લખાણ પર જાઓ

નાયર

વિકિપીડિયામાંથી

નાયર (મલયાલમ: നായര്‍, , જે નૈયર [] કે મલયાલા ક્ષત્રિય [][] તરીકે જાણીતા છે), તે ભારતના રાજ્ય કેરળની હિંદુની એક અગ્ર જાતિનું નામ છે. 1792માં બ્રિટિશ દ્વારા જીત્યા પહેલા, કેરળ રાજ્યમાં તે નાનું, સામંતી રાજ્ય તરીકે જોડાયેલું હતું, જેમાંથી પ્રત્યેક શાહી અને કુલીન વંશમાં, નાગરિક સેના, અને સૌથી વધુ ભૂમિ સંચાલકો માટે નાયર અને સંબંધિત જાતિઓથી જોડાયેલા લોકોને પસંદ કરવામાં આવતા હતા.[] રાજકારણ, સરકારી સેવા, ચિકિત્સા, શિક્ષણ, અને કાયદામાં નાયરો આગળ પડતા હતા.[] નાયરો કેરળના શાસકો, યોદ્ધાઓ, અને મધ્ય વર્ગના જમીનદારો તરીકે સંસ્થાપિત હતા (ભારતની આઝાદીના પહેલા).


નાયરો પરંપરાગતરીતે માતૃવંશીય હતા, એટલે કે તેઓના પરિવારના મૂળને પરિવારની મહિલાઓના માધ્યમથી શોધી શકાતા હતા. બાળકોને તેમની માતાની સંપત્તિ વારસામાં મળતી. તેમના કૌટુંબિક એકમમાં, જે સભ્યો સંયુક્ત રૂપે સંપત્તિ મેળવી હોય, જેમાં ભાઈઓ અને બહેનો, તેમના બાળકો, અને તેમની દીકરીઓના બાળકોનો સમાવેશ થતો હતો. સૌથી વુદ્ધ માણસ સમૂહનો કાનૂની વડા હતો અને તેના પરિવારજનો તેને કર્નવાર કે તરવાડુના રૂપમાં સન્માન આપતા હતા. દરેક રાજ્યો વચ્ચે લગ્ન અને નિવાસસ્થાનોના નિયમો અલગ અલગ હતા.[]


નાયરો પોતાના લડાયક ઇતિહાસ માટે જાણીતા છે, જેમાં કલરીપયટ્ટુમાં તેમની ભાગીદારી અને મામનકમ કર્મકાંડમાં નાયર યોદ્ધાઓની ભૂમિકા સમાવિષ્ટ છે. નાયરોને બ્રિટિશ સરકાર દ્વારા લડાયક જાતિ[][][][૧૦] તરીતે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા, અને બ્રિટિશ લશ્કરમાં મોટા ભાગના લોકો નાયરો હતા, બ્રિટિશ સત્તા તરફથી તેમને ધણા પુરસ્કારો પણ મળ્યા હતા, પણ વેલુ થમ્પી દલવાના નેતૃત્વ હેઠળ બ્રિટિશરો વિરુદ્ધ બળવો પોકાર્યા બાદ તેમને બ્રિટિશ ભારતીય લશ્કરમાં ઓછી સંખ્યામાં મૂકવામાં આવ્યા.[૧૧] 1935 સુધી, તિરુવિતમકૂર નાયર પટ્ટાલમ (ત્રાવણકોર રાજ્ય નાયર લશ્કર)માં ખાલી નાયરોને જ ભરતી કરવામાં આવતા હતા, જેમાં પછીથી નાયર ના હોય તેવા લોકને પણ તેમાં જોડાવામાં આવ્યા.[૧૧] આ રાજ્ય બળને (જેને નાયર બ્રિગેડ તરીકે પણ ઓળખાતું હતું), આઝાદી પછી ભારતીય સેનામાં સમાવવામાં આવ્યું અને તે ભારતીય સેનાની સૌથી જૂની બટાલિયન, 9મી બટાલિયન મદ્રાસ રેજિમેન્ટ બની ગઇ.


સામંત ક્ષત્રિય કોલતીરી અને ત્રાવણકોર રાજ્યોમાં[૧૨] નાયર વારસો[૧૩] છે. ઝમોરિન રાજા એક સામન્તન નાયર[૧૨] હતા અને કન્નૂરના અરક્કાલ રાજ્યમાં પણ, જે કેરળ ક્ષેત્રનું એકમાત્ર મુસ્લિમ રાજ્ય હતું, તેના પણ રાજાના મૂળ નાયર હતા.[૧૪][૧૫][૧૬] ત્રાવણકોરના એટ્ટુવેટિલ પિલ્લમાર અને કોચીનના પલિયાત અચન જેવા નાયર સામંતી પરિવાર ભૂતકાળમાં અત્યંત પ્રભાવશાળી અને સત્તારૂઢ દળો પર ખુબ જ અસર કરનારા હતા.

વ્યુત્પત્તિશાસ્ત્ર

[ફેરફાર કરો]

નાયર શબ્દની વ્યુત્પત્તિશાસ્ત્રમાં બે વ્યાખ્યાઓ છે. પહેલી વ્યાખ્યા મુજબ નાયર શબ્દ સંસ્કૃત શબ્દ નાયક ની વ્યુત્પન્ન છે, જેનો અર્થ નેતા થાય છે. સંસ્કૃત શબ્દ નાયક દક્ષિણ ભારતમાં અલગ અલગ રીતે દેખવામાં આવે છે (તમિલનાડુમાં નાયકન/નાઇકર , કર્ણાટક અને મહારાષ્ટ્રમાં નાયક , આંધ્ર પ્રદેશમાં નાયુડૂ ) અને મલયાલમમાં નાયર શબ્દ નાયક શબ્દનો ભ્રષ્ટ સ્વરૂપ હોઇ શકે તેવું પણ સૂચન છે.[૧૭][૧૮][૧૯] બીજી વ્યાખ્યા એ છે કે નાયર શબ્દ નાગર (નાગ લોકો)નું ભ્રષ્ટ સ્વરૂપ હોય.

ઉત્પત્તિના સિદ્ધાંતો

[ફેરફાર કરો]
ચિત્ર:LakshmiPillaiKochama.jpg
નાયર સ્ત્રી (ત્રાવનકોરના મહારાજા વિસખમ થ્રીરુનલ શ્રી રામ વર્માના પત્ની અરુમના આમ્માચી પનપોલ્લી અમ્મા શ્રીમતી લક્ષ્મી પીલઇ કોચ્ચમ્મા)
ચિત્ર:Ettuveedan.jpg
ઇટ્ટુવેટીલ પીલ્લામરના નાયર સામંત વડા

નાયરોના વિષયમાં પ્રારંભિક વર્ણનોના ઉલ્લેખ મુજબ નાયર (નાગર) નાગા રાજ્ય દ્વારા મહાભારતના સમયમાં કુરુક્ષેત્ર યુદ્ઘમાં ભાગ લેવા માટે મોકલવામાં આવેલ સર્પ જાતિના યોદ્ધાઓના વંશજ છે (સ્ત્રોતોની સૂચિમાં કુલ આઠ નાગોને ગણવામાં આવે છે - વાસુકી, અનંત, તક્ષક, સંગપાલ, ગુલિકા, મહાપદ્મ, સરકોટા, અને કર્કોટકા. નાયરો માટે શ્રી પદ્મનાભસ્વામી મંદિરનું વિશેષ મહત્વ છે. કારણકે તેને અનંત નો નિવાસસ્થાન માનવામાં આવે છે અને નાયરોનો દાવો છે કે આ મંદિરમાં વિશેષ શક્તિઓ છે[૨૦][૨૧]). યુદ્ધ પછી, તેમનો સામનો પરશુરામથી થયો હતો, જેને નાગોનો વિનાશ કરવાની શપથ લીધી હતી, કારણ કે તે ક્ષત્રિય હતા. નાગોએ તેમની જાતને માનવ સ્વરૂપમાં બદલી લીધી, તેમના પવિત્ર દોરાઓને કાપી નાખ્યા, અને યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયા. ઈ.સ.પૂ બીજી સદીમાં જ્યારે શક કે ઇન્ડો-સીદીયા લોકોએ ભારત પર હુમલો કર્યો, ત્યારે ઉત્તરી ભારતમાં કેટલાક નાગા સીદીયામાં મળી ગયા. તેમણે માતૃપ્રધાન સમાજવ્યવસ્થા, બહુપતિત્વ અને અન્ય સીદીયા પરંપરાઓને અપનાવી લીધી.[૨૨] ઉત્તર પ્રદેશના નૈનીતાલની નજીક અહિછત્રમાં નાગા-સીદીયા જનજાતિને 345 એડી (AD)માં કદંબ રાજવંશના રાજા મયૂરવર્માએ તેમના અન્ય બ્રાહ્મણ પૂજારીઓની સાથે ઉત્તરી કર્ણાટકના શિમોગમાં વસવા માટે આમંત્રિત કર્યા.[૨૩][૨૪][૨૫]

તેઓએ દક્ષિણ તરફ સ્થળાંતર કર્યું અને મલબાર પહોંચ્યા, જ્યાં તેઓએ વિલ્લવરોની સાથે યુદ્ધ કરીને તેમને હરાવ્યા. ત્યારબાદ તેમણે મલબાર અને તુલુ નાડુ[૨૬]માં પોતાનું રાજ્ય સ્થાપ્યું છેલ્લે નાગા ત્રાવણકોર આવ્યા, જે ભારતનો દક્ષિણનો મોટો ભાગ છે. અત્યારે પણ મન્નારસાલા (ત્રાવણકોર)માં પવિત્ર સર્પકાવુ (સાપનું ઉપવન) આવેલું છે, જે એક નાયર પરિવારની માલિકીનું છે, જેમના પૂર્વજોની વિષે તેવી માન્યતા છે કે તે એજ નાગા સાપ છે જેને ભગવાન કૃષ્ણ અને અર્જુન દ્વારા ખાંડવ વન (હાલ પંજાબમાં)ના દહનના સમયે છોડવામાં આવ્યો હતો.[૨૭]

પૌરાણિક કથાઓ સિવાય, નાયરોને નાગવંશી ક્ષત્રિયોના વંશજ માનવામાં આવે છે, જેમણે આગળ ઉત્તરથી કેરળની બાજુએ સ્થનાંતર કર્યું હતું.[૨૮] ડૉ. કે. કે. પિલ્લઇના મત મુજબ, નાયરોના વિષયમાં પહેલો સંદર્ભ, 9મી સદી ના એક શિલાલેખમાં મળી આવે છે.[૨૯]

નાયરોને આ રીતે વર્ણવામાં આવ્યા હતા:

A race caste who do not owe their origin to function, although, by force of example, their organization is almost equally rigid, and they are generally identified with particular trades or occupations. These race caste communities were originally tribes, but on entering the fold of Hinduism, they imitated the Hindu social organization, and have thus gradually hardened to castes.[૩૦]

અનેક સમાજશાસ્ત્રીઓના મતે નાયર કેરળના મૂળ વતની નથી, કારણ કે તેઓના અનેક રિવાજો અને પરંપરાઓ અન્ય કેરળવાસીઓ કરતા અલગ છે. પૌરાણિક કથાઓના આધાર પ્રમાણેની એક પરિકલ્પના છે કે નાયર લોકો નાગ છે, જે નાગ રાજવંશ (નાગવંશ)થી[૩૧][૩૨] જોડાયેલા ક્ષત્રિય છે, જેમણે પોતાના પવિત્ર દોરાઓને નીકાળી દઇ અને પ્રતિશોધી પરશુરામના ક્રોધથી બચવા માટે દક્ષિણની બાજુએ પલાયન કર્યું હતું. રોહિલખંડમાં નાગાના મૂળ એક વિચાર તરફ સૂચન કરે છે.[૩૩] નાગની પૂજાના સંબંધમાં નાયર સમુદાયનો લગાવ, યૌદ્ધા હોવાનો તેમનો ભૂતકાળ, અને પવિત્ર દારોઓની અનઉપસ્થિતિ આ સિદ્ધાંતને સમર્થન પૂરું પાડે છે. તે સિવાય, ત્રાવણકોર રાજ્યની પરિચય પુસ્તિકામાં ઉલ્લેખ છે કે કેરળમાં નાગની પૂજા કરવાવાળા નાગા જરૂરથી હયાત હતા જેમણે સહમતિ થવા સુધી નમ્બૂથીરીસની સાથે લડાઇ કરી. નાયરોની ઇન્ડો-સીદીયા (શક) મૂળના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને સાથે જ નાગોની સાથે પણ તેમને જોડવામાં આવે છે.[૩૪][૩૫][૩૬]

તમિલ ગ્રંથોની વ્યાખ્યા કરનાર ચટ્ટામ્પી સ્વામીકલના મત મુજબ, નાયરો નાકા (નાગ કે સાપ)સ્વામી હતા, જેમણે ચેરા (ચેરા= સાપ) રાજ્યના સામંતી શાસકોના રૂપે શાસન કર્યું. માટે આ સિદ્ધાંત રજૂ કરે છે કે નાયરો કેરળના બ્રાહ્મણ-પૂર્વો શાસકો અને લશ્કરી કુલીનોના વંશજ છે. પણ સૌથી વ્યાપક રીતે સ્વીકૃત સિદ્ધાંત તે છે કે તે જાતીય સમૂહ કેરળના મૂળ નિવાસી નથી અને કેરળના નાયરો અને તેવી રીતના માતૃવંશીય તુલુ નાડુ કે બંટ ક્ષત્રિયોના વંશજ છે, જે બ્રાહ્મણોની સાથે દક્ષિણ પાંચલના અહિછત્ર/અહિક્ષેત્રથી ક્રમશ: કેરળ અને તુલુ નાડુ આવ્યા હતા.[૩૭] દ્વિતીય ચેરા રાજવંશના રાજા વર્મા કુલશેખરના (1020–1102) શાસનકાળમાં નાયરોની વિષે ઉલ્લેખ મળે છે. જ્યારે ચોલા દ્વારા ચેરા રાજ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. નાયર ચડાઇ કરનાર લશ્કરની સામે આત્મધાતી ટુકડી (ચાવેર)ની રચના કરીને લડાઇ લડી હતી.[સંદર્ભ આપો] જો કે તે સ્પષ્ટ નથી કે ચેરો પણ નાયર હતા કે નહીં, કે પછી ચેરોએ નાયરોને યૌદ્ધા વર્ગની રીતે નિયુક્ત કર્યા હતા.[૩૮]

તુલુ નાડુના બંટો સાથીનું જોડાણ

[ફેરફાર કરો]

17મી સદીના બ્રાહ્મણ - મલયાલી બ્રાહ્મણોથી પ્રેરાઇને કેરલોલપતિ અને તુલુ બ્રાહ્મણોએ ગ્રામ પધતીમાં, કેરળના નાયરો અને એવી જ રીતે તુલુ નાડુના માતૃવંશીય બંટોના ક્ષત્રિયોના વંશજોની રીતે વર્ણન કર્યું. જે ક્રમશ ઉત્તરી પાંચાલ કે અહીછત્ર/અહીક્ષેત્રના બ્રાહ્મણોની સાથે કેરળ અને તુલુ નાડુ પહોચ્યાં હતા.[૩૯].આ શહેરના અવશેષ વર્તમાન ભારતીય રાજ્ય ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં અઓનલા તહસિલમાં વસેલા રામનગર ગામમાંથી મળી આવ્યા હતા.[૪૦]

ધ મૅન્યુઅલ ઓફ મદ્રાસ એડ્મિનિસ્ટ્રેશન ખંડ II (1885માં મુદ્રિત કરેલ)ની નોંધ મુજબ કુંદગન્નદા (કન્નડ ભાષા) બોલવા વાળા નડવા કે નાડા બંટ અને મલયાલમ બોલવા વાળા મલબારના નાયર તથા દક્ષિણ તુલુ બોલનાર બંટ લોકો એક જ છે:

They appear to have entered Malabar from the North rather than the South and to have peopled first the Tulu, and then the Malayalam country. They were probably the off-shoot of some colony in the Konkan or the Deccan. In Malabar and south of Kanara as far as Kasargod, they are called Nayars and their language is Malayalam. From Kasargod to Brahmavar, they are termed as Bunts and speak Tulu. To the north of Brahmavar, they are called Nadavars, and they speak Kanarese.

તુલુ નાડુના નાયરોનું અસ્તિત્વ ખોવાઇ ગયું છે પણ મધ્યયુગીન બરકુરમાંથી મળેલા શિલાલેખો અને ગ્રામ પદથીમાં, તુલુ નાડુના બ્રાહ્મણ પરિવારોનો ઇતિહાસ દેખવામાં મળે છે, જેમાં નાયરોની વિષયમાં કેટલાય સંદર્ભો છે. તેવું લાગે છે બ્રાહ્મણોની સાથે તેમનો ધનિષ્ઠ સંબંધ હતો અને તે તેમના સંરક્ષકોના રીતે કાર્ય કરતા હતા, આથી જ 8મી સદીમાં કદંબ રાજાઓ દ્વારા તેમને તુલુ નાડુ લાવવામાં આવ્યા હતા. કદંબ રાજા મયૂરવર્માને, અહિછત્ર (ઉત્તરમાંથી)માંથી બ્રાહ્મણોને લાવવાનો શ્રેય આપવામાં આવે છે, નાયરોના તુલુ નાડુમાં વસવાટ અને શિલાલેખોમાં તુલુ નાડુમાં નાયરોની ઉપસ્થિતિનો ઉલ્લેખ અલુપા કાળ (14મી સદીના પ્રારંભિક ભાગ)ના પછી આવે છે. કેરળના રાજાઓની રીતે તુલુ નાડુના બંટ રાજાઓના વડવાઓ પણ નાયર વંશના હતા. ઉદાહરણ તરીકે, ઉડુપી જિલ્લાના કનજરના અંતિમ બંટ શાસકને નાયર હેગ્ગડે કહેવામાં આવતું હતું. તેમનો મહેલ કનજર દોડ્ડમને જે હાલ જીર્ણ અવસ્થામાં છે, જેનો હાલમાં પુનરુદ્ધાર કરવામાં આવી રહ્યો છે.[૪૧][૪૨] કોવડોર (કનજરની નજીક)માં બંટોના શાહી ઘરને નાયર બેટ્ટુ કહેવામાં આવે છે. આ સિવાય બંટોમાં "નાયર" અટક પણ હોય છે. તેવું માનવામાં આવે છે કે તુલુ નાડુના નાયરો પછીથી બંટ સમુદાયમાં સામાજીક સ્તરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. તે પણ જાણીતું છે કે મલબારના નયારો મૂળ તુલુ નાડુથી સ્થાનાંતરિત થઇને અહીં વસ્યા હતા ઉલ્લેખનીય છે કે નાયરો અને બંટોની પરંપરાઓ અને સંસ્કૃતિઓમાં ધણી સમાનતા છે. હાલ જો નાયર પોતાના વંશને તુલુ નાડુમાં શોધી શકે છે તે મલબાર ક્ષેત્રમાં કેદ્રિત છે.[૪૩]

ઉપજાતિઓ

[ફેરફાર કરો]

થોડાક દાયકા પહેલા, નાયર કેટલીય ઉપજાતિઓમાં વિભાજીત હતા અને તેમની વચ્ચે આંતર ભોજન અને આંતર વિવાહ નહતો કરતો. અંગ્રેજો દ્વારા કરાયેલ 1891 ભારતની જનગણનામાં માલાબાર ક્ષેત્રમાં કુલ 138, ત્રાવણકોર ક્ષેત્રમાં 44 અને કોચીન ક્ષેત્રમાં કુલ 55 નાયર ઉપજાતિઓ સૂચિબદ્ધ હતી.[૪૪]

ચિત્ર:Irayimman thampi1.jpg
ઇરાયીમ્મન થમ્પી

મોટાભાગના નાયરોના નામોની સાથે તેમના માતૃપક્ષ તરવાડુ જોડાયેલો હોય છે. જેની સાથે, વંશની આગળની ઓળખની માટે નામોની સાથે અટક જોડવામાં આવે છે. નાયરોની વચ્ચે કેટલીક અટકો જોવા મળે છે. કેટલીક અટક તેમના વીર કાર્યો અને સેવાઓને માટે રાજા દ્વારા તેમને આપવામાં આવી હતી. કોચીનના રાજાઓએ નાયરોને અચન, કર્તા, કઇમાલ અને મન્નડિયાર જેવી પદવીઓ આપી હતી. મલબાર અને કોચીન ક્ષેત્રના નાયરો દ્વારા મેનન ખિતાબનો પ્રયોગ કરવામાં આવે છે. વેનાડના દક્ષિણ રાજ્યો (પછીથી ત્રાવણકોર તરીકે વિસ્તૃત કરાયું)ના, કાયમાકુલમ, તેક્કુમકુર અને વદક્કુમકુરને પ્રતિષ્ઠિત નાયર પરિવારોને પિલ્લઇ, તંપી, ઉન્નિથન અને વલિઅથન જેવા ખિતાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કલરી જેવી લશ્કરી વિદ્યાલયોના ચલાવનાર નાયરોના ખિતાબ હતા પનીક્કર અને કુરુપ. નાંબિયાર, નયનાર, કિટવુ, અને મેનોક્કી જેવી અટકો કેવળ ઉત્તરી કેરળમાં જોવા મળે છે, જ્યાં "નાયર" અટક આખા કેરળમાં સર્વવ્યાપી છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]
ચિત્ર:Urmi-Payattu.jpg
નાયરો દ્વારા કલરીપયટ્ટુનો અભ્યાસ કરવામાં આવતો હતો.

મધ્યયુગીન દક્ષિણ ભારતીય ઇતિહાસ, ઇતિહાસકારો, અને વિદેશી યાત્રીઓએ નાયરોનો ઉલ્લેખ પ્રતિષ્ઠિત ખાનદાની લડાયક તરીકે કર્યો હતો. નાયરોની વિષયમાં પ્રારંભિક સંદર્ભ ગ્રીક રાજદૂત મેગસ્થનીસ પાસેથી મળે છે. પ્રાચીન ભારતમાં તેમના વૃતાન્તોમાં, તેમણે "મલબારના નાયકો" અને "ચેરા રાજ્ય"નો ઉલ્લેખ કર્યો હતો.[૪૫].

નાયરોની ઉત્પત્તિની વ્યાખ્યા કરવા વાળા વિભિન્ન સિદ્ધાંતોને ધ્યાનમાં રાખ્યા વિના, એ સ્પષ્ટ છે કે પ્રારંભિક 20મી સદી સુધી, નાયરોએ મધ્યયુગીન કેરળ સમાજમાં સામંતી જમીનદારો તરીકે પોતાનો પ્રભાવ જમાવ્યો હતો અને તેમની પાસે પોતાની અનેક વિશાળ સંપત્તિઓ હતી. મધ્યયુગીન કેરળમાં ખાનદાની લડાયક તરીકે નાયરોની સ્થિતિની તુલના, મધ્યયુગીન જાપાની સમાજના સમુરાઇની સાથે કરવામાં આવી છે. જાપાન. કેરળમાં બ્રિટિશ યુગની પહેલા નાયરોનો દીવાની, શાસન અને લશ્કરી શ્રેષ્ઠ વર્ગ પર પ્રભાવ હતો.[૪૬][૪૭][૪૮][૪૯][૫૦][૫૧][૫૨][૫૩]

નાયરોના પ્રભાવનું પતન

[ફેરફાર કરો]

નાયરોના પ્રભાવનું પતન કેટલાક ભાગોમાં થયું. ઉપનિવેશક સમયમાં, બ્રિટિશોએ માન્યું કે નાયર ક્ષેત્રમાં તેમના નેતૃત્વ માટે સ્વાભાવિક ખતરો છે અને તેથી તેમના દ્વારા હથિયારોને રાખવાનો હકને ગેર કાનૂની જાહેર કરવામાં આવ્યો અને કેરળની સામાજિક કળા કલરીપયટ્ટુ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો.[૫૪][૫૫] હથિયાર નાયર માનસિકતા અને સત્તાના અભિન્ન અંગ હતા, અને દમનકારી કાનૂનની સાથે સંયુક્ત થવા પર નાયરોની સામાજીક પ્રતિષ્ઠાને નુકશાન પહોચ્યું, જોકે કેટલાક સામાજિક કાયદાઓ નાયરો દ્વારા સૂચવવામાં આવ્યા હતા, જેમ કે કર્નવનના તારવાડએ પોતાના કારભારના કેટલાક (અને પાછળથી તમામ) ફળો પોતાના બાળકોને વારસામાં આપવાની અનુમતી. ઉપનિવેશવાદી વર્ષો પછી, 1950માં ભૂમિ સુધાર હુકમના કારણે નાયર સામંત સ્વામીઓને મોટે પાયે તેમની જમીનો પરની માલિકીને છોડવી પડી અને કેટલાક કુલીન નાયરો રાતો રાત ગરીબ બની ગયા.

નાયર બ્રિગ્રેડ

[ફેરફાર કરો]
ત્રાવનકોરના નાયર બ્રીગેડનું મુખ્યાલય આ ઇમારત હવે કેરલાના સંગ્રહાલયની ધારાસભા બની ગઇ છે.

નાયર બ્રિગ્રેડ ભારતના અગાઉના રાજ્ય ત્રાવણકોરની સેના હતી. આ પ્રદેશમાં નાયર યૌદ્ધા સમુદાયના હતા, જે ત્રાવણકોર અને અન્ય સ્થાનીય રાજ્યોની સુરક્ષા માટે જવાબદાર હતા. રાજા માર્તાન્ડ વર્મા (1706-1758)ના અંગત અંગરક્ષકને 'તિરુવિથમકૂર નાયર પટ્ટલમ' (ત્રાવણકોર નાયર સેના) કહેવામાં આવતું હતું. 1818માં ત્રાવણકોર સેનાને અધિકૃત રીતે ત્રાવણકોર નાયર બ્રિગ્રેડ તરીકે સ્વીકારવામાં આવી.

સ્વતંત્રતા બાદ, મદ્રાસ રેજિમેન્ટ માટે મલબારથી સૌથી મહત્વપૂર્ણ ભરતી ક્ષેત્ર રહ્યો છે અને આ વિસ્તારમાંથી કરવામાં આવેલી ભરતીમાં નાયરો મોટી માત્રમાં જોડાયેલા હતા.[૫૬] જોકે ખાલી મલબાર નાયરો જ નહીં, પણ ત્રાવણકોર અને કોચીનના નાયરો પણ મદ્રાસ રેજિમેન્ટનો મહત્વો ભાગ છે. પહેલાની બે ત્રાવણકોર રાજ્ય સેના ભાગો, 1 ત્રાવણકોર નાયર પાયદળ અને 2જી ત્રાવણકોર નાયર પાયદળને આઝાદી પછી મદ્રાસ રેજિમેન્ટ ક્રમશ 9મી અને 16મી બટાલિયનો (લશ્કરી ટુકડીઓ)ના રૂપમાં પરિવર્તિત કરવામાં આવ્યા. કોચીનની નાયર સેનાનો 17મી બટાલિયન (લશ્કરી ટુકડી) તરીકે પુનરુદ્ધાર કરવામાં આવ્યો.[૫૭]

વસ્તી વિષયક માહિતી

[ફેરફાર કરો]

1891ની ભારત જનગણના મુજબ, નાયરોની કુલ વસ્તી 980,860 છે (જેમાં મારન અને સામંતન નાયરોની ઉપજાતિઓ સમાવિષ્ટ નથી). આમાંથી 483,725 (49.3%) ત્રાવણકોરમાં, 101,691 (10.4%) કોચીનમાં અને 377,828 (38.5%) માલાબારમાં વસેલા છે. બાકી મોટાભાગના મદ્રાસ પ્રમુખપદ (15,939) અને બ્રિટિશ ભારતના અન્ય ભાગોમાં (1,677) જોવા મળે છે.[૫૮] કેરળ સરકાર દ્વારા કરેલા 1968ના સામાજીક આર્થિક સર્વેક્ષણમાં રાજ્યની કુલ જનસંખ્યામાં 14.41% નાયરો છે, જ્યારે રાજ્યની અગ્ર જાતિની જનસંખ્યા 89% હતી.

નમ્બૂતિરીઓ અને અમ્બલવાસીઓની સાથે નાયરો કેરળમાં હિન્દુવાદ માટે મુખ્ય આધાર છે. આર્યન પરંપરાઓના સંપૂર્ણ પ્રભાવ બાદ પણ, નાગ રિવાજોના થોડાક અંશો હજી પણ નાયરોમાં જોવા મળે છે, ઉદાહરણ તરીકે સાપની પૂજા. પવિત્ર જંગલો, જ્યાં નાગ દેવતાઓ (સાપ દેવો)ની પૂજા ધણા નાયર તરવાડોમાં જોવા મળે છે. આ પવિત્ર જંગલો સર્પ કવુ નામે જાણીતા છે (એટલે સાપ દેવતાઓનું ઘર). પહેલાના સમયમાં કોઇ પણ સમરુદ્ઘ નાયર તરવાડુની વિશેષતા હતી કવુ અને કુલમ (પાણીના તળાવની સાથે પથ્થરોના પગથિયા અને સરહદ). નાયર વ્યક્તિગત સ્વચ્છતા પર ભાર મૂકતા હતા અને તેથીજ તળાવ તેમના માટે જરૂરી હતા. તેઓ રોજ કાવુની અંદર નાગતારા પર દીવો પેટાવીને પૂજા કરતા હતા. નિલા વિલક્કુ (પવિત્ર દીવા)ની સામે પ્રત્યેક ધાર્મિક નાયર તરવાડુ દર રોજ સાંજે દેવતાઓના સ્ત્રોત-પાઠ કરે છે. નાયરો આદરણીય કારા (ક્ષેત્ર)માં મંદિરોના સંરક્ષકો હતા અને તે દરરોજ મંદિરોમાં પણ પૂજા કરતા હતા. મોટે ભાગે મલબાર ક્ષેત્રમાં થયેલા, અસંખ્ય નાયર – મુસ્લિમ સંધર્ષોના કારણે નાયરો દ્વારા હિંદુ ધર્મનું કટ્ટરતાથી પાલન કરવામાં આવી રહ્યું છે. આ બધામાં ઉલ્લેખનીય છે સેરીન્ગપટ્મની નાયરોની કેદ[૫૯], જ્યાં હજારો નાયરોને ટીપુ સુલતાનના આધીન મુસલમાનો દ્વારા બલિ ચઢાવવામાં આવ્યા હતા. સેરીન્ગપટ્મમાં નાયરોની પરાજયના પરિણામ સ્વરૂપે દક્ષિણી મૈસૂર ક્ષેત્રમાં હિન્દુ ધર્મનો વિનાશ થયો. જોકે, ત્રાવણકોરના નાયરો, બ્રિટિશની મદદથી 1972માં ત્રીજા એંગ્લો-મૈસૂર યુદ્ધના સમયે મુસ્લિમ બળો પર વિજળ મેળવવામાં સફળ રહ્યા.[૬૦] 1920ની સાલ દરમિયાન મોપ્લા તોફાનો તરીકે વિખ્યાત તોફાનોમાં, જે બીજો સંધર્ષ થયો, તેમાં મુસલમાનો દ્વારા લગભગ 30,000[૬૧] નાયરોની સામૂહિક હત્યા કરાઇ હતી અને મલબારમાં લગભગ પૂરી રીતે હિંદુઓએ હિજરત કરવી પડી હતી.[૬૨]


જોકે, પોતાની સંખ્યાત્મક શ્રેષ્ઠતાને કારણે, ત્રાવણકોરમાં નાયરો હિન્દુ પ્રભુત્વ જમાવી રાખવામાં સક્ષમ રહ્યું. ત્રાવણકોર સમગ્ર ભારતમાં બહુ જૂજ પ્રદેશોમાંથી એક છે જ્યાં મુસ્લિમ શાસન ક્યારેય સ્થાપિત નહતું થયું. નાયરો દ્વારા ખ્રિસ્તી ધર્માન્તર ગતિવિધિઓ પર પણ વિરોધના રૂપે ત્રાવણકોર વિસ્તારમાં ઇવાએન્જેલિકલ ખ્રિસ્તી સાથે થોડાક ઝધડા થયા હતા. ચટ્ટમ્પી સ્વામીકલ જેવા નાયર કાર્યકર્તાઓએ ખ્રિસ્તી મિશનરીની ગતિવિધિઓ પર જોરદાર વિરોધ દર્શાવીને ખ્રિસ્તી ધર્મની આલોચના કરી હતી.[૬૩]


નાયર સમુદાયનો પોશાક કેરળના અન્ય અગ્ર જાતિઓથી મળતો આવે છે.

રાંધણકળા

[ફેરફાર કરો]

સામાન્ય મલયાલિયોની જેમ, નાયરોનું મુખ્ય ભોજન સમાન રીતે ઉકળેલા ભાત છે. ભાતને ચોરૂ (પાણીમાં ઉબાળેલા કે છાણેલા) કે ભાતની ઘેંસ કે કાંજી ની રીતે પીરસવામાં આવે છે.pronounced /ˈkɒndʒiː/ (deprecated template) નાળિયેર, જેકફ્રૂટ, કેળ, કેરી અને અન્ય ફળ અને શાકોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. નાળિયેરના તેલનો પણ વ્યાપક ઉપયોગ થાય છે. ઉત્સવોમાં ઘી નો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાના સમયમાં, કંજી કે ચોરૂના સ્વરૂપમાં ભાત, શાક અને અન્ય વધારાના વ્યંજનોની સાથે ભોજન દિવસમાં બે કે ત્રણવાર પીરસવામાં આવતું હતું. આજકાલ, સવારના નાસ્તામાં દક્ષિણ ભારતીય ભાગના વ્યંજન જેવા કે ઇડલી કે ડોસા, કે પછી ઉત્તર ભારતની રોટલી કે શાક કે યૂરોપીય બ્રેડ ટોસ્ટ પણ નાસ્તા તરીકે લેવાય છે.

પરંપરાગત રીતે, મોટા ભાગના નાયરો, ખાસ કરીને સૌથી મોટા બે પેટા વિભાગો (કિરયતી નાયર અને ઇલ્લતુ નાયર) શાકાહારી નથી, કારણકે તેમનામાં માછલીને ખાવાની છૂટ છે. પણ સ્વરૂપતિલ નાયર, મારર, અકતુ ચર્ના નાયર, પૂરતુ ચર્ન નાયર અને પદમંગલમ નાયર જેવી ઉપજાતિઓ ચુસ્તપણે શાકાહારી છે.[૪૪] જોકે આજકાલ ઘરમાં ચિકન અને મટન વ્યંજન પણ તૈયાર કરવામાં આવે છે, પણ પહેલા આની પર નિષેધ હતો. ગાયના માંસ અને દારૂના સેવન પર સખ્ત પ્રતિબંધ હતો અને સ્વતંત્રતાની પહેલાના સમયમાં આમ કરનારને મોટાભાગે હિંસા કે બહિષ્કારનો ભોગ બનવું પડતું હતું. શાકાહારી વ્યંજનોમાં, અવિયલ, તોરન, અને તેયલ ખાસ નાયર વ્યંજનો છે. ધાર્મિક વિધિઓના મહાભોજન વખતે ચુસ્ત પણે શાકાહારી ભોજન લેવામાં આવે છે. ધાર્મિક વિધિ અને ઉત્સવના સમયે પલપાયસમ અને અડા પ્રથમન જેવા મીઠા વ્યંજનો તૈયાર કરવામાં આવે છે. અન્ય વિશેષ વ્યંજનોમાં કોઝુક્કાટ્ટા, ચિવડા, ઇલયપ્પમ (મીઠું), ઓટ્ટાડા, કલિયોડક્કા, વગેરેનો સમાવેશ થાય છે.[૬૪].

જાતિ વ્યવસ્થા

[ફેરફાર કરો]

કેરળમાં જાતિ પદાનુક્રમમાં નાયરોની નમ્બૂથીરીઓથી ઠીક નીચેની શ્રેણી પ્રાપ્ત છે અને ત્રણ કે ચાર પ્રમુખ નાયર ઉપજાતિઓ (જેવી કે કિરયતિલ, ઇલક્કાર અને સ્વરૂપતિલ) કેરળમાં લડાયક વંશ તરીકે અધિકૃત છે. કેરળમાં, જેને સ્વામી વિવેકાનંદે "જાતિઓનું પાગલખાના" નો સંદર્ભ આપ્યો હતો, ત્યાં અસ્પૃશ્યતા અને જાતિગત ભેદભાવની પ્રણાલી 20મી સદીના મધ્ય સુધી પ્રચલિત હતી. ભારતમાં 19મી અને 20મી સદી દરમિયાન, સ્વામી વિવેકાનંદ, નારાયણ ગુરુ, ચટ્ટમ્બી સ્વામીકલ જેવા સમાજ સુધારકો અને આધ્યાતમિક નેતાઓ દ્વારા સમર્થિત સખત જાતિગત બાધાઓનો પાડી નાખવામાં આવી હતી.

"એક નાયરથી આશા રાખવામાં આવતી કે તે તિઅર, કે મુકુઆ જાતિના કોઇ વ્યક્તિ જે નાયરને અડીને તેની દૂષિત કરે તેને તરત જ કાપી દે ; તેવો જ વ્યવહાર તે ગુલામોની સાથે કરવામાં આવતો હતો, જે તે રસ્તા પરથી ખસે નહીં, જે રસ્તા પરથી એક નાયર પસાર થતો હોય " [૬૫]

કેરળની પરંપરા મુજબ દલિતોને બળજબરી પૂર્વક નમ્બૂથીરીઓથી 96 ફીટનું અંતર, નાયરોથી 64 ફીટનું અંતર અને અન્ય ઊંચી જાતિયોથી (જેમ કે મારન અને આર્ય વૈશ્ય)થી 48 ફીટનું અંતર રાખવું પડતું, કારણ કે તેવી માન્યતા હતી કે દલિતો તેમને દૂષિત કરે છે.[૬૬] અન્ય જાતિઓ જેવી કે નાયડી, કનિસન અને મુક્કુવનના નાયરોથી ક્રમશ: 72 ફીટ, 32 ફીટ અને 24 ફીટનું અંતર રાખવું પડતું હતું.[૬૭]

સામાજિક – રાજનૈતિક ચળવળો

[ફેરફાર કરો]
શ્રી ચટ્ટમ્પી સ્વામીકલ

1800ના અંતમાં અસંખ્ય સામાજીક-ધાર્મિક સુધાર ચળવળોની શરૂઆત થઇ, જેમાં કેરળના પ્રારંભિક લોકતાંત્રિક જન આંદોલનો પણ હતા. નાયરોને પણ આ પ્રકારના પરિવર્તનો અંગે પ્રતિક્રિયા કરવાની જરૂર જણાઇ. સંપૂર્ણ મધ્યયુગીન સમયમાં અને 19મી સદી સુધી, નાયરોની માત્ર કેરળમાં જ પૂર્વ-શ્રેષ્ઠ ભૂમિકા રહી હતી. 19મી સદીના મધ્ય ભાગ સુધીમાં, તેમનું પ્રભુત્વ ફીકું પડવા લાગ્યું હતું. સંબંધમ જેવી સંસ્થાઓ અને માતૃવંશીય સંયુક્ત પરિવારની પ્રણાલી, જે પહેલા નાયર સમુદાયની શક્તિને સુનિશ્ચિત કરતી હતી, તે હવે કેરળના બદલાતા સામાજીક-રાજનૈતિક પુષ્ઠભૂમિના કેટલાક ખરાબ ઉત્પાદક બની ગયા હતા. બજાર અર્થવ્યવસ્થાનો પ્રભાવ, પારંપરિક લશ્કરી તાલીમની ગેરહાજરી, શિક્ષાની નવી પ્રણાલીના માધ્યમના નવા મૂલ્યોનું અવશોષણ, નીચી જાતિયોમાં સ્વ-ચેતનાની જાગૃતિ અને સમાનતા જેવા વિશેષઅધિકારોનો તેમની પર પ્રભાવ - આ તમામ કારણોના લીધે નાયર પ્રભુત્વનું પતન થયું. પતનની અનુભૂતિએ સુધારની ચેતનાને પ્રોત્સાહિત કરી જેની અભિવ્યક્તિ ચટ્ટમ્બી સ્વામીકલ જેવા ધાર્મિક વ્યક્તિના કાર્યમાં, સાહિત્ય, પ્રેસ, અને મંચો પર થવા લાગી અને પછીના વિવાહ, વારસા, સંપત્તિના અધિકાર જેવા ઠરાવો કાનૂની બન્યા. છેલ્લે, 1914માં આ આંદોલને નાયર સેવા સોસાયટીનો પાયો નાખીને તેને નિશ્ચિતરૂપ આવ્યું. વિદ્યાધિરાજ ચટ્ટમ્પી સ્વામીકલે કોલ્લમ જિલ્લામાં પનમન આશ્રમમાં સમાધિ ગ્રહણ કરી [૧].

નાયર સેવા સોસાયટી (એનએસએસ(NSS)), નાયર સમૂહોના હિતમાં પ્રતિનિધિત્વ કરવા માટે નિર્માણ પામેલું સંગઠન છે. તેનું મુખ્યાલય ભારતના કેરળ રાજ્યના કોટ્ટાયમ જિલ્લાના ચંગનશેરી નગરના પેરુન્નામાં આવેલું છે. તેની સ્થાપના મન્નતુ પદ્મનાભમ[૬૮]ના નેતૃત્વમાં કરવામાં આવી હતી. એનએસએસ (NSS)ના ત્રણ સ્તરીય સંગઠન છે જેનો આધાર સ્તર કરયોગમો સાથે છે, મધ્યવર્તી સ્તર પર તાલુક મંડળો અને અગ્ર સ્તરમાં મુખ્યાલય છે.

સમાજની પોતાની અનેક શિક્ષણ સંસ્થાઓ અને દવાખાનાઓ છે જેનું આયોજન તેના દ્વારા કરવામાં આવે છે. એનએસએસ (NSS)માં હિન્દુ કોલેજ, પંડાલમમાં એનએસએસ (NSS) કોલેજ, તિરુવનંતપુરમમાં મહાત્મા ગાંધી કોલેજ, વઝૂરમાં એસવીઆરવીએનએસએસ (SVRVNSS) કોલેજ, કન્નૂર,મટ્ટનૂરમાં પઝહસી રાજા એનએસએસ (NSS) કોલેજ, અને નિર્માણકાર, તિરુવનન્તપુરમમાં મહિલા કોલેજ. એન.એસ.એસ. (N.S.S) 150થી વધુ શાળાઓ, 18 આર્ટસ્ અને સાયન્સ કોલેજો, 3 ટ્રેનિંગ કોલેજ, 1 એન્જિનિઅરીંગ કોલેજ, 1 હોમિયો મેડિયકલ કોલેજ, કેટલીય નર્સિંગ કોલેજ, પોલિટેકનિક કોલેજ, ટી.ટી.સી. (T.T.C) શાળાઓ, કામકાજી મહિલાઓની હોસ્ટેલ અને તકનીકી સંસ્થાઓ ચાલે છે.

મન્નતુ પદ્મનાભના નેતૃત્વમાં, ભારતના અન્ય રાજ્યો અને વિદેશોમાં વસેલા પ્રવાસી નાયરોને પોતાના રાજ્ય અને દેશોમાં નાયર સેવા સોસાયટીઓનું ગઠન કર્યું છે. ઉદાહરણ તરીકે બેંગલોરમાં 21 કરયોગમોની સાથે કર્ણાટક નાયર સેવા સમાજ, અને કોલકત્તામાં કોલકત્તા નાયર સેવા સમાજ. "નાયર સમાજોનું આંતરાષ્ટ્રીય મહાસંધ"ની છત્ર-છાયામાં વિશ્વભરના તમામ નાયર સમૂહોને લેવાનો પ્રયાસ ચાલુ છે.[સંદર્ભ આપો]

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]

નોંધ અને સંદર્ભો

[ફેરફાર કરો]
  1. http://books.google.co.in/books?id=9mR2QXrVEJIC માલાબર મેન્યૂઅલ બાય વિલિયમ લોગન
  2. http://books.google.co.in/books?id=AXN1Mq2WuYsC પેજ 5, લાઈન 25
  3. http://books.google.co.in/books?id=NBG2AAAAIAAJ&pg=PA40 પેજ 40, લાઈન 16
  4. "નાયર." વિશ્વકોશ બ્રિટાનિકા. 2008. વિશ્વકોશ બ્રિટાનિકા ઓનલાઇન . 5 જૂન 2004
  5. વિશ્વકોશ બ્રિટાનિકા
  6. "નાયર." વિશ્વકોશ બ્રિટાનિકા. અલ્ટીમેટ રેફેરન્સે સુટ. શિકાગો: વિશ્વકોશ બ્રિટાનિકા, 2008.
  7. American Asiatic Association (1942). Asia: Asian Quarterly of Culture and Synthesis. Asia Magazine. પૃષ્ઠ 22.
  8. Paul Hartmann, B. R. Patil, Anita Dighe (1989). The Mass Media and Village Life: An Indian Study. Sage Publications. પૃષ્ઠ 224.CS1 maint: multiple names: authors list (link)
  9. Kumara Padmanabha Sivasankara Menon (1965). Many Worlds: An Autobiography. Oxford University Press. પૃષ્ઠ 2.
  10. Hugh Gantzer (April 1975-March 1976). Imprint. Business Press. પૃષ્ઠ 80. Check date values in: |date= (મદદ)
  11. ૧૧.૦ ૧૧.૧ http://www.keralapolicehistory.com/trvpol1.html
  12. ૧૨.૦ ૧૨.૧ નાયરનો ઇતિહાસ અને સંસ્કૃતિક સંબંધો
  13. પૂર્વીય માનવ વિજ્ઞાની, એથ્રોનોગ્રાફિકલ અને લોક-સંસ્કૃતિ સમાજ (ઉત્તર પ્રદેશ, ભારત), લખનઉ વિદ્યાપીઠ માનવ વિજ્ઞાન પ્રયોગશાળા, 1958, p108
  14. A. Sreedhara Menon (1967). A Survey of Kerala History. Sahitya Pravarthaka Co-operative Society. પૃષ્ઠ 204.
  15. N. S. Mannadiar (1977). Lakshadweep. Administration of the Union Territory of Lakshadweep. પૃષ્ઠ 52.
  16. Ke. Si. Māmmanmāppiḷa (1980). Reminiscences. Malayala Manorama Pub. House. પૃષ્ઠ 75.
  17. P. V. Balakrishnan (1981). Matrilineal System in Malabar. પૃષ્ઠ 27.
  18. Madras (Presidency) (1885). Manual of the Administration of the Madras Presidency. પૃષ્ઠ 100.
  19. ધ સાઇક્લોપીડીયા ઓફ ઇન્ડિયન એન્ડ ઓફ વેસ્ટર્ન એન્ડ સધન એશિયા, એડવર્ડ વેલ્ફોર, 1885, p249
  20. એમપ્રિરલ ગેઝટેરર ઓફ ઇન્ડિયા: પ્રોવીનીકલ સીરીઝ, વોલ્યુમ 18 p.436
  21. ટેમ્પલ ઓફ કેરેલા બાય એસ. જયશંકર, ઇન્ડિયા. ટેમ્પલ ઓફ કેરેલા બાય એસ. જયશંકર, ઇન્ડિયા. પ.322
  22. કેરેલાનો સામાજિક ઇતિહાસ: એલ. એ. ક્રિષ્ના ઐયર દ્વારા ડ્રવિડીયન
  23. પનીકાન્તા મિશ્રા દ્વારા કદમ્બા પ.14
  24. એન.કે. સિંગ દ્વારા ભારતનો વિશ્વકોષ, જથ્થો 7 પ.2715
  25. ધ ન્યૂ લાઇટ થ્રોન ઓન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા: ધ હિસ્ટ્રોરીકલ નાગા કિંગ ઓફ ઇન્ડિયા બાય નારાયન ગોપાલ તવકર
  26. ડૉ. ડી.ડી. કોસમ્બી ઇન એન ઇન્ટ્રોડકશન ટુ ધ સ્ટડી ઓફ ઇન્યન હિસ્ટ્રી, (બોમ્બે, 1956), પ.113 - નાયર: 1959: 11
  27. સોસયલ હિસ્ટ્રી ઓફ કેરલા: ધ ડ્રવીડિયન્સ બાય એલ.એ. ક્રિષ્ના ઐયર પ.003
  28. કિશોરી લાલ ફૌઝદાર: ઉત્તરપ્રદેશ કે મધ્યકાલીન ઝાટવંશ ઔર રાજ્ય , જાટ સમાજ, માસિક સામાયિક, આગ્રા, સપ્ટેમ્બર-ઓક્ટોબર 1999
  29. K. Balachandran Nair (1974). In Quest of Kerala. Accent Publications. પૃષ્ઠ 117.
  30. James Hastings (2003). Encyclopedia of Religion and Ethics Part 5. Kessinger Publishing. પૃષ્ઠ 231.
  31. ડાઉનફોલ ઓફ હિન્દુ ઇન્ડિયન, ચિન્તામન વિનાયક વૈદ્ય 1986, પ 278
  32. Ramananda Chatterjee (1922). The Modern Review. Prabasi Press Private, Ltd. પૃષ્ઠ 675.
  33. જેર્વોસે એથેલ્સટવ બાઇનેસ (1893), જનરલ રિપોર્ટ ઓન ધ સેન્સુસ ઓફ ઇન્ડિયા, 1891, લંડન, હર મેજેસ્ટી સ્ટેશનરી ઓફિસ, પી. 184
  34. Ramananda Chatterjee (1907). The Modern Review. Prabasi Press Private, Ltd. પૃષ્ઠ 695.
  35. રમન મેનન, કે. "ધ સીથીઅન ઓરીજીન ઓફ ધ નાયર્સ", માલાબાર ક્વોટર્લી રીવ્યૂ, વોલ્યુમ I, નો. 2, જુન 1902
  36. V. Nagam Aiya (1906). The Travancore State Manual. Princely State of Travancore. પૃષ્ઠ 348.
  37. http://nairsofkerala.blog.co.uk/2008/03/12/theories-of-origin-3860390/ સંગ્રહિત ૨૦૦૮-૦૬-૧૨ ના રોજ વેબેક મશિન થયરી ઓફ ઓરીજીન
  38. ધ નાયર હેરીટેજ ઓફ કેરલા: પીપલ એન્ડ કલચર સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૧ ના રોજ વેબેક મશિન, keralaonlinetourism.com
  39. http://books.google.com/books?id=K0RHOwAACAAJ મેકલેન મેન્યુઅલ ઓફ ધ એડમીનીસ્ટ્રેશન ઓફ ધ મદ્રાસ પ્રેસીડન્સી
  40. લહીરી, બેલા (1972). ઇન્ડીજેનીયસ સ્ટેટ ઓફ નોર્થ ઇન્ડિયા (સીસ્કા 200 બી.સી. ટુ 320 એ.ડી.) , કલકત્તા: યુનિવર્સિટી ઓફ કલકત્તા, પપ.170-88
  41. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-07-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-17.
  42. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
  43. http://www.nairs.in/classifications.htm
  44. ૪૪.૦ ૪૪.૧ http://www.jstor.org/stable/3629883 ધ ઇન્ટનેશનલ સ્ટકચર ઓફ ધ નાયર કાસ્ટ, સી. જે. ફુલેર
  45. આઇયા, વી. નગમ: "ટ્રાવનકોર સ્ટેટ મેન્યુઅલ", પાનાઓ 232, 238
  46. Indian Department of Tourism (1966). Mysore and Kerala. Indian Department of Tourism. પૃષ્ઠ 4.
  47. નાઇધર ન્યૂટન નોર લેબ્નીઝ સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન, canisius.edu
  48. ફ્રોમ વેદીક માર્શલ આર્ટ્સ ટુ ઇકોડો સંગ્રહિત ૨૦૧૧-૦૫-૧૯ ના રોજ વેબેક મશિન, veda.harekrsna.cz
  49. અ ટ્રાવેલ ફ્યૂચર ઓન ધ ઇનસીયન્ટ કેરલા આર્ટ ઓફ કલરીપયુટ્ટુ, rediff.com
  50. કલરીપયટ્ટુ, ધ ટ્રેડિશનલ માર્શલ આર્ટ સંગ્રહિત ૨૦૦૭-૦૮-૧૨ ના રોજ વેબેક મશિન, enskalari.org.in
  51. John Keay (1999). Into India. University of Michigan Press. પૃષ્ઠ 75. ISBN 0472086359.
  52. Praxy Fernandes (1969). Storm Over Seringapatam: The Incredible Story of Hyder Ali & Tippu Sultan. Thackers. પૃષ્ઠ 35.
  53. Praxy Fernandes (1991). The Tigers of Mysore: A Biography of Hyder Ali & Tipu Sultan. Viking. પૃષ્ઠ 29. ISBN 0670839876.
  54. ઇનસીયન્ટ માર્શલ આર્ટ ફાઇટ ફોર સરવાઇવલ ઇન ઇન્ડિયા સંગ્રહિત ૨૦૧૦-૧૧-૧૯ ના રોજ વેબેક મશિન, findarticles.com
  55. કલરી સંગ્રહિત ૨૦૧૧-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન, usadojo.com
  56. ધ બુક ઓફ ડુર્રેટ બારબોસા: એન અકાઉન્ટ ઓફ ધ કન્ટ્રીઝ બોર્ડીંગ ઓન ધ ... બાય ડુર્રેટ બોર્ડોસા, માન્સેલ લોન્ગવર્થ ડેમ્સ p.38
  57. વાલુર એન્ડ સેક્રીફાઇસ: ફેમસ રેજીમેન્ટ ઓફ ધ ઇન્ડીયન આર્મી બાય ગૌતમ શર્મા p.59
  58. ધ ઇન્ટરનલ સ્ટ્રકચર ઓફ ધ નાયર કાસ્ટ, સી. જે. ફુલર
  59. Prabhu, Alan Machado (1999). Sarasvati's Children: A History of the Mangalorean Christians. I.J.A. Publications. પૃષ્ઠ 250. ISBN 9788186778258.
  60. http://books.google.com/books?id=QIyz79F3Nn0C&pg=PA392&dq=Seringapatam&lr=&as_brr=3&client=firefox-a&sig=l_6_DAL_wD-FFzcOXZ8YQ8o4KBs
  61. O P Ralhan (1996). Encyclopaedia of Political Parties: India, Pakistan, Bangladesh : National, Regional, Local. Anmol Publications PVT. LTD. પૃષ્ઠ 297.
  62. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-11-10 પર સંગ્રહિત. મેળવેલ 2022-02-17.
  63. Chattambi Swamikal, H.H.Vidhyadhiraja Parama Bhattaraka (1890). Kristumata Chedanam. Open Source Books. પૃષ્ઠ Chapter 1–4.
  64. ટ્રાન્સકોર સ્ટેટ મેન્યુઅલ 1906 બાય વી નગમ આઇવા, વોલ્યુમ II પેજ 352
  65. http://books.google.com/books?id=FnB3k8fx5oEC&pg=PA291 કાસ્ટ એન્ડ ટ્રાઇબ ઓફ સાઉથ ઇન્ડિયા, વોલ્યુમ 7 બાય ઇડર થુર્સ્ટોન, કે. રાન્ગચીરી, પ.251
  66. http://sih.sagepub.com/cgi/reprint/9/2/187.pdf?ck=nck
  67. http://www.nairs.in/acha_a.htm
  68. વી. બાલાકિષ્નન & આર. લીલા દેવી, 1982, મન્નુથુ પદમાન્ડઘન : એન્ડ ધ રાઇવલ ઓફ નાયર ઇન કેરલા, વિકાસ પ્લબિશીંગ હાઉસ, ન્યૂ દિલ્હી