ઉદા દેવી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Snehrashmi (ચર્ચા | યોગદાન) ભારતીય મહિલા સ્વાતંત્ર્ય સેનાની |
(કોઇ તફાવત નથી)
|
૨૨:૨૩, ૬ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીનાં પુનરાવર્તન
ઉદા દેવી પાસી | |
---|---|
૧૯ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ લખનઉના સિકંદર બાગમાં સ્વાતંત્ર્ય સેનાની ઉદા દેવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહેલા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જે. પી. નડ્ડા. | |
જન્મની વિગત | ૩૦ જૂન ૧૮૩૦ ગોમતીનગર, લખનૌ, ઉત્તર પ્રદેશ |
મૃત્યુ | ૧૬ નવેમ્બર ૧૮૫૭ (ઉંમર ૨૭) સિકંદરબાગ, લખનૌ, ઉત્તર પ્રદેશ |
પ્રખ્યાત કાર્ય | ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ |
ઉદા દેવી પાસી (૧૮૩૦ – ૧૮૫૭) એક ભારતીય મહિલા સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમણે ૧૮૫૭ના ભારતીય વિપ્લવ દરમિયાન બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે ભારતીય સૈનિકો વતી યુદ્ધમાં ભાગ લીધો હતો. તેઓ અવધના છઠ્ઠા નવાબ વાજિદ અલી શાહની મહિલા ટુકડીના સભ્ય હતા.
જ્યારે ઉચ્ચ જ્ઞાતિના ઇતિહાસો ઝાંસી કી રાની જેવી ઉચ્ચ જ્ઞાતિની નાયિકાઓના પ્રતિકાર યોગદાનને ઉજાગર કરે છે, ત્યારે વાસ્તવિકતા એ પણ હતી કે બ્રિટીશ વસાહતી શાસનથી સ્વતંત્રતા માટેની લડાઇઓમાં ઉડા દેવી પાસી જેવા દલિત પ્રતિકાર લડવૈયાઓને પણ દર્શાવવામાં આવ્યા હતા.[૧] ઉદા દેવી પાસી અને અન્ય મહિલા દલિત સહભાગીઓને આજે 1857ના ભારતીય બળવાના યોદ્ધાઓ અથવા "દલિત વીરાંગનાઓ" તરીકે યાદ કરવામાં આવે છે.[૨] તેણીએ મક્કા પાસી સાથે લગ્ન કર્યા હતા જે હઝરત મહેલની સેનામાં એક સૈનિક હતા.[૩]
બ્રિટિશ વહીવટીતંત્ર સાથે ભારતીય પ્રજાનો વધતો જતો આક્રોશ જોઈને ઉદાદેવી એ જિલ્લાની રાણી બેગમ હઝરત મહલ પાસે યુદ્ધ માટે ભરતી થવા પહોંચી ગયાં. તેમના માર્ગ તરફ આગળ વધી રહેલી લડાઈની તૈયારી કરવા માટે, બેગમે તેના નેતૃત્વ હેઠળ મહિલા બટાલિયનની રચના કરવામાં મદદ કરી.[૪] જ્યારે અંગ્રેજોએ અવધ પર હુમલો કર્યો, ત્યારે ઉદા દેવી અને તેના પતિ બંને સશસ્ત્ર પ્રતિકારનો ભાગ હતા. જ્યારે તેણે સાંભળ્યું કે યુદ્ધમાં તેના પતિનું મૃત્યુ થયું છે, ત્યારે તેણે સંપૂર્ણ તાકાતથી પોતાનું અંતિમ અભિયાન શરૂ કર્યું.[૫]
પ્રારંભિક જીવન
ઉદા દેવીનો જન્મ ૩૦ જૂન ૧૮૩૦ના રોજ ઉત્તર પ્રદેશના લખનઉ જિલ્લાના ઉજરીયા ગામ (વર્તમાનમાં ગોમતી નગર તરીકે ઓળખાય છે)માં એક પાસી પરિવારમાં થયો હતો. તેન પતિ મક્કા તે સમયના મહાન પહેલવાન હતા.[૬][૭]
બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વધતા જતા વર્ચસ્વ સામે ૧૮૫૭ની પાનખરમાં દિલ્હી, ઝાંસી અને કાનપુર શહેરોમાં સામાન્ય બળવો ફાટી નીકળ્યો હતો. લખનઉમાં, ૨૨૦૦ની સંખ્યાબળ ધરાવતી એક નાનકડી બ્રિટિશ સૈન્ય ટુકડી અપર્યાપ્ત ખાદ્ય પૂરવઠા સાથે ગોમતી નદીના કિનારે વિદ્રોહીઓથી ઘેરાયેલી હતી. સપ્ટેમ્બરમાં બ્રિટીશ સૈનિકોની એક રાહત ટુકડી તૂટી ગઈ હતી, પરંતુ ફરીથી છોડવા માટે ફાયરપાવરનો અભાવ હતો.[૮][૯]
સિકંદર બાગનું યુદ્ધ
ઉદા દેવીએ નવેમ્બર ૧૮૫૭માં સિકંદર બાગની લડાઇમાં ભાગ લીધો હતો. પોતાની બટાલિયનને સૂચના આપ્યા બાદ, તે પીપળાના ઝાડ પર ચઢી ગઈ અને આગળ વધી રહેલા બ્રિટિશ સૈનિકો પર ગોળીબાર શરૂ કર્યો. એક બ્રિટીશ અધિકારીએ નોંધ્યું હતું કે ઘણી જાનહાનિમાં ગોળીના ઘા થયા હતા જે ઉપરના ભાગેથી તેજ આઘાત થયાનો સંકેત હતો.[૧૦] એક છુપાયેલા બંદૂકચાલકની શંકાને કારણે, તેણે તેના અધિકારીઓને ઝાડ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો અને આ વળતા હુમલામાં એક બળવાખોર જમીન પર પટકાયો હતો અને મૃત્યુ પામ્યો હતો. તપાસ કરતાં આ બંદૂકચાલક ઉદા દેવી પાસી હોવાનું બહાર આવ્યું હતું. વિલિયમ ફોર્બ્સ-મિશેલ, રિમાર્કન્સ ઓફ ધ ગ્રેટ વિપ્લવમાં, ઉદા દેવી વિશે લખે છે: "તેણી ઘોડેસવાર સેનાની જૂની ભાતની વજનદાર પિસ્તોલથી સજ્જ હતી, જેમાંથી એક હજી પણ તેના પટ્ટામાં ભરેલી હતી, અને તેણીનો બટવો હજી પણ અડધો દારૂગોળો ભરેલો હતો, તેણે હુમલા પહેલાં કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલા ઝાડ પરના મોરચેથી અડધા ડઝનથી વધુ પુરુષોને મારી નાખ્યા હતા."[૧૧]
પીલીભીતના પાસી લોકો દર વર્ષે ૧૬ નવેમ્બરના રોજ ઉદા દેવી પાસીની શહાદતની વર્ષગાંઠની ઉજવણી માટે એકઠા થાય છે.[૧૨][૧૩]
વિરાસત
ઉત્તર પ્રદેશ સરકારે ૨૦ માર્ચ ૨૦૨૧ના રોજ પ્રાંતીય સશસ્ત્ર દળ (પીએસી) મહિલા બટાલિયનની સ્થાપનાની જાહેરાત કરી હતી, જેનું નામ મહિલા સ્વાતંત્ર્ય સેનાની ઉદા દેવીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાણી અવંતીબાઈ લોધીની પુણ્યતિથિ પર આયોજિત એક કાર્યક્રમમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, "ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું બલિદાન આપનારી ત્રણ મહિલા યોદ્ધાઓ - રાણી અવન્તીબાઈ, ઉદા દેવી અને ઝલકારીબાઈના નામ પરથી પીએસીની ત્રણ મહિલા બટાલિયનની સ્થાપના કરવામાં આવશે, જેના માટે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ચૂકી છે."[૧૪][૧૫][૧૬]
સંદર્ભ
- ↑ Bates, Crispin; Carter, Marina (2 જાન્યુઆરી 2017). Mutiny at the Margins: New Perspectives on the Indian Uprising of 1857: Documents of the Indian Uprising. SAGE Publications India. ISBN 9789385985751. મૂળ સંગ્રહિત માંથી 9 ઓક્ટોબર 2017 પર સંગ્રહિત.
- ↑ Gupta, Charu (18 એપ્રિલ 2016). The Gender of Caste: Representing Dalits in Print. University of Washington Press. ISBN 9780295806563. મૂળ સંગ્રહિત માંથી 9 ઓક્ટોબર 2017 પર સંગ્રહિત.
- ↑ Narayan, Badri (2006). Women Heroes and Dalit Assertion in North India: Culture, Identity and Politics (અંગ્રેજીમાં). SAGE Publications. ISBN 978-0-7619-3537-7.
- ↑ Gupta, Charu (2007). "Dalit 'Viranganas' and Reinvention of 1857". Economic and Political Weekly. 42 (19): 1739–1745. JSTOR 4419579.
- ↑ Narayan, Badri (7 નવેમ્બર 2006). Women Heroes and Dalit Assertion in North India: Culture, Identity and Politics. SAGE Publications India. ISBN 9788132102809. મૂળ સંગ્રહિત માંથી 9 ઓક્ટોબર 2017 પર સંગ્રહિત.
- ↑ Singh, Satnam (2013). Swatantrata Sangram Mei Achhut Jatiyon Ka Yogdan (હિન્દીમાં) (1st, 2nd આવૃત્તિ). Delhi, India: Samyak Prakashan. પૃષ્ઠ 38. ISBN 9789391503079.
Veerangna Uda Devi Pasi
- ↑ Dinkar, DC (2007). Swatantrata Sangram Mei Achhuto Ka Yogdan (હિન્દીમાં) (1st, 2nd, 3rd, 4th આવૃત્તિ). Delhi, India: Gautam Book Center. પૃષ્ઠ 51. ISBN 8187733721.
Uda Devi Revolution
- ↑ "Uda Devi: Dalit Verrangna". amritmahotsav.nic.in.
Bit about early life
- ↑ "Death anniversary of Uda Devi: Who was this Dalit freedom fighter". indianexpress.com.
Her revolution
- ↑ Verma, R.D (1996). Virangana Uda Devi. Mahindra Printing Press.
- ↑ Safvi, Rana (7 એપ્રિલ 2016). "The Forgotten Women of 1857". The Wire-GB. મૂળ સંગ્રહિત માંથી 11 ઓગસ્ટ 2016 પર સંગ્રહિત. મેળવેલ 19 જૂન 2016.
- ↑ "Dalit group recalls its 1857 martyr Uda Devi". The Times of India-GB. 16 નવેમ્બર 2015. મૂળ સંગ્રહિત માંથી 24 મે 2017 પર સંગ્રહિત. મેળવેલ 15 એપ્રિલ 2017.
- ↑ "Sikandar Bagh Exterio".
- ↑ "Battalion named after Uda Devi".
- ↑ "Battalion named after Uda Devi".
- ↑ "The battalion will be called Veerangnas Battalion".