લખાણ પર જાઓ

એ (A)

વિકિપીડિયામાંથી
KartikMistry (ચર્ચા | યોગદાન) (2405:204:8501:3AEF:9F00:8728:75BF:4B38 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.) દ્વારા ૧૮:૩૨, ૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

A (એ) અંગ્રેજી મૂળાક્ષરોનો પ્રથમ અક્ષર છે. નાનો અક્ષર, a, છે. ગ્રીક મૂળાક્ષરોમાં આ અક્ષર આલ્ફા છે. સંગીતમાં, અક્ષર A, B ની નીચે અને G ની ઉપર આવે છે. દ્રિઅંકી સંખ્યાઓમાં A ૦૧૦૦૦૦૦૧ તરીકે વર્ણવાય છે.

શરુઆતમાં 'A' અક્ષર ફોનિશિયન મૂળાક્ષર અલીફ તરીકે ઉદ્ભવ્યો હતો.[] આ અક્ષર બળદના માથાનાં સરળ રુપાંતરમાંથી ઉદ્ભવ્યો છે.

ઇજિપ્શિયન ફોનિશિયન
અલેફ
ગ્રીર
આલ્ફા
ઇટ્ુશ્કેશન
A
રોમન/સિરિલિક
A
ઇજિપ્શિયન હિરોગ્લેફિક બળદનું માથું ફોનિશિયન અલેફ ગ્રીર આલ્ફા ઇટ્ુશ્કેશન A રોમન A

ફોનિશિયન અક્ષરે શરુઆતનું સ્વરુપ આપવામાં મદદ કરી. ગ્રીકોએ આ અક્ષરમાં ફેરફાર કર્યો અને તેને આલ્ફા તરીકે ઉપયોગ કર્યો. ગ્રીક મૂળાક્ષરો ઉત્તર ઇટલીના ઇટ્રુશિયન લોકો વડે પણ ઉપયોગમાં લેવાતા હતાં. રોમનોએ તેમાં ફેરફાર કર્યો અને તેને પોતાની ભાષામાં વાપર્યો.

આ અક્ષરને ૬ જુદાં-જુદાં પ્રકારના ઉચ્ચારો છે. તે ઇન્ટરનેશન ફોનેટિક આલ્ફાબેટ (IPA) માં æ, તરીકે વપરાય છે. દા.ત. શબ્દ pad. બીજા ઉચ્ચારો શબ્દ father, શબ્દ ace વગેરેમાં વપરાય છે.

ગણિતમાં ઉપયોગ

[ફેરફાર કરો]

અંકગણિતમાં A અને બીજા અક્ષરો જાણીતી સંખ્યાઓ માટે વપરાય છે. ભૂમિતિમાં A, B, C વગેરે રેખાઓ વગેરેને દર્શાવવામાં વપરાય છે. સામાન્ય રીતે A ત્રિકોણના ખૂણાઓ દર્શાવવા માટે એક અક્ષર તરીકે વપરાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "A", "Encyclopaedia Britannica", Volume 1, 1962. p.1.