વાગડ
વાગડ ગુજરાતના કચ્છ જિલ્લાનો એક વિસ્તાર છે.
વ્યૂત્પત્તિ
ફેરફાર કરોવાગડ શબ્દનો શાબ્દિક અર્થ હવા અને પથ્થર એવો થાય છે. એટલે કે આ વિસ્તાર હવા અને પથ્થરોનો છે.[૧]
ઇતિહાસ
ફેરફાર કરો૧૧મી અને ૧૨ શતાબ્દીમાં વાગડ પર કાઠીઓનું શાસન હતું. ત્યાર બાદ અહીં સમા રજપૂતો અને જાડેજાઓનું રાજ શાસન ચાલ્યું. વાગડએ મોરબી રાજ્યનો ભાગ હતો આથી અહીંના લોકોની ભાષા કચ્છી ન હોતા ગુજરાતી ભાષાથી વધુ નજીક છે. વાગડ ૧૮૧૯માં કચ્છનો ભાગ બન્યો. તે પહેલાં અહીંના ઠાકોરો કચ્છના રાઓના પ્રખર વિરોધી હતા. [૧]
ભૂગોળ
ફેરફાર કરોવાગડ વિસ્તાર કચ્છનો પશ્ચિમોત્તર અને ગુજરાત વચ્ચેનો વિસ્તાર છે.[૨] તે મોટાભાગે રેતાળ છે.[૨] તેમાં રાપર, ભચાઉ, સામખીયાળી, અધોઈ, ખારોઈ વગેરે તેમજ આસપાસના વિસ્તારનો સમાવેશ થાય છે.
લોકસાહિત્યમાં
ફેરફાર કરોવાગડ વિસ્તારનો ઉલ્લેખ ગુજરાતી લોકસાહિત્યના પ્રખ્યાત દુહામાં થયો છે.[૩]
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત.
વરખામાં વાગડ ભલો, કચ્છડો બારેમાસ.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ Lyla Mehta. The Politics and Poetics of Water: The Naturalisation of Scarcity in Western. પૃષ્ઠ ૧૦૨.
- ↑ ૨.૦ ૨.૧ "વાગડ - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon" (અંગ્રેજીમાં). મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૮.
- ↑ બળવંત જાની. "દુહાની દુનિયા". મુંબઈ સમાચાર. મૂળ માંથી ૧૯ જુલાઇ ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૮.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |