લખાણ પર જાઓ

મોન્ટેનીગ્રોનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
મોન્ટેનીગ્રો
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યો૧૩ જુલાઈ ૨૦૦૪
રચનાલાલ લંબચોરસ અને તેની ફરતે સોનેરી રંગની કિનાર; મધ્યમાં રાજચિહ્ન

મોન્ટેનીગ્રોનો રાષ્ટ્રધ્વજ ૨૦૦૪માં અપનાવાયો હતો પણ તેને બંધારણીય સ્વીકૃતી ૨૦૦૭માં મળી.

ધ્વજમાંનું રાજચિહ્ન ધ્વજની પહોળાઈના ૨/૩ ભાગની પહોળાઈ ધરાવે છે. તેનું અને ધ્વજનું કેન્દ્રબિંદુ એક જ હોય છે. કિનારીની પહોળાઈ ધ્વજની પહોળાઈના ૧/૨૦મા ભાગની હોય છે. ધ્વજ બે સ્વરૂપે વપરાશમાં લેવાય છે. બહાર ખુલ્લામાં ઉભો ધ્વજ અને છતની નીચે આડો ધ્વજ.

ધ્વજનો વપરાશ

[ફેરફાર કરો]

ધ્વજ કેટલીક જગ્યાઓએ હંમેશા ફરકતો રહે છે જેમ કે:

  • મોન્ટેનીગ્રોની સંસદ
  • મોન્ટેનીગ્રોના રાષ્ટ્રપતિનું ઘર

ધ્વજને ફરકાવવાના, નીચે ઉતારવાના તેમજ જાળવવાના કેટલાક સામાન્ય નિયમો છે. ધ્વજને જમીનને સ્પર્શે તે રીતે ફરકાવવાની મનાઈ છે, તે ટેબલ પર પાથરણા તરીકે, પડદા તરીકે પણ વાપરવા મનાઈ છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]