પાણીનું પ્રદૂષણ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
જળ પ્રદૂષણ એટલે માનવની પ્રવૃત્તિઓના કારણે જયારે સરોવર, નદીઓ, મહાસાગર અને ભૂગર્ભજળ જેવાં જળસ્ત્રોતો દૂષિત થાય છે, અને તેથી આ જળાશયોમાંની વનસ્પતિઓ અને સજીવોને નુકસાન થાય છે અથવા તો નુકસાન થવાની સંભાવનાઓ સર્જાય છે તે સ્થિતિ.
પરિચય
[ફેરફાર કરો]જળ પ્રદૂષણ એ આખા વિશ્વ સંદર્ભે એક મોટી સમસ્યા છે. એવું અનુમાન છે કે જળ પ્રદૂષણ એ વિશ્વવ્યાપક સ્તરે મૃત્યુ અને રોગચાળા પાછળ રહેલું એક અગત્યનું કારણ છે, [૧][૨]અને એક ગણતરી મુજબ દરરોજ 14,000 લોકોનો જીવ લે છે.[૨] વિકાસશીલ દેશો (developing countries) તો જળ પ્રદૂષણની તીવ્ર સમસ્યાનો સામનો કરી જ રહ્યા છે પણ તે ઉપરાંત ઔદ્યોગિક દેશો (industrialized countries) પણ પ્રદૂષણની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. યુનાઈટેડ સ્ટેટ્સ (United States)માં જળ ગુણવત્તા (water quality) અંગેના તાજેતરના રાષ્ટ્રીય અહેવાલમાં નમૂના લેવામાં આવ્યા હોય તેવા 45 ટકા ઝરણાં (stream)-વહેળાના માઈલ (mile), 47 ટકા સરોવરના એકરો (acre), અને 32 ટકા ખાડી (bay) અને નદીમુખ આગળની ખાડી (estuarine)ઓના ચોરસ માઈલ (square mile) પ્રદૂષિત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં હતાં. [૩]
જયારે પાણી માનવજનક (anthropogenic) દૂષણોથી ડહોળાઈ જાય અને/અથવા જયારે તેનો મનુષ્ય માટેના પેય જળ (drinking water) તરીકે ઉપયોગ ન થઈ શકે અને/અથવા જયારે તે માછલી (fish) જેવા તેના અંગભૂત જીવ સમુદાયો ટકાવવા માટે અસમર્થ બને ત્યારે લાક્ષણિક રીતે પાણીને પ્રદૂષિત ગણવામાં આવે છે. જવાળામુખી (volcano), વડવાનલ (algae bloom), તોફાન (storm) અને ભૂકંપ (earthquake) જેવા કુદરતી ઘટનાઓના કારણે પણ જળની ગુણવત્તામાં અને તેની પર્યાવરણને લગતી સ્થિતિમાં મોટો ફેરફાર આવે છે. જળ પ્રદૂષણ પાછળ અનેક કારણો રહેલાં છે તેમ જ તે અનેક લાક્ષણિકતાઓ ધરાવે છે.
જળ પ્રદૂષણના પ્રકારો
[ફેરફાર કરો]સપાટી પરનાં જળ અને પાતાળ જળ આંતરિક રીતે સંકળાયેલાં હોવા છતાં મોટા ભાગે તેમનો એકબીજાથી અલગ હોય તેવા સ્રોત તરીકે અભ્યાસ કરવામાં આવ્યો છે તથા એકબીજાથી ભિન્ન હોય તેવા સ્રોત ગણવામાં આવ્યા છે.[૪]સપાટી પરનાં જળને પ્રદૂષિત કરતા સ્રોતોને તેમના ઉદ્ભવના આધારે સામાન્ય રીતે બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે.
ચોક્કસ સ્રોતથી થતું પ્રદૂષણ
[ફેરફાર કરો]જયારે પાઈપ (pipe) અથવા ખાડા (ditch) જેવા કોઈ સ્પષ્ટ અલગ એવા માર્ગે પરિવહન પામી, કચરો પાણીના માર્ગમાં દાખલ થાય છે ત્યારે તેને ચોક્કસ સ્રોતથી થતા પ્રદૂષણ (Point source pollution) તરીકે ગણવામાં આવે છે. સ્યૂઈજ ટ્રીટમેન્ટ (sewage treatment) પ્લાન્ટ, કારખાના (factory) અથવા શહેરની વરસાદી પાણીની ગટરો (storm drain) વગેરે જેવા સ્રોતોથી થતા વિસર્જન આ પ્રકારના પ્રદૂષણનાં ઉદાહરણ છે. યુ.એસ.નો સ્વચ્છ પાણી ધારો (Clean Water Act) આ પ્રકારના ચોક્કસ સ્રોતને નિયમન (regulatory)ના હેતુઓ માટે ઇચ્છનીય ગણાવે છે.[૫]
અચોક્કસ સ્રોતથી થતું પ્રદૂષણ
[ફેરફાર કરો]કોઈ એક ચોક્કસ સ્રોતથી વિસર્જિત ન થતું હોય તેવા ચોમેરથી કે વિસ્તૃત રીતે ભળતા કચરાને અચોક્કસ સ્રોતથી થતા પ્રદૂષણ (Non-point source) (એનપીએસ- NPS- નોન-પોઈન્ટ સોર્સ) તરીકે ગણવામાં આવે છે.મોટા ભાગે કોઈ મોટા વિસ્તારમાંથી ધીમે ધીમે એકઠા થયેલા થોડા થોડા કચરાની એકત્રિત અસર એ અચોક્કસ સ્રોતથી થતા પ્રદૂષણમાં પરિણમે છે. ઘણી વાર ખેતરો (agricultural field) અથવા જંગલ (forest)માંથી ભારે વરસાદને કારણે ફળદ્રુપ દ્રવ્યો તાણીને "(પાણી વહેવા માટે બનેલા) સપાટી પરના કાંસ (runoff)" વાટે વહેતાં વરસાદી પાણી (stormwater)ને અચોક્કસ સ્રોતથી થતા પ્રદૂષણનાં ઉદાહરણ ગણાવી શકાય.
પાર્કિંગનાં સ્થળો (parking lot), રસ્તા (road) અને ધોરી માર્ગો (highway) ધોઈને વહી જતાં પ્રદૂષિત વરસાદી પાણીને શહેરી કાંસ (urban runoff) કહેવામાં આવે છે, જેને કયારેક અચોક્કસ સ્રોતથી થતા પ્રદૂષણ હેઠળ ગણવામાં આવે છે.જો કે આ કાંસને, તેમાંથી વહેતાં વરસાદી પાણીને ચોક્કસ ઢબે વરસાદી ગટર વ્યવસ્થામાં દોરવામાં આવે છે, જે પાછળથી સ્થાનિક સપાટી પરનાં જળાશયોમાં પાઈપથી વિસર્જિત કરવામાં આવે છે, જે ચોક્કસ સ્રોતથી થતું પ્રદૂષણ છે. 1987માં સ્વચ્છ પાણી ધારામાં ચોક્કસ સ્રોતથી થતા પ્રદૂષણની વ્યાખ્યા સુધારવામાં આવી અને તેમાં મ્યુનિસિપલ વરસાદી પાણીની ગટરો/નાળા (storm sewer)ની વ્યવસ્થા તેમ જ બાંધકામ (construction) સ્થળો જેવા ઔદ્યોગિક ગંદાપાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓનો સમાવેશ કરી લેવામાં આવ્યો.[૬]
પાતાળ જળ અથવા ભૂજળ પ્રદૂષણ
[ફેરફાર કરો]પાતાળજળ અને સપાટી પરના જળ વચ્ચેનો સંબંધ જટિલ છે. પરિણામે, જેને કયારેક કચરો ભળેલું પાતાળજળ પણ કહેવામાં આવે છે તે પાતાળજળ પ્રદૂષણને, સપાટી પરનાં જળ પ્રદૂષણની જેમ વ્યાખ્યાયિત કરવું એટલું સહેલું નથી.[૪]છતાં, તેની કુદરતી લાક્ષણિકતાઓ અનુસાર, પાતાળજળના ઘટકો (aquifer) ચેપ માટે સંવેદનશીલ હોય છે, પછી ભલે આ સ્રોતો સપાટી પરનાં જળને સીધી અસર ન કરતા હોય. આથી ચોક્કસ સ્રોત અને અચોક્કસ સ્રોત જેવા પ્રકારો પણ અહીં અપ્રસ્તુત બની જાય છે. સપાટી પરનાં જળાશયોથી સેંકડો માઈલ દૂર માટી પર ઢોળાતા રાસાયણિક પદાર્થથી ભલે ચોક્કસ કે અચોક્કસ સ્રોતથી થતા પ્રદૂષણ ન સર્જાય પરંતુ તેની નીચેના તળને તો તેનાથી ચેપ લાગે જ છે. પાતાળજળ પ્રદૂષણનું પૃથક્કરણ, માટી (soil)ની લાક્ષણિકતાઓ અને જળશાસ્ત્ર (hydrology) તેમ જ પ્રદૂષકનો પોતાનો કુદરતી સ્વભાવ પર ભાર મૂકી શકે.
જળ પ્રદૂષણનાં કારણો
[ફેરફાર કરો]પાણીને પ્રદૂષિત બનાવતાં ચોક્કસ પ્રદૂષકોમાં અનેક રસાયણો (chemical) અને પૅથોજન (pathogen)ની વિશાળ શ્રેણીનો તથા ઊંચા તાપમાન અને રંગવિહીનતા જેવા ભૌતિક અથવા ઈન્દ્રિયગમ્ય ફેરફારોનો પણ સમાવેશ થાય છે.કૅલ્સિઅમ (calcium), સોડિયમ (sodium), લોહતત્ત્વ (iron), મેંગનીઝ (manganese) વગેરે જેવા ઘણા રાસાયણિક પદાર્થો અને તત્ત્વો પાણીમાં કુદરતી રૂપે હોવા સહજ છે પરંતુ સામાન્ય રીતે તેમના પ્રમાણ અથવા કેન્દ્રીકરણ (concentration) પરથી તે પાણીના કુદરતી અંગ છે કે પ્રદૂષક છે તે પારખી શકાય છે.
ઑકિસજન (Oxygen) ઘટાડતાં તત્ત્વો- જેમાં વનસ્પતિ (plant)જન્ય કચરો (દા.ત. પાંદડાં અને ઘાસ) જેવાં કુદરતી પદાર્થો પણ આવી જાય તથા માનવસર્જિત રસાયણો પણ આવે. અન્ય કેટલાક કુદરતી અને માનવજન્ય તત્ત્વો વાતાવરણ અથવા પાણીને ડહળાયેલું (turbidity) (ઘટ્ટ) બનાવે છે જે પ્રકાશને અને તેથી વનસ્પતિના વિકાસને અવરોધે છે અને કેટલીક માછલીઓની ચૂઈ (gill)ને રૂંધે છે. [૭]
મોટા ભાગના રાસાયણિક તત્ત્વો ઝેરી (toxic) હોય છે. માનવ અથવા પ્રાણીનાં શરીરમાં પૅથોજન પાણીજન્ય રોગો (waterborne diseases) પેદા કરી શકે છે. આમ્લીયતા (pH (pH) આંકમાં ફેરફાર), વિદ્યુતવાહકતા (electrical conductivity), તાપમાન અને યુટ્રોફિકેશન જેવા પાણીના મૂળભૂત બંધારણમાં ફેરફાર. પહેલાં જેનો અભાવ (scarce) હતો તેવા ફળદ્રુપ દ્રવ્યો (nutrients)થી સપાટી પરનું પાણી (surface water) ફળદ્રુપ બને (fertilization) તેને યુટ્રોફિકેશન (Eutrophication) કહેવામાં આવે છે.
પૅથોજન્સ
[ફેરફાર કરો]રોગનું મૂળ કારણ ન હોવા છતાં, કોલિફોર્મ બેકટેરિયા (Coliform bacteria) સામાન્ય રીતે જળ પ્રદૂષણ માટે સૂચક બેકટેરિયા (bacterial indicator) તરીકે જાણીતા છે.મનુષ્યમાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ સર્જતા, સપાટી પરનાં પાણીમાં મળી આવતા અન્ય કેટલાક સૂક્ષ્મજંતુ (microorganism)ઓઃ
- ક્રાયપ્ટોસ્પોરિડીયમ પારવુમ (Cryptosporidium parvum)
- ગીઅરડિયા લામ્બીયા (Giardia lamblia)
- સાલ્મોનેલ્લા (Salmonella)
- નોવોવાઈરસ (Novovirus) અને અન્ય વિષાણુ (virus)ઓ
- પરોપજીવી જંતુ (Parasitic worm)ઓ (હેલમિન્થ્સ).[૮][૯]
જો મળમૂત્ર, ઈત્યાદિ કચરા (sewage)ને પૂરતો ઉપચાર કર્યા વિના વિસર્જિત કરવામાં આવે તો તે મોટા પ્રમાણમાં પૅથોજન ઉપજાવે છે.[૧૦]ગૌણ પ્રક્રિયા (secondary treatment) કરતાં ઊતરતી કક્ષાનો સ્યૂઈજ પ્લાન્ટ બનાવવામાં આવે ત્યારે આમ બનવું સંભવ છે (અવિકસિત અથવા ઓછા વિકસિત દેશોમાં આવું વધુ જોવા મળે છે).વિકસિત દેશોના જૂનાં શહેરોમાં જીર્ણ થયેલી માળખાકીય સુવિધાઓ (infrastructure) નબળી પડી હોય અને ગટર વ્યવસ્થામાં (મળમૂત્ર ઇત્યાદિ લઈ જતા પાઈપ, પમ્પ અથવા વાલ્વમાં) ભંગાણ અથવા કાણાં પડ્યાં હોય ત્યારે ગટર ઉભરાવા (sanitary sewer overflow)ના બનાવો બને છે. ઘણાં શહેરોમાં વરસાદી પાણી અને મળમૂત્ર ઈત્યાદિની ગટરો જોડાયેલી (combined sewer) હોય છે, જેના પરિણામે વરસાદી તોફાનોમાં સારવાર થયા વિનાનો કચરો સીધો જ વિસર્જિત થઈ જાય તેવું બની શકે છે. [૧૧]
પાળેલાં પશુધન (livestock)ની યોગ્ય રીતે સારસંભાળ લેવામાં ન આવે તો પણ પૅથોજન વિસર્જિત થઈ શકે છે.
રાસાયણિક અને અન્ય પ્રદૂષકો
[ફેરફાર કરો]પ્રદૂષકોમાં સજીવ (organic) અને નિર્જીવ (inorganic) તત્ત્વોનો સમાવેશ થઈ શકે છે.
પાણીના સજીવ પ્રદૂષકોમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ
- કપડાં ધોવાનો પાવડર (Detergents)
- રાસાયણિક રીતે જંતુરહિત/ચેપરહિત (disinfected) બનાવાયેલાં પેય જળ (drinking water)માં કલોરોફોર્મ (chloroform) જેવી જંતુરહિત રસાયણની આડપેદાશ (Disinfection by-product) જોવા મળે છે.
- ખાદ્ય ઉત્પાદન વ્યવસ્થા (Food processing)/એકમોમાંથી પેદા થતા કચરામાં ઑકિસજન ખેંચતા તત્ત્વો, ચરબી અને ગ્રીસ હોઈ શકે છે.
- જંતુવિનાશક (Insecticide) અને ન જોઈતી વનસ્પતિઓના નાશ માટેની દવા (herbicide), ખૂબ મોટી માત્રામાં ઓર્ગનોહૅલિડ (organohalide) અને અન્ય રાસાયણિક સંયોજનો (chemical compounds)
- પેટ્રોલિયમ (Petroleum) હાઈડ્રોકાર્બન્સમાં પેટ્રોલ (gasoline), ડીઝલ (diesel fuel), જેટ અને ખનિજ તેલ (fuel oil) જેવાં ઈંધણો તેમ જ ઊંજણ અને ઈંધણના જવલન (combustion)ની આડપેદાશોનો સમાવેશ થાય છે, જે વરસાદી પાણી (stormwater)ના કાંસ (runoff)માં ભળે છે.[૧૨]
- વૃક્ષ કાપવાની કામગીરી (logging)માં વેરાયેલા ઝાડ (Tree)-પાન અને ઝાંખરાનો કચરો
- અયોગ્ય સંગ્રહસ્થાનમાંથી ઔદ્યોગિક સૉલ્વન્ટ (solvent) જેવા હવામાં ઊડી જતાં સજીવ સંયોજનો (Volatile organic compounds). કલોરિનમિશ્રિત સૉલ્વન્ટ્સ (Chlorinated solvent) પાણીમાં ભળે નહીં તેવા ગાઢ પ્રવાહી (ડીએનએપીએલ-DNAPL (DNAPL)) હોય છે. આ કલોરિનમિશ્રિત સૉલ્વન્ટ્સ જો ઢોળાય તો જળાશયોના તળિયે ભેગા થાય છે, કારણ કે તે પાણીમાં ભળતા નથી તથા પ્રમાણમાં ગાઢા હોય છે.
- અંગત સ્વચ્છતા (hygiene) અને સૌંદર્યવર્ધક પ્રસાધનો (cosmetic)ને લગતાં ઉત્પાદનોમાં વિવિધ રાસાયણિક સંયોજનો જોવા મળ્યાં છે.
પાણીના નિર્જીવ પ્રદૂષકોમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ
- અૌદ્યોગિક એકમોમાંથી ફેંકાતો કચરો (મુખ્યત્વે વીજમથકો (power plants)માંથી ફેંકાતો સલ્ફર ડાયોકસાઈડ (sulfur dioxide)) અમ્લીયતા (Acidity)નું કારણ બને છે.
- ખાદ્યઉત્પાદન એકમોમાંથી એમોનિયા (Ammonia) કચરારૂપે ફેંકાય છે.
- ઔદ્યોગિક આડપેદાશો રૂપે રાસાયણિક કચરો (Chemical waste)
- ખેતરો (agriculture) તેમ જ વ્યાપારી અને રહેણાંક માટેના વિસ્તારોમાંથી વહેતા વરસાદી પાણીમાં નાઈટ્રેટ (nitrates) અને ફોસ્ફેટ (phosphate) જેવાં ખાતર (Fertilizer)માં મળી આવતાં રસાયણો જોવા મળે છે.[૧૨]
- શહેરમાંથી નીકળતા વરસાદી પાણી (urban stormwater runoff)[૧૨][૧૩]માં તણાઈ આવતા મોટર વાહનો (motor vehicle)નો ભારે ધાતુઓ (Heavy metals)નો ભંગાર તથા ઍસિડ માઈન ડ્રેનેજ (acid mine drainage)
- વહી આવતા વરસાદી પાણીમાં ચાલુ બાંધકામ (construction)ના સ્થળો પરથી, વૃક્ષ કાપવાની કામગીરી (logging)થી પેદા થયેલો કચરો, ઝાડી-ઝાંખરા કાપો અને બાળો (slash and burn) જેવી પ્રચલિત પદ્ધતિઓ અથવા જમીન સાફ કરવાથી પેદા થયેલો કચરો જેવા કાંપ (Silt) અને અન્ય પાણીને તળિયે બેસી જાય તેવો ધૂળ અને અન્ય જૈવિક કચરો (sediment) તણાઈ આવે છે.
શહેરી વરસાદી પાણીના સંદર્ભે અથવા ખુલ્લા દરિયામાં મળી આવતો દરિયાઈ કાટમાળ (marine debris)ના સંદર્ભે, પાણીને પ્રદૂષિત કરતી જોઇ શકાય તેવી મોટી ચીજવસ્તુઓ- બૃહદ્દર્શી પ્રદૂષણ- માટે "તરતો કચરો" એવો શબ્દ વાપરી શકાય, જેમાં નીચેના પ્રકારની વસ્તુઓનો સમાવેશ થઈ શકેઃ
- લોકોએ જે નકામી વસ્તુઓ (Trash) (દા.ત. કાગળ, પ્લાસ્ટિક અથવા વધેલો/બગડી ગયેલો ખોરાક) જમીન પર બહાર ફેંકી દીધી હોય, તે વરસાદ (rainfall)માં ધોવાઈને વરસાદી પાણીની ગટરો (storm drain)માં અને પછી ત્યાંથી સપાટી પરનાં પાણીના સ્રોતોમાં વિસર્જિત થાય છે.
- નર્ડલ (Nurdle) એટલે નાની, સર્વવ્યાપક એવી પાણીની પ્લાસ્ટિકની થેલીઓ.
- મોટાં, જર્જરિત વહાણોનો કાટમાળ (Shipwreck)
જળ પ્રદૂષકોનું પરિવહન અને રાસાયણિક પ્રતિક્રિયાઓ
[ફેરફાર કરો]મોટા ભાગના જળ પ્રદૂષકો સમય જતાં નદીઓ થકી મહાસાગરમાં ઠલવાતા હોય છે. જલશાસ્ત્ર પરિવહન મૉડલો (hydrology transport model)ના ઉપયોગથી હાથ ધરાયેલા અભ્યાસો દર્શાવે છે કે વિશ્વના કેટલાક ભાગોમાં તેનો પ્રભાવ જયાંથી શરૂઆત થઈ હોય તેનાથી સેંકડો માઇલ દૂર પણ જોવા મળતો હોય છે.પાણીમાં આ પ્રદૂષકોનું શું થાય છે તેનું પરીક્ષણ કરવા માટે વિશ્વભરમાં અનેક સ્થળોએ એસડબલ્યુએમએમ (SWMM) (SWMM) અથવા ડીએસએસએએમ (DSSAM) (DSSAM Model) જેવા વધુ સક્ષમ કમ્પ્યૂટર મૉડલો (computer model)ના ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, ન્યૂ યોર્કની ખાડી (New York Bight)માં પ્રદૂષકોનું શું થાય છે તેનો અભ્યાસ કરવા માટે કૉપપોડ્સ (copepods) જેવી સૂચક ફિલ્ટર ફિડિંગ (filter feeding) જાતિઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. હડસન નદી (Hudson River)ના મુખ પાસે સૌથી વધુ વિષ (toxin)કારક દ્રવ્યો નહોતા જોવા મળ્યા, પણ તેની 100 કિ.મી. દક્ષિણે જોવા મળ્યા હતા, કારણ કે પાણીમાં પ્લેંકટોનિક (plankton) ટીસ્યુનો સમાવેશ થતા થોડા દિવસો લાગે છે.કોરીઓલિસ ફોર્સ (coriolis force)ને કારણે હડસન નદીનો દરિયામાં વિસર્જિત થતો પ્રવાહ કિનારે કિનારે દક્ષિણમાં વહે છે. વધુ દક્ષિણમાં જતા ત્યાં ઑકિસજન ખેંચનારા (oxygen depletion) વિસ્તારો આવે છે. આ વિસ્તારોમાં ઑકિસજન વાપરનારા રસાયણો અને શેવાળના મૃત કોષો અને તેના વિઘટનને કારણે પેદા થતા પોષક દ્રવ્યો (nutrient)ના કારણે થતી શેવાળની અતિવૃદ્ધિ (algae bloom)થી ઑકિસજનની ખેંચ સર્જાય છે.નાની માછલી કૉપપોડ્સ (copepods) આરોગે, પછી એ નાની માછલીને મોટી માછલી આરોગે, આમ આહાર-સાંકળમાં વિષ આગળ વધતું જાય. જેના પરિણામે માછલીઓ અને ઝીંગા કે છીપમાં રહેતા પ્રાણી (shellfish)ઓના મૃત્યુ નોંધાયા છે. આહાર-સાંકળમાંના આવા પ્રત્યેક પગથિયે આહારમાં ભારે ધાતુઓ (heavy metals) (દા.ત. પારો (mercury)) અને ડીડીટી(DDT) (DDT) જેવા નિરંતર સજીવ પ્રદૂષકો (persistent organic pollutants)નું કેન્દ્રીકરણ વધતું જાય છે. આ ઘટનાને બાયોમેગ્નેફિકેશન કહેવામાં આવે છે. કયારેક બાયોએકયુમ્યુલેશનની અદલાબદલીમાં પણ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
મહાસાગરમાંના વિશાળ ચક્રવાતી (ગાઈરે (gyre)) વમળો (vortex) દરિયામાં તરતા પ્લાસ્ટિકના ભંગાર (plastic debris)ને ફાંસે છે. ઉદાહરણ તરીકે, ઉત્તર પૅસિફિક ગાઈરે (North Pacific Gyre)એ હવે ટેકસાસના ક્ષેત્રફળ કરતાં 100 ગણા મોટા કહેવાતા "મહાન પૅસિફિક કચરાના થીંગડા (Great Pacific Garbage Patch)"માં આવો કચરો એકઠો કર્યો છે. લાંબું આયુષ્ય ધરાવતા આવા ઘણા ટુકડાઓ છેવટે દરિયાઈ પક્ષીઓ અને દરિયાઈ પ્રાણીઓના પેટમાં જઈને અટકે છે. એનાથી પશુપંખીઓના પાચનતંત્રમાંના આંતરડામાં અવરોધ ઊભો થાય છે અને છેવટે તે ખૂબ ઓછો ખોરાક લઈ શકાય અથવા તો લગભગ ભૂખે મરવું પડે તેવી સ્થિતિ સર્જે છે.
લાંબા સમય સુધી ભૂજળ (groundwater) અથવા જળાશય/સરોવરમાં રહેવાથી ઘણા રસાયણો પાણી સાથે પ્રતિક્રિયા કરી વિઘટન (decay) પામે છે અથવા તેમનું રાસાયણિક બંધારણ બદલાય છે. આ પ્રકારનાં રસાયણોમાં ટ્રાઈકલોરોઈથિલિન (trichloroethylene) (ઈલેકટ્રોનિકસ ઉત્પાદન અને ઔદ્યોગિક ધાતુ તેલવિહીન બનાવવા માટે વપરાય છે) અને ટેટ્રાકલોરોઈથિલિન (tetrachloroethylene) (જે ડ્રાયકિલનિંગ ઈન્ડસ્ટ્રીમાં વપરાય છે) જેવા કલોરિનમિશ્રિત હાઈડ્રોકાર્બન્સ (chlorinated hydrocarbons)નો સમાવેશ થાય છે. (જો કે એ નોંધવું જોઈએ કે હવે ડ્રાયકિલનિંગ માટે વપરાતા આધુનિક પ્રવાહી કાર્બન ડાયોકસાઈડ તમામ પ્રકારના રસોયણોના ઉપયોગને ટાળે છે.) આ બંને રસાયણો જે ખુદ કાર્સિનજિન્સ (carcinogens) છે તે આંશિક રીતે વિઘટન પામે છે અને તેમ કરીને નવા નુકસાનકારક રસાયણોમાં પરિણમે છે. (ડાયકલોરોઈથિલિન અને વાઈનિલ કલોરાઈડ પણ તેમાં સમાવિષ્ટ છે.)
સપાટી પરના જળ પ્રદૂષણ કરતાં ભૂતળનું જળ પ્રદૂષણ દૂર કરવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે ભૂતળના જળ જોઈ ન શકાય તેવા અનેક ભૂજળ માર્ગોએ (એકિવફર (aquifer)) ખૂબ લાંબું અંતર કાપી શકતાં હોય છે.ચીકણી માટી (clay) જેવા કેટલાક બિનછિદ્રાળુ એકિવફર માત્ર સાદી નિતાર પ્રક્રિયા (શોષવું અને ગાળવું), મોળા પાડવું અને કેટલાક કિસ્સાઓમાં રાસાયણિક પ્રતિક્રિયાઓ અને જૈવિક પ્રક્રિયાઓથી, પાણીને આંશિક રીતે બૅકટેરિયાથી શુદ્ધ બનાવે છે. જો કે કેટલાક કિસ્સાઓમાં, જળ પ્રદૂષકો માત્ર જમીનના પ્રદૂષકો (soil contaminant)માં ફેરવાઈ જતા હોય છે. તિરાડો અને ગુફાઓ/ભોંયરા (caverns)ઓમાંથી પસાર થતું ભૂતળનું પાણી ગળાઈને શુદ્ધ બનતું નથી અને લગભગ સપાટી પરના પાણીની જેમ જ વહન પામે છે. કારસ્ત (Karst) ભૌગોલિક વિસ્તારોમાં બન્યું છે તેમ, આવી કુદરતી ખાલી જગ્યા (sinkhole)ઓનો કચરો ધરબવા માટે ઉપયોગ કરવાના માણસના વલણથી આ સમસ્યા વધુ વકરી શકે તેમ છે.
મૂળ પ્રદૂષકમાંથી નહીં, પરંતુ વ્યુત્પન્ન પરિસ્થિતિના કારણે અનેક વિવિધ ગૌણ અસરો ઊભી થાય છે.આવી કેટલીક ગૌણ અસરોઃ
- માટીથી ડહોળાયેલું સપાટી પરનું વરસાદી વહેણ (સપાટી પરના કાંસ) (surface runoff), પ્રકાશના કિરણોને પાણીમાં પ્રવેશતા અવરોધે છે, અને પરિણામે પાણીની વનસ્પતિઓમાં પ્પ્રકાશસંશ્ર્લેષણ (photosynthesis)ની ક્રિયા અવરોધાય છે.
- ઉષ્ણતા સંબંધી (થર્મલ) પ્રદૂષણ (Thermal pollution) માછલીઓનું મૃત્યુ પ્રેરી શકે છે અને નવી થર્મોફિલિક (thermophilic) જાતિઓ દ્વારા આક્રમણ પ્રેરી શકે છે. જે વળી પાછી પ્રવર્તમાન પ્રાણીસૃષ્ટિ માટે સમસ્યાઓ ઊભી કરે છે.
જળ પ્રદૂષણનું પ્રમાણ માપવું
[ફેરફાર કરો]એક જાડી ગણતરી પ્રમાણે જળ પ્રદૂષણનું અમુક મુખ્ય પદ્ધતિઓ દ્વારા પૃથક્કરણ થઈ શકેઃ ભૌતિક, રાસાયણિક અને જીવવિજ્ઞાની. મોટા ભાગની પદ્વતિઓમાં પાણીના નમૂના એકત્રિત કરવા આવશ્યક છે, જેના પર પછી વિશિષ્ટ કસોટીઓ/પરીક્ષણો કરી વિશ્ર્લેષણ કરવામાં આવે છે. અમુક પદ્ધતિઓમાં, કોઈ પણ પ્રકારના નમૂના વિના, ઈન સિટુ(in situ) (in situ) નક્કી કરવામાં આવે છે, જેમ કે તાપમાન (temperature). તદ્દન ભિન્ન (જગ્યાઓએ કરવામાં આવેલી) કસોટીઓના પરિણામોને સરખાવવામાં સરળતા રહે તે માટે સરકારી એજન્સીઓ અને સંશોધન સંસ્થાઓએ કસોટી માટેની નિયત, પ્રમાણભૂત પદ્ધતિઓ પ્રકાશિત કરી છે. [૧૪]
નમૂના લેવા
[ફેરફાર કરો]પ્રદૂષકની લાક્ષણિકતાઓને અને જરૂરી ચોકસાઈને ધ્યાનમાં રાખીને ભૌતિક અને રાસાયણિક પરીક્ષણ માટે પાણીના નમૂના એકત્રિત કરવાની વિવિધ પદ્ધતિઓ છે. અમુક દૂષણ/ભેળસેળની ઘટનાઓ ચોક્કસપણે અમુક સમય સાથે, સૌથી સામાન્ય પણે ચોમાસા સાથે બંધાયેલી હોય છે. આ કારણોસર, લેવાયેલા નમૂના ઘણી વાર અપૂરતા હોય, યોગ્ય પ્રમાણમાં પ્રદૂષકો ન ધરાવતા હોય તેવું બની શકે છે.આ પ્રકારના નમૂના એકઠા કરવા માટે વિજ્ઞાનીઓ સ્વચાલિત સાધનનો ઉપયોગ કરે છે જે ગમે ત્યારે થતા પાણીના વધારાના નમૂના ખેંચે છે અથવા વિસર્જન / ખાલી થવા (discharge)ના અંતરાલો વખતે નમૂના લે છે.
પાણીના જીવવિજ્ઞાની પરીક્ષણ માટે જળાશયના સપાટી પરના પાણીમાંથી વનસ્પતિઓ અને/અથવા પ્રાણીઓના નમૂના પણ લેવા રહે છે. મૂલ્યાંકનના પ્રકારના આધારે, જે-તે વનસ્પતિ-જીવોને જીવ સર્વેક્ષણ (biosurvey) (તેમનો વસતિ આંક) માટે અલગ તારવ્યા બાદ તેમને પાછા જળાશયોમાં મૂકી દેવામાં આવે છે; અથવા તો તેમની વિષકારકતા (toxicity) નિશ્ચિત કરતા જીવ આલોચના (bioassay)ઓ માટે તેમને ચીરવામાં આવે છે.
ભૌતિક પરીક્ષણ
[ફેરફાર કરો]સામાન્ય ભૌતિક પરીક્ષણોમાં પાણીનું તાપમાન, ઘન કેન્દ્રીકરણ અને તેનું ડહોળાયેલાપણું માપવામાં આવે છે.
રાસાયણિક પરીક્ષણ
[ફેરફાર કરો]વિશ્ર્લેષણાત્મક રસાયણશાસ્ત્ર (analytical chemistry)ના સિદ્ધાન્તો અનુસાર પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરી શકાય. સજીવ અને નિર્જીવ એમ બંને પ્રકારનાં સંયોજનો માટે પ્રકાશિત થઈ હોય તેવી ઘણી પરીક્ષણ-પદ્ધતિઓ મોજૂદ છે. વારંવાર વપરાતી પદ્ધતિઓમાં pH (pH), જીવ રાસાયણિક ઑકિસજન માંગ (biochemical oxygen demand) (BOD), રાસાયણિક ઑકિસજન માંગ (chemical oxygen demand) (COD), પોષક દ્રવ્યો (નાઈટ્રેટ (nitrate) અને ફોસ્ફરસ (phosphorus) બંધારણો), ધાતુઓ (તાંબુ (copper), ઝિંક (zinc), કૅડમિઅમ (cadmium), સીસું (lead) અને પારો (mercury)), તેલ અને તૈલીય પદાર્થો, કુલ પેટ્રોલિયમ હાઈડ્રોકાર્બન્સ (TPH) અને જંતુનાશકો (pesticide)ના પ્રમાણને માપવામાં આવે છે.
જીવવિજ્ઞાન સંબંધી પરીક્ષણ
[ફેરફાર કરો]જીવવિજ્ઞાન સંબંધી પરીક્ષણમાં વનસ્પતિ, પ્રાણીઓ અને/અથવા પાણીમાંના જીવતંત્ર (aquatic ecosystem)નું સ્વાસ્થ્ય સૂચવતાં સૂક્ષ્મજીવોનું પરીક્ષણ કરવામાં આવે છે.
જળ પ્રદૂષણ પર નિયંત્રણ
[ફેરફાર કરો]ઘરગથ્થુ કચરો-મળમૂત્ર ઈત્યાદિ.
[ફેરફાર કરો]શહેરી વિસ્તારોમાં, ઘરગથ્થુ કચરો-મળમૂત્ર ઇત્યાદિને લાક્ષણિક ઢબે કેન્દ્રીકૃત સ્યુઈજ ટ્રીટમેન્ટ (sewage treatment) પ્લાન્ટમાં મોકલીને તેના પર પ્રક્રિયા કરવામાં આવે છે. અમેરિકામાં મોટા ભાગના આવાં એકમો, સ્થાનિક સરકારી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ મ્યુનિસિપલ ટ્રીટમેન્ટ પ્લાન્ટો વિશેષરૂપે, રૂઢિગત પ્રદૂષકો (conventional pollutant) : બીઓડી (BOD) અને પાણીમાં તરતા ઘનપદાર્થોને નિયંત્રિત કરે તે પ્રકારે બનાવવામાં આવ્યા હોય છે.આવી સુ-આયોજિત અને સુ-સંચાલિત (એટલે કે ગૌણ પ્રક્રિયા અથવા તેથી વધુ માટે સક્ષમ) વ્યવસ્થાઓ પાણીમાંથી આ પ્રકારના 90 ટકા કે તેથી વધુ પ્રદૂષકોને દૂર કરે છે.કેટલાક એકમોમાં (પ્લાન્ટમાં) પોષક દ્રવ્યો અને પૅથોજન્સને લેવા માટે વધારાની પેટા-વ્યવસ્થા હોય છે. મોટા ભાગના મ્યુનિસિપલ એકમો, ઔદ્યોગિક ગંદાપાણીમાં મળી આવતા ઝેરી પ્રદૂષકો પર પ્રક્રિયા કરવા માટે સક્ષમ હોતા નથી. [૧૫]
જે શહેરોમાં ગટરો ઉભરાતી હોય અથવા તો જોડાયેલી ગટરો ઉભરાતી હોય પ્રક્રિયા કર્યા વિનાનું ગંદુ પાણી વિસર્જિત થતું અટકાવવા કે ઓછું કરવા માટે એક અથવા વધુ એન્જિનિયરિંગ (engineering) અભિગમ અપનાવી શકે છે, જેમ કેઃ
- સમગ્ર તંત્રમાં વરસાદી પાણીના નિકાલ અંગેની વ્યવસ્થાપન ક્ષમતા સુધારવા માટે ગ્રીન માળખાકીય સુવિધાઓ (green infrastructure) અંગેના અભિગમનો ઉપયોગ કરવો.[૧૬]
- ચૂતાં હોય તેવાં અને બરાબર ધાર્યું કામ ન આપતાં હોય તેવાં સાધનોને સમારવા અને બદલવા.[૧૧]
- સ્યૂઈજ એકત્રિત કરતી વ્યવસ્થાની એકંદર હાઈડ્રોલિક (hydraulic) ક્ષમતા વધારવી (મોટા ભાગે આ વિકલ્પ ઘણો ખર્ચાળ હોય છે).
જે ઘર અથવા ધંધાકીય એકમ, મ્યુનિસિપલ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સુવિધાઓથી વંચિત હોય તે પોતાને ત્યાં વ્યકિતગત મળ-ટાંકી (septic tank) બનાવી શકે છે. આ મળ-ટાંકી મળમૂત્ર/ગંદાપાણીને સ્થળ પર જ પ્રક્રિયા કરી માટીમાં વિસર્જિત કરે છે. વૈકલ્પિક ધોરણે, ઘરગથ્થુ ગંદુ પાણી નજીકના ખાનગી ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર પણ મોકલી શકાય (દા.ત. ગામડાંઓ માટે આ શકય છે).
ઔદ્યોગિક ગંદું પાણી
[ફેરફાર કરો]જયારે કેટલાક ઔદ્યોગિક એકમોમાંથી સામાન્ય ઘરગથ્થુ કચરા જેવું જ ગંદું પાણી નીકળે છે, જેના પર મ્યુનિસિપલ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રક્રિયા કરી શકાય છે. જે ઔદ્યોગિક એકમો સારા એવા પ્રમાણમાં રૂઢિગત પ્રદૂષકો (દા.ત. તેલ અને અન્ય તૈલીય પદાર્થો), ઝેરી પ્રદૂષકો (દા.ત. ભારે ધાતુઓ, હવામાં ઊડી જતા સજીવ સંયોજનો) અથવા ઍમોનિયા જેવા અન્ય અરૂઢિગત પ્રદૂષકો ધરાવતું ગંદું પાણી કાઢે છે તેમના માટે વિશિષ્ટ ટ્રીટમેન્ટ વ્યવસ્થાઓની આવશ્યકતા રહે છે. આ પ્રકારની કેટલીક સુવિધાઓમાં, પહેલાં એ ગંદા પાણીમાંથી ઝેરી તત્ત્વો દૂર કરવા માટેની પ્રિ-ટ્રીટમેન્ટ (પ્રક્રિયા કરતાં પહેલાંની) ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ આ આંશિક રીતે પ્રક્રિયા કરેલા ગંદા પાણીને મ્યુનિસિપલ એકમોમાં મોકલવામાં આવે છે. જે ઔદ્યોગિક એકમો ખૂબ મોટા જથ્થામાં આવું ગંદું પાણી કાઢે છે, તેઓ તેમના ઉદ્યોગના સ્થળ પર જ, તેમની પોતાની વિશિષ્ટ પ્રક્રિયા (ટ્રીટમેન્ટ) વ્યવસ્થાઓ ઊભી કરે છે.
પ્રદૂષણ નિવારણ (pollution prevention) નામની એક પ્રક્રિયાના ઉપયોગથી લઘુત્તમ પ્રદૂષકો પેદા થાય કે પછી બિલકુલ પ્રદૂષકો પેદા ન થાય તે પ્રકારે પોતાની ઉત્પાદન વ્યવસ્થાઓની ફેરગોઠવણી કરવામાં કેટલાંક ઔદ્યોગિક એકમોએ સફળતા મેળવી છે.
ખેતીમાં પેદા થતું ગંદું પાણી
[ફેરફાર કરો]અચોક્કસ સ્રોતથી થતા પ્રદૂષણ પર નિયંત્રણ
યુનાઈટેડ સ્ટેટ્સ (United States)માં ખેતરોમાંથી ધોવાઈ જતી ધૂળ (Sediment) (બંધાયેલી નહીં એવી છૂટ્ટી માટી (soil)) એ ખેતીથી થતું સૌથી મોટું પ્રદૂષણ છે.[૭]
ખેડૂતો જમીનનું ધોવાણ નિયંત્રિત કરતાં પગલાં (erosion control) લઈને પોતાના ખેતરનું ધોવાણ અટકાવી શકે તથા ખેતરમાં માટી રોકી રાખી શકે.
ઢાળ પર વાવણી (contour plowing), પાકના મૂળ લીલાં ઘાસ-પાંદડાંથી ઢાંકવા (mulch), પાક ફેરબદલ (crop rotation), બારમાસી (perennial) પાક વાવવા અને નદી કાંઠા પર ધક્કા (riparian buffer) બનાવવા એ જમીનનું ધોવાણ અટકાવવા માટેની સામાન્ય પદ્ધતિઓ છે.[૧૭]:pp. 4-95–4-96
પાકને પૂરતાં પોષક તત્ત્વો આપવા માટે ખેતરમાં નાઈટ્રોજન (nitrogen) અને ફોસ્ફરસ (phosphorus)ના તત્ત્વો ધરાવતું ધંધાદારી ખાતર (fertilizer) આપવાની પદ્ધતિ ઘણી પ્રચલિત છે, તે સિવાય છાણિયું ખાતર (manure) અથવા પ્રક્રિયા થયેલું મ્યુનિસિપલ કે ઔદ્યોગિક ગંદા પાણીનો કે ગંદા પાણીના ગાળ/નિતારનો છંટકાવ પણ કરવામાં આવે છે.પાકના અવશેષો (crop residue), સિંચાઈ (irrigation)ના પાણી, આસપાસની કુદરતી પ્રાણીસૃષ્ટિ (wildlife) અને વાતાવરણમાં જામતા થર (atmospheric deposition) થકી પણ પોષક દ્રવ્યો વરસાદી પાણીના વહેણમાં દાખલ થઈ શકે છે. [૧૭]:p. 2-9પોષક તત્ત્વોના વધુ પડતા ઉપયોગને રોકવા માટે ખેડૂતો જાતે પોતાના ખેતર સાપેક્ષે પોષક તત્ત્વોના વ્યાવસ્થાપન (nutrient management)નું આયોજન વિકસાવીને અમલમાં મૂકી શકે છે.[૧૭]:pp. 4-37–4-38
જંતુનાશકોની ઝેરી અસરોને લઘુત્તમ બનાવવા માટે ખેડૂતો સંકલિત જંતુ વ્યવસ્થાપન (Integrated Pest Management)ની (જૈવિક જંતુનિયંત્રકો (biological pest control) જેવી) પદ્ધતિઓનો ઉપયોગ કરીને જંતુઓ પર નિયંત્રણ જાળવી શકે છે, રાસાયણિક જંતુનાશકો પરનું આલંબન ઘટાડી શકે છે અને પાણીની ગુણવત્તાનું રક્ષણ કરી શકે છે.[૧૮]
ચોક્કસ સ્રોતથી આવતા ગંદા પાણી પર પ્રક્રિયા
અમેરિકામાં, ખૂબ મોટા જથ્થામાં પશુધન (livestock) ધરાવતાં અને ખેતર કારખાના (factory farm) જેવાં મરઘાં-બતકાં પાળવા (poultry)નો વ્યવસાય ધરાવતા ખેતરોને એકત્રિત પ્રાણીઓને ખોરાક આપવાની કામગીરી તરીકે અથવા બંધન/અટકાયતમાં રખાયેલાં પ્રાણીઓને ખોરાક આપવાની કામગીરી તરીકે ઓળખવામાં આવે છે, જેમણે સતત વધતાં જતાં સરકારી નિયમનો (regulation)નું પાલન કરવું રહે છે.[૧૯][૨૦]
પ્રાણીઓનાં છાણ-મૂત્રના પાતળા રગડા (slurries)નો ખેતરમાં છંટકાવ કરતાં પહેલાં તેના પર સામાન્ય રીતે નાનાં ખારા સરોવરમાં પ્રક્રિયા કરવામાં આવે છે.
ઍનારૉબિક ખારાં સરવરો (anaerobic lagoons)ની જેમ, પ્રાણીઓના છાણ-મૂત્રના કચરા પર પ્રક્રિયા કરવા માટે ઘણી વાર બાંધકામ કરેલી ભીની જમીન (Constructed wetland)નો પણ ઉપયોગ કરવામાં આવે છે.
કેટલાંક પ્રાણીઓનાં છાણ-મૂત્રના પાતળા રગડા સાથે પરાળ (straw) કે ઘાસ મિશ્ર કરીને ઊંચા તાપમાને તેમાંથી ખાતર (compost) બનાવવામાં આવે છે, જે જીવાણુરહિત અને સહેલાઈથી માટીમાં ભળી જાય તેવું હોવાથી જમીન સુધારણા માટે વાપરવામાં આવે છે.
ચાલુ બાંધકામના સ્થળ પરથી વહેતું પાણી
[ફેરફાર કરો]ચાલુ બાંધકામ સ્થળો પરથી ધૂળ અને અન્ય કચરો નીચેની પદ્ધતિથી અટકાવવામાં આવે છેઃ
- લીલાં ઘાસ-પાંદડાંનું આવરણ (mulch) અને હાઈડ્રોસિડિંગ (hydroseeding) જેવી પદ્ધતિઓથી જમીનનું ધોવાણ નિયંત્રિત (erosion control) કરી શકાય છે, અને
- ધૂળના ઊંડા હોજ (sediment basin) અને કાંપ અટકાવતી વાડ (silt fence) જેવી પદ્ધતિઓથી ધૂળ નિયંત્રણ (sediment control).[૨૧]
મોટર માટેના ઈંધણ અને રેતી-ચૂનાના ધોવાણ જેવા ઝેરી રસાયણોના વિસર્જનને નીચેની પદ્વતિઓથી રોકી શકાયઃ
- ઢોળાતું કે વેરાતું નિવારવાના અને નિયંત્રણના આયોજનો, અને
- વિશેષ રૂપે ડિઝાઈન કરવામાં આવેલાં પાત્રો (ઉદાહરણ તરીકે રેતી-કપચી-ચૂનાના ધોવાણ માટેના) તથા ઢળવું કે ઊભરાવું નિયંત્રિત કરતા અને બીજી તરફ વાળતાં માળખાંઓ. [૨૨]
શહેરી કાંસ (વરસાદી પાણી)
[ફેરફાર કરો]શહેરી કાંસ વાટે વહેતા વરસાદી વહેણના અસરકારક નિયંત્રણમાં, વરસાદી વહેણનો વેગ અને પ્રવાહ ઓછા કરવા તેમ જ તેમાં પ્રદૂષકો ભળતાં અટકાવવા, એ મુખ્ય બાબતો છે. શહેરી કાંસ વાટે વહેતા વરસાદી પાણીની અસરો ઓછી કરવા માટે સ્થાનિક સરકારો વિવિધ પ્રકારની વરસાદી પાણીના વ્યવસ્થાપન માટેની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.યુ.એસ.માં આ પદ્ધતિઓને શ્રેષ્ઠ વ્યવસ્થાપન પદ્ધતિઓ (best management practices) (બીએમપી- BMPs) કહેવામાં આવે છે. આ પદ્ધતિઓ પાણીના જથ્થાને નિયંત્રિત કરવા પર ભાર મૂકે છે, જયારે અન્ય પદ્ધતિઓ પાણીની ગુણવત્તા પર અને કેટલીક પદ્ધતિઓ બંને બાબતો પર ભાર મૂકે છે. [૨૩]
ઓછો પ્રભાવ ઊભો કરતી પદ્ધતિઓ (low impact development), લીલાં છાપરાં (green roof) નાખવા તથા રસાયણો(દા.ત. મોટર ઈંધણ અને ઊંજણ, જંતુનાશકો અને ખાતરો)-ના સંભાળપૂર્વકનો ઉપયોગ પ્રદૂષણ નિવારણ માટેની પદ્ધતિઓમાં સામેલ છે.[૨૪] વરસાદી વહેણ ઓછું/હળવું કરવા માટે ક્રમિક પ્રસરણ કુંડો (infiltration basin), જીવ-અવરોધ (bioretention) વ્યવસ્થાઓ, બાંધકામ કરેલી ભીની જમીનો, મલાવરોધ કુંડો (retention basin) અને એ પ્રકારનાં બીજાં સાધન/પદ્વતિઓનો ઉપયોગ થાય છે. [૨૫][૨૬]
નિયામક માળખું
[ફેરફાર કરો]છેલ્લા કેટલાક દસકાઓમાં, વિકસિત દેશોમાં જળ પ્રદૂષણ કચડી નાખવા માટેના પ્રયત્નો અને વૈધાનિક જોગવાઈઓ સૌથી પહેલાં ચોક્કસ સ્રોતોથી થતા પ્રદૂષણો પણ કેન્દ્રિત રહી.મોટા કારખાનાં અને સ્યુઈજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા પ્રદૂષણ માટેના ઘણા બધા ચોક્કસ સ્રોતોને અસરકારક રીતે નિયમન હેઠળ લાવ્યા બાદ, મ્યુનિસિપલ અને ઔદ્યોગિક ગંદા પાણીના નિકાલ અને અચોક્કસ સ્રોતથી થતા પ્રદૂષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. [૨૭]
યુનાઈટેડ કિંગડમ્
[ફેરફાર કરો]યુકે (UK)માં જમીન પરથી પસાર થતા પાણીના રસ્તા(કાંસ)ને સંરક્ષવા અંગેના સર્વસામાન્ય કાયદા (common law) અધિકારો (નાગરિક અધિકારો) છે. છેક 16મી સદીમાં પણ ત્યાં જળ-પ્રદૂષણ અંગે ફોજદારી કાયદાઓ અસ્તિત્વમાં હતા, પરંતુ જયાં સુધી રિવર્સ અધિનિયમ (પ્રદૂષણ નિવારણ માટેનો કાયદો) 1951 - 1961 ઘડાયો નહીં ત્યાં સુધી જળ પ્રદૂષણ પર કોઈ પ્રકારનું વ્યવસ્થિત નિયંત્રણ અમલમાં નહોતું. આ કાયદાઓ પણ કંટ્રોલ ઓફ પોલ્યુશન ઍકટ 1984 થકી વધુ મજબૂત અને વિસ્તૃત બનાવવામાં આવ્યા અને એ પછી પણ અનેક બીજા કાયદાઓ થકી તેમાં સુધારા-વધારા કરવામાં આવ્યા.તળાવ, સરોવર, નદી, ભૂતળના જળ અથવા દરિયાના પાણીને કોઈ પણ રીતે પ્રદૂષિત કરવા અથવા તો યોગ્ય અધિકાર વિના આ પ્રકારના જળાશયોમાં કોઈ પણ પ્રવાહી વિસર્જિત કરવું એ એક ફોજદારી ગુનો બને છે. ઈંગ્લૅન્ડ અને વૅલ્સમાં માત્ર પર્યાવરણ સંસ્થા (Environment Agency) અને સ્કોટલૅન્ડમાં એસઈપીએ (SEPA) (SEPA) જ આ પ્રકારની પરવાનગી જારી કરી શકે છે.
યુનાઈટેડ સ્ટેટ્સ
[ફેરફાર કરો]19મી સદીના ઉત્તરાર્ધમાં, યુએસએ (USA)માં જળ પ્રદૂષણ બાબતે ઊભી થયેલી ચિંતાને પરિણામે રાજયમાં પ્રદૂષણ-વિરોધી કાયદાઓ ઘડવામાં આવ્યા, જેના ભાગરૂપે 1899માં ફેડરલ લેજિસલેશન ઘડવામાં આવ્યા. 1899નો રિફયુઝ એકટ (Refuse Act) ઓફ ફેડરલ રિવર્સ એન્ડ હાર્બર્સ એકટ (Rivers and Harbors Act of 1899), પહેલેથી પરવાનગી મેળવ્યા સિવાય રાષ્ટ્રની કોઈ પણ નાવ્ય નદીઓ, તળાવો, ઝરણાંઓ અને અન્ય નાવ્ય જળાશયો અથવા આ જળાશયોની ઉપનદીમાં કોઈ પણ પ્રકારનો નકામો કચરો-મળ-એંઠવાડ નાખવા પર બંધી ફરમાવે છે. 1948માં પસાર થયેલો વોટર પોલ્યુશન કંટ્રોલ એકટ (Water Pollution Control Act) અનુસાર જળ પ્રદૂષણ ઘટાડવાની સત્તા સર્જન જનરલ (Surgeon General)ને આપવામાં આવી છે. જો કે, આ કાયદાના કારણે પ્રદૂષણમાં મહત્ત્વનો કહેવાય તેવો કોઈ ઘટાડો થયો નહીં.
જળ પ્રદૂષણ નિયંત્રણ અંગે લોકોની વધતી જતી જાગૃતિ અને ચિંતાથી પ્રેરાઈને 1972માં, કૉંગ્રેસે (Congress) જળ પ્રદૂષણ ધારાને મહત્ત્વના ફેરફારો કરી ફરીથી ઘડ્યો. સામાન્ય રીતે સ્વચ્છ પાણી ધારો (ક્લિન વોટર એક્ટ- CWA) (Clean Water Act) (સીડબલ્યુએ) નામે જાણીતા, 1972ના ફેડરેલ વોટર પોલ્યુશન કંટ્રોલ એકટના સુધારા વડે ચોક્કસ સ્રોતથી થતા પ્રદૂષણને નિયંત્રિત કરતી પાયાની વહીવટી રચનાઓ ઊભી કરવામાં આવી.[૨૮] યુનાઈટેડ સ્ટેટ્સ પર્યાવરણ સંરક્ષણ સંસ્થા (EPA) (United States Environmental Protection Agency)ને, ઔદ્યોગિક અને મ્યુનિસિપિલ સ્યુઈજ ટ્રીટમેન્ટ પ્લાન્ટો માટે ગંદા પાણીનાં માનાંકો પ્રકાશિત/જાહેર કરવાની અને તેનું પાલન કરાવવાની આ કાયદાએ ફરજ પાડી. આ ઉપરાંત, ઈપીએ (EPA)તથા યુનાઈટેડ સ્ટેટ્સ સપાટી પરનાં જળાશયોમાં પાણીની ગુણવત્તા અંગેના માનાંકો (water quality standards)/ધારાધોરણો જાહેર કરે તેવો આગ્રહ પણ આ કાયદાએ ચાલુ રાખ્યો. મ્યુનિસિપલ સ્યુઈજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે મુખ્ય જાહેર નાણાંના ઉપયોગ અંગે પણ અધિકાર વણી લીધો. જો કે, 1972ના સ્વચ્છ પાણી ધારામાં, અચોક્કસ સ્રોતથી થતા પ્રદૂષણના નિયંત્રણ માટે આ પ્રકારની કોઈ કાયદાકીય જોગવાઈઓની જરૂર જણાઈ નહીં.
1987માં, જળ ગુણવત્તા ધારો ઘડીને કૉંગ્રેસે સ્વચ્છ પાણી ધારાને વધુ વિસ્તૃત સ્વરૂપ આપ્યું.[૨૯] આ સુધારાઓએ મ્યુનિસિપલ અને ઔદ્યોગિક ગંદા પાણીના વિસર્જનને ચોક્કસ સ્રોતથી થતા પ્રદૂષણ હેઠળ ઠેરવ્યા, અને આ સુવિધાઓએ વિસર્જન માટે પરવાનગી લેવાનું ઠેરવવામાં આવ્યું. 1987ના કાયદા હેઠળ મ્યુનિસિપલ ટ્રીટમેન્ટ પ્રોજેકટો માટે જાહેર નાણાંની જોગવાઈઓને પણ ફરીથી ગોઠવવામાં આવી તથા અચોક્કસ સ્રોતથી થતા પ્રદૂષણ માટેના નિદર્શન કાર્યક્રમ માટે ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી.સ્વચ્છ પાણી ધારામાં થતા રહેલા સુધારાઓ-ઉમેરાઓમાં 2002માં ઘડાયેલા ગ્રેટ લેકસ લેગસિ એકટ(મહાન તળાવોની વારસા-જાળવણી ધારો)નો પણ સમાવેશ થાય છે. [૩૦]
આ પણ જોશો
[ફેરફાર કરો]- પાણીનું વિષવિદ્યા વિજ્ઞાન (Aquatic toxicology)
- સાંસ્કૃતિક યુટ્રોફિકેશન (Cultural eutrophication)
- તેલ ઢોળાવાના બનાવ (Oil spills)
- દરિયાઈ કાટમાળ (Marine debris)
- દરિયાઈ પ્રદૂષણ (Marine pollution)
- કાગળ પ્રદૂષણ (Paper pollution)
- ટોચનું પાણી (Peak water)
- ટ્રોફિક સ્ટેટ ઈન્ડેકસ (Trophic state index)
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Pink, Daniel H. (April 19, 2006). "Investing in Tomorrow's Liquid Gold". Yahoo.
- ↑ ૨.૦ ૨.૧ West, Larry (March 26, 2006). "World Water Day: A Billion People Worldwide Lack Safe Drinking Water". About. મૂળ માંથી ડિસેમ્બર 27, 2016 પર સંગ્રહિત. મેળવેલ જૂન 15, 2009.
- ↑ યુનાઈટેડ સ્ટેટ્સ પર્યાવરણ સંરક્ષણ સંસ્થા (યુનાઈટેડ સ્ટેટ્સ એન્વાયર્મેન્ટલ પ્રોટેકશન એજન્સી - ઈપીએ (EPA))વોશિંગ્ટન, ડી.સી.રાષ્ટ્રીય જળ ગુણવત્તા યાદીઃ 2002ના સમયગાળા માટે કૉંગ્રેસને અહેવાલ - એક રૂપરેખા." સંગ્રહિત ૨૦૦૯-૧૧-૦૩ ના રોજ વેબેક મશિનઑકટોબર 2007. તથ્ય પૃષ્ઠ નં. ઈપીએ (EPA) 841-F-07-003.
- ↑ ૪.૦ ૪.૧ યુનાઈટેડ સ્ટેટ્સનું ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (યુએસજીએસ- USGS)ડેન્વેર, સીઓ.પાતાળ જળ અને સપાટી પરના જળઃ એક જ સ્રોત." યુએસજીએસ (USGS) પરિપત્ર 1139. 1998.
- ↑ સ્વચ્છ પાણી ધારો, વિભાગ 502(14), ઢાંચો:USC (14).
- ↑ સ્વચ્છ પાણી ધારો, કલમ 402 (પી), ઢાંચો:USC
- ↑ ૭.૦ ૭.૧ યુ.એસ. ઈપીએ(EPA). " ખેતરોમાંથી કાંસ વાટે વહેતાં વરસાદી પાણીથી, પાણીની ગુણવત્તાને બચાવવી." તથ્ય પૃષ્ઠ નં. ઈપીએ (EPA)-841-F-05-001. માર્ચ 2005.
- ↑ યુએસજીએસ (USGS). રેસ્ટોન, વીએ. "પાણીની ગુણવત્તા અંગેની પ્રવેશિકા."FS-027-01.માર્ચ 2001.
- ↑ સ્ચુએલેર, થોમસ આર. " સૂક્ષ્મજીવો અને શહેરી જલવિભાજકોઃ કેન્દ્રીકરણ, સ્રોતો અને રસ્તાઓ." સંગ્રહિત ૨૦૦૯-૦૩-૧૯ ના રોજ વેબેક મશિન"જલવિભાજક સંરક્ષણની પદ્ધતિ/પ્રયોગ" સંગ્રહિત ૨૦૦૮-૧૨-૨૩ ના રોજ વેબેક મશિન નામે પુનર્મુદ્રણ. 2000.જલવિભાજક સંરક્ષણ કેન્દ્ર ઈલ્લીકોટ સિટિ, એમડી.
- ↑ યુ.એસ. ઈપીએ (EPA). " પાણીમાં મળમૂત્ર, ઈત્યાદિ કચરાથી સંબંધિત માંદગી." સંગ્રહિત ૨૦૦૬-૦૪-૨૭ ના રોજ વેબેક મશિન2009-02-20ના પ્રવેશ.
- ↑ ૧૧.૦ ૧૧.૧ યુ.એસ. ઈપીએ (EPA). " કૉંગ્રેસ માટે અહેવાલઃ સીએસઓઝ (CSOs) અને એસએસઓઝ(SSOs)ની અસરો અને નિયંત્રણ." સંગ્રહિત ૨૦૦૭-૦૯-૧૮ ના રોજ વેબેક મશિનઑગસ્ટ 2004. દસ્તાવેજ ક્રમાંકઃ ઈપીએ(EPA)-833-R-04-001.
- ↑ ૧૨.૦ ૧૨.૧ ૧૨.૨ G. Allen Burton, Jr., Robert Pitt (2001). Stormwater Effects Handbook: A Toolbox for Watershed Managers, Scientists, and Engineers. New York: CRC/Lewis Publishers. ISBN 0-87371-924-7. મૂળ માંથી 2009-05-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-15.CS1 maint: uses authors parameter (link)પ્રકરણ 2.
- ↑ સ્ચુએલેર, થોમસ આર. " કેલિફોર્નિયામાં ધાતુના ઢગલાઓનો મુખ્ય સ્રોત મોટરગાડીઓ છે." સંગ્રહિત ૨૦૦૯-૦૩-૧૯ ના રોજ વેબેક મશિન"જલવિભાજક સંરક્ષણની પદ્ધતિ/પ્રયોગ" સંગ્રહિત ૨૦૦૮-૧૨-૨૩ ના રોજ વેબેક મશિન નામે પુનર્મુદ્રણ. 2000.જલવિભાજક સંરક્ષણ કેન્દ્ર ઈલ્લીકોટ સિટિ, એમડી.
- ↑ ઉદાહરણ તરીકે, જુઓ કલેસસેર્લ, લિઓનોર એસ. ( તંત્રી), ગ્રીનબર્ગ, આર્નોલ્ડ ઈ. ( તંત્રી), ઈએટોન, એન્ડ્રુ ડી. ( તંત્રી).પાણી અને નકામા પાણીના પરીક્ષણ માટેની નિયત પદ્ધતિઓ (20મી આવૃત્તિ) અમેરિકન પબ્લિક હેલ્થ એસોસિએશન, વોશિંગ્ટન, ડી.સી. આઈએસબીએન (ISBN) 0-87553-235-7.આ પ્રકાશન સીડી-રોમ પર તથા લવાજમ ભરવાથી ઓન-લાઈન ઉપલબ્ધ છે.
- ↑ યુ.એસ. ઈપીએ (EPA) (2004). " મ્યુનિસિપલ ગંદાપાણી પરની પ્રક્રિયા માટેની પદ્ધતિઓ અંગેની પ્રવેશિકા." સંગ્રહિત ૨૦૦૯-૦૫-૧૦ ના રોજ વેબેક મશિન દસ્તાવેજ ક્રમાંક ઈપીએ (EPA) 832-R-04-001.
- ↑ યુ.એસ. ઈપીએ(EPA). " ગ્રીન માળખાકીય સુવિધાને લગતા અભ્યાસ કરવા યોગ્ય દાખલાઓઃ ફિલાડેલફિયા." સંગ્રહિત ૨૦૦૯-૦૫-૧૫ ના રોજ વેબેક મશિન ડિસેમ્બર 9, 2008.
- ↑ ૧૭.૦ ૧૭.૧ ૧૭.૨ ઈપીએ(EPA). " ખેતરો પરથી થતા અચોક્કસ સ્રોતના પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે રાષ્ટ્રીય વ્યવસ્થાપનનાં પગલાં." સંગ્રહિત ૨૦૦૯-૦૭-૧૭ ના રોજ વેબેક મશિન જુલાઈ 2003. દસ્તાવેજ ક્રમાંક- ઈપીએ (EPA)-841-B-03-004
- ↑ ઈપીએ(EPA). " સંકલિત જંતુ નિયંત્રણ/વ્યવસ્થાપન માટેના સિદ્ધાન્તો." સંગ્રહિત ૨૦૧૫-૦૮-૧૦ ના રોજ વેબેક મશિન માર્ચ 13, 2008.
- ↑ ઈપીએ(EPA). " પ્રાણીઓને ખોરાક આપવાની કામગીરી." સંગ્રહિત ૨૦૧૦-૦૬-૦૮ ના રોજ વેબેક મશિનડિસેમ્બર 15, 2008.
- ↑ આઈઓવાનો કુદરતી સંસાધનોનો વિભાગ દેસ મોઈનેસ, આઈએ. " આઈઓવામાં પ્રાણીઓને ખોરાક આપવાની કામગીરી." 2009-03-05ના ઉપયોગ.
- ↑ પર્યાવરણ અને સંરક્ષણ માટેનો ટેન્નીસ્ઝી વિભાગ. નાશવિલે, ટીએન. " જમીન ધોવાણ અને ધૂળ નિયંત્રણ માટેની ટેન્નીસ્ઝી માર્ગદર્શિકા." 2002.
- ↑ યુ.એસ. ઈપીએ (EPA) (2006). "ચાલુ બાંધકામના સ્થળ પરથી વહેતા વરસાદી પાણીનું નિયંત્રણ." સંગ્રહિત ૨૦૦૯-૦૬-૧૮ ના રોજ વેબેક મશિન વરસાદી પાણીની શ્રેષ્ઠ વ્યવસ્થાપન પદ્ધતિઓની રાષ્ટ્રીય યાદી.
- ↑ યુ.એસ. ઈપીએ (EPA) (1999). " શહેરી વરસાદી પાણીના શ્રેષ્ઠ વ્યવસ્થાપન માટેની પદ્ધતિઓની માહિતીના પ્રાથમિક મુખ્ય મુદ્દા. સંગ્રહિત ૨૦૧૦-૦૮-૦૨ ના રોજ વેબેક મશિન પ્રકરણ 5. દસ્તાવેજ ક્રમાંક ઈપીએ (EPA)-821-R-99-012.
- ↑ ઈપીએ(EPA). " તથ્ય પૃષ્ઠઃ લૉ ઈમ્પેકટ ડેવલપમેન્ટ અને અન્ય ગ્રીન ડિઝાઈન વ્યૂહનીતિઓ." સંગ્રહિત ૨૦૧૩-૧૨-૦૭ ના રોજ વેબેક મશિન ઑકટોબર 9, 2008.
- ↑ કેલિફોર્નિયા સ્ટ્રોમ વોટર કવોલિટી એસોસિએશન. મેન્લો પાર્ક, સીએ. " વરસાદી પાણીની શ્રેષ્ઠ વ્યવસ્થાપન પદ્ધતિ(બીએમપી -BMP) માટેની માર્ગદર્શિકાઓ." 2003.
- ↑ ન્યૂ જર્સીનો પર્યાવરણ સંરક્ષણ વિભાગ. ટ્રેન્ટોન, એનજે. " ન્યૂ જર્સીની વરસાદી પાણીના શ્રેષ્ઠ વ્યવસ્થાપન માટેની પદ્વતિઓની માર્ગદર્શિકા." એપ્રિલ 2004.
- ↑ કૉપલૅન્ડ, કલાઉડિયા. "વરસાદી પાણી માટેની પરવાનગીઓઃ ઈપીએ (EPA)ના નિયંત્રક કાર્યક્રમની સ્થિતિ." સંગ્રહિત ૨૦૦૯-૦૫-૦૮ ના રોજ વેબેક મશિનયુનાઈટેડ સ્ટેટ્સ કૉંગ્રેશનલ રિસર્ચ સર્વિસ, વોશિંગ્ટન, ડીસી. 1998. સીઆરએસ (CRS) અહેવાલ ક્રમાંક 97-290 ENR.
- ↑ Pub.L. 92-500,ઓક્ટોબર 18, 1972. ઢાંચો:USC et seq.
- ↑ Pub.L. 100-4, ફેબ્રુઆરી 4, 1987.
- ↑ Pub.L. 107-303, નવેમ્બર 27, 2002
બાહ્ય લિન્ક
[ફેરફાર કરો]- ReportPollution.com- વહાણોમાંથી ફેલાતા પ્રદૂષણની ખબર કરો
- www.black-tides.com- તેલ ઢોળાવાથી સર્જાતા પ્રદૂષણ અંગે, વિશેષ રૂપે યુવાનો માટેની શૈક્ષણિક સાઈટ
- ઓસન પોલ્યુશન ટોપિકસ સંગ્રહિત ૨૦૧૭-૧૨-૩૧ ના રોજ વેબેક મશિન - વુડ્સ હોલે ઓસેનોગ્રાફિક ઈન્સ્ટિટયૂશન
- ઈપીએ (EPA) કેઝ્યુઅલ એનાલિસિસ/ડાયગ્નોસિસ ડિસિઝન ઈન્ફર્મેશન સિસ્ટમ (સીએડીડીઆઈએસ-CADDIS) - સ્ટ્રેસર આઈડેન્ટીફિકેશન
- નેચરલ રિસોર્સિસ ડિફેન્સ કાઉન્સિલ (એનઆરડીસી-NRDC): જળ પ્રદૂષણ પરનાં નિરીક્ષણો, સમાચારો અને અહેવાલો સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૭ ના રોજ વેબેક મશિન
- ટ્રબ્લ્ડ વોટર્સઃ નેશનલ જિઓગ્રાફિક/પીબીએસ(PBS)ના "ધરતી પરના વિચિત્ર દિવસો"ના ઍપિસોડ અને વેબસાઈટ
- દક્ષિણ ઓસ્ટ્રલિયામાં જળ ગુણવત્તા સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન - પર્યાવરણ સુરક્ષા ઑથોરિટી (દક્ષિણ ઓસ્ટ્રલિયા)
- ચેમેટ્કો દ્વારા મિસ્સીસિપીની ઉપનદી લોંગ લેકમાં જળવાયેલા પ્રદૂષણના મૂળ કિસ્સાનો અભ્યાસ સંગ્રહિત ૨૦૦૭-૧૦-૧૧ ના રોજ વેબેક મશિન
- ભયગ્રસ્ત પાણીઃ જંતુનાશક પ્રદૂષકો, જંતુનાશકોની પાર
- ભવિષ્યમાં પાણીની તંગી અને તેની પરિણામી અસરો (સ્લાઈડ શો) સંગ્રહિત ૨૦૦૯-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
- જળ સ્રોતો અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ પરની ગ્રંથસૂચિ - પિસ પૅલેસ લાયબ્રેરી
- ડીડબલ્યુઈએલ(DWEL) સંગ્રહિત ૨૦૦૯-૦૨-૧૭ ના રોજ વેબેક મશિન- ડિજિટલ વોટર એજયુકેશન લાયબ્રેરી, એનએસડીએલ(NSDL)માં તેની એન્ટ્રી જોવી. [૧][હંમેશ માટે મૃત કડી]
- યુરોપમાં જમીન અને જળ વ્યવસ્થાપન માટેનું પૉર્ટલ - મૂળભૂત રીતે યુરોપિયન કમિશન દ્વારા નાણાકીય સહયોગ મેળવતો, જમીન અને પાણી સંબંધિત વિષયો અને પ્રદૂષિત જમીન, માટી અને પાણીના વ્યવસ્થાપનના વિષયોને પણ સમાવતો સ્વતંત્ર માહિતી ગેટવે.