ફેબ્રુઆરી ૨૩
દેખાવ
૨૩ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૫૪મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૫૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૧૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૪૧ – ડૉ. ગ્લેન ટી. સીબોર્ગ દ્વારા પ્લુટોનિયમનું સૌ પ્રથમ ઉત્પાદન કરવામાં આવ્યું.
- ૧૯૪૭ – ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન (ISO) ની સ્થાપના કરવામાં આવી.
- ૧૯૫૪ – પોલિયોનું પ્રથમ સામૂહિક રસીકરણ પિટ્સબર્ગમાં શરૂ કરવામાં આવ્યું.
- ૧૯૮૮ – સદ્દામ હુસૈને ઉત્તરી ઈરાકમાં કુર્દ અને એસ્સીરીયન લોકો વિરુદ્ધ અંફાલ નરસંહારની શરૂઆત કરી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૦૯ – ચાંપરાજ શ્રોફ, ગુજરાતના રસાયણ ઉદ્યોગના પિતા તરીકે જાણીતા ઉદ્યોગપતિ (અ. ૧૯૬૮)
- ૧૯૬૫ – અશોક કામ્ટે, ૨૦૦૮ મુંબઈ હુમલામાં શહીદ થયેલા મુંબઈ પોલીસના પૂર્વ વિભાગ અધિક પોલીસ કમિશ્નર (અ. ૨૦૦૮)
- ૧૯૬૮ – કૃતિકા દેસાઈ ખાન, ભારતીય ફિલ્મ, થિયેટર અને ટેલિવિઝન અભિનેત્રી
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૮૧ – જલારામ બાપા, ગુજરાતમાં જન્મેલા હિંદુ સંત (જ. ૧૭૯૯)
- ૨૦૦૩ – મનહર મોદી, ગુજરાતી કવિ અને સાહિત્યકાર. (જ. ૧૯૩૭)
- ૨૦૦૪ – વિજય આનંદ, ભારતીય દિગ્દર્શક, નિર્માતા, પટકથા લેખક અને અભિનેતા (ખ. ૧૯૩૪)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૨-૧૨-૨૬ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર February 23 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |