લખાણ પર જાઓ

વાગડ

વિકિપીડિયામાંથી
2405:204:810a:d39f:9dd0:b22d:3cc4:4145 (ચર્ચા) (ઇતિહાસ) દ્વારા ૨૩:૦૭, ૨૭ જૂન ૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

વાગડ ગુજરાતના કચ્છ જિલ્લાનો એક વિસ્તાર છે.

વ્યૂત્પત્તિ

[ફેરફાર કરો]

વાગડ શબ્દનો શાબ્દિક અર્થ હવા અને પથ્થર એવો થાય છે. એટલે કે આ વિસ્તાર હવા અને પથ્થરોનો છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

૧૧મી અને ૧૨ શતાબ્દીમાં વાગડ પર કાઠીઓનું શાસન હતું. ત્યાર બાદ અહીં સમા રજપૂતો અને જાડેજાઓનું રાજ શાસન ચાલ્યું. વાગડએ મોરબી રાજ્યનો ભાગ હતો આથી અહીંના લોકોની ભાષા કચ્છી ન હોતા ગુજરાતી ભાષાથી વધુ નજીક છે. વાગડ ૧૮૧૯માં કચ્છનો ભાગ બન્યો. તે પહેલાં અહીંના ઠાકોરો કચ્છના રાઓના પ્રખર વિરોધી હતા. []

વાગડ વિસ્તાર કચ્છનો પશ્ચિમોત્તર અને ગુજરાત વચ્ચેનો વિસ્તાર છે.[] તે મોટાભાગે રેતાળ છે.[] તેમાં રાપર, ભચાઉ, સામખીયાળી, અધોઈ, ખારોઈ વગેરે તેમજ આસપાસના વિસ્તારનો સમાવેશ થાય છે.

લોકસાહિત્યમાં

[ફેરફાર કરો]

વાગડ વિસ્તારનો ઉલ્લેખ ગુજરાતી લોકસાહિત્યના પ્રખ્યાત દુહામાં થયો છે.[]

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત.
વરખામાં વાગડ ભલો, કચ્છડો બારેમાસ.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Lyla Mehta. The Politics and Poetics of Water: The Naturalisation of Scarcity in Western. પૃષ્ઠ ૧૦૨.
  2. ૨.૦ ૨.૧ "વાગડ - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon" (અંગ્રેજીમાં). મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૮.
  3. બળવંત જાની. "દુહાની દુનિયા". મુંબઈ સમાચાર. મૂળ માંથી ૧૯ જુલાઇ ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૮.