ગુજરાતની ભૂગોળ
Appearance
ગુજરાતની ભૂગોળ મુખ્યત્વે ત્રણ ભૌગોલિક વિસ્તારો કચ્છ, સૌરાષ્ટ્ર અને તળગુજરાત એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલી છે. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ ૧,૯૬,૦૨૪ ચોરસ કિમી છે, જે ભારતમાં સાતમો ક્રમ ધરાવે છે.[૧]
પ્રાકૃતિક રચનાઓ
વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરના મત મુજબ ગુજરાતની ભૂગોળ પાંચ પાકૃત્તિક રચનાઓમાં વહેંચાયેલી છે:[૨]
- સિંધુ નદીનો મુખપ્રદેશ-અરબી સમુદ્રના મેંગ્રૂવ કચ્છના અખાત અને ખંભાતના અખાતમાં જોવા મળે છે તેમજ પાકિસ્તાનના સિંધ પ્રાંતની સરહદ નજીક પણ જોવા મળે છે.
- કાઠિયાવાડ-ગીર સૂકા જંગલો રાજ્યના પૂર્વ ભાગમાં આવેલા છે, જે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સુધી લંબાય છે. મધ્યમાં ગિરનારનું શિખર આવેલું છે. અહીંના વૃક્ષો ૨૫ મીટર સુધીની ઊંચાઇ ધરાવે છે, તેમજ કાંટાવાળી વનસ્પતિઓ જોવા મળે છે. ખેતી અને પશુચારાના કારણે આ વિસ્તારના જંગલોનું પર્યાવરણ છેલ્લી કેટલીક સદીઓથી બદલાયું છે.
- દક્ષિણ ગુજરાતમાં પશ્ચિમ ઘાટનો ઉત્તરનો ભાગ આવે છે, જે વર્ષા જંગલો જેવું વિવિધ પર્યાવરણ ધરાવે છે અને વૃક્ષોની ઊંચાઇ ૪૫ મીટર જેટલી હોય છે.
- કાઠિયાવાડનો ઉત્તરનો ભાગ તેમજ કચ્છ જિલ્લાનો કેટલોક ભાગ તેમજ રાજસ્થાન સુધીનો ભાગ કાંટાવાળી વનસ્પતિઓ ધરાવે છે.
- કચ્છનું રણ ગુજરાતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલું રણ છે.
પર્વતમાળાઓ
શિખરો
નદીઓ
દરિયા કિનારો
ગુજરાત લગભગ ૧૬૦૦ કિમી લાંબો દરિયાકિનારો ધરાવે છે. સૌરાષ્ટ્ર સિવાય બાકીનો દરિયાકિનારો લગભગ ભરતીથી રચાયેલા સપાટ વિસ્તારો ધરાવે છે અને તે ક્ષારીય કાદવ કીચડ ધરાવે છે, જે ખેતી પર ખરાબ અસર કરે છે. ગુજરાતના દરિયાકિનારે ૪૨ જેટલાં બંદરોનો વિકાસ થયો છે.[૩]
સમુદ્ર કિનારાઓ
- અહેમદપુર માંડવી સમુદ્ર કિનારો - ગુજરાતના અહેમદપુર-માંડવીમાં આવેલ સમુદ્ર કિનારો ભારતના સુંદર સમુદ્ર કિનારામાંનો એક છે.
- ચોરવાડ સમુદ્ર કિનારો - ચોરવાડ સમુદ્ર કિનારો એ ભારતના પશ્ચિમ કાંઠે આવેલ એક રમણીય સમુદ્ર કિનારો છે. તે જુનાગઢ શહેરથી ૬૬ કિમી દૂર આવેલ છે. ચોરવાડ સ્થાનીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. આ સમુદ્રકિનારે પથ્થર અને શિલાઓ આવેલ છે અને અહીં રોમાંચક વહાણ સવારી ઉપલબ્ધ છે.
- દીવ સમુદ્ર કિનારો - દીવ સમુદ્ર કિનારો એ સૌરાષ્ટ્રને કિનારે આવેલો છે અને તે ગુજરાત રાજ્ય સાથે કોઝવે દ્વારા જોડાયેલ છે. દીવ એક નિયંત્રિત ટાપુ છે અને ત્યાં વસતિ ખૂબ ઓછી છે. આથી આ જગ્યા રોજિંદી ચિંતાઓ અને તણાવથી દૂર એક શાંત જગ્યા છે.
- ગોપનાથ સમુદ્ર કિનારો - ગોપનાથ સમુદ્ર કિનારો ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલ છે. તે તળાજા તાલુકામાં આવે છે. તે ખંભાતના અખાતના કિનારે આવેલો છે અને તળાજાથી ૨૨ કિમી દૂર છે. આ કિનારો તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. ગોહીલવાડના રાજા ગોપનાથનો એક કિલ્લો અહીં અાવેલો છે.
- કચ્છ માંડવી સમુદ્ર કિનારો - કચ્છના માંડવી શહેરમાં આવેલ દરિયા કિનારો એક મહત્ત્વપૂર્ણ દરિયા કિનારો છે. ભૂજથી ૭૫ કિમી દૂર આવેલ માંડવી એક કચ્છના મહાવરાવનું ઐતિહાસિક બંદર હતું.
- ઉમરગામ સમુદ્ર કિનારો - ઉમરગામ એ મુંબઈ સૂરત રેલ્વે માર્ગથી ૬ કિમી દૂર આવેલ છે. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના પહેલા આ ક્ષેત્ર થાણે જિલ્લાનો ભાગ હતો. ઉમરગામ નારગોળ ખાડીના દક્ષિણ કિનારે આવેલો છે. બે સદી પહેલા સુધી આ એજ નાનકડું ગામ હતું જે નારગોળ બંદર અને ખાડીના ઉત્તરી કિનારે દરિયાઈ વસ્તુઓના આવાગમન માટે કેંદ્ર હતું.
- તિથલ સમુદ્ર કિનારો - આ સમુદ્રકિનારો વલસાડ શહેરથી ૫ કિમી દૂર આવેલ છે. અહીં દરિયા કિનારે એક મંદિર આવેલું છે.
બંદરો
- મુંદ્રા - ખેતપેદાશો, પેટ્રોલિયમ અને અન્ય
- કંડલા - લોખંડ, રસાયણો, પેટ્રોલિયમ પેદાશો અને અન્ય
- હજીરા - ગેસ (LNG-પ્રવાહી કુદરતી વાયુ)
- દહેજ - કોલસો, રસાયણો, ગેસ (LNG-પ્રવાહી કુદરતી વાયુ)
- ટુના / ટુના ટેકરા - કોલસા અને અન્ય સુકો સામાન
સંદર્ભ
- ↑ પ્રા. મંજુલાબેન બી. દવે-લેન્ગ. ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ (૧૦ આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૦. ISBN 978-93-81265-83-3.
- ↑ Wikramanayake, Eric; Eric Dinerstein; Colby J. Loucks; et al. (2002). Terrestrial Ecoregions of the Indo-Pacific: a Conservation Assessment. Washington, DC: Island Press.
- ↑ પ્રા. મંજુલાબેન બી. દવે-લેન્ગ. ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ (૧૦ આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૨૭-૨૮. ISBN 978-93-81265-83-3.