-02-12 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-18.
- ↑ ૯.૦ ૯.૧ ગરીબ ખેડુતોને $15 બિલિયનની સહાય કરવા માટે ઓબામા મુખ્ય શક્તિઓને યાદીબદ્ધ કરે છે
- ↑ ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ ૧૦.૩ ૧૦.૪ ૧૦.૫ દુષ્કાળ નિવારવો, માત્ર તદવીદોને ટાળવાથી
- ↑ ૧૧.૦ ૧૧.૧ http://www.theatlantic.com/issues/97jan/borlaug/borlaug.htm માનવતાનો ભૂલાયેલો શુભેચ્છક
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-11-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-12.
- ↑ જીન ઝિગલર, લે'એમપાયર દે લા હોન્ટે , ફયાર્ડ, 2007 આઇએસબીએન (ISBN) 978-2-253-12115-2 પૃ.130.
- ↑ Schaible UE, Kaufmann SH (2007). "Malnutrition and infection: complex mechanisms and global impacts". PLoS Med. 4 (5): e115. doi:10.1371/journal.pmed.0040115. PMC 1858706. PMID 17472433.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-03-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-12.
- ↑ ૧૬.૦ ૧૬.૧ ૧૬.૨ વિશ્વનું આઇક્યુ (IQ) વધારવાનો ભેદ મીઠામાં છે
- ↑ Jere R. Behrman (1996). "The impact of health and nutrition on education". World Bank Research Observer. 11 (1): 23–37.
- ↑ ૧૮.૦ ૧૮.૧ American College Health Association (2007). "American College Health Association National College Health Assessment Spring 2006 Reference Group data report (abridged)". J Am Coll Health. 55 (4): 195–206. doi:10.3200/JACH.55.4.195-206. PMID 17319325.
- ↑ Benton D, Sargent J (1992). "Breakfast, blood glucose and memory". Biol Psychol. 33 (2–3): 207–10. doi:10.1016/0301-0511(92)90032-P. PMID 1525295. Unknown parameter
|month=
ignored (મદદ) - ↑ Kanarek RB, Swinney D (1990). "Effects of food snacks on cognitive performance in male college students". Appetite. 14 (1): 15–27. doi:10.1016/0195-6663(90)90051-9. PMID 2310175. Unknown parameter
|month=
ignored (મદદ) - ↑ Whitley JR, O'Dell BL, Hogan AG (1951). "Effect of diet on maze learning in second generation rats; folic acid deficiency". J. Nutr. 45 (1): 153–60. PMID 14880969. Unknown parameter
|month=
ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Umezawa M, Kogishi K, Tojo H; et al. (1999). "High-linoleate and high-alpha-linolenate diets affect learning ability and natural behavior in SAMR1 mice". J. Nutr. 129 (2): 431–7. PMID 10024623. Unknown parameter
|month=
ignored (મદદ); Explicit use of et al. in:|author=
(મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Glewwe P, Jacoby H, King E (2001). "Early childhood nutrition and academic achievement: A longitudinal analysis". Journal of Public Economics. 81 (3): 345–68. doi:10.1016/S0047-2727(00)00118-3.CS1 maint: multiple names: authors list (link)
- ↑ તેઓના ગ્રાહકોની સિદ્ધિઓની માગને પહોંચી વળવા પ્રબંધિત અન્ન કોન્ટ્રાકટરો ઝડપી પ્રતિભાવ આપે છે: એક લોન્ગિટ્યુડનલ પૃથ્થકરણ. જર્નલ ઓફ પબલિક ઇકોનોમિક્સ, 81(3), 345-368.
- ↑ Guernsey L (1993). "Many colleges clear their tables of steak, substitute fruit and pasta". Chronicle of Higher Education. 39 (26): A30.
- ↑ Duster T, Waters A (2006). "Engaged learning across the curriculum: The vertical integration of food for thought". Liberal Education. 92 (2): 42.
- ↑ Lakhan SE, Vieira KF (2008). "Nutritional therapies for mental disorders". Nutr J. 7: 2. doi:10.1186/1475-2891-7-2. PMC 2248201. PMID 18208598.
- ↑ Coren, Michael (2005-03-10). "Study: Cancer no longer rare in poorer countries". CNN. મેળવેલ 2007-01-01.
- ↑ "Why is too much water dangerous?". BBC News. 2007-01-15. મેળવેલ 2008-11-09.
- ↑ http://www.emedicine.com/ped/TOPIC1360.HTM
- ↑ બારો, મામાડુ અને તારા એફ. ડુબેલ "પર્સિસ્ટન્ટ હંગર: પર્સ્પેકટિવ્સ ઓન વલનરેબિલિટી, ફેમિન, એન્ડ ફૂડ સિક્યોરિટી ઇન સબ-સહારા આફ્રિકા" વાર્ષિક એન્ટ્રોપોલિજીકલ સમિક્ષા. (2006) 35:521-38.
- ↑ ૩૨.૦ ૩૨.૧ ૩૨.૨ ૩૨.૩ ૩૨.૪ ૩૨.૫ ૩૨.૬ ૩૨.૭ ગાર્ડનર, ગેરી, અને બ્રાયન હેલવેલ. 2000. એસ્કેપિંગ હંગર, એસ્કેપિંગ એકસેસ. વર્લ્ડ વોચ 13(4):24.
- ↑ સેન, એ.કે. પોવરટી એન્ડ ફેમાઇન્સ: એન એસે ઓન એનટાઇટલમેન્ટ એન્ડ ડેપ્રિવેશન . ઓક્ષફર્ડ: ઓક્ષફર્ડ યુનિવર્સિટિ પ્રેસ. 1981
- ↑ http://www.spiegel.de/international/world/0,1518,549187,00.html વૈશ્વિક ખોરાક કટોકટીમાં સટ્ટાખોરોની ભૂમિકા
- ↑ http://news.bbc.co.uk/2/hi/europe/7472532.stm બાયોફ્યુઅલનો ઉપયોગ ગરીબી વધારે છે
- ↑ http://news.bbc.co.uk/2/hi/americas/7065061.stm બાયોફ્યુઅલ્સ ‘માનવતા સામે ગુનો'
- ↑ બીબીસી (BBC) ન્યુઝ. એશિયામાં સ્તનપાનમાં ઘટાડો
- ↑ http://www.reuters.com/article/healthNews/idUSTRE56U25T20090731 સ્તનપાન 1.3 મિલિયન જીંદગીઓ બચાવી શકે છે
- ↑ ઝામ્બિયા: ઉપજાઉ પરંતુ ભૂખ્યું
- ↑ ૪૦.૦ ૪૦.૧ ૪૦.૨ "Climate Change 2007: Synthesis Report" (PDF). Intergovernmental Panel on Climate Change. 12–17 Nov 2007. મેળવેલ 2010-01-27.CS1 maint: date format (link)
- ↑ બેટિસ્ટા, ડેવિડ. "વિકસતા દેશોમાં પર્યાવરણમાં બદલાવ." યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સિએટલ. 27 ઓક્ટોબર 2008.
- ↑ [૧] મધમાખીના ઉછેરકર્તાઓ, પાક ઉગાડનારાઓ અને સંશોધકો મધ માખીના મૃત્યુથી ચેત્યા
- ↑ http://news.bbc.co.uk/2/hi/americas/6438373.stm નાશ પામતી મધમાખીઓ યુએસ (US) ના પાકો માટે જોખમ
- ↑ પાકના રોગો ચાલુ રહેતા લાખો લોકો દુષ્કાળનો સામનો કરે છે
- ↑ http://articles.latimes.com/2009/jun/14/science/sci-wheat-rust14 વિશ્વ ઘઉંના પાક માટે એક ટાઇમ બોમ્બ
- ↑ ૪૬.૦ ૪૬.૧ તેઓને સુક્ષ્મ પોષણ ખાવા દો
- ↑ એન્ડ્રુ એસ. નેટસોઇસ (એડમિનિસ્ટ્રેટર યુએસ એજન્સિ ફોર ઇન્ટરનેશનલ ડેવેલોપમેન્ટ)
- ↑ ભૂતપૂર્વ પ્રતિનિધિ સ્ટીવ સોલાર્ઝ (યુનાઇટેડ સ્ટેટ્સ, ડેમોક્રેટિક પાર્ટી, ન્યુ યોર્ક)ને મેમોરેન્ડમ - જુલાઇ 1994
- ↑ આફ્રિકન ખોરાક સહાયનું મોડલ હવે મુશ્કેલીમાં છે
- ↑ ૫૦.૦ ૫૦.૧ ગાર્ડનર, ગેરી, અને બ્રાયન હેલવેલ. 2000. એસ્કેપિંગ હંગર, એસ્કેપિંગ એકસેસ. વર્લ્ડ વોચ 13(4):5.
- ↑ http://www.nytimes.com/2007/10/10/world/africa/10rice.html?_r=1&hp&oref=slogin આફ્રિકામાં, બીજથી સમૃદ્ધિ નિષ્ફળ ગઇ
- ↑ કેવી રીતે એક કેન્યાના ગામે તેની મકાઈની ઉપજને ત્રણ ગણી કરી
- ↑ http://news.bbc.co.uk/2/hi/health/3022558.stm લાખો બાળકો કારણ વગર મરી રહ્યાં છે.
- ↑ માલથસ, રોબર્ટ થોમસ. 1976 (1798). એન એસ ઓન ધ પ્રિન્સિપલ ઓફ પોપ્યુલેશન. ફિલિપ એપલમેન, એડ. ન્યુયોર્ક: નોર્ટન.
- ↑ ચેપમેન, રોબર્ટ. 1999. “નો રુમ એટ ધ ઇન, ઓર વ્હાય પોપ્યુલેશન પ્રોબ્લેમ્સ આર્ર નોટ ઓલ ઇકોનોમિક.” પોપ્યુલેશન એન્ડ એનવાયરનમેન્ટ, 21(1): 81-97.
- ↑ હાર્ડિન, ગેરેટ. 1992. “ધ એથિક્સ ઓફ પોપ્યુલેશન ગ્રોથ એન્ડ ઇમિગ્રેશન કન્ટ્રોલ.” ઇન ક્રાઉડિંગ આઇટ ધ ફ્યુચર: વર્લ્ડ પોપ્યુલેશન ગ્રોથ, યુએસ (US) ઇમિગ્રેશન, એન્ડ પ્રેશર ઓન નેચરલ રિસોર્સિસ, રોબર્ટ ડબલ્યુ. ફોક્ષ અને ઇરા એચ. મેલહેમ, એડ્સ. વોશિંગ્ટન, ડીસી: ફેડરેશન ફોર એમરિકન ઇમિગ્રેશન રિફોર્મ.
- ↑ સેન, અમરત્યા. 1982. }પોવરટી એન્ડ ફેમાઇન્સ: એન એસે ઓન એનટાઇટલમેન્ટ એન્ડ ડેપ્રિવેશન, ઓક્ષફર્ડ: ક્લેરેનડોન પ્રેસ.
- ↑ [115]
- ↑ ફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવેલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. “વિશ્વમાં ખોરાકની અસુરક્ષાની સ્થિતિ, 2008 : ઉંચા ખોરાકના ભાવ અને ખોરાકની સુરક્ષા - ભય અને તકો”. સંયુક્ત રાષ્ટ્રોનુંફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન, 2008, પૃ. 2. “એફએઓ(FAO)ના એકદમ તાજેતરના અંદાજો મુજબ ભૂખમરાનો શિકાર (ખરેખર, કુપોષણવાળા) હોય તેવા લોકોની સંખ્યા 2007 માં 923 મિલિયન હતી જે 1990–92 ના આધાર ગાળા કરતા 80 મિલિયન વધારે હતી”.
- ↑ જિન ઝિગલર. “તમામ માનવ હક્કોને પ્રોત્સાહન અને સુરક્ષા, વિકાસના હક સહિત મુલકી, રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક હક: રાઇટ ટુ ફૂડના ખાસ સંવાદદાતા, જિન ઝિગલરનો અહેવાલ”. સંયુક્ત રાષ્ટ્રોની હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ, જાન્યુઆરી 10, 2008.“સંયુક્ત રાષ્ટ્રોનું ફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન(એફએઓ(FAO)) અનુસાર, દરેક બાળક, સ્ત્રી અને પુરુષને ખવડાવવા માટે વિશ્વ અત્યારે પણ પૂરતા ખોરાકનું નિર્માણ કરે છે અને ૧૨ બિલિયન લોકોને ખવડાવી શકે છે જે વિશ્વની વસતી કરતા બમણું છે.”
- ↑ ફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવેલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. “વિશ્વમાં ખોરાકની અસુરક્ષાની સ્થિતિ, 2008 : ઉંચા ખોરાકના ભાવ અને ખોરાકની સુરક્ષા - ભય અને તકો”. સંયુક્ત રાષ્ટ્રોનું ફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન, 2008, પૃ. 48.
- ↑ ફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન એગ્રિકલચરલ એન્ડ ડેવેલપમેન્ટ ઇકોનોમિક્સ ડિવિશન. “વિશ્વમાં ખોરાકની અસુરક્ષાની સ્થિતિ, 2006 : વૈશ્વિક ભૂખમરાને નાબૂદ કરવો – વિશ્વ ખોરાક પરિષદના દસ વર્ષ પછી સ્થિતિનું મુલ્યાંકન કરવું”. સંયુક્ત રાષ્ટ્રોનું ફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન, 2006, પૃ. 8. “વસતી વધારાના કારણે, ભૂખ્યા લોકોની સંખ્યામાં ખૂબ નાનો ઘટાડો થયો છતાં તેનાથી વિકસતા દેશોમાં કુપોષણવાળા લોકોની ટકાવારી ૩ ટકા જેટલી ઘટવા પામી છે - 1990–92 માં 20 ટકાથી લઇ ને 2001–03 માં 17 ટકા. (…) અલ્પ પોષણની હાજરી 1969–71 અને 1979–81 ની વચ્ચે 9 ટકા ઘટી હતી (37 ટકાથી 28 ટકા) 1979–81 અને 1990–92 ની વચ્ચે તે હજી 8 ટકા વધુ ઘટી હતી (20 ટકા સુધી).”.
- ↑ ફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવેલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. “વિશ્વમાં ખોરાકની અસુરક્ષાની સ્થિતિ, 2008 : ઉંચા ખોરાકના ભાવ અને ખોરાકની સુરક્ષા - ભય અને તકો”. સંયુક્ત રાષ્ટ્રોનું ફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન, 2008, પૃ. 6. “વિકસતા દેશોમાં ભૂખ્યાં લોકોનો હિસ્સો ઘટાડવામાં સારી પ્રગતિ હાંસલ થઇ છે - 1990–૯૨ માં લગભગ 20 ટકાથી 1995–૯૭ માં ૧૮ ટકા સુધી અને 2003–૦૫ માં ૧૬ ટકાથી સહેજ જ ઉપર સુધી. અંદાજો દર્શાવે છે કે વધતા ખોરાકના ભાવોએ પ્રગતિની વિરુદ્ધ દિશામાં ધકેલી છે, જ્યાં વૈશ્ચિક કુપોષણવાળા લોકોની ટકાવારી પાછી ૧૭ ટકા તરફ ગઇ છે.”.
- ↑ જીન ઝિગલર. “ધ રાઇટ ટુ ફૂડ: રાઇટ ટુ ફૂડના ખાસ સંવાદદાતા, શ્રી જિન ઝિગલરનો અહેવાલ, કમિશનર ઓન હ્યુમન રાઇટ્સ રિસોલ્યુશન 2000/10 અનુસાર સબમિટ કરેલ છે” સંગ્રહિત ૨૦૦૯-૦૪-૨૪ ના રોજ વેબેક મશિન. સયુક્ત રાષ્ટ્રો, ફેબ્રુઆરી 7, 2001, પૃ. 5. “સરેરાશ, 62 મિલિયન લોકો દર વર્ષે મૃત્યુ પામે છે, જેમાંથી કદાચ 36 મિલિયન (58 ટકા) સીધા કે પરોક્ષ રીતે પોષણની ખામીઓ, ચેપ, રોગચાળા અથવા રોગોના કારણે થાય છે જે શરીર પર હુમલો કરે છે જ્યારે તેનો પ્રતિકાર અને રોગપ્રતિરક્ષા, અલ્પ પોષણ અને ભૂખના કારણે નબળી પડી ગઇ હોય છે.”.
- ↑ કમિશન ઓન હ્યુમન રાઇટ્સ. “ધ રાઇટ ટુ ફૂડ : કમિશન ઓન હ્યુમન રાઇટ્સ રિસોલ્યુશન 2002/25”. ઓફિસ ઓફ ધ હાઇ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સ, સંતુક્ત રાષ્ટ્રો, એપ્રિલ 22, 2002, પૃ. 2. “દર વર્ષે 36 મિલિયન લોકો સીધા કે પરોક્ષ રીતે પોષણની ખામીઓના કારણે મૃત્યુ પામે છે, જેમાંના મોટા ભાગના સ્ત્રીઓ અને બાળકો હોય છે, ખાસ કરીને વિકસતા દેશોમાં, એવા વિશ્વમાં જે અત્યારે પણ આખા વિશ્વની વસતી ખવડાવવા માટે પૂરતા ખોરાકનું ઉત્પાદન કરે છે ”.
- ↑ સંયુક્ત રાષ્ટ્રો માહિતી સેવા. “માળખાકીય ગોઠવણોની અસર પર સ્વતંત્ર તદવીદનું મંતવ્ય, રાઇટ ટુ ફૂડના ખાસ સંવાદદાતા અહેવાલ રજૂ કરે છે: કમિશન આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક હકો પર સામાન્ય ચર્ચા ચાલુ રાખે છે.”. સંયુક્ત રાષ્ટ્રો, માર્ચ 29, 2004, પૃ. 6. “દર વર્ષે લગભગ 36 મિલિયન લોકો ભૂખના લીઘે સીધી કે પરોક્ષ રીતે મૃત્યુ પામ્યા.”.
- ↑ ફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન સ્ટાફ. “વિશ્વમાં ખોરાકની અસુરક્ષાની સ્થિતિ, 2002: ભૂખની અસુરક્ષા : જ્યારે લોકો ભૂખ અને ભૂખમરાના ડરમાં જીવે છે”. સંયુક્ત રાષ્ટ્રો નુંફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન 2002, પૃ. 6. “6 મિલિય્ન બાળકો જે પાંચ વર્ષની નાની વયના છે તે દર વર્ષે ભૂકમરાના કારણે મૃત્યુ પામે છે.”
- ↑ સંયુક્ત રાષ્ટ્રોનું ફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ ડિપાર્ટમેન્ટ. “વિશ્વમાં ખોરાકની અસુરક્ષાની સ્થિતિ 2004: વર્લ્ડ ફૂડ સમિટ અને મિલેનિયમ વિકાસ લક્ષ્યાંકો તરફની પ્રગતિ પર દેખરેખ”. સંયુક્ત રાષ્ટ્રો નુંફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન, 2004, પૃ. 8. “જરૂરી વિટામિનો અને ખનિજોના અલ્પ પોષણ અને ખોટના કારણે દર વર્ષે પાંચ મિલિયન બાળકો તેમનો જીવ ગુમાવે છે.”.
- ↑ જેક્સ ડીયુફ. “વિશ્વમાં ખોરાકની અસુરક્ષાની સ્થિતિ 2004: વર્લ્ડ ફૂડ સમિટ અને મિલેનિયમ વિકાસ લક્ષ્યાંકો તરફની પ્રગતિ પર દેખરેખ”. સંયુક્ત રાષ્ટ્રો નુંફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન, 2004, પૃ. 4. “ભૂખમરા અને કુપોષણના કારણે દર પાંચ સેકંડે એક બાળકનું મૃત્યુ થાય છે”.
- ↑ ફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન, ઇકોનોમિક એન્ડ સોશિયલ ડિપાર્ટમેન્ટ. “વિશ્વમાં ખોરાકની અસુરક્ષાની સ્થિતિ 2005: વૈશ્વિક ભૂખમરાને દુર કરવો - મિલેનિયમ વિકાસ લક્ષ્યાંકોને હાંસિલ કરવા માટેની મુખ્ય બાબત”. સંયુક્ત રાષ્ટ્રો નુંફૂડ એન્ડ એગ્રિકલચર ઓર્ગેનાઇઝેશન, 2005, પૃ. 18. “તમામ બાળકોના મૃત્યુના અડધા કરતા વધારેનું કારણ ભૂખમરો અને કુપોષણ છે, જે દર વર્ષે લગભગ ૬ મિલિયન બાળકોને મારે છે - એક એવો આંકડો જે આશરે જાપાનના સંપૂર્ણ શાળા પહેલાના બાળકોની વસતીના જેટલો છે. આ બાળકો પૈકી માત્ર થોડાજ ખૂખમરાના કારણે મૃત્યુ પામે છે. મોટાભાગના નિયેનેટલ વિકૃતિઓ અને થોડા ચેપી રોગો જેમ કે ઝાડા, ન્યુમોનિયા, મેલેરિયા અને અછબડાના કારણે મરી જાય છે. જો તેઓના શરીર અને રોગ પ્રતિરક્ષા સિસ્ટમો ભૂખમરા અને કુપોષણના કારણે મધ્યમસરથી તીવ્ર સુધી નબળી ના પડી હોત તો મોટા ભાગના મૃત્યુ ના પામ્યા હોત, જેમાં મૃત્યુનું જોખમ પાંચથી આઠ ગણું વધારે હોય છે.”.
- ↑ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ. “ઠરાવ 7/14. ધ રાઇટ ટુ ફૂડ”. સંયુક્ત રાષ્ટ્રો, માર્ચ 27, 2008, પૃ. 3. “દર વર્ષે આજે પણ તેમની પાંચમી વર્ષગાંઠ પહેલાં 6 મિલિયન બાળકો ભૂખમરા સંબંધિત માંદગીઓના કારણે મૃત્યુ પામે છે”.
- ↑ ફોટ્સો, જીન-ક્રિસ્ટોફે અને બાર્થેલેમી ક્લૌટ-ડેફો. "વિકસતા દેશોમાં આરોગ્ય સંશોધન્માં સામાજિક-આર્થિક સ્થિતિ માપવી: શું આપણે ઘર, સમુદાય, કે બંને પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ?" સામાજીક સૂચકાંકો સંશોધન. (2005) 72:189-237.
- ↑ ન્યુબ, એમ. અને જી.જે.એમ. વાન ડર બુમ. "જ્નેડર એન્ડ એડલ્ટ ન્યુટ્રિશન ઇન ડેવેલપિંગ કન્ટ્રીસ." એનાલ્સ ઓફ હ્યુમન બાયોલોજી (2003) 30:5:520-537.
- ↑ યુએસ (US) ના હુમલા પછી લગભગ એક તૃતિયાંશ જેટલાં ઇરાકી બાળકો હવે કુપોષણનો શિકાર છે. સંગ્રહિત ૨૦૦૮-૧૦-૦૭ ના રોજ વેબેક મશિન રયુટર્સ. 3 માર્ચ 2009
- ↑ "Global Hunger Index Key Findings & Facts". 2008.
- ↑ ૭૬.૦ ૭૬.૧ "'Hunger critical' in South Asia". BBC. 2006-10-13. મેળવેલ 2010-05-12.
- ↑ સર્વેક્ષણ કહે છે કે ભારતના અડધા જેટલાં બાળકો કુપોષણના શિકાર છે સંગ્રહિત ૨૦૦૭-૦૨-૧૨ ના રોજ વેબેક મશિન, સીબીએસ (CBS) ન્યુઝ, ફેબ્રુઆરી 10, 2007
- ↑ "India: Undernourished Children: A Call for Reform and Action". World Bank. મૂળ માંથી 2018-06-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-12.
- ↑ ૭૯.૦ ૭૯.૧ "Lifting the Curse: Overcoming Persistent Undernutrition in India". IDS Bulletin. 40 (4). 2009-07-02. મૂળ માંથી 2018-06-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-12.
- ↑ "Childhood Hunger in America". Share Our Strength. 2009. મૂળ માંથી 2012-08-21 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-12.
- ↑ "3.5M Kids Under 5 On Verge Of Going Hungry
Study: 11 Percent Of U.S. Households Lack Food For Healthy Lifestyle". Health. CBS NEWS. 2009-05-07. મૂળ ("SHTML) માંથી 2013-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-08. - ↑ "Plan to End Childhood Hunger in America". Share Our Strength. 2009. મૂળ માંથી 2011-07-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-12.
- ↑ યુનાઇટેડ સ્ટેટ્સમાં હવે તમામ વયસ્કો પૈકીના અડધા કરતા વધારે વધુ વજનવાળા છે - એક એવી સ્થિતિ જે, ખૂખમરાની જેમ, રોગ અને અશકતતાની ગ્રહણશક્તિ વધારે છે, કામદારની ઉત્પાદકતા ઘટાડે છે અને જીવનની ઉંમર ઘટાડે છે.
બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]- [[https://web.archive.org/web/20101107213739/http://www.dmoz.org/Health/Conditions_and_Diseases/Nutritional_and_Metabolic_Disorders/ સંગ્રહિત ૨૦૧૦-૧૧-૦૭ ના રોજ વેબેક મશિન કુપોષણ]]
- પર્યાવરણીય અન્ન સંકટ સંગ્રહિત ૨૦૧૬-૧૨-૧૮ ના રોજ વેબેક મશિન વિશ્વ વસ્તીને ખોરાક પૂડો પાડવા માટે યુએન (UN) દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસ (2009)
- સીઇ-ડીએટી (CE-DAT) કોમ્પ્લેક્ષ ઇમરજન્સી ડેટાબેઝ - સંઘર્ષ-પ્રભાવિત વસ્તીઓમાં કુપોષણ અને મૃત્યુ પરના ડેટાનો સ્ત્રોત સંગ્રહિત ૨૦૨૦-૦૮-૧૫ ના રોજ વેબેક મશિન
- વિશ્વ પોષણ સ્થિતિ પરના અહેવાલો સંગ્રહિત ૨૦૦૫-૦૫-૨૬ ના રોજ વેબેક મશિન પોષણ પરની યુએન (UN)ની કાયમી સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા વાર્ષિક અહેવાલોમાં, સામાન્ય પડકારો, કુપોષણનો વ્યાપ, તેનો ઉકેલ લાવવા માટે લેવાતા પગલાંઓ અને અન્ય વ્યાપક ઉપયોગી માહિતી અંગેની વિસ્તૃત માહિતીનો સમાવેશ થાય છે.
- શારીરિક વિકાસ અને પોષણની સ્થિતિ સંગ્રહિત ૨૦૦૯-૧૧-૧૭ ના રોજ વેબેક મશિન
- (યુનાઇટેડ નેશનસ વિશ્વ ખાધાન્ન કાર્યક્રમ તરફથી )વિશ્વ ભૂખમરાનો નકશો સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૩ ના રોજ વેબેક મશિન
- એફએઓ (FAO) દેશના આંકડાઓ સંગ્રહિત ૨૦૧૦-૧૧-૧૫ ના રોજ વેબેક મશિન
- ઇથિઓપિયામાં ભૂખમરા અને ગરીબી સામે લડવું (પીટર મિડલબ્રુક