૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ


ચીન-ભારત યુદ્ધ તે ચીન-ભારત સરહદી સંઘર્ષ (simplified Chinese: ; traditional Chinese: ; pinyin: Zhōng-Yìn Biānjìng Zhànzhēng) તરીકે પણ ઓળખાય છે. આ યુદ્ધ 1962માં ભારત અને ચીન વચ્ચે લડાયું હતું. આ યુદ્ધનું મુખ્ય કારણ હિમાલયની વિવાદિત સરહદ હતી, પરંતુ આ યુદ્ધમાં અન્ય કારણોએ પણ ભૂમિકા ભજવી હતી. ભારતે દલાઇ લામાને આશ્રય આપ્યો તે સમયે 1959ના તિબેટના બળવા બાદ સરહદ પર શ્રેણીબદ્ધ હિંસક બનાવો બન્યા હતા. ભારતે ફોરવર્ડ પોલિસીનો આરંભ કર્યો હતો જે હેઠળ તેણે સરહદ પર ચોકીઓ મૂકી હતી, જેમાં 1959માં ચીનના પ્રમુખ ઝોઉ એનલાઇ દ્વારા જાહેર કરાયેલી વાસ્તવિક અંકુશ રેખાના પૂર્વીય હિસ્સારૂપ, મેકમોહન લાઇનની ઉત્તરે આવેલી ઘણી ચોકીઓનો પણ સમાવેશ થતો હતો.

ક્યુબાની મિસાઇલ કટોકટીની સાથે સાથે, 20 ઓક્ટોબર 1962ના રોજ લડાખ અને મેકમોહન લાઇન પર ચીને લડાખ અને મેકમોહન લાઇન પર એકસાથે હુમલાઓ શરૂ કર્યાં. બન્ને મોરચે ચીનના દળોએ ભારતીય સૈન્ય પર જીત મેળવી અને પશ્ચિમી મોરચે ચાઉશુલમાં રેઝાન્ગ લાને, તેમજ પૂર્વીય મોરચે તવાન્ગને કબ્જે કર્યું. 20 નવેમ્બર 1962ના રોજ ચીને યુદ્ધવિરામ જાહેર કરતા આ યુદ્ધનો અંત આવ્યો હતો અને ભારત વિવાદિત ક્ષેત્રમાંથી ખસી ગયું હતું.

ચીન-ભારત યુદ્ધની કપરા સંજોગો માટે નોંધ લેવામાં આવે છે જેમાં આશરે 4,250 મીટર (14,000 ફૂટ)ની ઊંચાઇએ ભિષણ યુદ્ધ ખેલાયું હતું.[] આ યુદ્ધને પગલે બન્ને પક્ષે લશ્કરની હિલચાલના સંદર્ભમાં અનેક સમસ્યાઓ ધ્યાનમાં આવી હતી. ચીન-ભારત યુદ્ધની એટલે પણ નોંધ લેવાય છે કે તેમાં ચીન અને ભારત, બન્નેમાંથી કોઇ પણ પક્ષે નૌકાદળ અથવા વાયુસેનાને સામેલ કરી નહોતી

ચીન અને ભારત એક લાંબી સરહદ ધરાવે છે, જે નેપાળ અને ભૂતાનમાં ત્રણ હિસ્સામાં વહેંચાયેલી છે, આ સરહદ હિમાલયની પર્વતમાળાની સાથે સાથે બર્મા અને તે સમયના પશ્ચિમ પાકિસ્તાન સુધી લંબાય છે. આ સરહદ પર સંખ્યાબંધ વિવાદિત ક્ષેત્રો આવેલા છે. આ સરહદના પશ્ચિમી છેડે અક્સાઈ ચીન પ્રદેશ આવેલો છે, જેનું કદ સ્વિત્ઝર્લેન્ડ જેટલું છે, આ પ્રદેશ ચીનના સ્વાયત્ત પ્રદેશ ઝિન્જિયાન્ગ અને તિબેટ (જેને ચીને 1965માં સ્વાયત્ત પ્રદેશ જાહેર કર્યો હતો)ની વચ્ચે આવેલો છે. બર્મા અને ભૂતાન વચ્ચેની પૂર્વીય સરહદ પર ભારતના વર્તમાન રાજ્ય અરૂણાચલ પ્રદેશ (જે અગાઉ નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી તરીકે ઓળખાતું હતું)નો પણ સમાવેશ થાય છે. આ બન્ને પ્રદેશોને 1962ના સંઘર્ષ દરમિયાન ચીને ઘેરી લીધા હતા.

મોટાભાગનું યુદ્ધ ઊંચા પહાડો પર લડાયું હતું. અક્સાઇ ચીન એ મીઠાની સપાટ ભૂમિનો વિશાળ રણપ્રદેશ છે અને તે સમુદ્રસપાટીથી આશરે 5,000 મીટરની ઊંચાઇએ આવેલો છે, અને અરૂણાચલ પ્રદેશ અત્યંત ડુંગરાળ પ્રદેશ છે જેના સંખ્યાબંધ શિખરો 7,000 મીટર કરતા પણ ઊંચા છે. લશ્કરી સિદ્ધાંત મુજબ, હુમલામાં સફળ થવા માટે હુમલાખોરે બચાવ કરનાર પર સામાન્યરીતે 3:1ની આંકડાકીય સરસાઇ રાખવી પડે છે; પહાડો પર થતા યુદ્ધમાં આ ગુણોત્તર નોંધપાત્રપણે ઊંચો હોવો જોઇએ કેમ કે આ પ્રદેશ બચાવ કરનારની તરફેણ કરે એવો હોય છે.[સંદર્ભ આપો] ચીન આ સિદ્ધાંતનો લાભ લઇ શકે તેમ હતું: આ પ્રદેશમાં આવેલા સૌથી ઊંચા શિખરો ચીનના સૈન્યના કબજામાં હતા. ઊંચા ભૌગૌલિક પ્રદેશ અને થિજાવી દેતી ઠંડીના કારણે સૈન્ય પરિવહન તથા કલ્યાણકાર્ય કઠીન બન્યું હતું; ભૂતકાળમાં પણ આની જેવા જ યુદ્ધોમાં (પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલિના લશ્કરી અભિયાન જેવા) શત્રુની કાર્યવાહીને બદલે કપરી પરિસ્થિતિને કારણે વધુ જાનહાનિ થઇ હતી. ચીન-ભારતનું યુદ્ધ તેનાથી કંઈ જૂદું નહોતું અને બન્ને પક્ષના ઘણાં સૈનિકો થિજાવી દેતી ઠંડીમાં મૃત્યુ પામ્યાં હતા.[]

પૂર્વભૂમિકા

ફેરફાર કરો
 
1909માં પ્રસિદ્ધ થયેલો અગાઉના સિમલાનો બ્રિટિશ નકશો ભારતની ઉત્તરીય સરહદ તરીકે કહેવાતી "આઉટર લાઇન"ને દર્શાવે છે.
 
નકશામાં અક્સાઇ ચીન ક્ષેત્રમાં સરહદના ભારતીય અને ચીનના દાવા, મકાર્ટની-મેકડોનાલ્ડ લાઇન, વિદેશી ઓફિસ લાઇન, તેમજ ચીન-ભારતીય યુદ્ધ દરમિયાન ચીનોના દળોની પ્રગતિ બતાવવામાં આવી છે.

આ યુદ્ધનું મુખ્ય કારણ વિસ્તૃત રીતે અલગ અક્સાઇ ચીન અને અરુણાચલ પ્રદેશના સરહદ પ્રદેશોના સાર્વભૌમત્વને લગતાં વિવાદો હતા.

ભારતના દાવા પ્રમાણે અક્સાઇ ચીન કાશ્મીરનો ભાગ હતું અને ચીનના દાવા મુજબ તે ઝિન્જીયાન્ગનો હિસ્સો હતું, આ વિસ્તાર એક મહત્વપૂર્ણ કડીરૂપ માર્ગ છે જે ચીનના તિબેટ અને ઝિન્જીયાન્ગને જોડે છે. આ માર્ગનું ચીને કરેલું બાંધકામ એ આ સંઘર્ષના મુખ્ય પરિબળો પૈકીનું એક હતું. અરૂણાચલ પ્રદેશ (જેને ચીન દક્ષિણ તિબેટ તરીકે ઓળખાવે છે) પર પણ બન્ને દેશોએ દાવો કર્યો છે - કદની દ્વષ્ટિએ તે ઓસ્ટ્રિયા જેટલો હોવા છતાં, યુદ્ધના દિવસો દરમિયાન ત્યાં પર્વતાળ પ્રદેશને કારણે છૂટીછવાઇ (સંખ્યાબંધ સ્થાનિક જાતિઓ) વસતી હતી.[સંદર્ભ આપો] [સંદર્ભ આપો]જોકે, આજે તે આશરે દસ લાખની વસતી ધરાવે છે.

જોન્સન લાઇન

ફેરફાર કરો

ચીન-ભારત સરહદના પશ્ચિમી હિસ્સાનો ઉદભવ 1834માં થયો હતો, જ્યારે શીખ કન્ફેડરેશને (શીખોના સાર્વભૌમ સંઘે) લડાખ પર વિજય મેળવ્યો હતો. 1842માં શીખ સંઘે, જે તે સમયે મોટાભાગના ઉત્તર ભારત (જમ્મુ અને કાશ્મીરના સરહદી પ્રદેશો સહિત) પર શાસન કરતું હતું, એક સંધિ પર હસ્તાક્ષર કર્યાં હતા જેમાં પોતાના પડોશીઓ સાથેની તેની પ્રવર્તમાન સરહદની અખંડિતતાની બાંયધરી આપવામાં આવી હતી.[]

1846માં બ્રિટિશરો સામે શીખોની હારના પરિણામે જમ્મુ અને કાશ્મીર પ્રદેશના હિસ્સારૂપ લડાખનું સાર્વભૌમત્વ બ્રિટિશરોના હાથમાં આવ્યું, અને બ્રિટિશ કમિશનરોએ સરહદ અંગે વાતચીત કરવા ચીનના અધિકારીઓનો સંપર્ક કર્યો. આ સરહદ તેના બે છેડાં - પેન્ગોન્ગ તળાવ અને કારાકોરમ ઘાટ સુધી સ્પષ્ટ હતી પણ વચ્ચે આવતો અક્સાઇ ચીન વિસ્તાર અસ્પષ્ટ હતો.[]

1865માં, બ્રિટિશ મોજણી અધિકારીW H Johnson કાશ્મીરના મહારાજા, કે જેમણે તેમને કામ સોંપ્યું હતું,[] સૂચિત "જોનસન લાઇન"ના નિષ્કર્ષ પર આવ્યા જેમાં અક્સાઇ ચીન કાશ્મીરમાં આવતું હતું.[] ચીને આ વ્યવસ્થાને ફગાવી દીધી, અને બ્રિટિશ સરકારે પણ તેની સામે વાંધો લીધો, આથી સમાધાન પર પહોંચવાના પ્રયાસરૂપે આ મુદ્દાને ઉઠાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. જોકે આ પ્રશ્ન ઉકેલાય તે પૂર્વે 1892માં, ચીને ઝિન્જીયાન્ગ અને લડાખ વચ્ચેના પૌરાણિક આવનજાવનના માર્ગ પર કારાકોરમ ઘાટ ખાતે સરહદના ચિહ્નોનું બાંધકામ કરી દીધું (જેની સામે બ્રિટિશ હિંદ સરકાર દ્વારા વાંધો લેવામાં આવ્યો હતો).[][]

19મી સદીના મોટાભાગના હિસ્સા દરમિયાન, ગ્રેટ બ્રિટન અને વિસ્તરી રહેલા રશિયન સામ્રાજ્ય મધ્ય એશિયામાં પ્રભાવ પાથરવા માટે પ્રયાસો કરી રહ્યાં હતા, અને બ્રિટને રશિયાના આક્રમણને અટકાવવા માટે બફર પ્રદેશ તરીકે અક્સાઇ ચીનને ચીનનાં વહિવટીતંત્રને સોંપી દેવાનો નિર્ણય કર્યો હતો. નવી સર્જાયેલી સરહદ મેકકર્ટની-મેકડોનલ્ડ લાઇન તરીકે ઓળખાતી હતી, અને બ્રિટિશ આધિપત્ય હેઠળના ભારત અને ચીને હવે અક્સાઇ ચીનને ચીનના પ્રદેશ તરીકે દર્શાવવાનું શરૂ કર્યું હતું.[] 1911માં, ઝિન્હાઇ ક્રાંતિના પરિણામે ચીનમાં સત્તામાં બદલાવ આવ્યો, અને 1918 સુધીમાં (રશિયામાં થયેલી બોલ્શેવિક ક્રાંતિને પગલે) બ્રિટિશરોને ચીન આ પ્રદેશની માલિકી ધરાવતું રહે તેમાં કોઇ ભલીવાર ન લાગ્યો. બ્રિટિશરોના નકશાઓમાં આ સરહદને મૂળ જોન્સન લાઇન તરીકે ફરીથી આંકવામાં આવી,[] પરંતુ આ પુનરાવર્તન કરવા છતાં નવી સરહદ નામવિહોણી રહી અને તેનું સીમાંકન થયું નહીં.[][] નેવિલ મેક્સવૅલે જણાવ્યા અનુસાર, રાજકીય પરિસ્થિતિ સાથે પોતાના દાવાઓમાં ફેરફાર થતાં, બ્રિટિશરોએ આ પ્રદેશમાં લગભગ 11 વિવિધ સરહદ રેખાઓનો ઉપયોગ કર્યો હતો.[] 1947માં ભારતની સ્વતંત્રતાના સમય સુધીમાં, જોન્સન લાઇન ભારતની સત્તાવાર પશ્ચિમી સરહદ બની ગઇ હતી.[] 1 જુલાઈ 1954ના રોજ, ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ભારતનો પક્ષને સ્પષ્ટ કરી દીધો હતો.[] તેમણે એવો દાવો કર્યો હતો કે અક્સાઇ ચીન સદીઓથી ભારતના લડાખ પ્રદેશનાં ભાગરૂપ રહ્યું છે, અને તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ સરહદ (જેને જોન્સન લાઇન તરીકે ઓળખવામાં આવે છે)ની ચર્ચા થઇ શકે એમ નહોતી.[] જ્યોર્જ એન. પેટરસને જણાવ્યા પ્રમાણે, વિવાદિત વિસ્તાર પર ભારતના દાવાઓના કથિત પુરાવાઓનું વર્ણન કરતા એક અહેવાલને જ્યારે ભારત સરકારે છેવટે રજૂ કર્યો ત્યારે "ભારતના પૂરાવાઓની ગુણવત્તા ઘણી જ નબળી હતી, જે પૈકીના કેટલાક તો અત્યંત શંકાસ્પદ પુરાવા હતા."[૧૦][૧૧]

1950ના દાયકા દરમિયાન, ચીને અક્સાઇ ચીનમાં ઝિન્જીયાન્ગ અને તિબેટને જોડતા એક માર્ગનું બાંધકામ કર્યું, જે ઘણી જગ્યાએ જોન્સન લાઇનની દક્ષિણે પસાર થતો હતો.[][][] ચીનના લોકો માટે અક્સાઇ ચીન પહોંચવું સરળ હતું, પરંતુ ભારતના પક્ષેથી કારાકોરમની પહાડીઓમાં થઇને ત્યાં પહોંચવું વધુ અડચણભર્યું હતું.[] પરિણામસ્વરૂપે, 1957 સુધી તો ભારતને આ માર્ગના અસ્તિત્વ વિશે જાણવા સુદ્ધાં નહોતું મળ્યું - આખરે જ્યારે ત્યારપછીના વર્ષમાં ચીનના નકશાઓ જોવા મળ્યાં ત્યારે આ વાત પાકાપાયે જાણવા મળી.[૧૨]

મેકમોહન લાઇન

ફેરફાર કરો

1824-1826ના પ્રથમ એન્ગ્લો-બર્મિઝ યુદ્ધને પગલે બ્રિટિશરોએ બર્માની પાસેથી મણિપુર અને આસામનો કબ્જો આંચકી લીધો ત્યારબાદ 1826માં બ્રિટિશ હિંદ અને ચીન વચ્ચે સમાન સરહદ સર્જાઈ. 1847માં, નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયરના એજન્ટ મેજર જે. જેન્કિન્સે એવો અહેવાલ આપ્યો કે તવાન્ગ એ તિબેટનો ભાગ હતું. 1872માં, તિબેટથી મઠના ચાર અધિકારીઓ તવાન્ગ આવ્યા અને નેફા (NEFA)ના અધિકારી મેજર આર. ગ્રેહામની સાથે આશ્ચર્યજનકરીતે સરહદનું સમાધાન કર્યું, જેમાં તવાન્ગના વિસ્તારનો તિબેટના ભાગ તરીકે સમાવેશ થતો હતો. આથી, 19મી સદીના ઉત્તરાર્ધ દરમિયાન, એ વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે બ્રિટિશરો તવાન્ગ પ્રદેશને તિબેટનો એક ભાગ ગણતા હતા. ભારતમાં બ્રિટિશ જનરલના સ્ટાફની 1 જૂન 1912ના રોજની એક નોંધમાં આ સરહદની પાકી જાણકારી મળી, જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, "હાલની સરહદ (સીમાંકન કરેલી) તવાન્ગની દક્ષિણે છે, જે ઉગલગુડીની નજીકથી પશ્ચિમતરફની ગિરિમાળાઓની ટેકરીઓએ થઈ દક્ષિણીય ભૂતાન સરહદ સુધી જાય છે." []ભારત સરકારના વિદેશ મંત્રાલય માટે તૈયાર કરવામાં આવેલા પૂર્વ બંગાળ અને આસામના પ્રાંતના 1908ની સાલના નકશામાં ભૂતાનથી હિમાલયની ટેકરીઓ પછીની બારોઇ નદી સુધી સતત લંબાતી આંતરરાષ્ટ્રીય સરહદ દર્શાવવામાં આવી છે.[] 1913માં, ગ્રેટ બ્રિટન, ચીન અને તિબેટના પ્રતિનિધિઓ સિમલામાં તિબેટ, ચીન અને બ્રિટિશ હિંદ વચ્ચેની સરહદોના સંદર્ભમાં યોજાયેલી એક પરિષદમાં ઉપસ્થિત રહ્યાં. ત્રણેય પક્ષો પ્રારંભિક સમજૂતિ પર આવ્યા, છતાં બાદમાં બેજિંગે બાહ્ય તિબેટ અને આંતરિક તિબેટ પ્રદેશો વચ્ચેની સૂચિત સરહદ સામે વાંધો ઉઠાવ્યો અને તેને બહાલી આપી નહી. તે સમયે ચીન સમક્ષ ભારત-તિબેટની સરહદની વિગતો જાહેર કરાઇ નહોતી.[] આ પ્રસ્તાવને ઘડી કાઢનારા બ્રિટિશ હિંદ સરકારના વિદેશ સચિવ હેનરી મેકમોહને (તેના ઉપરી અધિકારીઓએ આવું નહીં કરવાની સૂચના આપી હોવા છતાં) ચીનની ઉપરવટ જઇને તિબેટ સાથે સીધી જ વાટાઘાટ યોજીને એકપક્ષીય રીતે સરહદ નક્કી કરવાનો નિર્ણય કર્યો.[] બાદમાં ભારતે કરેલા દાવા અનુસાર, આ સરહદ હિમાલયના સર્વોચ્ચ શિખરોએ થઇને પસાર થવાની હતી, કેમ કે હિમાલયની દક્ષિણ તરફના વિસ્તારો પરંપરાગતરીતે ભારતીય હતા.[૧૩] જોકે, મેકમોહનલાઇન સરહદની દક્ષિણે છે એવો ભારતે દાવો કર્યો.[] ભારત સરકાર એવો દ્વષ્ટિકોણ ધરાવતી હતી કે હિમાલય પર્વતમાળા ભારતીય ઉપખંડની પૌરાણિક સરહદ છે, અને આથી તે ભારતની આધુનિક સરહદ પણ બનવી જોઇએ,[૧૩] જ્યારે ચીનની સરકાર એવું વલણ ધરાવતી હતી કે હિમાલયમાં આવેલો આ વિવાદિત વિસ્તાર પૌરાણિક સમયથી ભૌગૌલિક અને સાંસ્કૃતિક રીતે તિબેટનો એક ભાગ રહ્યો છે.[૧૪]

સિમલા સમજૂતિના મહિનાઓ બાદ, ચીને મેકમોહન લાઇનની દક્ષિણે સીમા ચિહ્નોની સ્થાપના કરી. નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયરના પૂર્વીય ક્ષેત્રના અધિકારી ટી. ઓ'કોલઘને આ તમામ ચિહ્નોને મેકમોહન લાઇનની સહેજ દક્ષિણના એક સ્થળે ખસેડ્યાં, અને ત્યારબાદ આ વિસ્તારમાં ચીનનો કોઇ પ્રભાવ નહોતો તે વાત તિબેટના અધિકારીઓ પાસે પાકી કરવા માટે રિમાની મુલાકાત લીધી.[] બ્રિટિશરોના આધિપત્ય હેઠળની ભારત સરકારે પ્રારંભમાં સિમલા સમજૂતિને નકારી કાઢી હતી કેમ કે તે 1907ના એન્ગ્લો-રશિયન કન્વેન્શન સાથે અસંગત હતી, કન્વેન્શનમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે "ચીનની સરકારની મધ્યસ્થી સિવાય" કોઇ પણ પક્ષ તિબેટ સાથે વાટાઘાટ કરી શકે નહિ".[૧૫] 1907ની આ સમજૂતિને બ્રિટિશરો અને રશિયનોએ પરસ્પર સંમતિ સાથે 1921માં રદ કરી નાખી હતી.[૧૬] 1930ના દશકના અંતભાગ સુધીમાં બ્રિટિશરોએ આ પ્રદેશના સત્તાવાર નકશામાં મેકમોહન લાઇનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું નહોતું.

ચીને એવો દ્વષ્ટિકોણ અપનાવ્યો હતો કે તિબેટની સરકારને આ પ્રકારની કોઇ સંધિ કરવાની સત્તા હોવી જોઇએ નહિ. ચીને તિબેટના સ્વતંત્ર શાસનના દાવાઓને નકારી કાઢ્યાં હતા.[] વ્યાપારિક શહેર તવાન્ગને બ્રિટિશ-હિંદના સત્તાક્ષેત્રમાં દર્શાવનારા સીમાંકનને બાદ કરતા, તિબેટે પોતાના પક્ષે મેકમોહન લાઇનના કોઇ પણ હિસ્સા સામે વાંધો લીધો નહોતો.[] જોકે, બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં, તિબેટના અધિકારીઓને સંપૂર્ણ સત્તા સાથે તવાન્ગનો વહિવટ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન જાપાન અને ચીનના હુમલાનો ભય વધતાં, બ્રિટિશ હિંદના સૈનિકોએ ભારતની પૂર્વીય સરહદની સુરક્ષાના ભાગરૂપે આ નગરને પોતાને હસ્તક લીધું.[]

1950ના દશકમાં ભારતે આ પ્રદેશમાં સક્રિયપણે પેટ્રોલિંગ કરવાનું શરૂ કર્યું. એવું જાણવા મળ્યું કે, આ વિસ્તારના ઘણા સ્થળોએ આવેલા સૌથી ઊંચા પર્વતો હકીકતમાં તો મેકમોહન લાઇનની ઉત્તરે હતા.[] આ લાઇનનો મૂળ હેતુ બન્ને રાષ્ટ્રોને વિશ્વના સૌથી ઊંચા પર્વતો દ્વારા અલગ રાખવાનો છે એવો ઐતિહાસિક દ્વષ્ટિકોણ ભારત ધરાવતું હોવાથી, આ સ્થળઓએ ભારતે પર્વતોની વધુ ઉત્તરે પોતાની ફોરવર્ડ પોસ્ટ્સ ખસેડી. ભારતના મતે આ પગલું મૂળ સીમા પ્રસ્તાવ સાથે સુસંગત હતો, અલબત્ત સિમલા કન્વેન્શનમાં આ હેતુને સ્પષ્ટપણે જણાવવામાં આવ્યો ન હતો.[]

યુદ્ધ તરફ દોરી જનારી ઘટનાઓ

ફેરફાર કરો

તિબેટ વિવાદ

ફેરફાર કરો

1940ના દશકમાં દક્ષિણ એશિયામાં ભારે ફેરફારો થયા, જૈ પૈકી 1947માં ભારતનું વિભાજન થયું (જેના પરિણામે ભારત અને પાકિસ્તાન, એમ બે નવા દેશોની સ્થાપના થઇ), અને 1949માં પિપલ'સ રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપના થઇ. નવી ભારત સરકારની સૌથી પાયારૂપ નીતિઓમાં જૂના સમયના મૈત્રીપૂર્ણ સંબંધોને પુર્નજીવિત કરવા સાથે ચીન સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો નિભાવવાની નીતિનો સમાવેશ થતો હતો. ભારત, નવરચિત પીઆરસી (PRC)ને રાજદ્વારી માન્યતા આપનારા સૌપ્રથમ દેશો પૈકીનું એક હતું.[૧૭]

અક્સાઇ ચીન પર અંકુશ અંગેની નહેરુની ખુલ્લી જાહેરાતો અથવા દાવાઓની તે સમયે ચીનના અધિકારીઓએ કોઇ આલોચના કરી નહોતી. 1956માં, ચીનના પ્રમુખ ચાઉ એનલાઇએ જણાવ્યું હતું કે તેઓ ભારત અંકુશિત વિસ્તાર પર કોઇ દાવો ધરાવતા નથી.[૧૭] બાદમાં તેમણે એવી દલીલ કરી હતી કે અક્સાઇ ચીન ચીનના સત્તાક્ષેત્ર હેઠળ પહેલેથી જ છે, તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે ચીન આ વિસ્તારને "ભારત અંકુશિત" વિસ્તાર તરીકે ગણતું નથી તેથી તેમના અગાઉના નિવેદનમાં કોઇ વિરોધાભાસ નથી અને બ્રિટિશરોએ ચીન સાથે નક્કી કરેલી મેકકર્ટની-મેકડોનલ્ડ લાઇન જ સુસંગત સરહદ છે.[] ચાઉએ બાદમાં એવી દલીલ કરી હતી કે સરહદનું સીમાંકન થયું નથી અને તેને ચીન અથવા ભારતીય સરકાર વચ્ચેની કોઇ પણ સંધિમાં સ્પષ્ટ કરવામાં આવી નહોતી, આથી ભારતીય સરકાર એકપક્ષીય રીતે અક્સાઇ ચીનની સરહદો નક્કી કરી શકે નહિ.[]

જોકે, ટૂંકાગાળામાં જ પીઆરસીએ તિબેટને પુનઃ પ્રાપ્ત કરવાના પોતાના આશયની જાહેરાત કરી, અને ચીને અક્સાઇ ચીનના ભારતના દાવાવાળા વિસ્તારની અંદર સીમા ચોકીઓ સ્થાપીને પોતાનો પ્રભાવ વિસ્તાર્યો.[] ભારતે આ પગલાનો વિરોધ કર્યો અને ચીન-ભારત સરહદ પર શાંતિ રહે તે માટે રાજદ્વારી ઉકેલ શોધવાનો નિર્ણય કર્યો.[][૧૭] ભારતના દ્વષ્ટિકોણ અંગેની કોઇ પણ શંકા ન રહે તે માટે, વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સંસદમાં એવી જાહેરાત કરી કે ભારત મેકમોહન લાઇનને તેની સત્તાવાર સરહદ ગણે છે.[૧૭] ચીને આ નિવેદન સામે કોઇ ચિંતા વ્યક્ત કરી નહોતી,[][૧૭] અને 1951 તથા 52માં, ચીનની સરકારે ભારપૂર્વક જાહેર કર્યું હતું કે ભારત સમક્ષ ઉઠાવવા જેવો કોઇ સરહદીય પ્રશ્ન નથી.[૧૭]

1954માં, વડાપ્રધાન નહેરુએ ભારતની સરહદોને સ્પષ્ટપણે વ્યક્ત અને સીમાંકૃત કરવાની માગ કરતો એક પત્ર લખ્યો:[] ભારતની અગાઉની વિચારધારાની જેમ જ, ભારતના નકશાઓમાં એક એવી સરહદ દર્શાવવામાં આવી કે જેમાં અમુક ઠેકાણે સરહદ મેકમોહન લાઇનની ઉત્તરે હતી.[૧૮] નવેમ્બર 1956માં, ચીનના પ્રમુખ ચાઉ એનલાઇ પિપલ'સ રિપબ્લિક ભારતીય પ્રદેશ પર કોઇ દાવો ધરાવતું નથી તેવી બાંયધરીનો પુનરોચ્ચાર કર્યો, અલબત્ત ચીનના સત્તાવાર નકશાઓમાં ભારતે દાવો કરેલી 1,20,000 ચોરસ કિલોમીટર જમીનને ચીનનો ભાગ દર્શાવવામાં આવી હતી.[૧૭] આ સમયગાળા દરમિયાનના સીઆઇએના દસ્તાવેજોમાંથી જાણવા મળ્યું કે બર્માના પ્રમુખ બા સ્વેએ આપેલી, ચાઉ સાથે કામ પાર પાડતી વખતે સાવધ રહેવાની ચેતવણીની નહેરૂએ અવગણના કરી હતી.[૧૯] તેમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે ચાઉએ ઇરાદાપૂર્વકરીતે નહેરુને એવું જણાવ્યું હતું કે ચીન ભારત સાથે સીમાનો કોઇ પ્રશ્ન ધરાવતું નથી.[૧૯]

1950માં, ચીનની પિપલ'સ લિબરેશન આર્મીએ તિબેટને પુનઃ પ્રાપ્ત કરવાના પ્રયાસરૂપે તિબેટ પર આક્રમણ કર્યું. ચાર વર્ષ બાદ, 1954માં, ચીન અને ભારતે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના પાંચ સિદ્ધાંતો (પંચશીલ) વિશે વાટાઘાટો કરી, જેના અંતર્ગત બન્ને રાષ્ટ્રો તેમના વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ માટે સંમત થયા. ભારતે સરહદોનો નકશો ચીનને ભેટ આપ્યો જેનો ચીને સ્વીકાર કર્યો, અને વડાપ્રધાન નહેરુની ભારત સરકારે હિંદી-ચીની ભાઈ-ભાઈ નાં (ભારતીયો અને ચીનાઓ ભાઈ છે) નારાને બુલંદ બનાવ્યો. રાજકીય વિશ્લેષક જ્યોર્જિયા ટેકના મતાનુસાર,John W Garver તિબેટ અંગે નહેરૂ એક મજબૂત ચીન-ભારતીય હિસ્સેદારીની રચના કરવાની હતી જે સમજૂતિ દ્વારા અસરકારક બને અને તિબેટ પર સમાધાન સાધી શકાય. ગાર્વરની ધારણા અનુસાર નહેરુના પાછલા પગલાઓને કારણે તેમને એવો આત્મવિશ્વાસ હતો કે ચીન ભારત સાથે "એશિયાની ધરી"ની રચના કરવા તૈયાર થઇ જશે.[૧૨]

સંબંધોમાં સધાઇ રહેલી દેખીતી પ્રગતિને એ વખતે મોટો આંચકો લાગ્યો કે જ્યારે, 1959માં, ચીનના શાસનની વિરુદ્ધના નિષ્ફળ તિબેટિયન બળવા બાદ લ્હાસાથી ભાગી આવેલા તિબેટના એ સમયના ધાર્મિક નેતા, 14મા દલાઇ લામાને નહેરુએ આશ્રય આપ્યો. ચીનના સામ્યવાદી પક્ષના ચેરમેન માઓ ઝેદોન્ગ ગુસ્સે ભરાયા હતા અને ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીને તિબેટમાં ભારતીય વિસ્તરણવાદીઓની કામગીરી વિશે અહેવાલો રચવા જણાવ્યું. [સંદર્ભ આપો]

આ સમયગાળા દરમિયાન સીમાના છમકલાં સતત ચાલું રહ્યાં. ઓગસ્ટ 1959માં, પિપલ'સ લિબરેશન આર્મીએ મેકમોહન લાઇન પર શંકાસ્પદ સ્થિતિ ધરાવતા એક ભારતીય કેદીને લોન્ગ્જુ ખાતે લાવી,[][][૧૮][૨૦] અને બે મહિના બાદ અક્સાઇ ચીનમાં થયેલી એક અથડામણમાં ભારતના નવ સરહદી પોલિસના જવાનોના મોત થયા.[]

2 ઓક્ટોબરના રોજ, માઓ સાથેની એક બેઠકમાં સોવિયેત યુનિયનના પ્રમુખ નિકિતા ખ્રુશ્ચોવે નહેરુનો બચાવ કર્યો. આ પગલાને કારણે સોવિયેત યુનિયન, અમેરિકા અને ભારત- આ તમામ દેશો ચીનની વિરુદ્ધમાં વિસ્તરણવાદી યોજના ધરાવે છે એવી ચીનની ધારણાને પાકી બની. પિપલ'સ લિબરેશન આર્મી આત્મ-સુરક્ષા માટેના પ્રતિહુમલાની યોજનાને લઇને ઘણી આગળ વધી ગઇ હતી.[૧૨] બન્ને રાષ્ટ્રો વચ્ચે પુનઃ વાટાઘાટો શરૂ કરાઇ પણ કોઇ પ્રગતિ સાધી શકાઇ નહીં.[][૨૧]

મેકમોહન લાઇન (ઉપર જુઓ)ને પોતાની અસંમતિના પરિણામરૂપે, ચીનના નકશાઓમાં નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એરિયા નેફા (NEFA) અને અક્સાઇ ચીનને ચીનના પ્રદેશ તરીકે દર્શાવવામાં આવ્યા.[૧૩] 1960માં, ચાઉ એનલાઇએ બિનસત્તાવારપણે એવું સૂચન કર્યું કે નેફા (NEFA) ઉપર ચીનના દાવાને પરત ખેંચવાના બદલામાં ભારતે અક્સાઇ ચીન પરનો દાવો જતો કરવો જોઇએ. પોતાની નિર્ધારિત સ્થિતિને વળગી રહેલા, નેહરુ એવી ધારણા ધરાવતા હતા કે ચીન આ બન્નેમાંથી એકપણ પ્રદેશ પર કાયદેસરનો દાવો ધરાવતું નથી, અને આથી તેને માન્ય રાખવા તૈયાર નથી. ચીનમાં આ મક્કમ અભિપ્રાયને તિબેટમાં ચીનના શાસન સામે ભારત દ્વારા વિરોધ તરીકે જોવામાં આવ્યો.[૧૨] ચીનના સૈનિકો જ્યાં સુધી અક્સાઇ ચીનમાંથી ખસી જાય નહીં ત્યાં સુધી સરહદ વિશે કોઇ પણ વાટાઘાટ યોજવાનો નહેરુએ ઇનકાર કર્યો; આ વલણને આંતરરાષ્ટ્રીય સમાજમાંથી સમર્થન મળ્યું હતું.[] ભારતે આ વાટાઘાટો વિશે સંખ્યાબંધ અહેવાલો તૈયાર કર્યાં, અને આંતરરાષ્ટ્રીય ચર્ચામાં માહિતી આપવા માટે ચીનના અહેવાલોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. ચીન એવું સમજ્યું કે ભારત "તિબેટ અંગેની પોતાની મુખ્ય યોજના"ને આગળ વધારવા માટે સહજપણે પોતાનો દાવો પાકાપાયે કરી રહ્યું છે.[૧૨] અક્સાઇ ચીનમાંથી ચીન ખસી જાય એવા ભારતના વલણે રાજદ્વારી પરિસ્થિતિને એ હદે કથળાવી મૂકી કે આંતરિક પરિબળો નહેરુ ઉપર ચીન વિરુદ્ધ લશ્કરી દ્વષ્ટિકોણ અપનાવવા માટે દબાણ કરવા લાગ્યા હતા.

ફોરવર્ડ પોલિસી

ફેરફાર કરો

1961ના પ્રારંભમાં, નહેરુએ આર્મી ચીફ ઓફ જનરલ સ્ટાફ,[૨૨] તરીકે જનરલની નિમણૂંક કરી,B. M. Kaul પણ સૈન્યના ખર્ચમાં વધારો કરવાનો તથા સંભવિત યુદ્ધ માટે તૈયાર રહેવાનો તેમણે ઇનકાર કરી દીધો.[૨૨] અમેરિકન નૌકાદળના જેમ્સ બર્નાર્ડ કેલ્વિને જણાવ્યા અનુસાર, 1959માં, ભારતે વિવાદિત પ્રદેશોમાં ભારતીય સૈનિકો અને સરહદી ચોકિયાતો મોકલવાનું શરૂ કરી દીધું હતું. આ કાર્યક્રમને પગલે અચાનક અથડામણો થવા લાગી અને ભારત તથા ચીન વચ્ચેના સંબંધો કડવા બન્યા.[] આ નીતિનો હેતુ આગળ વધતા ચીનના સૈનિકોની પાછળ ચોકીઓ સ્થાપીને તેમનો પૂરવઠો રોકી દેવાનો હતો, જેથી તેમને વિવાદિત રેખા (મેકમોહન)ની ઉત્તરે જવાની ફરજ પડે.[][૧૭][૨૦][૨૩] આખરે આ પ્રકારની 60 ચોકીઓ સ્થપાઇ, જેમાં ભારતે જેના સાર્વભૌમત્વનો દાવો કર્યો હતો તે મેકમોહન લાઇનની ઉત્તરે આવેલી 43 ચોકીઓનો સમાવેશ થતો હતો.[][] ચીને આ પગલાને તિબેટ તરફ ભારતની વિસ્તરણવાદી યોજનાના વધુ એક પુરાવા તરીકે નિહાળ્યું. ભારતના સત્તાવાર ઇતિહાસ અનુસાર, ફોરવર્ડ પોલિસીને અમલમાં મૂકવાનો હેતુ અગાઉ કબજામાં નહીં રહેલા વિસ્તારમાં ભારતના કબજાના પૂરાવા પૂરા પાડવાનો હતો જેમાં ચીનના સૈનિકો પહેરો ભરી રહ્યાં હતા. કૌલને ભારતીય જાસૂસો સાથેના સંપર્કો અને સીઆઇએની માહિતીને લીધે એવો આત્મવિશ્વાસ હતો કે ચીન જોશથી પ્રતિક્રિયા નહીં આપે.[] હકીકતમાં પીએલએ (PLA) પહેલા તો સરળતાથી પાછીપાની કરી, પરંતુ ચાઇનીઝ દળોએ છેવટે વળતા પગલામાં ભારતના સ્થાનોને મેકમોહન લાઇનની ઉત્તરે ઘેરી લઇને ભારતીય સૈનિકો પર દબાણ કર્યું. આને પગલે ભારત માટે જેવા સાથે તેવાની પ્રતિક્રિયાનો વખત આવ્યો, બન્ને પક્ષો એકબીજાને શિકસ્ત આપવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. આ વિવાદ સતત વકરતો જતો હતો તેમછતાં, બન્ને રાષ્ટ્રના દળોને એકબીજાની સામે સીધાં પગલા લેવાની મનાઇ કરવામાં આવી.[૧૨]

તાઇવાનમાં રાષ્ટવાદીઓની સૈન્ય ગતિવિધિઓને કારણે ચીનનું ધ્યાન થોડા સમય માટે તે તરફ ખેંચાયું હતું, પણ 23મી જૂને અમેરિકાએ ચીનને એવું આશ્વાસન આપ્યું કે રાષ્ટ્રવાદીઓના આક્રમણને છૂટ અપાશે નહીં.[૨૪] તે સમયે તાઇવાન સમક્ષ તકાયેલી ચીનનું વિશાળ તોપદળ તિબેટ ખસેડી શકાય તેમ નહોતું.[૨૫] ભારતના સત્તાવાર ઇતિહાસના લેખક અનિલ આઠલેએ જણાવ્યા અનુસાર, યુદ્ધ માટે જરૂરી સાધનો એકત્ર કરવામાં ચીનને છથી આઠ મહિના લાગ્યા હતા.[૨૫] ચીને ભારતના કલકત્તા બંદર મારફત તિબેટમાં બિન-સૈનિક પૂરવઠાનો વિશાળ જથ્થો મોકલ્યો હતો.[૨૫]

અગાઉના બનાવો

ફેરફાર કરો

ભારત અને ચીન વચ્ચેના વિવિધ સીમાકીય અથડામણો અને "સૈનિક ઘટનાઓ" 1962ના ઊનાળા અને પાનખર ઋતુ દરમિયાન ભડકતી રહી. મે મહિનામાં, ભારતીય વાયુ સેનાને ક્લોઝ એર સપોર્ટની યોજના નહીં બનાવવા જણાવવામાં આવ્યું હતું, જોકે આને ચીન સામે ભારતના સૈનિકોના અસંતુલિત ગુણોત્તરનો ઉકેલ લાવવાનાં સંભવિત માર્ગ તરીકે જોવામાં આવતો હતો.[૨૬] જૂનમાં, એક અથડામણમાં ડઝન જેટલા ચીનના સૈનિકોના મોત થયા. ભારતના ઇન્ટેલિજન્સ બ્યુરોને સીમા પર ચીનની તૈયારી અંગે જાણકારી મળી જે યુદ્ધનું પૂર્વચિહ્નન બની શકે એમ હતી.[૨૬]

જૂન-જુલાઈ 1962 દરમિયાન, ભારતના સૈન્ય વ્યૂહરચનાકારોએ ચીનની વિરુદ્ધમાં "પ્રોબિંગ એકશન"ની તરફેણ કરવાનું શરૂ કર્યું, અને તે અનુસાર, પર્વતીય દળોને ચીનની પૂરવઠા રેખાઓ કાપી નાખવા માટે આગળ વધારવામાં આવ્યા. પેટરસને જણાવ્યા અનુસાર, ભારતના ત્રણ હેતુઓ હતાઃ

  1. ભારતની વિશે ચીનના નિશ્ચય અને હેતુઓની અજમાયશ કરવી.
  2. ચીન-ભારત યુદ્ધની ઘડીએ ભારતને સોવિયેતની મદદ મળી શકે છે કે કેમ તે ચકાસસવું.
  3. અમેરિકાની અંદર ભારત માટે સહાનુભૂતિ સર્જવી. ભારતમાં ગોવાના વિલય બાદ અમેરિકા સાથે ભારતના સંબંધો બગડેલા હતા.[૧૦][૨૭]

10 જુલાઈ 1962ના રોજ ચુશુલ (મેકમોહન લાઇનની ઉત્તરે) ભારતના કબજામાં રહેલી ચોકીને ચીનના 350 સૈનિકોએ ઘેરી લીધી પણ લાઉડસ્પીકર દ્વારા થયેલી ગરમ ચર્ચા બાદ તેઓ ખસી ગયા.[] 22 જુલાઈના રોજ, ભારતીય સૈનિકો વિવાદિત ક્ષેત્રમાં પહેલેથી જ મોજૂદ ચીનના દળોને પાછા ધકેલી શકે તે માટે ફોરવર્ડ પોલિસીને આગળ વધારવામાં આવી.[૧૭] ભારતીય સૈનિકોને અગાઉ ફક્ત આત્મ-સુરક્ષા માટે જ ગોળીબાર કરવાની સૂચના આપવામાં આવી હતી, તેવા સમયે હવે તમામ ચોકીના કમાન્ડરોને જો પડકારજનક ઘડી લાગે તો પોતાની મરજી પ્રમાણે ચીનના દળો ઉપર ગોળીબાર કરવાની છૂટ આપવામાં આવી.[૧૭] ઓગસ્ટમાં, ચીનનાં સૈન્યએ મેકમોહન લાઇન પર પોતાની યુદ્ધ માટેની સજ્જતામાં વધારો કર્યો અને દારૂગોળો, હથિયારો તથા ગેસોલિનનો પૂરવઠો જમા કરવો શરૂ કર્યો.[]

થાગ લા ખાતે સામનો

ફેરફાર કરો

જૂન 1962માં, ભારતીય દળોએ થાગ લા પર્વતના દક્ષિણ ઢોળાવ પર ધોલા ખાતે એક ચોકી સ્થાપી.[] ધોલા મેકમોહન લાઇનની ઉત્તરે આવતું હતું પણ ભારતના મતાનુસાર મેકમોહન લાઇનનાં ભાગરૂપ પર્વતની દક્ષિણે હતું.[સંદર્ભ આપો][][૧૮][૨૮] ઓગસ્ટમાં, ચીને રાજદ્વારી વિરોધ શરૂ કર્યો અને થાગ લાની ટોચે જગ્યા લેવાનું શરૂ કરી દીધું.[][૧૨] 8 સપ્ટેમ્બરના રોજ, પર્વતની દક્ષિણ બાજુએ પીએલએ (PLA)નું 60 સૈનિકોનું જૂથ ઉતરી આવ્યું અને ધોલા ખાતે ભારતીય થાણાંઓ પૈકીનું એક થાણું કબ્જે કર્યું. ગોળીબાર થયો નહોતો, પણ નહેરુએ માધ્યમોને એવું જણાવ્યું હતું કે ભારતીય સૈન્યને "આપણો પ્રદેશ મુક્ત કરાવવાની" સૂચના આપવામાં આવી હતી અને ફોર્સનો ઉપયોગ કરવાનો નિર્ણય કરવા માટે સૈનિકોને છૂટ આપવામાં આવી હતી.[૧૨] 11 સપ્ટેમ્બરના રોજ, "ભારતીય પ્રદેશમાં પ્રવેશનારા કોઇ પણ શસ્ત્રસજ્જ ચાઇનીઝ પર ગોળીબાર કરવાની તમામ અગ્રિમ ચોકીઓ અને ચોકિયાતોને છૂટ આપવાનો" નિર્ણય કરવામાં આવ્યો.[૧૭]

જોકે, નહેરુના અસ્પષ્ટ માર્ગદર્શનને કારણે થાગ લા કબ્જે કરવાનું અભિયાન અપૂર્ણ રહ્યું અને તે આ કારણોસર ખૂબ જ ધીમું ચાલ્યું હતું.[][] આ ઉપરાંત, સરહદ પર દરેકજણે લાંબા રસ્તા પર 35 કિલોગ્રામના સામાનનું વહન કરવું પડ્યું હતું, જેને કારણે પ્રતિક્રિયા ખૂબ જ ધીમી પડી ગઇ હતી.[૨૯] ભારતની બટાલિયનો સંઘર્ષના સ્થળે પહોંચે તે સમય સુધીમાં, ચીનના દળોએ નામ્કા ચુ નદીના બન્ને કિનારાઓ પર અંકુશ મેળવી લીધો હતો.[] 20 સપ્ટેમ્બરના રોજ, ચીનના દળોએ ભારતીય સૈનિકો ઉપર ગ્રેનેડ ફેંક્યા અને તોપમારો થયો, જેને કારણે બાકીના પૂરા સપ્ટેમ્બર મહિના દરમિયાન અથડામણોની એક લાંબી શ્રેણી સર્જાઈ.[][૨૯]

થાગ લા ખાતેના દળોના ઉપરી બ્રિગેડિયર દલવી સહિતના કેટલાક ભારતીય સૈનિકોને પણ એક વાતે ચિંતિત હતા કે જેના માટે તેઓ લડી રહ્યાં છે તે પ્રદેશ એવો પ્રદેશ હતો જ નહી કે "જેને તેઓ પોતાનો માનીને ચાલી શકે".[૨૦] નેવિલ મેક્સવેલના મત પ્રમાણે, ખુદ ભારતીય સંરક્ષણ મંત્રાલયના સદસ્યો પણ થાગ લા ખાતેની અથડામણની યથાર્થતા વિશે સ્પષ્ટપણે ચિન્તિત હતા.[]

યુદ્ધ શરૂ થવાના એક સપ્તાહ પૂર્વે, 3 ઓક્ટોબરના રોજ, ચાઉ એનલાઇએ નવી દિલ્હીમાં નહેરુની મુલાકાત લીધી અને યુદ્ધ નહીં થાય એવું વચન આપ્યું. 4 ઓક્ટોબરના રોજ, કૌલે થાગ લા પર્વતની દક્ષિણે આવેલા પ્રદેશોને કબ્જે કરવા માટે કેટલાક સૈનિકો મોકલ્યા.[] કૌલે ગુમાવી ચૂકાયેલી ધોલા ચોકીમાં પુનઃ પ્રવેશ કરતા પૂર્વે સૌપ્રથમ તો વ્યૂહાત્મકરીતે મહત્વપૂર્ણ મથક યુમ્ત્સો લાને કબ્જે કરવાનો નિર્ણય કર્યો.[૧૭] ત્યારબાદ કૌલને ભાન થયું કે આ હુમલો જીવલેણ નીવડશે અને ભારતીય સરકારે પૂર્ણકક્ષાના યુદ્ધને વધતું અટકાવવાનો પ્રયાસ કર્યો છે. થાગ લા તરફ મુસાફરી કરી રહેલા ભારતીય સૈનિકોને અગાઉ ક્યારેય નહીં અનુભવેલી પરિસ્થિતિમાં સહન કરવું પડ્યું હતું; બે ગુરખા સૈનિકો પલ્મોનરી એડેમાને કારણે મૃત્યુ પામ્યાં.[૨૯]

10 ઓક્ટોબરના રોજ, યુમ્ત્સો લા જઇ રહેલા 50 સૈનિકોના ભારતીય પંજાબી ચોકિયાત દળને અમુક સ્થિતિમાં ગોઠવાયેલા 1,000 ચાઇનીઝ સૈનિકોનો ભેટો થઇ ગયો.[] ભારતીય સૈનિકો યુદ્ધની સ્થિતિમાં નહોતા કેમ કે યુમ્ત્સો લા સમુદ્રસપાટીથી 16,000 ફીટ (4,900 મીટર) ઊંચે હતું અને કૌલે આ સૈનિકોને તોપમારાની મદદ પૂરી પાડવાની યોજના બનાવી નહોતી.[૨૯] ભારતીય સૈનિકો મેકમોહન લાઇનની ઉત્તરે હોવાની ધારણા સાથે ચીનના સૈનિકોએ ભારતીયો ઉપર ગોળીબાર શરૂ કર્યો. ભારતીયો ચીનના સ્થાનો વડે ઘેરાયેલા હતા અને ચીનના સૈનિકો મોર્ટાર મારો કરી રહ્યાં હતા. જોકે, તેઓએ ચીનના આ પ્રથમ હુમલાને ખાળી દીધો, પણ ભારે જાનહાનિ થઈ.[]

આ સમયે, ભારતીય સૈનિકો મોર્ટાર અને મશીનગનના ગોળીબાર સાથે ચીનાઓને પાછા ધકેલી દેવાની સ્થિતિમાં હતા. જોકે, બ્રિગેડિયર દલવીએ ગોળીબાર નહિ કરવાનું પસંદ કર્યું, કેમ કે તેને કારણે ચીનના પુનઃગઠનવાળા વિસ્તારોમાં હજું ફસાયેલા રાજપુતોને જાનથી હાથ ધોવા પડે તેમ હતા. તેઓ નિઃસહાયપણે બીજા હુમલા માટે પોતાની તૈયારી કરી રહેલા ચીનના સૈનિકોને નિહાળતા રહ્યાં.[૨૯] પરિસ્થિતિ હવે નિરુપાય થઇ ગઇ છે તે વાત સમજી ચૂકેલા ભારતીય સૈનિકોએ ચીનના બીજા હુમલામાં પોતાની પ્રતિક્રિયા આપવી શરૂ કરી. ભારતીય ચોકિયાતોમાં 25 લોકોના મોત થયા, જ્યારે ચીનના પક્ષે 33ની જાનહાનિ થઇ. પ્રતિક્રિયા આપી રહેલા સૈનિકોએ જોયા પ્રમાણે, ભારતીયોએ પ્રતિક્રિયા આપતા ચીનના સૈનિકોએ તેમનો ગોળીબાર રોકી દીધો અને ત્યારબાદ ભારતના મૃતક સૈનિકોને સૈન્ય સન્માન સાથે દફન કરવામાં આવ્યા. યુદ્ધમાં થયેલી ભીષણ લડાઇનો આ સૌપ્રથમ બનાવ હતો.[]

આ હુમલાએ ભારતને ચિંતામાં મૂકી દીધું અને નહેરુએ આ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ 18 ઓક્ટોબર સુધીમાં એ વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે ચીન ભારત પર હુમલા માટે તૈયારી કરી રહ્યું છે, અને સરહદ પર વ્યાપકપણે સૈન્ય જમાવટ કરી રહ્યું છે.[] થાગ લા પર્વતની દક્ષિણે આવેલી ચોકીઓ સ્થાપવામાં તથા ચોકીઓને વધારે મજબૂત બનાવવાના કાર્યમાં સહાય કરતી ખચ્ચરો અને મજૂરોની એક લાંબી કતાર પણ જોવા મળી હતી.[૨૯]

ચીન અને ભારતની તૈયારીઓ

ફેરફાર કરો

છેવટે ભારતીય દળો સાથેની ચીનની અથડામણો માટે બે મહત્વના પરિબળો કારણભૂત હતા જૈમાં વિવાદિત સરહદ પર ભારતનું વલણ અને તિબેટમાં ભારતની કથિત ભૂમિકા અંગે ચીનનાં ખ્યાલોનો સમાવેશ થાય છે. "તિબેટમાં ચીનના અંકુશને અવગણવાના ભારતના કથિત પ્રયાસોનો અંત લાવવાની આવશ્યક્તા હતી, ભારતીય કથિત પ્રયાસોને ચીન દ્વારા તિબેટમાં 1949 પૂર્વેની સ્થિતિ પુનઃ લાવવાના હેતુથી ભરેલા જોવામાં આવતા હતા." આ સિવાય "સરહદ પર ચીનના પ્રદેશની વિરુદ્ધમાં ભારતની ઉશ્કેરણીનો અંત લાવવાની આવશ્યક્તા હતી." જોન ડબ્લ્યુ. ગાર્વર એવી દલીલ કરે છે કે 1960ના દશકમાં ભારતના સૈન્ય અને નીતિની સ્થિતિ જોવામાં આવે તો સૌપ્રથમ ખ્યાલ ખોટો છે. તેમછતાં, એ ચીનને યુદ્ધ તરફ દોરી જનારું એક મહત્વનું કારણ હતું. જોકે, તેઓ એવી દલીલ કરે છે કે ભારત તરફથી ઉશ્કેરણીનો ચીનનો ખ્યાલ "નોંધપાત્રપણે સાચો" હતો.[૧૨]

સીઆઇએ (CIA)એ તાજેતરમાં જ વર્ગીકૃત કરેલા પોલો (POLO) દસ્તાવેજો આ યુદ્ધના સમયગાળા દરમિયાન ચીનના હેતુઓના સમકાલીન અમેરિકન વિશ્લેષણની વિગતો છતી કરે છે. આ દસ્તાવેજમાં જણાવવામાં આવ્યા પ્રમાણે, "ચીન દેખીતી રીતે એક મુખ્ય કારણને લીધે હુમલા માટે પ્રેરિત થયું હતું - તેઓ 1962માં પીએલએ (PLA)ના દળો જે જમીન ઉપર ઊભા હતા તે જમીનને પુનઃપ્રાપ્ત કરવાનો તથા આ જમીન લઇ લેવાનો પ્રયાસ કરવા બદલ ભારતીયોને સજા કરવાનો નિર્ણય કર્યો હતો."[૧૯]

ભારત સાથેના યુદ્ધના ચીનનાં નિર્ણયને અસર કરનારા અન્ય પરિબળરૂપ કથિત સોવિયેત-યુ.એસ.-ભારતનો ઘેરો અને ચીનની કથિત અવગણનાને રોકવાની આવશ્યક્તા હતી.[૧૨] તે સમયે સોવિયેત યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ભારતના ગાઢ સંબંધો હતા, પણ સોવિયેત યુનિયન પહેલેથી જ ક્યુબન મિસાઇલ કટોકટીમાં રોકાયેલું હતું અને તેણે ચીન-ભારત યુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો નહીં.[] પી. બી. સિન્હાના મતાનુસાર ચીને યુદ્ધ માટે સચોટપણે ક્યુબામાં અમેરિકાની ગતિવિધિનો સમય પસંદ કર્યો જેથી અમેરિકા અથવા સોવિયેત યુનિયનની સંડોવણી ટાળી શકાય. ક્યુબાની ફરતે અમેરિકાની સૈન્ય જમાવટ એ જ દિવસે થઇ હતી જ્યારે ધોલા ખાતે સૌપ્રથમ મોટી અથડામણ થઇ હતી. ચીને 10 અને 20 ઓક્ટોબરના રોજ જમાવટ કરી હતી, તે જ સમયગાળામાં યુનાઇટેડ સ્ટેટ્સે 20 ઓક્ટોબરથી ક્યુબાની વિરુદ્ધમાં સૈન્ય નાકાબંધી કરી હતી.[૧૭]

ગાર્વર એવી દલીલ કરે છે કે ચીનના અંકુશ હેઠળના પ્રદેશમાં ધીમે ધીમે વૃદ્ધિ કરવાના પ્રયાસરૂપે ચીને ભારતની સીમા નીતિઓ, ખાસ કરીને ફોરવર્ડ પોલિસીનું સચોટ મૂલ્યાંકન કર્યું હતું. તિબેટ વિશે, ગાર્વર એવી દલીલ કરે છે કે ભારત સાથે યુદ્ધ કરવાના ચીનના નિર્ણય પાછળ જવાબદાર મહત્વના કારણ પૈકીનું એક કારણ "પોતાના આંતરિક હેતુઓને બર લાવવા માટે અન્યનો વાંક કાઢવાની, પોતાના વર્તનનું આળ પરિસ્થિતિજન્ય પરિબળો પર લાદી દેવાની" માનવીય માનસકિતાનું હતું. 1990ના દશકમાં ચીને પ્રસિદ્ધ કરેલા અભ્યાસમાં એ વાતનું સમર્થન કરવામાં આવ્યું છે કે ભારત સાથે યુદ્ધ કરવાના ચીનના નિર્ણયના મૂળ તિબેટમાં ભારતની કથિત ઉશ્કેરણીનું હતું, અને ભારતની ફોરવર્ડ પોલિસી સહજ રીતે જ ચીનની પ્રતિક્રિયા ઉપજાવનારી હતી.[૧૨]

નેવિલ મેક્સવેલ અને એલન વ્હાઇટિંગ એવી દલીલ કરે છે કે ચીનના નેતાઓ એવું માનતા હતા કે તેઓ એક એવા પ્રદેશની સુરક્ષા કરી રહ્યાં છે જેને તેઓ ચીનનો કાયદેસરનો પ્રદેશ ગણે છે અને તે ભારતની મોજૂદગીની પહેલેથી જ ચીનના આધિપત્ય હેઠળ હતો. તેઓ ફોરવર્ડ પોલિસીને પ્રદેશમાં ધીમે ધીમે આગળ વધવાના ભારતનાં પ્રયાસ માનતા હતા.[૧૨] ખુદ માઓ ઝેદોન્ગે જ ફોરવર્ડ પોલિસીની ચાઇનીઝ ચૅસમાં ભારતની વ્યૂહાત્મક આગેકૂચ સાથે તુલના કરી હતી:

Their [India's] continually pushing forward is like crossing the Chu Han boundary. What should we do? We can also set out a few pawns, on our side of the river. If they don't then cross over, that’s great. If they do cross, we'll eat them up [chess metaphor meaning to take the opponent's pieces]. Of course, we cannot blindly eat them. Lack of forbearance in small matters upsets great plans. We must pay attention to the situation.[૧૨]

ફોરવર્ડ પોલિસીનો હેતુ નેફા (NEFA) અને અક્સાઇ ચીનમાં તહેનાત ચીનના સૈનિકોની પૂરવઠા રેખાને કાપી નાખવાનો હતો.[] ભારતના સત્તાવાર ઇતિહાસમાં જણાવવામાં આવ્યા અનુસાર, ફોરવર્ડ પોલિસીને તેની આરંભિક સફળતાને લીધે ચાલુ રાખવામાં આવી હતી, અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે જ્યારે પહેલેથી જ ભારતીય સૈનિકોના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં જ્યારે ચીનના સૈનિકોનો ભેટો થયો ત્યારે ચીનના સૈનિકો પાછા ખસી ગયા હતા. આમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે મેકમોહન લાઇનની દક્ષિણે આગળ વધી ગયેલા ચીનના સૈનિકોની પૂરવઠા રેખા કાપી નાખવામાં ફોરવર્ડ પોલિસીને સફળતા મળી હતી, તેમ છતાં 1962ના યુદ્ધ પૂ્વે આગળ વધ્યાના કોઇ પૂરાવા નહોતા. જોકે, ફોરવર્ડ પોલિસીમાં એવી ધારણા બાંધી લેવામાં આવી હતી કે ચીનના દળો "જો ભારતીય ચોકીઓ પર બળપ્રયોગ કરવાની સ્થિતિમાં હોય તો પણ તેઓ આપણી ચોકીઓ પૈકીની એકપણ પર બળપ્રયોગ કરે એવી શક્યતા નથી." ચીનના સૈનિકોએ જ્યારે પાછાં હટવાનું બંધ કર્યું ત્યારે પણ આ નીતિનું ગંભીરતા સાથે પુનઃમૂલ્યાંકન કરવામાં આવ્યું નહોતું.[૧૭] ચીનના વસતી ધરાવતા વિસ્તારોથી આશરે 5,000 કિલોમીટર છેટેના આ ઊચ્ચ પર્વતાળ પ્રદેશમાં પૂરવઠો પૂરો પાડવામાં ચીનને નડતી મુશ્કેલીઓને નજર સમક્ષ રાખીએ તો નહેરુનો આત્મવિશ્વાસ કદાચ વાજબી હતો.

આરંભમાં ચીનના નેતાઓએ ભારત પ્રત્યે સહાનુભૂતિભર્યો દ્વષ્ટિકોણ અપનાવ્યો હતો કેમ કે ભારત પર સદીઓ સુધી બ્રિટિશ શાસકો દ્વારા શાસન કરવામાં આવ્યું હતું. જોકે, નેહેરુની ફોરવર્ડ પોલિસીએ પીઆરસી (PRC)ના નેતાઓને એ વાત ગળે ઉતારી દીધી કે સ્વતંત્ર ભારતની નેતાગીરી એ બ્રિટિશ સામ્રાજ્યવાદના પુનઃ અવતારરૂપ હતી. માઓ ઝેદોન્ગે જણાવ્યું હતું કેઃ "સતતપણે ઉશ્કેરણીનો ભોગ બનવા કરતા, ચીન જ્યારે હકીકતમાં પોતાની બાંયો ચઢાવે ત્યારે શું થાય છે તે દુનિયાને બતાવી દેવું વધું સારું છે."

1962ના આરંભિક ગાળા સુધીમાં, ચીનના નેતાઓને એ ડર સતાવવા લાગ્યો હતો કે ભારતનો હેતુ ચીનના સૈનિકો પર મોટો હુમલો કરવાનો છે અને ભારતના નેતાઓ યુદ્ધ કરવા માગે છે.[][૧૨] ગોવાએ ભારતીય સંઘ સમક્ષ એક્સ્લેવ કોલોનીનું સમર્પણ કરવાનો પોર્ટુગલે ઇનકાર કરી દીધા બાદ 1961માં, ભારતના સૈન્યને ગોવામાં મોકલવામાં આવ્યું હતું જે ભારતીય સરહદ સિવાય અન્ય કોઇ પણ રાષ્ટ્ર સાથે સરહદ નહીં ધરાવતો એક નાનકડો પ્રદેશ હતો. ભારતના આ પગલાની સામે નગણ્ય કહી શકાય એવો આંતરરાષ્ટ્રીય વિરોધ અથવા પ્રતિકાર થયો હોવા છતાં, ખાસ કરીને ભારતીય નેતાઓના પ્રભાવી ભાષણોને નજર સમક્ષ રાખીને ચીને આ પગલાને ભારતના વિસ્તરણવાદી સ્વભાવના દ્વષ્ટાંત તરીકે લીધું હતું. ભારતના ગૃહપ્રધાને એવી જાહેરાત કરી હતી કે, "જો ચીન તેણે પચાવી પાડેલો પ્રદેશ ખાલી કરશે નહીં, તો ભારતે ગોવામાં જે કર્યું છે તેનું પુનરાવર્તન કરવું પડશે. ભારત બેશક ચીની સૈન્યને હાંકી કાઢશે",[] ભારતના કોંગ્રેસ પક્ષના અન્ય એક સદસ્યએ એવા ઉચ્ચારણો કર્યા હતા કે, "ભારતીય ભૂમિ પર (ચીનના) આક્રમણને ખાળવા માટે ભારત પગલા લેશે, બિલકુલ એ જ રીતે જે રીતે તે ગોવામાં પોર્ટુગલના આક્રમણનો અંત લાવ્યું હતું."[૧૦] 1962ના મધ્યગાળા સુધીમાં, ચીનના નેતાઓ સમક્ષ એક વાત સ્પષ્ટ થઇ ચૂકી હતી કે મંત્રણાઓ કોઇ પ્રગતિ સાધવામાં નિષ્ફળ નિવડી હતી, અને ફોરવર્ડ પોલિસીને વધુને વધુ પ્રમાણણાં એક ગંભીર પડકાર તરીકે જોવામાં આવી રહી હતી કેમ કે દિલ્હી સરહદી વિસ્તારોમાં વધુ ઊંડે ચોકિયાતો મોકલી રહ્યું હતું અને ચીનની પૂરવઠા રેખાઓ કાપી રહ્યું હતું.[૧૦] વિદેશ પ્રધાન માર્શલ ચેન યીએ એક ઉચ્ચ-સ્તરીય બેઠકમાં એવી ટિપ્પણી કરી હતી કે, "નહેરુની ફોરવર્ડ પોલિસી ચાકુ જેવી છે. જેને તેઓ આપણાં હૃદયમાં ઘોંપી દેવા માગે છે. આપણે આપણી આંખો બંધ કરીને મોતની રાહ જોઇ શકીએ નહીં."[૧૨] ચીનની નેતાગીરી એવી ધારણા ધરાવતી હતી કે આ મુદ્દે તેમના આત્મસંયમને ભારત નબળાઈ તરીકે જોઇ રહ્યું હતું, જેને કારણે તે સતત ઉશ્કેરણી કરી રહ્યું હતું, અને ભારતની કથિત ઉશ્કેરણીને અટકાવવા માટે એક મોટો પ્રતિ હુમલો જરૂરી બની ગયો છે.[૧૨]

ચીનના પ્રખ્યાત સૈન્ય ઇતિહાસકાર અને પીએલએ (PLA)ની નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના અધ્યાપક ઝુ યાન ચીનના નેતાઓના યુદ્ધ કરવાના નિર્ણય પર પ્રકાશ ફેંકે છે. સપ્ટેમ્બર 1962ના આખરી ભાગ સુધીમાં, ચીનના નેતાઓએ "સશસ્ત્ર સહઅસ્તિત્વ"ની તેમની નીતિની સમીક્ષા કરવાનું શરુ કરી દીધું હતું, જે ફોરવર્ડ પોલિસી અને તિબેટ અંગેની તેમની ચિંતાઓ દૂર કરવામાં નિષ્ફળ નીવડી હતી. ચીનના નેતાઓએ એક વિશાળ અને નિર્ણાયક હુમલાની વિચારણા કરવાનું પણ શરૂ કર્યું હતું.[૧૨] 22 સપ્ટેમ્બર 1962ના રોજ, પીપલ'સ ડેઇલીએ એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે "ચીનના લોકો સીમા પર ભારતની કાર્યવાહીથી 'ભારે રોષે' ભરાયા હતા અને નવી દિલ્હી હવે 'અમને પહેલા ચેતવણી આપવામાં આવી નહોતી.' એવું નહી કહી શકે."[૩૦][૩૧]

સૈન્ય આયોજન

ફેરફાર કરો

ભારતના પક્ષે એવો વિશ્વાસ પ્રવર્તતો હતો કે યુદ્ધ ભડકી ઉઠશે નહી અને તેણે બહુ મોટી તૈયારી કરી નહોતી. સંઘર્ષના વિસ્તારમાં ભારત ફક્ત બે સૈન્ય ડિવિઝન ધરાવતું હતું.[૩૨] ઓગસ્ટ 1962માં, બ્રિગેડિયર ડી. કે. પાલિતે એવો દાવો કર્યો કે નજીકના ભવિષ્યમાં ચીન સાથેના યુદ્ધની શક્યતા નકારી શકાય નહીં.[૩૨] સપ્ટેમ્બર 1962માં, જ્યારે ભારતીય સૈનિકોને થાગ લામાંથી "ચીનને હાંકી કાઢવાનો" આદેશ આપવામાં આવ્યો ત્યારે, મેજર જનરલ જે. એસ. ધિલ્લોને એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે "લડાખનો અનુભવ એવું સૂચવે છે કે ચીનાઓ તરફ કરવામાં આવેલા કેટલાક રાઉન્ડ ગોળીબારથી તેઓ ભાગી જશે."[૧૨][૧૭] આના કારણે, જ્યારે યુમ્ત્સો લા ખાતે હુમલો થયો ત્યારે ભારતીય સૈન્ય સંપૂર્ણપણે તૈયારી વિહોણું જ હતું.[][૩૨]

તાજેતરમાં જ વર્ગીકૃત થયેલા અને તે સમયે સંપાદિત થયેલા સીઆઇએના દસ્તાવેજોમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે ચીનની ક્ષમતા વિશેના ભારતના અંદાજોમાં આર્થિક વૃદ્ધિની તરફેણમાં તેમની સૈન્ય તાકાતની અવગણના કરવામાં આવી હતી.[૩૩] એમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે નહેરુની જગ્યાએ જો બીજો કોઇ સૈન્યની વિચારસરણી ધરાવતો માણસ હોત તો, ભારત ચીન તરફથી પ્રતિ-હુમલાના પડકાર માટે તૈયાર રહ્યું હોત.[૩૩]

6 ઓક્ટોબર 1962ના રોજ, ચીનના નેતાઓ ભેગા થયા. લિન બાયાઓએ એવો અહેવાલ આપ્યો કે પીએલએ (PLA)ના ઇન્ટેલિજન્સ એકમોને ખાતરી થઇ ચૂકી છે કે ભારતના દળો 10 ઓક્ટોબરના રોજ થાગ લા ખાતેના ચીનના થાણાંઓ ઉપર હુમલો (ઓપરેશન લેઘોર્ન) કરે એવી શક્યતા છે. ચીનના નેતાઓ અને મધ્યસ્થ સૈન્ય પરિષદે ભારત તરફથી કથિત સૈન્ય ઉશ્કેરણી સામે પાઠ ભણાવવા માટે વિશાળ પાયે હુમલો કરીને યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો.[૧૨] બેજિંગમાં, આગામી સંઘર્ષ માટેની યોજના ઘડી કાઢવા માટે ચીનના સૈન્યની એક વિશાળ બેઠક બોલાવવામાં આવી.[૧૨]

માઓ અને ચીનના નેતાઓએ એક નિર્દેશ જારી કર્યો જેમાં આ યુદ્ધના મુખ્ય હેતુઓ વર્ણવવામાં આવ્યા. મુખ્ય હુમલો પૂર્વીય ક્ષેત્રમાં કરવાનો હતો, જેની સાથે પશ્ચિમી ક્ષેત્રમાં એક નાનો હુમલો પણ થવાનો હતો. પૂર્વીય ક્ષેત્રમાં ચીનના દાવાવાળા પ્રદેશમાં રહેલા તમામ ભારતીય સૈનિકોને કાઢી મૂકવા અને આ યુદ્ધ ચીનના એકપક્ષીય યુદ્ધવિરામ સાથે પૂરું થશે તથા યુદ્ધ પૂર્વેની સ્થિતિ પાછી ખેંચી લેવાશે, ત્યારબાદ મંત્રણાના ટેબલ પર પરત ફરવામાં આવશે.[૧૨] ભારત બિન-સંગઠનવાદી ચળવળમાં આગળ પડતું સ્થાન ધરાવતું હતું, નહેરુ આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રતિષ્ઠા ધરાવતા હતા, અને વિશાળ સૈન્ય ધરાવતું ચીન ઉશ્કેરણીકાર તરીકે ચિતરાયું હતું. જોકે, તેમણે જણાવ્યું હતું કે ભારત સાથે સારી રીતે લડાયેલા એક યુદ્ધને કારણે "ઓછામાં ઓછાં ત્રીસ વર્ષ સુધીની શાંતિની ગેરેન્ટી હતી", અને યુદ્ધનો ખર્ચ સરભર થઇ જવાનો લાભ મળે તે નક્કી હતું.[૧૨]

8 ઓક્ટોબરના રોજ, વધુ અનુભવી અને ચુનંદા ડિવિઝનોને ચેન્ગદુ અને લાન્ઝોઉના સૈન્ય પ્રદેશોમાંથી તિબેટમાં કૂચ કરી જવા માટે તૈયારીઓ કરવાનો આદેશ આપવામાં આવ્યો.[૧૨]

12 ઓક્ટોબરના રોજ, નહેરુએ એવી જાહેરાત કરી કે તેમણે "નેફા (NEFA)માં ભારતીય પ્રદેશમાં રહેલા ચીનના આક્રમણખોરોની સાફસૂફી" કરવા માટે ભારતીય સૈન્યને આદેશ આપ્યો હતો અને કૌલને રૂબરૂ મળીને આદેશો આપ્યા હતા.

14 ઓક્ટોબરના રોજ, પીપલ'સ ડેઇલીના તંત્રીલેખમાં ભારતને આખરી ચેતવણી જારી કરવામાં આવીઃ "તો એવું જણાય છે કે શ્રી નહેરુ ચીનના સરહદી ચોકિયાતો ઉપર વધુ મોટાપાયે હુમલો કરવા માટે માનસિકરીતે તૈયાર છે...શ્રી નહેરુને એ જણાવવાનો સમય પાકી ગયો છે કે વિદેશી આક્રમણોનો પ્રતિકાર કરવાની ગૌરવવંતી પરંપરા ધરાવતા ચીનના શૂરવીર સૈનિકોને તેમના પોતાના મુલકમાંથી કોઇ ક્યારેય પણ બહાર કાઢી શકશે નહીં... જો હજું પણ એવા કેટલાક દીવાના માણસો હોય જેઓ અમારી ડહાપણભરી સલાહની બેદરકારીપૂર્ણ રીતે અવગણના કરતા હોય અને બીજો પ્રયત્ન કરવા માગતા હોય, તો તેમને એ કરવા દો. ઇતિહાસ પોતાનો કઠોર ચુકાદો આપશે... આ નિર્ણાયક ઘડીએ... અમે હજુ ફરી એકવાર શ્રી નહેરુને વિનંતી કરવા માગીએ છીએઃ ઢોળાવની ઉપર રહેવામાં જ સારું રહેશે અને પોતાના જુગાર માટે ભારતીય સૈનિકોના જીવન દાવ પર લગાવશો નહીં." [૩૧]

યુદ્ધની વ્યૂહરચના નક્કી કરનારા જૂથનો દોરીસંચાર માર્શલ લિયુ બોશેન્ગના હાથમાં હતો. તેમણે એવો નિષ્કર્ષ કાઢ્યો કે ભારતીય સૈનિકોનો પ્રતિકાર કરવો એ ભારતના લાભમાં છે, અને યુદ્ધમાં વિજય મેળવવા માટે ક્રેક ટ્રૂપ્સને તૈનાત કરવી આવશ્યક બનશે અને નિર્ણાયક વિજય મેળવવા માટે દળોની જમાવટ પર નિર્ભર રહેવું પડશે. 16 ઓક્ટોબના રોજ, યુદ્ધની યોજનાને મંજૂરી આપવામાં આવી, અને 18મીએ, પોલિટબ્યુરોએ 20મીએ થનારા "આત્મ-સુરક્ષા માટેના પ્રતિ-હુમલા"ને આખરી મંજૂરી આપી.

ચીનનું આક્રમણ

ફેરફાર કરો

20 ઓક્ટોબર 1962ના રોજ, ચીનના પીપલ'સ લિબરેશન આર્મીએ 1,000 કિલોમીટરના અંતરે બે હુમલા કર્યાં. પશ્ચિમી મોરચે, પીએલએ (PLA)એ ભારતીય દળો સમક્ષ અક્સાઇ ચીનમાં આવેલી ચિપ ચૅપ ખીણમાંથી હટી જવાની માગ કરી, જ્યારે પૂર્વીય મોરચે પીએલએએ નામ્કા ચુ નદીના બન્ને કિનારાઓનો કબ્જો માગ્યો. નાથુલા ઘાટ ખાતે થોડી અથડામણો પણ થઇ જે ભારતના સિક્કીમ રાજ્યમાં હતો. સિક્કિમ એ વખતે ભારતનું એક રક્ષિત રાજ્ય હતું. ઉત્તરે પસાર થઇ રહેલી ગુરખા રાઇફલ્સને ચીનના તોપમારાનું લક્ષ્યાંક બનાવવામાં આવી. ચાર દિવસની તીવ્ર લડાઇ બાદ, ચીનના સૈન્યની ત્રણ રેજિમેન્ટ વિવાદિત ક્ષેત્રના નોંધપાત્ર હિસ્સાને કબ્જે લેવામાં સફળ થઇ.[]

પૂર્વીય મોરચો

ફેરફાર કરો
 
પૂર્વીય ક્ષેત્રમાં વિવાદિત વિસ્તારો

ચીનના સૈનિકોએ 20 ઓક્ટોબરના રોજ નામ્કા ચુ નદીના દક્ષિણી કિનારે હુમલો કર્યો.[૨૯] ભારતીય દળોમાં જોઇએ તે કરતા ઓછાં સૈનિકો હતા, જેમની પાસે સહાય માટે ઓછી ક્ષમતા ધરાવતી એક બટાલિયન જ હતી, જ્યારે ચીનનાં સૈન્યએ નદીની ઉત્તર બાજુએ ત્રણ રેજિમેન્ટ ગોઠવી હતી.[૨૯] ભારતીયોને એવી ધારણા હતી કે ચીનના દળો નદી પરના પાંચ બ્રિજ પૈકીના કોઇ એકને ઓળંગશે અને પોતે તેમને ઓળંગતા અટકાવશે.[] જોકે, પીએલએ (PLA)એ સુરક્ષાના આ રસ્તાનો વિકલ્પ કાઢ્યો અને પુલ ઓળંગવાને બદલે છિછરી ઓક્ટોબર નદીને ઓળંગી. તેમણે અંધારાનાં ઓળાં હેઠળ નદીની દક્ષિણ બાજુના ભારતીય નિયંત્રણ હેઠળના પ્રદેશમાં બટાલિયનો ગોઠવી, પ્રત્યેક બટાલિયનને રજપૂતના અલગ અલગ જૂથની કામગીરી સોંપવામાં આવી.[૨૯]

સવારે 5:14 કલાકે, ચીનનાં મોર્ટાર મારા સાથે ભારતીય થાણાંઓ પર હુમલો શરૂ થયો. આની સાથોસાથ, ચીને ભારતની ટેલિફોન લાઇનો કાપી નાખી, અને તે રીતે ભારતીયોને તેમના મુખ્ય મથકનો સંપર્ક કરવા દીધો નહીં. સવારે 6:30 કલાકે ચીનનાં પાયદળે સામેથી આશ્ચર્યજનકરીતે હુમલો કર્યો અને ભારતીયોને તેમણે ખોદેલા ખાડાને છોડી જવાની ફરજ પાડી.[૨૯]

મેકમોહન લાઇનની દક્ષિણે ચીનના સૈનિકોએ ભારતીય સૈન્યને શ્રેણીબદ્ધ હુમલાઓમાં કચડી નાખ્યું અને તેમને નામ્કા ચુમાંથી પાછાં જવા ફરજ પાડી.[૨૯] સતત નુકશાન થવાના ડર સાથે, ભારતીય સૈનિકો ભૂતાનમાં ચાલ્યા ગયા. ચીનના દળોએ સીમાનો આદર કર્યો અને તેનું ઉલ્લંઘન કર્યું નહીં.[] થાગ લાની અથડામણના સમયે વિવાદમાં રહેલો તમામ પ્રદેશ હવે ચીનના દળોના નિયંત્રણમાં હતો, પણ તેમણે બાકી બચેલા નેફા (NEFA)માં આગળ ધપવાનું ચાલુ રાખ્યું.[૨૯]

22 ઓક્ટોબરના રોજ, રાત્રે 12:15 કલાકે, પીએલએ (PLA)એ મેકમોહન લાઇન પર આવેલા વૅલોન્ગ પર મોર્ટાર મારો શરૂ કર્યો.[૩૪] પીએલએ (PLA)નાં 400 સૈનિકોએ ત્યાં આવેલી ભારતની ચોકી પર ગોળીબાર શરૂ કર્યો. ત્યારપછીના દિવસે ભારતીય સૈનિકોએ શરૂ કરેલી તપાસમાં જાણવા મળ્યું કે ખીણની આસપાસ ચીનના સંખ્યાબંધ સૈનિકોની જમાવટ થયેલી હતી.[૩૪] ભારતીયોએ ચીન વિરુદ્ધ તેમની મોર્ટારનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો પણ પીએલએ (PLA)એ તેનો પ્રતિસાદ બશફાયર હળવી બનાવીને આપ્યો, જેથી ભારતીયો દ્વિધામાં મૂકાઇ ગયા.[૩૪] 200 સૈનિકોના મોત અથવા ઇજાગ્રસ્ત થયા બાદ છેવટે ચીને વૅલોન્ગ પ્રાપ્ત કર્યું; ભારતીય દળોમાં પણ ભારે જાનહાનિ થઇ.

23 ઓક્ટોબરના રોજ, ચીનના સૈન્યએ તવાન્ગ પર ત્રિપાંખિયો હુમલો કર્યો, જેને ભારતીયોએ કોઇ પણ પ્રકારના પ્રતિકાર વિના જ ખાલી કરી દીધો.[]

પશ્ચિમી મોરચો

ફેરફાર કરો
 
પશ્ચિમી ક્ષેત્રમાં વિવાદિત વિસ્તારો

અક્સાઇ ચીનના મોરચે, ચીન પહેલેથી જ મોટાભાગનો વિવાદિત વિસ્તાર પોતાના અંકુશમાં ધરાવતું હતું. આ પ્રદેશને બાકી બચેલા ભારતીય સૈનિકોથી ખાલી કરવા માટે ચીનના સૈન્યએ ઝડપથી કાર્યવાહી કરી.[૩૫] 19 ઓક્ટોબરના રોજ, ચીનના દળોએ સમગ્ર પશ્ચિમી મોરચામાં સંખ્યાબંધ હુમલાઓ કર્યાં.[] 22 ઓક્ટોબર સુધીમાં, ચુશુલની ઉત્તરે આવેલી તમામ ચોકીઓ ચીનના કબજામાં હતી.[]

20 ઓક્ટોબરના રોજ, ચીને સરળતાપૂર્વક રીતે ચિપ ચૅપ ખીણ, ગાલવાન ખીણ અને પેન્ગોન્ગ તળાવનો અંકુશ મેળવી લીધો.[૩૬] પશ્ચિમી મોરચા પરની ઘણી ચોકીઓ અને રક્ષણાર્થે રખાયેલા લશ્કર તેમની ફરતેના ચીનના સૈન્યનો પ્રતિકાર કરી શકે તેમ નહોતી. આ ચોકીઓમાં રહેલા મોટાભાગના ભારતીય સૈનિકોએ પ્રતિકાર કર્યો પરંતુ તેઓ કાં તો માર્યા ગયા અથવા તો બંદી બનાવાયા. આ ચોકીઓને ટૂંકાગાળામાં ભારતનો ટેકો મળ્યો નહોતો, જેનો પૂરાવો ગાલવાન ચોકીના દ્વષ્ટાંત પરથી મળે છે, જેને ઓગસ્ટમાં દુશ્મન દળોએ ઘેરી લીધી હતી, પરંતુ આ ઘેરાયેલા લશ્કરને છોડાવવા માટે કોઇ પ્રયાસ કરવામાં આવ્યો નહોતો. ત્યારબાદના 20મી ઓક્ટોબરે થયેલા હુમલામાં ગાલવાનમાં કશું સાંભળવા મળ્યું નહોતું.[]

24મી ઓક્ટોબરે, ભારતીય સૈનિકો નજીકની હવાઇપટ્ટીને ચીનના હાથમાં જતી અટકાવી રેઝાન્ગ લા પર્વતને જાળવી રાખવા માટે યુદ્ધ લડ્યાં.[૩૭]

આ હુમલાની ગંભીરતાને સમજ્યા બાદ, ભારતના પશ્ચિમી કમાન્ડે એકલી અટૂલી ચોકીઓ પૈકીની ઘણી પાછી ખેંચી લઇને દક્ષિણ-પૂર્વમાં લાવી દીધી. દૌલેત બેગ ઓલ્ડીને પણ ખાલી કરાવવામાં આવી, પરંતુ તે ચીનના દાવાવાળી લાઇનની દક્ષિણે હતી અને ચીનના દળોએ તેના સુધી ગયા નહોતા. ચીન દાવાવાળી લાઇનની દક્ષિણે આગળ વધે તે ઘડીનો સામનો કરવા માટે સૈનિકોને એકઠાં કરવા તથા પુનઃગઠન કરવા માટે ભારતીય સૈનિકોને પાછા ખેંચી લેવામાં આવ્યા.[]

એકંદરે, પશ્ચિમી મોરચે ભારતીય સૈનિકોની સંખ્યા ખુબ જ ઓછી હતી અને તેમને નબળી નેતાગીરીને કારણે સહન કરવું પડ્યું. [સંદર્ભ આપો]

લડાઇમાં વિરામ

ફેરફાર કરો

24 ઓક્ટોબર સુધીમાં, પીએલએ (PLA) અગાઉ ભારતના નિયંત્રણ હેઠળ રહેલા વિસ્તારમાં પ્રવેશી ગયું હતું જેથી રાજદ્વારી રીતે ભારતની તુલનાએ પીઆરસીની સ્થિતિ મજબૂત બની. સંઘર્ષ પૂર્વે ચીનનું મોટાભાગનું સૈન્ય નિયંત્રણ રેખાની દક્ષિણે 16 કિલોમીટર જેટલું અંદર ઘૂસી ગયું હતું. ચાર દિવસની લડાઇ બાદ ત્રણ સપ્તાહ સુધી શાંતિ રહી. ચાઉએ સૈન્યને અટકી જવાનો હુકમ આપ્યો કેમ કે તેઓએ નહેરુ સાથે મંત્રણા કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય દળો પીછેહટ કરીને સે લા અને બોમ્બદી લાની આસપાસના વધુ ભારે લશ્કરી રક્ષણ ધરાવતા સ્થળોએ ખસી ગયા જ્યાં હુમલો કરવો કઠિન હતો.[] ચાઉએ નહેરુને એક પત્ર મોકલ્યો, જેમાં નીચેના પ્રસ્તાવ મૂકવામાં આવ્યા હતા.

  1. સરહદનું મંત્રણાના આધારે સમાધાન
  2. હાલની વાસ્તવિક નિયંત્રણ રેખાથી બન્ને પક્ષો દૂર રહે અને 20 કિલોમીટર પાછા ખસી જાય
  3. નેફા (NEFA)ની ઉત્તરે ચીન પાછું ખસી જાય
  4. અક્સાઇ ચીનમાં ચીન અને ભારત વર્તમાન નિયંત્રણ રેખાને પાર કરે નહીં[]

નહેરુએ 27 ઓક્ટોબરે આપેલા પ્રત્યુત્તરમાં શાંતિની પુનઃ સ્થાપના અને મૈત્રીપૂર્ણ સંબંધો રાખવામાં રસ દર્શાવ્યો અને "8 સપ્ટેમ્બર 1962 પૂર્વેની સરહદ"ને પુનઃ સ્થાપિત કરવાનું સૂચન કર્યું. "ભારતમાં 40 અથવા 60 કિલોમીટર ઊંડે સુધી થયેલા ઊઘાડાં સૈન્ય આક્રમણ" બાદ બન્ને પક્ષો પારસ્પરિક રીતે 20 કિલોમીટર છેટે ખસી જવા બાબતે નહેરુ દેખીતી રીતે જ ચિંતિત હતા. તેઓ એક વધુ વિશાળ તત્કાલિન બફર ઝોનની રચના કરવા ઇચ્છતા હતા અને તે રીતે ફરીવારના આક્રમણની સંભાવનાથી દૂર રહેવા ઇચ્છતા હતા. 4 નવેમ્બરે ચાઉએ આપેલા પ્રત્યુત્તરમાં નેફા (NEFA)માં મેકમોહન લાઇનને પુનઃ સ્થાપિત કરવા અંગેના તેમનાં 1959નાં પ્રસ્તાવને દોહરાવવામાં આવ્યો અને ચીન પરંપરાગતરીતે અક્સાઇ ચીનમાં મેકડોનાલ્ડ લાઇન પર દાવો ધરાવતું હતું. ભારતની ભૂમિ પર ચીનના દળોના નિયંત્રણને જોઇ અને રાજકીય દબાણને ખાળવાના પ્રયાસરૂપે, ભારતીય સંસદે રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી અને એક ઠરાવ પસાર કર્યો જેમાં "ભારતની પવિત્ર ભૂમિ પરથી આક્રમણખોરોને હાંકી કાઢવા"નો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમે ભારતના પ્રત્યુત્તરને ટેકો આપ્યો, જોકે સોવિયેત યુનિયન ક્યુબાની મિસાઇલ કટોકટીમાં પહેલેથી વ્યસ્ત હતું અને તેણે અગાઉના વર્ષોમાં આપ્યો હતો તે રીતે ભારતને ટેકો આપ્યો નહોતો. અન્ય મહાસત્તાઓનો ટેકો મળતાં, નહેરુએ 14મી નવેમ્બરના એક પત્રમાં ચાઉનાં પ્રસ્તાવને ફરી એકવાર નકારી કાઢ્યો.[]

બન્નેમાંથી એકપણ પક્ષે યુદ્ધ જાહેર કર્યું નહોતું, તેમના વાયુદળનો વપરાશ કર્યો નહોતો, અથવા સંપૂર્ણપણે પોતાના રાજદ્વારી સંબંધો તોડ્યાં નહોતા; જોકે, આ સંઘર્ષનો સંદર્ભ એક યુદ્ધની જેમ જ સામાન્યપણે આપવામાં આવે છે. આ યુદ્ધ ક્યુબાની મિસાઇલ કટોકટીની સાથોસાથ જ થયું અને તે સમયે પશ્ચિમી રાષ્ટ્રોએ આ યુદ્ધને સામ્યવાદી જૂથના વધુ એક આક્રમણ તરીકે જોયું.[][૩૮] કેલ્વિને જણાવ્યા અનુસાર, ચીન સ્પષ્ટપણે એક રાજદ્વારી ઉકેલ ઇચ્છતું હતું અને આ સંઘર્ષને અટકાવવા માગતું હતું.[]

યુદ્ધ ફરી શરૂ

ફેરફાર કરો

ચાઉને નહેરુનો પત્ર મળ્યા બાદ, 14 નવેમ્બરે (નહેરુનો જન્મદિન) પૂર્વીય મોરચે લડાઇ પુનઃ શરૂ થઇ, ભારતે ચીનના દાવાવાળાં વૅલોન્ગ પર સે લાનાં રક્ષણાત્મક સ્થાનેથી હુમલો કર્યો અને ચીનના પક્ષે ભારે જાનહાનિ થઇ. વૅલોન્ગની લડાઇના કલાકો બાદ ચીને અક્સાઇ ચીન અને નેફા (NEFA)માં સૈન્ય ગતિવિધિ પુનઃ શરૂ કરી.[]

પૂર્વીય મોરચો

ફેરફાર કરો

પૂર્વીય મોરચે, પીએલએ (PLA)એ 17 નવેમ્બરે સે લા અને બોમ્બ્દી લા નજીક ભારતીય દળો પર હુમલો કર્યો. આ સ્થળોની ભારતની ચોથી ઇન્ફ્રન્ટ્રી ડિવિઝન દ્વારા રક્ષા કરવામાં આવી હતી. અપેક્ષા અનુસાર માર્ગ દ્વારા હુમલો કરવાને બદલે, પીએલએ (PLA)એ પહાડના ઢોળાવ પરથી હુમલો કર્યો, અને તેમના હુમલાએ મુખ્ય માર્ગને બંધ કરી દીધો તથા 10,000 ભારતીય સૈનિકો એકલાં પડી ગયા.

સે લા ઊંચી ભૂમિ ધરાવતું હતું, અને આ રક્ષણની દ્વષ્ટિએ મજબૂત સ્થળ પર હુમલો કરવાને બદલે, ચીને થેમ્બાન્ગને કબ્જે કર્યું, જે સે લાનો પૂરવઠા માર્ગ હતો.[]

પશ્ચિમી મોરચો

ફેરફાર કરો

પશ્ચિમી મોરચે, પીએલએ (PLA)ના પાયદળોએ 18 નવેમ્બરે ચુશુલ નજીક ભારે હુમલો કર્યો. આ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસ છવાયેલું હોવાછતાં, તેમનો હુમલો સવારે 4:35 કલાકે શરૂ થયો. 5:45 કલાકે ચીની સૈન્ય ગુરુન્ગ હિલ પરની ભારતીય ટૂકડીઓની પ્લાટૂન પર હુમલો કરવા માટે ધસી ગઇ.

સંદેશાવ્યવહાર ઠપ્પ થઇ ગયો હોવાથી ભારતીયો શું થઇ રહ્યું છે તેનાથી અજાણ હતા. પહેરેગીર ટૂકડી મોકલવામાં આવતા, ચીને મોટી સંખ્યા સાથે હુમલો કર્યો. ભારતીય તોપમારો વિશાળ ચાઇનીઝ દળોને નિયંત્રણમાં રાખી શક્યો નહીં. સવારે 9:00 કલાક સુધીમાં, ચીનના દળોએ ગુરુન્ગ હિલ પર સીધો હુમલો કર્યો અને ભારતીય કમાન્ડરો આ વિસ્તારમાંથી પાછા હટી ગયા.[]

આની સાથે સાથે જ, ચીન રેઝાન્ગ લા પર પણ હુમલો કરી રહ્યું હતું જે ભારતની 118 ટ્રૂપ્સના નિયંત્રણમાં હતો. સવારે 5:05 કલાકે, ચીનના દળોએ હિંમત સાથે તેમનો હુમલો શરૂ કર્યો. ચીનના મધ્યમ મશીનગનના ગોળીબારે ભારતની સૂનિયોજિત કિલ્લેબંધીમાં બાકોરાં પાડી દીધાં.[]

સવારે 6:55 કલાકે સૂર્યનો ઉદય થયો અને 8મી પ્લાટૂન પર ચીનનો એક પછી એક હુમલો શરૂ થયો. ત્યારપછી, જ્યાં સુધી ચીને સાતમી પ્લાટૂનનો વિનાશ કરી દીધાનો સંકેત પાઠવ્યો નહીં ત્યાં સુધીના કલાકો સુધી લડાઇ ચાલુ રહી. ભારતીયોએ ચીનની મિડીયમ મશીનગન પર હળવી મશીનગનોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો પણ 10 મિનિટ બાદ લડાઇ જ પૂરી થઇ ગઇ હતી.[] લશ્કરી સાજસરંજામની અપૂર્તિ ફરી એકવાર ભારતીય સૈન્યને નડી ગઇ.[૩૯] ચીને આદર સાથે ભારતીય સૈનિકોની સૈન્ય અંત્યેષ્ટિ કરી.[૩૯] આ યુદ્ધમાં કુમાઉ રેજિમેન્ટના મેજર શૈતાનસિંહનું મોત થયું, જેઓએ રેઝાન્ગ લાની સૌપ્રથમ લડાઇમાં ચાવીરૂપ ભુમિકા ભજવી હતી.[૩૯] ભારતીય દળોને ઊંચા પર્વત પર રહેલી ચોકીઓમાંથી ખસી જવાની ફરજ પડી હતી. ભારતીય સૂત્રોની એવી ધારણા છે કે ચીનના દળો પર્વતાળ પ્રદેશમાં યુદ્ધ કરવામાં કુશળ સૈનિકો સાથે જ આવ્યા હતા અને આખરે તેમણે વધુ સૈનિકો બોલાવ્યા હતા. જોકે, ચીને જાહેર કરેલા યુદ્ધવિરામ સાથે આ રક્તપાતનો અંત આવ્યો.[]

ભારતીય પક્ષે ભારે જાનહાનિ થઇ, મૃતક ભારતીય સૈનિકોના શબ બરફમાં હાથમાં હથિયાર સાથે થિજી ગયેલી હાલતમાં મળી આવ્યા. ચીનના સૈન્યમાં, ખાસ કરીને રેઝાન્ગ લા ખાતે મોટી જાનહાનિ થઇ. આ સાથે ચીનનું સૈન્ય તેમના દાવાવાળી રેખાએ પહોંચી જતા અક્સાઇ ચીનમાં યુદ્ધ રોકી દેવાનો સંકેત આપ્યો - ભારતના મોટાભાગના સૈનિકોને આ વિસ્તારમાંથી પાછા ખસી જવાનો હુકમ આપવામાં આવ્યો. ચીને એવો દાવો કર્યો કે ભારતીય સૈનિકો હજુ પણ ભયાનક અંત સુધી લડતા રહેવા માગતા હતા. જોકે, તેમની પીછેહટ સાથે યુદ્ધનો અંત આવ્યો, જેથી જાનહાનિનું પ્રમાણ સીમિત રાખી શકાય.[]

પીએલએ (PLA)એ આસામનાં તેઝપુરના સીમાડાં સુધી ઘૂસણખોરી કરી, જે આસામ-નોર્થ-ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી સરહદથી લગભગ 50 કિલોમીટર દૂરનું મહત્વનું સરહદી નગર હતું.[] સ્થાનિક સરકારે તેઝપુરના નાગરિકોને બ્રહ્મપુત્ર નદીની દક્ષિણે ખસી જવાનો આદેશ આપ્યો, તમામ કેદીઓને છોડી મૂકાયા, અને ચીનના આક્રમણની અટકળને લીધે તેઝપૂરના નાશ કરાયેલા કરન્સી રિઝર્વની પાછળ સરકારના અધિકારીઓએ મુકામ કર્યો.[૧૭]

યુદ્ધવિરામ

ફેરફાર કરો

ચીન તેના દાવાવાળી રેખાએ પહોંચી ગયું હતું આથી પીએલએ (PLA) વધુ આગળ વધી નહીં, અને 19 ઓક્ટોબરના રોજ તેણે એકપક્ષીય યુદ્ધવિરામની જાહેરાત કરી. ચાઉ એનલાઇએ 21મી નવેમ્બરની મધ્યરાત્રિથી એકપક્ષીય યુદ્ધવિરામ શરૂ થવાની જાહેરાત કરી. ચાઉએ કરેલી યુદ્ધવિરામની જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે,

Beginning from 21 November 1962, the Chinese frontier guards will cease fire along the entire Sino-Indian border. Beginning from 1 December 1962, the Chinese frontier guards will withdraw to positions 20 kilometers behind the line of actual control which existed between China and India on 7 November 1959. In the eastern sector, although the Chinese frontier guards have so far been fighting on Chinese territory north of the traditional customary line, they are prepared to withdraw from their present positions to the north of the illegal McMahon Line, and to withdraw twenty kilometers back from that line. In the middle and western sectors, the Chinese frontier guards will withdraw twenty kilometers from the line of actual control.

ચાઉએ 19 નવેમ્બરના રોજ સૌપ્રથમ ભારતીય રાજદ્વારી પ્રતિનિધિઓને યુદ્ધવિરામની જાહેરાત સુપરત કરી હતી, (ભારતે યુનાઇટેડ સ્ટેટ્સને હવાઇ મદદની વિનંતી કરી તે પૂર્વે) પરંતુ નવી દિલ્હીને ત્યારપછીના 24 કલાક સુધી તે મળી નહોતી. યુદ્ધવિરામ બાદ માલવાહક વિમાનને પરત જવાનો આદેશ અપાયો અને તેથી આ યુદ્ધમાં ભારતના પક્ષે અમેરિકાના હસ્તક્ષેપને રોકી દેવાયો. યુદ્ધવિરામની જાણકારી ધરાવતા કોઇ પણ વ્યક્તિ સાથે સંપર્ક નહિ ધરાવતા ભારતીય સૈનિકો પ્રતિકાર કરી રહ્યાં હતા, તેમની અને નેફા (NEFA) તથા અક્સાઇ ચીનમાં રહેલા ચીનના સૈનિકો કેટલીક નાની લડાઇઓ થઇ[] પરંતુ મોટાભાગની લડાઇમાં યુદ્ધવિરામના લડાઇનો અંત સૂચવતા સંકેત પાઠવ્યો. યુનાઇટેડ સ્ટેટ્સ વાયુસેના નવેમ્બર 1962માં ભારત પૂરવઠો લઇ આવી, પરંતુ બન્નેમાંથી કોઇ પક્ષ યુદ્ધ ચાલુ રાખવા ઇચ્છતા નહોતા.

યુદ્ધના અંતના ગાળામાં ભારતે તિબેટના શરણાર્થીઓ અને ક્રાતિકારીઓને પોતાની મદદ વધારી દીધી, તે પૈકીના કેટલાક ભારતમાં સ્થાયી થયા, કેમ કે તેઓ આ પ્રદેશમાં એક જ દુશ્મન સામે લડી રહ્યાં હતા. નહેરુના વહિવટીતંત્રએ ભારતની તાલીમ સાથે તિબેટના શરણાર્થીઓ વડે બનેલી "તિબેટિયન આર્મર્ડ ફોર્સ" ઉભી કરવાનો આદેશ આપ્યો.[૪૦] સીઆઇએએ તિબેટમાં પરિવર્તન લાવવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

વૈશ્વિક અભિપ્રાય

ફેરફાર કરો

યુનાઇટેડ સ્ટેટ્સે ચીનના આ સૈન્ય પગલાને તેના સીમાકીય વિવાદોનો ઉકેલ લાવવા અને પોતાના આંતરિક પ્રશ્નોથી લોકોનું ધ્યાન બીજે હટાવવા માટે આક્રમક યુદ્ધોનો ઉપયોગ કરવાની પીઆરસીની નીતિના ભાગરૂપ ગણાવ્યું.[૪૧] યુનાઇટેડ સ્ટેટ્સ મરીન કોર્પસના જેમ્સ કેલ્વિને જણાવ્યા અનુસાર, ચીન-ભારત સીમા યુદ્ધના સમયે પશ્ચિમી રાષ્ટ્રો ચીનને આક્રમણખોર તરીકે નિહાળતા હતા, અને આ યુદ્ધ વિશ્વભરમાં મજૂરવર્ગની સત્તા ધરાવતા એક વિશ્વની રચના કરવાના એકપક્ષીય સામ્યવાદી હેતુનો જ એક હિસ્સો હતું. માઓ ઝેદોન્ગના વિચારોને લીધે વધુ પ્રતિક્રિયાઓ આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કેઃ "દુનિયા જીતવાનો માર્ગ હવાના, આક્રા અને કલકત્તા થઇને જાય છે." કેલ્વિનની ધારણા પ્રમાણે ચીનના પગલામાં "વિસ્તરણવાદને બદલે, સંકુચિત હેતુઓ અને મર્યાદિત ઉદ્દેશોની છાપ" જોવા મળે છે અને તેમણે આ સંઘર્ષ માટે ચીન તરફ ભારતની ઉશ્કેરણીને જવાબદાર ઠેરવી હતી. જોકે, કેલ્વિને એવો અભિપ્રાય વ્યક્ત કરે છે કે ભૂતકાળમાં ચીન પોતે જેના પર "પરંપરાગતપણે દાવો" કરતું હતું તે વિસ્તારો પર અંકુશ સ્થાપવા માટે મક્કમ રહ્યું છે, જેને લીધે નેફા (NEFA) અને અક્સાઇ ચીન તથા તિબેટમાં વિવાદ ભડકી શકે છે. કેલ્વિનનું અનુમાન શીત યુદ્ધના ઇતિહાસ અને ડોમિનો અસર પર આધારિત હતું અને તેણે એવું અનુમાન કર્યું હતું કે ચીન પોતે જેને "પરંપરાગતરીતે ચીની" ગણે છે તે તમામ પ્રદેશો ઉપર પોતાનો અંકુશ ફરી સ્થાપવા માટે અંતિમ પ્રયાસ કરી શકે છે, ચીનના દ્વષ્ટિકોણ પ્રમાણે આવા પ્રદેશોમાં સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયાનો સમાવેશ થાય છે.[]

કેનેડી વહિવટીતંત્ર આ પગલાને "ભારતની વિરુદ્ધ સામ્યવાદી ચીનનું દેખીતું આક્રમણ" ગણતું હતું અને તે આનાથી વિચલિત થયું હતું. મે 1963માં યોજાયેલી નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની બેઠકમાં, જો ભારત પર ફરી એકવાર ચીન હુમલો કરે તો તે વખતે યુનાઇટેડ સ્ટેટ્સની ભૂમિકાના આકસ્મિક આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી. સંરક્ષણ સચિવ રોબર્ટ મેકનમારા અને જનરલ મેક્સવૅલ ટેયલરે પ્રમુખને એવી સલાહ આપી હતી કે આ પ્રકારની પરિસ્થિતિમાં અમેરિકાએ અણુ હથિયારોનો ઉપયોગ કરીને હસ્તક્ષેપ કરવો જોઇએ. કેનેડીએ એવો આગ્રહ રાખ્યો હતો કે વોશિંગ્ટન ભારતની સુરક્ષા કરે કારણ કે તે કોઇપણની સાથે સંધિથી જોડાયેલું રાષ્ટ્ર નથી. તેમણે એવું જણાવ્યું હતું કે "આપણે ભારતની રક્ષા કરવી જોઇએ, અને આથી આપણે ભારતની રક્ષા કરીશું."[૪૨] જોન્સન વહિવટીતંત્રએ વિચારણા કરી અને ત્યારબાદ ભારતને પરમાણુ હથિયારોની ટેક્નોલોજી આપવાનો નનૈયો ભણ્યો.

બિન-જોડાણવાદી રાષ્ટ્રો, બિનઆશ્ચર્યકારકરીતે કદાચ બિન-જોડાણવાદી જ રહ્યાં હતા, અને માત્ર યુનાઇટેડ આરબ રિપબ્લિકે ભારતને ખુલ્લો ટેકો આપ્યો હતો.[૪૩] 10 ઓક્ટોબર 1962ના રોજ કોલમ્બો ખાતે બિન-જોડાણવાદી રાષ્ટ્રો પૈકીના છ રાષ્ટ્ર ઇજિપ્ત, બર્મા, કમ્બોડિયા, શ્રી લંકા, ઘાના અને ઇન્ડોનેશિયા ભેગા થયા હતા.[૪૪] આ રાષ્ટ્રોએ તેમના પ્રસ્તાવમાં બદલામાં ભારતની કોઇપણ પ્રકારની પીછેહટ વિના ચીન પ્રચલિત રેખાએથી 20 કિ.મી. પાછું ખસી જાય તેવું ઠરાવ્યું હતું.[૪૪] ચીનની સંદિગ્ધપણે ઝાટકણી કાઢીને આ છ રાષ્ટ્રોએ જે નિષ્ફળતા દર્શાવી હતી તેના લીધે ભારત ભારે હતાશ થયું હતું.[૪૩]

1972માં, ચીનના પ્રમુખ ચાઉએ અમેરિકાના પ્રમુખ નિક્સન સમક્ષ ચીનનો દ્વષ્ટિકોમ વ્યક્ત કર્યો હતો. આ યુદ્ધના કારણમાં, ચાઉએ જણાવ્યું હતું કે ચીને ભારતના સૈનિકોને મેકમોહન લાઇનની દક્ષિણે હાંકી કાઢવાનો પ્રયાસ કર્યો નથી અને યુદ્ધ પૂર્વે નહેરુને ત્રણ ખુલ્લી ચેતવણીના ટેલિગ્રામ પણ મોકલવામાં આવ્યા હતા. જોકે, મેકમોહન લાઇનની દક્ષિણે ભારતના ચોકિયાતોને હાંકી કાઢવામાં આવ્યા હતા અને ચીનના હુમલામાં જાનહાનિ થઇ હતી.[૪૫] ચાઉએ નિક્સનને એવું પણ જણાવ્યું હતું કે ચેરમેન માઓએ સુવિશ્વાસ દર્શાવવા માટે સૈન્યને પરત ફરવા આદેશ આપ્યો હતો.[૪૬] ભારતની સરકારે જણાવ્યું કે ચીનનું સૈન્ય પરિવહનની સમસ્યાઓને કારણે તથા સંસાધોનો પૂરવઠો કપાઇ જાય તેમ હોવાથી તે કારણે દક્ષિણ તરફ વધુ આગળ વધી શકે તેમ નહોતું.

પશ્ચિમી રાષ્ટ્રોને ચીનના ડર અને સ્પર્ધાત્મક્તાને કારણે ચીનનું પગલું આવકારદાયક લાગ્યું નહોતું,[] ભારતના વિભાજનથી જ ભારત સાથે ડહોળાયેલાં સંબંધો ધરાવતા પાકિસ્તાને આ યુદ્ધ બાદ ચીન સાથેના પોતાના સંબંધો સુધાર્યા હતા.[૪૭] આ યુદ્ધ પૂર્વે, પાકિસ્તાન પણ ચીન સાથે વિવાદિત સરહદ ધરાવતું હતું, અને તેણે ભારત સમક્ષ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે બન્ને દેશોએ "ઉત્તરીય" શત્રુ (ઉદાહરણ તરીકે ચીન)ની વિરુદ્ધમાં સહિયારી સુરક્ષા રાખવી જોઇએ, આ પ્રસ્તાવને ભારતે નકારી કાઢ્યો હતો.[૧૭] જોકે, ચીન અને પાકિસ્તાને તેમની વચ્ચેની સરહદોની શાંતિપૂર્વક ચર્ચા કરવા માટે પગલા લીધા હતા, તેમની વાટાઘાટો 13મી ઓક્ટોબર, 1962ના રોજ શરૂ થઇ હતી, અને એ જ વર્ષે ડિસેમ્બરમાં પૂરી થઇ હતી.[] પાકિસ્તાને એવી દહેશત પણ વ્યક્ત કરી હતી કે ભારતને મળતી પશ્ચિમી દેશોની જંગી સૈન્ય સહાયને લીધે ભારત ભાવિ યુદ્ધોમાં પાકિસ્તાનની સુરક્ષાની સામે પડકાર ઊભો કરશે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન મોહમ્મદ અલીએ એવી જાહેરાત કરી કે ચીન-ભારત વિવાદમાં ભારતને મળતી જંગી પશ્ચિમી સહાયને પાકિસ્તાન પ્રત્યેના અમૈત્રીપૂર્ણ વ્યવહાર તરીકે ગણવામાં આવશે. પરિણામસ્વરૂપે, પાકિસ્તાને ચીન સાથેના તેના સંબંધો સુધારવા માટે પ્રયાસ કર્યા. ત્યારપછીના વર્ષે, ચીન અને પાકિસ્તાને શાંતિપૂર્વક તેમની વચ્ચેની સરહદના વિવાદો ઉકેલ્યાં, અને 1963માં ચીન-પાકિસ્તાન સીમા સંધિ તેમજ વેપાર, વાણિજ્ય અને વિનિમયની સંધિઓ અંગે ચર્ચા કરી.[૪૭] 2 માર્ચ, 1963ના રોજ, પાકિસ્તાને કારાકોરમ પર્વતમાળા પર વધુ દક્ષિણીય સરહદની તરફેણમાં પાકિસ્તાન-અંકુશિત કાશ્મીરમાં તેની ઉત્તરીય દાવાવાળી લાઇન પર ચીનનો દાવો માન્ય રાખ્યો.[][૪૪][૪૭] આ સીમા સંધિએ મહદઅંશે સીમાને મેકકર્ટની-મેકડોનલ્ડ લાઇન પર લાવી દીધી.[] ચીન સામે ભારતના સૈન્ય ધબડકાંએ પાકિસ્તાનને ભારત સાથે બીજું કાશ્મીર યુદ્ધ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યું. જોકે, કેલ્વિનના જણાવ્યા પ્રમાણે તે અંતે એક મડાગાંઠમાં પરિણમ્યું. ચીન-ભારત યુદ્ધને કારણે અગાઉ નિષ્ક્રિય રહેલી સરકારે સક્રિયપણે ભારતના સૈન્યનું ઝડપભેર આધુનિકીકરણ કરવાનું વલણ અપનાવ્યું.[] આ યુદ્ધમાં ચીને પાકિસ્તાનને રાજનૈતિક ટેકો આપ્યો પણ કોઇ સૈન્ય સહાય આપી નહીં.[૪૪] જાન્યુઆરી 1966માં, ચીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાશ્કંદ કરારને આ પ્રદેશમાં સોવિયેત-યુએસની યોજના ગણાવીને તેની આલોચના કરી.[૪૪] 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં, પાકિસ્તાને ચીન સૈન્ય સહાય આપશે એવી અપેક્ષા રાખી હતી, પરંતુ ભારતે પૂર્વ પાકિસ્તાનમાં બળવાખોરોને નવા રાષ્ટ્ર બાંગ્લાદેશની રચના કરવામાં સફળતાપૂર્વક મદદ કરતાં પાકિસ્તાન એકલું પડી ગયું હતું.[૪૮]

અન્ય રાષ્ટ્રોની સામેલગીરી

ફેરફાર કરો

યુનાઇટેડ સ્ટેટ્સે ભારતને સૈન્ય સહાય આપી હતી. અમેરિકાએ ભારતને આપેલી સૈન્ય સહાયનું પ્રમાણ અને ગુણવત્તા મર્યાદિત હતાં, પરંતુ ભારતની સુરક્ષા માટે તેનું મોટું મહત્વ હતું કેમ કે તેનાથી એ જોવા મળ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ ભારતના પક્ષે હતું અને તે રીતે ભારત વિરુદ્ધનું આક્રમણ રોકવાનો ચીનને એક સંકેત હતો. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે અન્ય સંખ્યાબંધ રીતે, સૈન્ય અને રાજનૈતિક રીતે-બન્ને, ચીન વિરુદ્ધ જોડાણ કર્યું.[૪૯] 1962માં, પાકિસ્તાનના પ્રમુખ અયુબ ખાને ભારત સમક્ષ ચોખવટ કરી કે ભારતીય સૈન્યને પાકિસ્તાનની સીમાએથી સુરક્ષિતપણે હિમાલયમાં ખસેડી શકાશે.[૫૦]

પરિણામો

ફેરફાર કરો

ચીનના સત્તાવાર (સામ્યવાદી) ઇતિહાસ અનુસાર યુદ્ધને કારણે ચીનનો તેની પશ્ચિમી ક્ષેત્રની સરહદો સલામત બનાવવાનો નીતિવિષયક ઉદેશ પાર પડ્યો હતો કારણકે ચીને એક્સાઇ ચીનનો વાસ્તવિક અંકુશ જાળવી રાખ્યો હતો. યુદ્ધ બાદ ભારતે ફોરવર્ડ નીતિનો ત્યાગ કર્યો અને વાસ્તવિક અંકુશ રેખા પર વાસ્તવિક સરહદો સ્થિર કરાઇ.

જેમ્સ કેલ્વિનના કહેવા મુજબ ચીને સૈન્ય વિજય મેળવ્યો તેમ છતાં તેને પોતાની આંતરરાષ્ટ્રીય છાપ ખોઈ દીધી. પશ્ચિમી રાષ્ટ્રો તેમાં પણ ખાસ કરીને અમેરિકા પહેલેથી જ ચીનના દ્રષ્ટીકોણ, ઉદ્દેશો અને કાર્યો પર શંકા હતી. આ રાષ્ટ્રોએ ચીનના ઉદેશને વિશ્વ વિજેતા બનવાના પ્રયાસ તરીકે જોયો હતો અને સરહદી યુદ્ધમાં તેને સ્પષ્ટપણે એક હુમલાખોર તરીકે જોયું.[] ઓક્ટોબર 1964માં ચીનનો પરમાણુ હથિયારનો પ્રથમ પ્રયોગ અને 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં તેના પાકિસ્તાનને સમર્થનને પગલે ચીનના સામ્યવાદી ઉદેશ અંગે અમેરિકાના મંતવ્યને પુષ્ટી મળી હતી સાથે જ પાકિસ્તાન પર ચીનના વધતા પ્રભાવ અંગે પણ પુષ્ટી થઈ.[]

આ યુદ્ધના પરિણામે ભવિષ્યમાં આવા યુદ્ધો માટે તૈયાર રહેવા માટે ભારતીય સેનામાં વ્યાપક પરિવર્તન આવ્યા હતા અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર દબાણ વધ્યું હતું. નહેરુને ચીનના ભારત પરના હુમલાનું પૂર્વાનુમાન કરવામાં નિષ્ફળ રહેવા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ભારતીયોમાં દેશપ્રેમનો જુવાળ ફરી વળ્યો હતો અને ભારે દેશદાઝ સાથે પ્રતિભાવ આપ્યો હતો. યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના માનમાં દેશમાં ઠેર ઠેર સ્મારકો ઉભા કરાયા હતા. આ યુદ્ધમાંથી ભારતને એક પાઠ ભણવા મળ્યો કે ભારતે તેનું પોતાનું સંરક્ષણ મજબૂત બનાવવાની જરૂર છે અને નહેરુની ચીન સાથેના "ભાઈચારા"વાળી વિદેશ નીતિમાં બદલા લાવવાની જરૂર છે. ચીનના હુમલાનું પૂર્વાનુમાન કરવાની ભારતની અક્ષમતાને કારણે વડાપ્રધાન નહેરુને તેમના ચીન સાથેના બિનયુદ્ધ સંબંધોને પ્રોત્સાહન આપવા બદલ સરકારી સત્તાવાળીઓની ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.[] ભારતીયો ચીન અને તેના લશ્કર બાબતે અત્યંત શંકાવાદી બન્યા હતા. ઘણા ભારતીયો આ યુદ્ધને ચીન સાથે લાંબા ગાળાના સંબંધો ઉભા કરવાના ભારતના પ્રયાસને દગાના સ્વરૂપમાં જુએ છે. ભારતીયોએ હવે નહેરુના "હિન્દી-ચીની ભાઈ-ભાઈ"ના સિદ્ધાંત પર સવાલ કરવાનું શરૂ કર્યું હતું. આ યુદ્ધથી નહેરુની તે આશાઓ પર પણ પૂર્ણવિરામ મુકાઇ ગયો હતો કે ભારત અને ચીન એક થઇને શિતયુદ્ધની મહાસત્તાઓને નાથવા એક મજબૂત એશિયન ધરી રચશે.[૧૨]

લશ્કર ઉંઘતું ઝડપાયું તેનો દોષનો ટોપલો સંરક્ષણ મંત્રી મેનોન પર ઢોળવામાં આવ્યો હતો. મેનોને આ યુદ્ધ બાદ ભારતીય લશ્કરને વધુ આધુનિક બનાવવા બીજુ કોઇ આગળ આવે તે માટે સરકારમાંથી સંરક્ષણમંત્રીના પદ પરથી રજીનામું આપ્યું હતું. આમ ભારતની સ્વદેશી સ્ત્રોત અને આત્મ નિર્ભરતા મારફતે શસ્ત્રીકરણની નીતિ મજબૂત થઇ હતી. ભારતીય લશ્કરની નબળાઇ જાણી જઇને ચીનના નીકટના સાથી પાકિસ્તાને જમ્મુ અને કાશ્મિરમાં ઘુસણખોરી મારફતે ભારત વિરોધી ઉશ્કેરણી કરવાની નીતિ શરૂ કરી હતી જેને પગલે 1965માં પાકિસ્તાનનું ભારત સાથે બીજુ કાશ્મિર યુદ્ધ છેડાયું હતું. જો કે ભારતે યુદ્ધમાં તેની બિનસજ્જતાના કારણો શોધવા માટે હેન્ડરસન-બ્રૂક્સ-ભગત રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. આ અહેવાલ પાકિસ્તાની લશ્કરના સંદર્ભમાં તૈયાર કરાયો હતો. તેનું પરિણામ અનિર્ણિત રહ્યું હતું કારણકે વિજય નક્કી કરતા માપદંડ કયા છે તે અંગે મતભેદ હતો. કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાન કરતા વધુ વિસ્તાર કબજે કર્યો હતો માટે ભારતનો સ્પષ્ટ વિજય હતો. જો કે અન્ય કેટલાકે[કોણ?] દલીલ કરી હતી કે ભારતે તેના મોટા લશ્કરના સંદર્ભમાં ઘણુ નુકસાન વેઠ્યું હતું માટે યુદ્ધનું પરિણામ અનિર્ણિત હતું. બે વર્ષ બાદ 1967માં ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે ચોલા બનાવ તરીકે ઓળખાતી નાની સરહદી અથડામણ થઇ હતી. આ ઘટનામાં 8 ચીની અને 4 ભારતીય જવાનોના મોત થાય હતા.[૫૧]

બ્રિટીશ પત્રકાર નેવિલે મેક્સવેલ લખે છે કે "દિલ્હીના આદેશોથી ચીનની ઉશ્કરણી કરનાર બિનસજ્જ ભારતીય લશ્કરને તેના દુસાહસની જવાનો, નાણા અને રાષ્ટ્રીય અપમાનના સ્વરૂપમાં કિંમત ચૂકવવી પડી હતી."[૫૨] યુદ્ધને પગલે ભારતીય સરકારે તપાસ સમિતિ રચી હતી અને યુદ્ધ માટે જવાબદાર કારણો અને નિષ્ફળના કારણો શોધવા માટે હેન્ડરસન-બ્રૂક્સ-ભગત અહેવાલ તૈયાર કરાવ્યો હતો. 1962માં ભારે ઊંચાઇએ ભારતના દેખાવને પગલે ભારતીય લશ્કરમાં સિદ્ધાંત, તાલીમ, સંગઠન અને સાધનની દ્રષ્ટિએ ધરખમ પરિવર્તનો આવ્યા હતા. મેક્સવેલે એમ પણ દાવો કર્યો હતો કે સરહદી યુદ્ધ બાદ ભારતની આંતરરાષ્ટ્રીય બાબતોમાં ભૂમિકા ઘટી હતી અને ભારતની બિનજોડાણ ચળવળને અસર થઇ હતી[].

અમેરિકન નૌકાદળના વિશ્લેષક જેમ્સ કેલ્વિનના મત મુજબ ભારતને 1962ના યુદ્ધથી ઘણા લાભ થયા હતા. આ યુદ્ધથી ભારત પહેલા ક્યારેય ના થયો હોય તેટલો એક થયો હતો. ભારતે વિવાદાસ્પદ વિસ્તારનો 32,000 ચો.માઇલ (83 લાખ હેક્ટર, 83,000 ચો.કિ.મી) વિસ્તાર મળ્યો હતો તેમ છતાં તે માનતું હતું કે એનઇએફએ (NEFA) પહેલેથી જ તેનું છે. નવા ભારતીય લોકતંત્રએ યુદ્ધ દરમિયાન મદદની માંગ કરીને આંતરરાષ્ટ્રીય જોડાણો ટાળ્યા હતા. ભારતે કેટલાક ક્ષેત્રોમાં લશ્કરી સહાય સ્વીકારવાની પણ તૈયારી દર્શાવી હતી. અને, અંત ભારત તેના લશ્કરની ગંભીર નબળાઇઓ ઓળખી શક્યું હતું. તે આગામી બે વર્ષમાં તેનું લશ્કરી માનવબળ બમણુ કરશે અને લશ્કરી તાલીમ અને લોજિસ્ટિક્સ સમસ્યાઓને દૂર કરવા ભારે મહેનત કરશે. ભારત તેના લશ્કરને સુધારવાના પ્રયાસોથી તેના લશ્કરની ક્ષમતા અને સજ્જતામાં નોંધપાત્ર વધારો કરી શક્યું હતું.[]

બાદની અથડામણો

ફેરફાર કરો

1962ના યુદ્ધ બાદ અનેક અથડામણોની પણ ભારતે ફરિયાદ કરી હતી પરંતુ ચીને તેને ક્યારેય પુષ્ટિ આપી ન હતી. 1967ના અંતમાં ભારત દ્વારા પુરા પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે સિક્કીમમાં ભારત અને ચીનના દળો વચ્ચે બે અથડામણ નોંધાઇ હતી. પ્રથમ ઘટનાને "નાથુ લા બનાવ" અને બીજી ઘટનાને "ચોલા બનાવ" તરીકે ઓળખવામાં આવી હતી. આ ઘટનાઓ પહેલા ભારતમાં સામ્યવાદી નક્સલવાદીઓ અને માઓવાદીઓ દ્વારા નક્સલબારીનો વ્યાપ વધ્યો હતો.[૫૩]

રાજદ્વારી પ્રક્રિયા

ફેરફાર કરો

વાસ્તવિક અંકુશ રેખા એલઓએસી (LoAC) પર શાંતી જાળવવા માટે 1993 અને 1996માં ભારત અને ચીન વચ્ચે સિનો-ઇન્ડિયન બાઇલેટરલ પીસ એન્ડ ટ્રાન્ક્વિલિટી એકોર્ડ કરાર પર હસ્તાક્ષર થયા હતા. એઓએસી (LoAC) ક્યાં છે તે નક્કી કરવા માટે સિનો-ઇન્ડિયન જોઇન્ટ વર્કિંગ ગ્રૂપ (એસઆઇજેડબલ્યુજી) (SIJWG)ની દસ બેઠકો અને નિષ્ણાતોની પાંચ બેઠકો યોજાઇ હતી પરંતુ તે દિશામાં નહિવત પ્રગતી નોંધાઇ છે.

ભારત ચીનના લશ્કરી આધુનિકરણથી ચિંતિત છે. 20 નવેમ્બર 2006ના રોજ અરૂણાચલ પ્રદેશના એક રાજકીય નેતાઓ સરહદ પર ચીનની 1962ના જેવી લશ્કરી જમાવટને પગલે પીઆરસી (PRC) અંગે કડક વલણ અખત્યાર કરવાની સંસદને વિનંતી કરી હતી.[૫૪] વધુમાં ચીનની પાકિસ્તાનને લશ્કરી સહાય પણ ભારત માટે ચિંતાનો વિષય છે.[૩૨] ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં વધુ એક યુદ્ધ લડાયું હતું.

6 જુલાઈ 2006ના રોજ આ વિસ્તારમાંથી પસાર થતો ઐતિહાસિક સિલ્ક રોડ ફરીથી ખુલ્લો કરાયો હતો. બંને દેશોએ તમામ મુદ્દાઓનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવા તૈયારી દર્શાવી હતી.

પૂરક વાચન

ફેરફાર કરો
  • Calvin, James Barnard (1984). "The China-India Border War". GlobalSecurity.org. મેળવેલ 2006-06-14. Unknown parameter |month= ignored (મદદ); Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  • Lamb, Alastair (1964). The China-India Border: The Origins of the Disputed Boundaries. L. Oxford University Press.
  • નેવિલે મેક્સવેલની ઇન્ડિયાસ ચાઇના વોર , પેન્થિઓન બૂક્સ, યુએસએ, 1971
  • ગુન્નાર માયર્ડાલ. એશિયન ડ્રામાઃ એન ઇન્ક્વાયરી ઇનટુ ધ પોવર્ટી ઓપ નેશન્સ. ન્યૂ યોર્કઃ રેન્ડમ હાઉસ,1968
  • હિસ્ટ્રી ઓફ ધ કનફ્લિક્ટ વિથ ચાઇના , 1962. પી.બી.સિંહા, એ.એ.અથાલે, એસ.એન.પ્રસાદ, ચીફ એડિટર, ઇતિહાસ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, ભારત સરકાર, 1992. ચીની-ભારતીય યુદ્ધનો સત્તાવાર ભારતીય ઇતિહાસ.
  • એલેન એસ. વ્હાઇટિંગ. ધ ચાઇનિઝ કેલક્યુલસ ઓફ ડિટરન્સઃ ઇન્ડિયા એન્ડ ઇન્ડોચાઇના
  • ધ સિનો-ઇન્ડિયન બાઉન્ડ્રી ક્વેશ્ચન [વિસ્તૃત આવૃત્તિ], ફોરેન લેન્ગ્વેજ પ્રેસ, પેકિંગ, 1962
  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ ૧.૧૦ ૧.૧૧ ૧.૧૨ ૧.૧૩ ૧.૧૪ ૧.૧૫ ૧.૧૬ ૧.૧૭ ૧.૧૮ ૧.૧૯ ૧.૨૦ ૧.૨૧ ૧.૨૨ ૧.૨૩ ૧.૨૪ ૧.૨૫ ૧.૨૬ ૧.૨૭ ૧.૨૮ ૧.૨૯ ૧.૩૦ ૧.૩૧ ૧.૩૨ ૧.૩૩ ૧.૩૪ ૧.૩૫ ૧.૩૬ ૧.૩૭ ૧.૩૮ ૧.૩૯ ૧.૪૦ ૧.૪૧ ૧.૪૨ ૧.૪૩ ૧.૪૪ ૧.૪૫ ૧.૪૬ ૧.૪૭ ૧.૪૮ ૧.૪૯ ૧.૫૦ ૧.૫૧ Calvin, James Barnard (1984). "The China-India Border War". Marine Corps Command and Staff College. મેળવેલ 2006-06-14. Unknown parameter |month= ignored (મદદ); Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ "બૅટલ ઓફ ચુશુલ". મૂળ માંથી 2001-02-09 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.
  3. ધ સિનો-ઇન્ડિયન બોર્ડર ડિસ્પુટ્સ, આલ્ફ્રેડ પી. રુબિન દ્વારા, ધ ઇન્ટરનેશનલ એન્ડ કમ્પેરિટિવ લો ક્વાર્ટરલી, આવૃત્તિ 9, સંખ્યા 1. (જાન્યુઆરી, 1960), પેજ. 96–125.
  4. Maxwell, Neville (9 September 2006). "Settlements and Disputes: China's Approach to Territorial Issues" (PDF). Economic and Political Weekly. 41 (36): 3876. મૂળ (PDF) માંથી 2006-10-01 પર સંગ્રહિત. મેળવેલ 2006-09-29.
  5. "Obituary: Mr. W. H. Johnson". Proceedings of the Royal Geographical Society and Monthly Record of Geography, New Monthly Series, Vol. 5, No. 5 (May, 1883) , pp. 291-293. મેળવેલ 2007-05-31.
  6. ૬.૦૦ ૬.૦૧ ૬.૦૨ ૬.૦૩ ૬.૦૪ ૬.૦૫ ૬.૦૬ ૬.૦૭ ૬.૦૮ ૬.૦૯ મોહન ગુરુસ્વામી, મોહન, "ધ ગ્રેટ ઇન્ડિયા-ચાઇના ગેમ", રેડિફ, 23 જૂન 2003.
  7. ૭.૦ ૭.૧ ચાઇના એન્ડ ઇન્ડિયા: ધ અન-નેગોશિયેટેડ ડિસ્પુટ. નેવિલ મૅક્સવેલ. ધ ચાઇના ક્વાર્ટરલી, સંખ્યા 43. (જુલાઈ-સપ્ટેમ્બર, 1970), પેજ 47–80.
  8. ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ ૮.૪ એ. જી. નૂરાની, "ફેક્ટ ઓફ હિસ્ટ્રી સંગ્રહિત ૨૦૦૭-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન", ઇન્ડિયા'સ નેશનલ મેગેઝિન , 30 સપ્ટેમ્બર 2003.
  9. ૯.૦૦ ૯.૦૧ ૯.૦૨ ૯.૦૩ ૯.૦૪ ૯.૦૫ ૯.૦૬ ૯.૦૭ ૯.૦૮ ૯.૦૯ ૯.૧૦ ૯.૧૧ ૯.૧૨ ૯.૧૩ ૯.૧૪ ૯.૧૫ ૯.૧૬ ૯.૧૭ ૯.૧૮ ૯.૧૯ મૅક્સવેલ, નેવિલ, ઇન્ડિયા'સ ચાઇના વોર સંગ્રહિત ૨૦૦૮-૦૮-૨૨ ના રોજ વેબેક મશિન , ન્યૂ યોર્ક, પેન્થિયન, 1970.
  10. ૧૦.૦ ૧૦.૧ ૧૦.૨ ૧૦.૩ જ્યોર્જ ડબ્લ્યુ. પેટરસન, પેકિંગ વર્સિસ દિલ્હી, ફ્રેડરિક એ. પ્રેઇગર, ઇન્ક., 1963
  11. પેટરસન, પેજ 275.
  12. ૧૨.૦૦ ૧૨.૦૧ ૧૨.૦૨ ૧૨.૦૩ ૧૨.૦૪ ૧૨.૦૫ ૧૨.૦૬ ૧૨.૦૭ ૧૨.૦૮ ૧૨.૦૯ ૧૨.૧૦ ૧૨.૧૧ ૧૨.૧૨ ૧૨.૧૩ ૧૨.૧૪ ૧૨.૧૫ ૧૨.૧૬ ૧૨.૧૭ ૧૨.૧૮ ૧૨.૧૯ ૧૨.૨૦ ૧૨.૨૧ ૧૨.૨૨ ૧૨.૨૩ "ચાઇના'સ ડિસિઝન ફોર વોર વિથ ઇન્ડિયા ઇન 1962 જ્હોન ડબ્લ્યુ. ગાર્વર દ્વારા" (PDF). મૂળ (PDF) માંથી 2009-03-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.
  13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ વીકે સિંહ રિઝોલ્વિંગ ધ બાઉન્ડ્રી ડિસ્પુટ
  14. ધ સિનો-ઇન્ડિયન બાઉન્ડ્રી ડિસ્પુટ, ફોરેન લેન્ગ્વેજ પ્રેસ ઓફ ધ પીપલ'સ રિપબ્લિક ઓફ ચાઇના, 1961
  15. ગુપ્તા, કરુણાકર, "ધ મેકમોહન લાઇન 1911–45: ધ બ્રિટિશ લિગસી", ધ ચાઇના ક્વાર્ટરલી , સંખ્યા 47. (જુલાઈ-સપ્ટેમ્બર, 1971), પેજ નં. 521–45.
  16. ફ્રી તિબેટ કેમ્પેઇન, "તિબેટ ફેક્ટ્સ નં. 17: બ્રિટિશ રિલેશન્સ વિથ તિબેટ સંગ્રહિત ૨૦૦૮-૦૪-૧૧ ના રોજ વેબેક મશિન".
  17. ૧૭.૦૦ ૧૭.૦૧ ૧૭.૦૨ ૧૭.૦૩ ૧૭.૦૪ ૧૭.૦૫ ૧૭.૦૬ ૧૭.૦૭ ૧૭.૦૮ ૧૭.૦૯ ૧૭.૧૦ ૧૭.૧૧ ૧૭.૧૨ ૧૭.૧૩ ૧૭.૧૪ ૧૭.૧૫ ૧૭.૧૬ હિસ્ટ્રી ઓફ ધ કોન્ફ્લિક્ટ વિથ ચાઇના, 1962. પી. બી. સિન્હા, એ. એ. અથાલે, સાથે એસ. એન. પ્રસાદ, ચીફ એડિટર, ઇતિહાસ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, ભારત સરકાર, 1992.
  18. ૧૮.૦ ૧૮.૧ ૧૮.૨ એ. જી. નૂરાની, "પર્સિવરન્સ ઇન પીસ પ્રોસેસ સંગ્રહિત ૨૦૦૫-૦૩-૨૬ ના રોજ વેબેક મશિન", ઇન્ડિયા'સ નેશનલ મેગેઝિન , 29 ઓગસ્ટ 2003.
  19. ૧૯.૦ ૧૯.૧ ૧૯.૨ ચાઇનીઝ ડિસેપ્શન એન્ડ નહેરુ'સ નેઇવેટ લેડ ટુ 62 વોર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા
  20. ૨૦.૦ ૨૦.૧ ૨૦.૨ ઇન્ડિયા'સ ફોરવર્ડ પોલિસી, સમીક્ષા લેખક [કો]: એ. જી. નૂરાની, ધ ચાઇના ક્વાર્ટરલી © 1970 સ્કૂલ ઓફ ઓરિયેન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ
  21. "ધ શેડ ઓફ ધ બિગ બન્યન સંગ્રહિત ૨૦૦૭-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન" ટાઇમ , ડિસેમ્બર 14, 1959.
  22. ૨૨.૦ ૨૨.૧ Maxwell, Neville (2001). "Henderson Brooks Report: An Introduction". stratmag.com. મૂળ માંથી 2006-12-09 પર સંગ્રહિત. મેળવેલ 2006-08-18. Unknown parameter |month= ignored (મદદ); Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  23. ગ્રેગરી ક્લાર્ક, "રિમેમ્બરિંગ અ વોર સંગ્રહિત ૨૦૧૬-૦૮-૨૦ ના રોજ વેબેક મશિન — ધ 1962 ઇન્ડિયા-ચાઇના કોન્ફ્લિક્ટ", રેડિફ
  24. ચાન્ગ, જન્ગ એન્ડ જોન હેલિડે, માઓઃ ધ અનનોન સ્ટોરી (2006), પેજ નં. 568, 579.
  25. ૨૫.૦ ૨૫.૧ ૨૫.૨ "મિલિટરી નોનસેન્સ"
  26. ૨૬.૦ ૨૬.૧ સીઆઇએ જર્નલ્સ[હંમેશ માટે મૃત કડી] 1962 ઇન્ડિયા-ચાઇના વોર એન્ડ કારગિલ 1999: રેસ્ટ્રીક્શન્સ ઓન એર પાવર આર. સુકુમારન દ્વારા
  27. પેટરસન, પેજ 279
  28. જોશી મનોજ, "લાઇન ઓફ ડિફેન્સ", ટાઇમ્સ ઓફ ઇન્ડિયા , 21 ઓક્ટોબર 2000
  29. ૨૯.૦૦ ૨૯.૦૧ ૨૯.૦૨ ૨૯.૦૩ ૨૯.૦૪ ૨૯.૦૫ ૨૯.૦૬ ૨૯.૦૭ ૨૯.૦૮ ૨૯.૦૯ ૨૯.૧૦ ૨૯.૧૧ "બેટલ ઓફ નામ્કા ચુ". મૂળ માંથી 2002-08-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.
  30. પીપલ'સ ડેઇલી, 22 સપ્ટેમ્બર 1962 અંક, પેજ નં. 1
  31. ૩૧.૦ ૩૧.૧ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2007-07-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.
  32. ૩૨.૦ ૩૨.૧ ૩૨.૨ ૩૨.૩ સ્વામિનાથન સાઉથ એશિયા એનાલિસિસ ગ્રૂપ સંગ્રહિત ૨૦૦૩-૦૬-૨૫ ના રોજ વેબેક મશિન લેસન્સ ઓફ 1962: અ સ્ટોક ટેકિંગ આફ્ટર 40 યર્સ.
  33. ૩૩.૦ ૩૩.૧ ચાઇના ફિઅર્ડ મિલિટરી કૂપ ઇન ઇન્ડિયા ડ્યુરિંગ 60સ ડીએનએ ઇન્ડિયા
  34. ૩૪.૦ ૩૪.૧ ૩૪.૨ "ધ બેટલ ઓફ વાલોન્ગ". મૂળ માંથી 2002-06-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.
  35. ઇજી. ચિપ ચૅપ વેલી, પાન્ગોન્ગ
  36. Burkitt, Laurie; Scobell, Andrew; Wortzel, Larry M. (July 2003). THE LESSONS OF HISTORY: THE CHINESE PEOPLE’S LIBERATION ARMY AT 75 (PDF). Strategic Studies Institute. પૃષ્ઠ 340–341. ISBN 1-58487-126-1. મૂળ (PDF) માંથી 2012-02-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.
  37. મેન ઓફ સ્ટીલ ઓન આઇસી હાઇટ્સ સંગ્રહિત ૨૦૦૭-૦૨-૦૬ ના રોજ વેબેક મશિન મોહન ગુરુસ્વામી ડેક્કન ક્રોનિકલ .
  38. Goldman, Jerry (1997). "The Cuban Missile Crisis, October 18-29 1962". hpol.org. મેળવેલ 2006-08-18. Unknown parameter |month= ignored (મદદ); Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)CS1 maint: discouraged parameter (link)
  39. ૩૯.૦ ૩૯.૧ ૩૯.૨ યાદવ, અતુલ, ઇનજસ્ટિસ ટુ ધ આહિર માર્ટિયર્સ ઓફ ધ 1962 વોર સંગ્રહિત ૨૦૦૭-૦૫-૦૯ ના રોજ વેબેક મશિન. ધ ટ્રિબ્યૂન. 21 નવેમ્બર 2007
  40. ચુશી ગેન્ગડ્રક "ચુશી ગેન્ગડ્રક: હિસ્ટ્રી", ChushiGangdruk.Org
  41. એમ્બ્સ્ટ્રક્ટ ઓફ "ફાઇટિંગ ટુ મેક અ પોઇન્ટ: પોલિસી-મેકિંગ બાય એગ્રેસિવ વોર ઓન ધ ચાઇનીઝ બોર્ડર્સ" જુનિયર પેટ્ટિસ રોય સી. દ્વારા સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૮ ના રોજ વેબેક મશિન — નેશનલ વોર કોલેજ
  42. [૧]તાઇપેઇ ટાઇમ્સ ,[૨] સંગ્રહિત ૨૦૧૧-૦૬-૦૪ ના રોજ વેબેક મશિન ઇન્ડિયન અમેરિકન સેન્ટર ફોર પોલિટિકલ અવેરનેસ
  43. ૪૩.૦ ૪૩.૧ "ઇન્ડિયા: અ યર ઓફ સ્ટેબિલિટી એન્ડ ચેન્જ". રાલ્ફ જે. રેટ્ઝલેફ એશિયન સર્વે, અંક 3, ક્રમ 2, અ સર્વે ઓફ એશિયા ઇન 1962: પાર્ટ II. (ફેબ્રુઆરી, 1963), પેજ નં. 96–106.
  44. ૪૪.૦ ૪૪.૧ ૪૪.૨ ૪૪.૩ ૪૪.૪ રેડિફ ઇન્ડો-ચાઇના ટાઇમલાઇન
  45. "ચાઇના", "ફોરેન રિલેશન્સ, 1969–1976, વોલ્યૂમ XVII, પેજ 722", ઓક્ટોબર 1971 – ફેબ્રુઆરી 1972 (ડિક્લાસિફાઇડ)
  46. "ચાઇના", "ફોરેન રિલેશન્સ, 1969–1976, વોલ્યૂમ XVII, પેજ 723", ઓક્ટોબર 1971 – ફેબ્રુઆરી 1972 (ડિક્લાસિફાઇડ)
  47. ૪૭.૦ ૪૭.૧ ૪૭.૨ Dobell, W. M. (1964). "Ramifications of the China-Pakistan Border Treaty". Pacific Affairs. 37 (3): 283–95. doi:10.2307/2754976. Unknown parameter |month= ignored (મદદ); Cite has empty unknown parameters: |quotes= and |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  48. ધ મેન બિહાઇન્ડ યાહ્યા ઇન ધ ઇન્ડો-પાકિસ્તાની વોર ઓફ 1971 સ્ટીફન આર. શેલોમ દ્વારા, પોલિટિકલ સાયન્સના અધ્યાપક
  49. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2013-02-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.
  50. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-05-21 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.
  51. "The Chola Incident". Bharat Rakshak. મૂળ માંથી 2010-03-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.
  52. [૩], Rediff.com
  53. રિમેમ્બરિન્ગ નક્સલબારી ડે
  54. ઇન્ડિયા સોફ્ટ ઓન અરૂણાચલ પ્રદેશ

બાહ્ય કડીઓ

ફેરફાર કરો