ઇન્સેટ ઉપગ્રહ શ્રેણી
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ઇન્સેટ કાર્યક્રમ
[ફેરફાર કરો]ઇન્સેટ (Indian National Satellite (INSAT)) કાર્યક્રમની શરૂઆત ઓગસ્ટ ૧૯૮૩ માં "ઇન્સેટ-૧બી" નાં સફળ આરોહણ સાથે થઇ હતી.(આ શ્રેણીનો પ્રથમ ઉપગ્રહ "ઇન્સેટ-૧એ" નું એપ્રીલ ૧૯૮૨ માં આરોહણ કરાયેલ પરંતુ તે નિષ્ફળ નીવડેલ) ઇન્સેટ કાર્યક્રમે ભારતનાં રેડીઓ અને ટેલીવિઝન પ્રસારણ,દુરસંચાર અને ભુસંશોધન ક્ષેત્રે ક્રાંતિનાં મંડાણ કરેલ.આને કારણે દેશનાં દુર્ગમ સ્થાનોએ પણ રેડીઓ અને ટેલીવિઝન પ્રસારણ અને દુરસંચાર ની સગવડ મળતી થઇ.આજે ઇન્સેટ એશિયા-પેસિફીક વિસ્તારની સૌથી મોટી સંચાર ઉપગ્રહ વ્યવસ્થા છે,જે ૧૦ ઉપગ્રહો ધરાવે છે.સંયુક્ત રીતે આ વ્યવસ્થા વિવિધ સંચાર સેવાઓ માટે 'સી' અને 'કેયુ' બેન્ડનાં ૧૯૯ ટ્રાન્સપોન્ડર ની સગવડ આપે છે.
ઇન્સેટ ઉપગ્રહો
[ફેરફાર કરો]ક્રમ | ઉપગ્રહ | ચડાવ્યા તારીખ | હાલની શ્થિતી |
૧ | ઇન્સેટ-૧એ (INSAT-1A) | ૧૦ એપ્રીલ,૧૯૮૨ | નિવૃત, ૬ સપ્ટેમ્બર,૧૯૮૨ |
૨ | ઇન્સેટ-૧બી (INSAT-1B) | ૩૦ ઓગસ્ટ,૧૯૮૩ | સફળતાપુર્વક નિવૃત |
૩ | ઇન્સેટ-૧સી (INSAT-1C) | ૨૨ જુલાઇ,૧૯૮૮ | નવેમ્બર ૧૯૮૯માં રદ |
૪ | ઇન્સેટ-૧ડી (INSAT-1D) | ૧૨ જૂન,૧૯૯૦ | સફળતાપુર્વક નિવૃત |
૫ | ઇન્સેટ-૨એ (INSAT-2A) | ૧૦ જુલાઇ,૧૯૯૨ | ભારતનો પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહ. સફળતાપુર્વક નિવૃત |
૬ | ઇન્સેટ-૨બી (INSAT-2B) | ૨૩ જુલાઇ,૧૯૯૩ | સફળતાપુર્વક નિવૃત |
૭ | ઇન્સેટ-૨સી (INSAT-2C) | ૭ ડિસેમ્બર,૧૯૯૭ | સફળતાપુર્વક નિવૃત |
૮ | ઇન્સેટ-૨ડી (INSAT-2D) | ૪ જૂન,૧૯૯૭ | પહોંચની બહાર, ૪ ઓક્ટોબર,૧૯૯૭ |
૯ | ઇન્સેટ-૨ડીટી (INSAT-2DT) | In-orbit procurement | સફળતાપુર્વક નિવૃત |
૧૦ | ઇન્સેટ-૨ઇ (INSAT-2E) | ૩ એપ્રીલ,૧૯૯૯ | કાર્યરત |
૧૧ | ઇન્સેટ-૩એ (INSAT-3A) | ૧૦ એપ્રીલ,૨૦૦૩ | કાર્યરત |
૧૨ | ઇન્સેટ-૩બી (INSAT-3B) | ૨૨ મે,૨૦૦૦ | કાર્યરત |
૧૩ | ઇન્સેટ-૩સી (INSAT-3C) | ૨૪ જાન્યુઆરી,૨૦૦૨ | કાર્યરત |
૧૪ | કલ્પના-૧ (en:KALPANA-1) | ૧૨ સપ્ટેમ્બર,૨૦૦૨ | કાર્યરત |
૧૫ | જીસેટ-૨ (en:GSAT-2) | ૮ મે,૨૦૦૩ | કાર્યરત |
૧૬ | ઇન્સેટ-૩ઇ (INSAT-3E) | ૨૮ સપ્ટેમ્બર,૨૦૦૩ | કાર્યરત |
૧૭ | એજ્યુસેટ (EDUSAT) | ૨૦ સપ્ટેમ્બર,૨૦૦૪ | કાર્યરત |
૧૮ | ઇન્સેટ-૪એ (INSAT-4A) | ૨૨ ડીસેમ્બર,૨૦૦૫ | કાર્યરત |
૧૯ | ઇન્સેટ-૪સી (en:INSAT-4C) | ૧૦ જુલાઇ,૨૦૦૬ | જી.એસ.એલ.વી.-એફ ૦૨ ની ઉડાન નિષ્ફળ જવાને કારણે ભ્રમણકક્ષામાં મુકાણો નહીં. |
૨૦ | ઇન્સેટ-૪બી (INSAT-4B) | ૧૨ માર્ચ,૨૦૦૭ | કાર્યરત |
૨૧ | ઇન્સેટ-૪સીઆર (INSAT-4CR) | ૨ સપ્ટેમ્બર,૨૦૦૭ | જીઓ-સિન્ક્રોનાઇઝ ભ્રમણકક્ષામાં (geo-synchronous orbit) |
કાર્યરત ઉપગ્રહો
[ફેરફાર કરો]ઇન્સેટ-૨ઇ (INSAT-2E)
[ફેરફાર કરો]આ ઇન્સેટ-૨ શ્રેણીનાં પાંચ ઉપગ્રહોમાંનો છેલ્લો ઉપગ્રહ છે.તે ૧૭ 'સી-બેન્ડ' અને 'નિમ્ન વિસ્તારીત સી-બેન્ડ' ટ્રાન્સપોન્ડર ધરાવે છે.જે ૩૬ ડી.બી.વૉટના ઇફેક્ટીવ આઇસોટ્રોપિક રેડિએટેડ પાવર (Effective Isotropic Radiated Power (EIRP)) સાથે વિભાગીય અને વૈશ્વિક કવરેજ ક્ષમતા ધરાવે છે.આ ઉપરાંત તે વેરી હાઇ રેઝોલ્યુશન રેડિયોમીટર (Very High Resolution Radiometer (VHRR)) ધરાવે છે,જે દ્રશ્ય (0.55-0.75 µm),અધોરક્ત (10.5-12.5 µm) અને જલીય વરાળ (5.7-7.1 µm)જેવી વિવિધ તરંગલંબાઇ ના ચિત્રો લેવાની ક્ષમતા ધરાવે છે.આ બે ઉપકરણો ઉપરાંત તે સી.સી.ડી.(Charge Coupled Device (CCD)) કેમેરા દ્વારા ૧ x ૧ કિ.મી. ના વિસ્તારનીં દ્રશ્ય,અધોરક્ત અને ટુંકી તરંગલંબાઇનીં અધોરક્ત તસવીરો લઇ શકે છે.
ઇન્સેટ-૩ શ્રેણી
[ફેરફાર કરો]ઇન્સેટ-૩એ (INSAT-3A)
[ફેરફાર કરો]આ બહુહેતુક ઉપગ્રહ એરીયાન રોકેટ દ્વારા એપ્રિલ ૨૦૦૩ માં પ્રક્ષેપીત કરાયેલ.તે ૯૩.૫ ડીગ્રી પૂ.રેખાંશ પર શ્થિત છે.આ ઉપગ્રહનાં ઉપકરણો આ મુજબ છે.
- ૧૨ સામાન્ય સી-બેન્ડ ટ્રાન્સપોન્ડર.(જેના મારફત ૯ ચેનલ મધ્ય પૂર્વ થી દક્ષિણ પૂર્વ એશિયા સુધી ૩૮ ડી.બી.વૉટનું કવરેજ આપે છે,૩ ચેનલ અને ૬ વિસ્તારીત સી-બેન્ડ ચેનલ ભારતને ૩૬ ડી.બી.વૉટનું કવરેજ આપે છે.)
- ૬ કૅ.યુ.બેન્ડ ટ્રાન્સપોન્ડર,જે ભારતને ૪૮ ડી.બી.વૉટનું કવરેજ આપે છે.
- વેરી હાઇ રિઝોલ્યુશન રેડિયોમીટર(Very High Resolution Radiometer (VHRR)).
- સી.સી.ડી.કેમેરા.
- ડેટા રિલે ટ્રાન્સપોન્ડર (Data Relay Transponder (DRT)) જે સમુદ્રોમાં શ્થિત સ્વયંચાલીત ડેટા આપ-લે મથકો પર ડેટાનું આદાન-પ્રદાન કરે છે.
- ઉપગ્રહચાલીત શોધ અને બચાવ (Satellite Aided Search and Rescue (SAS&R)) ઉપકરણ, જે હવા,પાણી અને જમીન પર શોધ અને બચાવ સંકેતો પ્રસારીત કરવાનુ કાર્ય કરે છે.
ઇન્સેટ-૩બી (INSAT-3B)
[ફેરફાર કરો]જાન્યુઆરી,૨૦૦૦ માં પ્રક્ષેપીત કરાયેલ આ ઉપગ્રહને ઇન્સેટ-૨ઇ સાથે ૮૩ ડીગ્રી પૂ.રેખાંશ પર સહ સ્થાપીત કરાયો.તે ૧૨ વિસ્તરીત સી-બેન્ડ અને ૩ કેયુ-બેન્ડ ટ્રાન્સપોન્ડર ધરાવે છે,જે સંપૂર્ણ ભારતમાં કવરેજ કરે છે. ઇન્સેટ-૩બી "મોબાઇલ ઉપગ્રહ સેવા" ઉપકરણ પણ ધરાવે છે,જે મુખ્ય મથક (હબ) અને મોબાઇલ સ્ટેશન વચ્ચે ફોરવર્ડ લિંક સીxએસ બેન્ડ દ્વારા અને મોબાઇલ સ્ટેશન અને મુખ્ય મથક (હબ) વચ્ચે રીટર્ન લિંક એસxસી બેન્ડ દ્વારા સ્થાપિત કરે છે.
ઇન્સેટ-૩સી (INSAT-3C)
[ફેરફાર કરો]જાન્યુઆરી,૨૦૦૨ માં પ્રક્ષેપીત આ ઉપગ્રહ ૭૪ ડીગ્રી પૂ.રેખાંશ પર સ્થાપીત છે.જે ૨૪ સી-બેન્ડ ટ્રાન્સપોન્ડર,૬ વિસ્તારીત સી-બેન્ડ ટ્રાન્સપોન્ડર,૨ એસ-બેન્ડ ટ્રાન્સપોન્ડર અને મોબાઇલ ઉપગ્રહ સેવા (MSS)ઉપકરણ ધરાવે છે.
ઇન્સેટ-૩ઇ (INSAT-3E)
[ફેરફાર કરો]સપ્ટેમ્બર ૨૦૦૩ માં પ્રક્ષેપીત,૫૫ ડીગ્રી પૂ.રેખાંશ પર સ્થાપીત અને ૨૪ સી-બેન્ડ ટ્રાન્સપોન્ડર ધરાવે છે,જે ભારતને ૩૭ ડી.બી.વૉટનું કવરેજ (EIRP) આપે છે. ૧૨ વિસ્તરીત સી-બેન્ડ ટ્રાન્સપોન્ડર ધરાવે છે જે ભારતને ૩૮ ડી.બી.વૉટનું કવરેજ (EIRP) આપે છે.
કલ્પના-૧ ભારતનો પ્રથમ હવામાન ઉપગ્રહ છે.જે ઇસરો દ્વારા ૧૨ સપ્ટેમ્બર,૨૦૦૨ નાં રોજ પી.એસ.એલ.વી.(PSLV) રોકેટ વડે ભ્રમણકક્ષામાં સ્થાપીત કરવામાં આવ્યો.આ ઉપગ્રહ મુળતો મેટસેટ-૧(MetSat-1) તરીકે ઓળખાતો હતો,પરંતુ ફેબ્રઆરી,૨૦૦૩ માં,ત્યારનાં ભારતના વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇ દ્વારા ભારતીય મૂળની અંતરિક્ષયાત્રી કલ્પના ચાવલા ની યાદમાં તેમનું નવું નામકરણ કલ્પના-૧ કરવામાં આવ્યું.નાસા નાં અવકાશયાત્રી કલ્પના ચાવલાનું અંતરિક્ષ યાન કોલંબિયા દુર્ઘટનામાં અવસાન થયેલ. આ ઉપગ્રહ વેરી હાઇ રિઝોલ્યુશન રેડિયોમીટર(Very High Resolution Radiometer (VHRR)) અને ડેટા રિલે ટ્રાન્સપોન્ડર(Data Relay Transponder (DRT)) ધરાવે છે.ભારત મહાન છે.