ઈટલી
ઇટલી યુરોપ મહાદ્વીપની દક્ષિણમાં સ્થિત એક દેશ છે. જેની મુખ્યભૂમિ એક પ્રાયદ્વીપ છે. ઇટલી ની ઉત્તરમાં આલ્પ્સ પર્વતમાળા છે જેમાં ફ્રાંસ, સ્વિટ્ઝરલેંડ, ઑસ્ટ્રિયા તથા સ્લોવેનિયા ની સીમાઓ આવી મળે છે. સિસલી તથા સાર્ડિનિયા, જે ભૂમધ્ય સાગર ના બે સૌથી મોટા દ્વીપ છે. જે ઇટલીના જ અંગ છે. વેટિકન સિટી તથા સૈન મરીનો ઇટલી ની અંતર્ગત સમાહિત બે સ્વતંત્ર દેશ છે.
ઈટાલીયન ગણરાજ્ય Repubblica Italiana (Italian) | |
---|---|
રાજધાની and largest city | રોમ 41°54′N 12°29′E / 41.900°N 12.483°E |
અધિકૃત ભાષાઓ | ઈટાલિયન ભાષા |
વંશીય જૂથો (૨૦૧૭) |
|
ધર્મ (૨૦૧૭) |
|
લોકોની ઓળખ | ઈટાલિયન |
સરકાર | સંસદીય ગણતાંત્રિક |
• પ્રમુખ | સર્ગેઇઓ માત્તારેલ્લા |
• વડા પ્રધાન | ગિયુસ્પે કોન્ટે |
• સંસદીય પ્રમુખ | એલિઝાબેટ્ટા કાસેલ્લેટી |
સંસદ | સંસદ |
• ઉપલું ગૃહ | પ્રજાસત્તાક સંસદ |
• નીચલું ગૃહ | ચેમ્બર ઓફ ડેપ્યુટી |
સ્થાપના | |
• ઐક્યકરણ | ૧૭ માર્ચ ૧૮૬૧ |
• ગણતંત્ર | ૨ જૂન ૧૯૪૬ |
• હાલનું બંધારણ | ૧ જાન્યુઆરી ૧૯૪૮ |
• યુરોપિય ઇકોનોમિક કોમ્યુનિટીની સ્થાપના (હવે યુરોપિયન યુનિયન) | ૧ જાન્યુઆરી ૧૯૫૮ |
વિસ્તાર | |
• કુલ | 301,340 km2 (116,350 sq mi) (૭૧) |
• જળ (%) | 2.4 |
વસ્તી | |
• 2017 અંદાજીત | 60,483,973 [૧] (૨૩મો) |
• ગીચતા | 201.3/km2 (521.4/sq mi) (૬૩મો) |
GDP (PPP) | 2019 અંદાજીત |
• કુલ | $2.474 trillion [૨] (૧૨મો) |
• Per capita | $40,737[૨] (૩૨મો) |
GDP (nominal) | ૨૦૧૯ અંદાજીત |
• કુલ | $2.113 trillion[૨] (૮મો) |
• Per capita | $34,784[૨] (૨૫મો) |
જીની (૨૦૧૬) | 33.1[૩] medium |
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૭) | 0.880[૪] very high · ૨૮ |
ચલણ | યુરો (€)b (EUR) |
સમય વિસ્તાર | UTC+1 (મધ્ય યુરોયિન સમય (CET)) |
• ઉનાળુ (DST) | UTC+2 (મધ્ય યુરોપિયન ઉનાળુ સમય (CEST)) |
તારીખ બંધારણ | dd/mm/yyyy (AD) |
વાહન દિશા | right |
ટેલિફોન કોડ | +39c |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .itd |
|
ઇટલીની રાજધાની રોમ પ્રાચીન કાળ થી એક શક્તિ અને પ્રભાવ થી સંપન્ન રોમન સામ્રાજ્ય ની રાજધાની રહ્યો છે. ઈસાની આસપાસ અને તે પછી રોમન સામ્રાજ્ય એ ભૂમધ્ય સાગરના ક્ષેત્રમાં પોતાની પ્રભુતા સ્થાપિત કરી હતી જેના કારણે આ સંસ્કૃતિ અને અન્ય ક્ષેત્રોમાં આધુનિક યુરોપની આધારશિલા તરીકે મનાય છે. તથા મધ્યપૂર્વ (જેને ભારતીય પરિપ્રેક્ષ્યમાં મધ્ય-પશ્ચ પણ કહી શકાય છે) ના ઇતિહાસમાં પણ રોમન સામ્રાજ્યએ પોતાનો પ્રભાવ પાડ્યો હતો અને તેનાથી પ્રભાવિત પણ થયો હતો. આજના ઇટલીની સંસ્કૃતિ પર યવનોં (ગ્રીક) નો પણ પ્રભાવ પડ્યો છે.
ઇટલીની જનસંખ્યા ૨૦૦૮માં ૫ કરોડ઼ ૯૦ લાખ હતી. દેશનું ક્ષેત્રફળ ૩ લાખ ચો કિલોમીટરની આસપાસ છે. ૧૯૯૧માં અહીં ની સરકાર ના શીર્ષ પદસ્થ અધિકારિઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર નો પર્દાફાશ થયો જેના પછી અહીં ની રાજનૈતિક સત્તા અને પ્રશાસનમાં ઘણાં બદલાવ આવ્યાં છે. રોમ અહીંની રાજધાની છે અને અન્ય પ્રમુખ નગરોમાં વેનિસ, મિલાન ઇત્યાદિ નું નામ લઈ શકાય છે.
ભૂગોળ
ફેરફાર કરોઇટલીની મુખ્ય ભૂમિ ત્રણ તરફ (દક્ષિણ અને સૂર્યપારગમન ની બંને દિશાઓ) થી ભૂમધ્ય સાગર દ્વારા જલાવૃત છે. આ પ્રયદ્વીપને ઇટલીના નામ પર જ ઇટાલિયન (કે ઇતાલવી) પ્રાયદ્વીપ કહે છે. આનું કુલ ક્ષેત્રફલ ૩,૦૧,૦૦૦ વર્ગ કિલોમીટર છે જે મધ્યપર્દેશ ના ક્ષેત્રફલથી થોડું ઓછું છે. દ્વીપોને સહિત આની તટરેખા લગભગ ૭,૬૦૦ કિલોમીટર લાંબી છે. ઉત્તરમાં આકી સીમા ફ્રાંસ (૪૮૮ કિ.મી.), ઑસ્ટ્રિયા (૪૩૦ કિ.મી.), સ્લોવેનિયા (૨૩૨ કિ.મી.) તથા સ્વિટ્જ઼રલેંડ સાથે લાગે છે. વેટિકન સિટી તથા સૈન મરીનો ચારે તરફથી ઇટલીથી ઘેરાયેલ છે.
ઇટલીની આબોહવા મુખ્યતઃ ભૂમધ્યસાગરીય છે પણ આમાં ઘણાં અધિક બદલાવ જોવા મળે છે. ઉદાહરણ માટે ટ્યૂરિન, મિલાન જેવા શહરોની આબોહવા ને મહાદ્વીપીય કે આર્દ્ર મહાદ્વીપીય આબોહવાની શ્રેણીમાં રાખી શકાય છે.
ઇતિહાસ
ફેરફાર કરોરોમની સ્થાપના સમાજસ્થાપન કાળ સમયની ગણાય છે. તે એટલું જુનૂં છે કે તેને શાસ્વત શહેર કહે છે. રોમનો માને છે કે તે શહેર ઈ.પૂ. ૭૫૩માં સ્થપાયું હતું. આધુનિક ઇતિહાસ કારો તેને ઈ.પૂ. ૬૨૫ ગણાવે છે.
શરૂઆતમાં રોમ પર રાજા રાજ્ય કરતાં. પણ સાત રાજા ના રાજ પછી રોમનોએ સત્તા હસ્તગત કરી લીધી અને રોમ પ્ર પોતે રાજ કર્યું. ત્યાર બાદ સંસદ સ્થપાઈ અને તે રોમ પર સત્તા ચલાવતી. 'રીપબ્લિક' આ શબ્દ પોતે પણ લેટિન (રોમનોની ભાષા) મૂળનો છે જે બે શબ્દ મળીને બન્યું છે 'રેસ પબ્લિકા' અર્થાત 'જન બાબતો' કે 'રાજ બાબતો'. રાજાની નીચેની સંસદ માત્ર સલાહકાર તરીકે કાર્ય કરતી. પણ પછી સેનેટ એક કાઉંસેલ ચુંટતી જે રાજા ની જેમ રોમ પર રાજ કરતો પણ માત્ર એક વર્ષ માટે. આ એક સારી પદ્ધતિ હતી. આને લીધે કાઉંસેલને ભય રહેતો કે જો તે બેલગામ વર્તશે તો એક વર્ષ પછી પદભ્રષ્ટ થશે. રોમમાં ચાર જાતિના લોકો હતાં. સૌથી નીચે ગુલામો. જેના અન્ય લોકો માલિક હતાં તેમને કોઈ હક્કો ન હતાં. બીજો વર્ગ પ્લેબીયંસનો હતો. તેઓ સ્વતંત્ર હતા પણ કાંઈ વગ ન હતી. ત્રીજો વર્ગ ઈક્વીસ્ટ્રીયંસ હતો. તેમન નામનો અર્થ સવાર એવો થતો. કેમકે તેમને જો રોમ માટે લડવા બોલાવાતા તો તેમને ઘોડા અપાતા. ક્વીસ્ટ્રીયંસ હોવું અર્થાત ધનવાન હોવું. સૌથી ઉપર ઉમરાવ હતાં તેમને પેટ્રીસિયંસ કહેવાતા. રોમની ખરેખરી સત્તા તેમની પાસે હતી. રોમન ગણતંત્ર સૌથી સફળ સરકાર હતી જે ઈ.પૂ. ૫૧૦ થી ઈ.સ. ૨૩ લગભગ ૫૦૦ વર્ષ ચાલી. તેની સરખામણીમાં યુ.એસ.એ.ની સરકાર ૧૭૭૬ થી અસ્તિત્વમાં છે ૨૫૦ વર્ષ લગભગ. તેમને સૌથી વધારે ભય કાર્થાજીનીયન્સ તરફથી હતો. કાર્થેજ ઉત્તર આફ્રીકાનું એક શક્તિશાળી શહેર હતું જે રોમની જેમ તે પોતાના રાજ્ય પર નિયંત્રણ રાખતું. આ બંને વચ્ચેની લડાઈ લાંબી ચાલી અને તે જમીન અને દરિયા બંનેમાં લડાઈ. સૌથી મહત્વની ઘટના એ હતી કે કાર્થાજીનીયન રાજા ગનરલ હન્નીબલએ પોતાની સમગ્ર સેના અને હાથીઓ આદિ સાથે આલ્પ્સ પર્વત ઓળંગીને ઉત્તર તરફથી ઈટલી પર હુમલો કર્યો. જોકે અંતમાં ઈ.પૂ. ૧૪૬માં રોમનો જીત્યા અને કાર્થાજીનીયન્સનો પૂરો ખાતમો બોલાવાયો. રોમનો સૌથી પ્રખ્યાત વતની જ્યુલિયસ સીઝર હતો. તે રોમન રાજનૈતિક અને સેનાપતિ હતો જેણે કોઈ હુકમ વિના ફ્રાંસના ગુલાન ક્ષેત્રનો ખૂબ મોટો ભાગ કબ્જે કર્યો. ઈ.પૂ. ૪૯માં સીઝરે તેના ક્ષેત્ર અને ઈટલી વચ્ચે રુબીકોન નામની એક નદી ઓળંગી અને રોમને જીતી લેધું અને તેનો સરમુખત્યાર બની બેઠો. તેની સેના કૂચમાં તે ઈજીપ્ત સુધી ગયો. જ્યાં તે ક્લિઓપેટ્રાને મળ્યો. તેનું સેનેટમાં ખૂન કરાવીને તેને મારી નખાયો. તે એટલો પ્રખ્યાત હતો કે તેના નામ પાછળ મહિનાનું નામ જુલાઈ પડ્યું અને તેના વંશજો પણ તેમ ઓળખાયા. મશહૂર અંગ્રેજી સાહિત્યકાર શેક્સપિયરે તેની હત્યા પર એક નાટક પણ લખ્યું છે.
સંસ્કૃતિ
ફેરફાર કરોઇટલી માં સર્વાધિક વિશ્વ ધરોહર સ્થળ છે.
ઇટલીના નગરોમાં ટોરીનો બર્ગમો વેનિસ રવેન્ના બારી રોમા સિયેના ફ્લોરેન્સ પીસા નાપોલિ પામ્પે સોરેન્ટો પલેર્મો મિલાનો ટ્રિએસ્ટ વેરોના જેનોઆ બ્રિંડિસિ વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ જુઓ
ફેરફાર કરો- wikt:ઇટલી (વિક્ષનરી)
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "National demographic estimate, December 2017". ISTAT. મૂળ સંગ્રહિત માંથી 6 ઓગસ્ટ 2017 પર સંગ્રહિત. મેળવેલ 15 જૂન 2018.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Report for Selected Countries and Subjects". www.imf.org.
- ↑ "Gini coefficient of equivalsed disposable income (source: SILC)". Luxembourg: Eurostat. 15 જૂન 2017. મૂળ સંગ્રહિત માંથી 4 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 24 જૂન 2017.
- ↑ "2018 Human Development Report". United Nations Development Programme. 2018. મૂળ માંથી 14 સપ્ટેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 14 September 2018.
- ↑ "Legge Regionale 15 ottobre 1997, n. 26". Regione autonoma della Sardegna – Regione Autònoma de Sardigna. મૂળ માંથી 2021-02-26 પર સંગ્રહિત. મેળવેલ 2019-02-10.
- ↑ "Comune di Campione d'Italia". Comune.campione-d-italia.co.it. 14 જુલાઇ 2010. મૂળ સંગ્રહિત માંથી 30 એપ્રિલ 2011 પર સંગ્રહિત. મેળવેલ 30 ઓક્ટોબર 2010.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |