કેરી ઑન કેસર (ચલચિત્ર)

(કેરી ઑન કેસર થી અહીં વાળેલું)

કેરી ઑન કેસર એ વિપુલ મહેતા દિગ્દર્શિત એક ગુજરાતી ચિત્રપટ છે જે એક સંતાનહીન વયસ્ક દંપત્તિની બાળક પામવા સંબધેની વાર્તા છે.[]સુપ્રિયા પાઠક-કપૂરનું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર છે.[] [] આ સાથે ચલચિત્રમાં દર્શન જરીવાલા, અવની મોદી અને રીતેષ મોભ મુખ્ય ભૂમિકા ભજવે છે.

કેરી ઓન કેસર
દિગ્દર્શકવિપુલ મહેતા
લેખકવિપુલ મહેતા
સંવાદ અંકિત ત્રિવેદી અને ભુમિકા ત્રિવેદી
નિર્માતાકમલેશ ભુપતાની
ભાવના સંજય મોદી
કલાકારોસુપ્રિયા પાઠક

દર્શન જરીવાલા
અવની મોદી
રીતેષ મોભ
અર્ચના ત્રિવેદી
અમીષ તન્ના
ભાસ્કર ભોજક
પાર્થ ઠક્કર

જેસન
છબીકલાપુષ્કર સિંગ
સંપાદનમનીષ મિસ્ત્રી
સંગીતસચિન-જીગર

પાશ્વ સંગીત:

રાજીવ ભટ્ટ
નિર્માણ
ગૅલેક્ટિક મોશન પીક્ચર્સ પ્રા. લિ.
અને મનપસંદ ફીલ્મ્સ
રજૂઆત તારીખ
૧૭-૦૨-૨૦૧૭
અવધિ
૧૨૦મિનિટ
દેશભારત
ભાષાગુજરાતી

પાર્શ્વભૂમિ

ફેરફાર કરો

શ્યામજી અને કેસર પટેલ એ ગુજરાતના નાનકડા નગરમાં રહેતાં પારંપરિક વયસ્ક દંપત્તિ છે. એની નામની એક ફેશન ડિઝાઈનર પેરિસથી કેસરની કલાથી પ્રભાવિત થઈ તેની પાસે તે કળા શીખવા આવે છે. પરંતુ, વસ્તુઓ ધાર્યા પ્રમાણે નથી થતી અને સંજોગો કેસરને તેના ભૂતકાળ તરફ ફરી જોવા મજબૂર કરે છે અને દાદા-દાદી બનવાની ઉંમરે આ દંપત્તિ બાળક પામવા પ્રયત્ન કરે છે.[]

  • સુપ્રિયા પાઠક-કપૂર - કેસર પટેલ
  • દર્શન જરીવાલા - શ્યામજી પટેલ
  • અવની મોદી - એની
  • રીતેષ મોભ - ડૉ પ્રતિક જોષી
  • અર્ચના ત્રિવેદી -ઓધા કાકા
  • ભાસ્કર ભોજક - હીતેષ પટેલ
  • પાર્થ ઠક્કર -  મિતેશ પટેલ
  • અમીષ તન્ના  - જીગ્નેશ
  • ઑલામીલેકન અકન્બી જેસન - જ્હોન

પ્રદર્શન

ફેરફાર કરો

૧૭ ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવસે આ ફીલ્મ પ્રદર્શિત થઈ.

ટાઈમ્સ ઑફ ઈંડિયાએ આને "સુપ્રિયા પાઠક અને દર્શન જરીવાલાના સુંદર અભિનય સાથેની સંપૂર્ણ પારિવારીક ફીલ્મ" એવો અભિપ્રાય છાપ્યો.[] બડ્ડી બિટ્સે પણ તેને સકારાત્મક પ્રતિભાવ આપ્યો અને "જરૂર જોવા જેવું ગુજરાતી ચિત્રપટ" એવો પ્રતિભાવ આપ્યો.[]

  1. Jambhekar, Shruti (૬ જુલાઇ ૨૦૧૬). "Gujarati Films Go Socially Relevant". Times News Network. મેળવેલ ૨૮ નવેમ્બર ૨૦૧૬.
  2. Mishra, Abhimanyu (૩ નવેમ્બર ૨૦૧૬). "Gujarati literature and music's rich legacy can inspire our films: Supriya Pathak" (The Times of India (Ahmedabad)). Times News Network. મૂળ માંથી 2016-11-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ નવેમ્બર ૨૦૧૬.
  3. Jambhekar, Shruti (૧૪ ઓગસ્ટ ૨૦૧૬). "Prime Time TV Actors To Sparkle In Gujarati Films" (Times Of India). Times News Network. મેળવેલ ૨૮ નવેમ્બર ૨૦૧૬.
  4. Correspondent, Afterhrs (૪ નવેમ્બર ૨૦૧૬). "Carry On Kesar Gives Message Of Hope" (DNA Ahmedabad). Dainik Jagran Group. મૂળ માંથી 2019-02-15 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ નવેમ્બર ૨૦૧૬.
  5. "Carry On Kesar Movie Review". Times of India. ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૭.
  6. Jariwala, Nishit. "Movie Review: Carry On Kesar | BuddyBits". buddybits.com. મેળવેલ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]