લખાણ પર જાઓ

રાસ

વિકિપીડિયામાંથી
નવરાત્રી દરમિયાન રાસ રમતા બાળકો, બેંગ્લોર

રાસ અથવા દાંડિયા રાસ ભારતના ગુજરાત અને રાજસ્થાન રાજ્યોના લોકનૃત્યોનો એક પ્રકાર છે, અને હોળી અને રાધા-કૃષ્ણની વૃંદાવનની રાસલીલાઓ સાથે સંબંધ ધરાવે છે. નવરાત્રી દરમિયાન ગરબાની સાથે રાસ નૃત્ય પણ કરવામાં આવે છે.

"રાસ" નામ સંસ્કૃત શબ્દ રાસ પરથી આવ્યો છે. રાસનું મૂળ પ્રાચીન સમયમાંથી મળે છે, જે કૃષ્ણની રાસલીલા સાથે સંબંધિત છે.[]

સૌરાષ્ટ્રમાં સામાન્યતઃ રાસ પુરુષો રમે છે જ્યારે રાસડા માત્ર સ્ત્રીઓ કે ક્યારેક સ્ત્રી-પુરુષો જોડે રમે છે.[] રાસને સામાન્ય રીતે દાંડિયારાસ તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ રાસને દાંડિયા વગર પણ ઘણી વાર "પગના ઠેકા સાથે, હાથના હિલોળા અને અંગમરોડ સાથે" પણ રમવામાં આવે છે.[]

લેખક રજની વ્યાસના અનુસાર, "દાંડિયારાસ એ સૌરાષ્ટ્રનું સર્વોત્તમ નૃત્ય છે" અને તેના "અનેક પ્રકારો છે."[] આ નૃત્યોમાં "તેનાં ગીતોની સરળતા, ભાવવાહિતા અને આખાય સમૂહમાં ચેતન રેલાવવાની અદ્ભૂત શક્તિ છે" અને તેમાં રહેલાં "લય, ગઈત અને તરલતાને કારણે આ કલાવારસો ચિરંજીવ બન્યો છે."[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "धर्म, त्योहार और संस्कार | Garba & Dandiya-Raas:Dances and music of Navratri". RiiTi. ૨૩ સપ્ટેમ્બર ૨૦૦૬. મેળવેલ ૮ ઓગસ્ટ ૨૦૧૨.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ વ્યાસ, રજની (૧૯૯૮). ગુજરાતની અસ્મિતા. અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃ: ૨૫૩.