લખાણ પર જાઓ

અભિનવ બિંદ્રા

વિકિપીડિયામાંથી
અભિનવ બિંદ્રા
જન્મ૨૮ સપ્ટેમ્બર ૧૯૮૨ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
વેબસાઇટhttp://abhinavbindra.com/ Edit this on Wikidata

અભિનવ બિંદ્રા ૧૦ મીટર એર રાયફલ સ્પર્ધામાં ભારત દેશના મુખ્ય નિશાનેબાજ છે. એમણે ૧૧ ઓગસ્ટ ૨૦૦૮ના દિવસે બેજિંગ ઓલમ્પિક રમતોત્સવની વ્યક્તિ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રથમ ભારતીય રમતવીર બન્યા છે. ક્વોલિફાઇંગ સ્પર્ધામાં ૫૯૬ અંક પ્રાપ્ત કર્યા પછી અભિનવ બિંદ્રાએ પોતાની માનસિક એકાગ્રતાનો પરિચય આપી અંતિમ દૌરમાં ૧૦૪.૫ અંક મેળવ્યા હતા. એમણે કુલ ૭૦૦.૫ અંકો મેળવી સુવર્ણ ચંદ્રકનું લક્ષ્ય વેધવામાં સફળતા હાંસલ કરી. અભિનવ બિંદ્રાએ ક્વોલિફાઇંગ સ્પર્ધામાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે એમના હરીફ ગગન નારંગ બહુ ઓછા તફાવતથી ફાઇનલમાં પહોંચવામાં અસફળ રહ્યા હતા. તેઓ નવમા સ્થાન પર રહ્યા હતા.

અભિનવ બિંદ્રા એર રાયફલ નિશાનેબાજ તરીકે વર્ષ ૨૦૦૬માં પણ વિશ્વવિજેતા થયા હતા.